Armaan na armaan - 17 books and stories free download online pdf in Gujarati

અરમાન ના અરમાન - 17

“હાય એશ” મેં આજે ફરી કોલેજની બહાર એશને પકડી. એ કદાચ કાલની ઘટનાથી થોડી રૂઠેલી હશે કેમ કે કાલે કેન્ટીનમાં હું તેને હેરાન કરી રહ્યો હતો તો તેણે ત્યાં સામે પડેલી પાણીની આખેઆખી બોટલને મારા હેન્ડસમ ફેસ ઉપર ખાલી કરી નાખી હતી તો હું ગુસ્સામાં ત્યાંથી જતો રહ્યો હતો.
“એ ફરી આવી ગયો” એશે તેની ફ્રેન્ડને કહ્યું.
“ચલ ચલતી ક્યાં...” મેં ચીડવતા કહ્યું.
“ગો ટુ હેલ..” એશએ ગુસ્સામાં કહ્યું.
“એ તો જવાનો જ છું પણ ફિલહાલ મારો પ્લાન એ બિલ્ડીંગમાં જવાનો છે કે જ્યાં કાલે હું પાણી પાણી થઇ ગયો હતો.” મારો ઈશારો કેન્ટીન તરફ હતો.
એશના બધા ફ્રેન્ડ્સને કદાચ બસ પકડવાની હતી તો બધા એશને બાય કહીને જતા હતા તો રોજની જેમ આજે પણ હું અને એશ એકલા બચ્યા હતા.
“ચાલ ચુડેલ કેન્ટીનમાં” મેં કહ્યું.
“ડોન્ટ કોલ મી.....” એણે મને ગુસ્સામાં ધક્કો આપીને કેન્ટીન તરફ ચાલવા માંડી.
“એશ મારે તને કઈ કેહવું છે.” મેં એશ ને કહ્યું. એ કશું જ ના બોલી અને ચુપચાપ કેન્ટીનની તરફ ચાલવા લાગી. એ જ સમયે મેં મારા ખિસ્સામાંથી કાગળ કાઢીને હું વાચવા લાગ્યો.
“હું એક શર્ત પર અહીંથી ચાલ્યો જઈશ.” હું એશની સામે વાળી ચેર ઉપર બેસતા બોલ્યો.
“અને એ કઈ શર્ત છે?” એશ એ પૂછ્યું.
“હું તને જે કહું એ તારે મને સેમ ટુ સેમ કેહવાનું છે.” મેં કહ્યું.
“અને મેં એમ કર્યું તો?....” ફરી એશ એ પૂછ્યું.
“તો હું કેન્ટીનની બારીમાંથી કુદીને જતો રહીશ” હું કાગળમાં જે લખી લાવ્યો હતો તેણે યાદ કરતા થોડીવાર પછી ફરી બોલ્યો.
“જે ત’આઈમે..”
“હે...આ શું?” એશએ કઈ ના સમજતા પૂછ્યું.
“ફ્રેંચ ભાષામાં આનો મતલબ આઈ એમ સોરી થાય.” મેં એશને સમજાવતા કહ્યું.
“પણ હું તને આઈ એમ સોરી શું કામ કહું, ભૂલ તો તારી છે તું મને સોરી કહે. એ દિવસે ફોર્મ ભરતી વખતે તે મને સોરી નહોતું કહ્યું, હમણાં રોજ મને હેરાન કરે છો એનું પણ તે સોરી નથી કહ્યું અને એ દિવસે.....” એશ આખી કથા ખોલીને બેસી ગઈ. મેં માથું પછાડતા વચ્ચે જ તેને રોકતા કહ્યું.
“જો તું એમ ઇચ્છતી હોય કે હું અહીથી જાવ તો હું કહું એમ કહે નહીતર આખું વર્ષ હું તારું માથું ખાઇશ.”
“ફાઈન, ફરીથી કહે.” એશએ મારાથી છુટકારો મેળવવા માટે મારી વાત માની લીધી.
“જે ત’આઈમે..”
“જે ટેમ ...” લડખડતી જબાનથી કહ્યું.
“ત’આઈમે..” મેં ફરી સુધારો કરવતા કહ્યું.
“જેત...” ફરી એ ખોટું બોલી તો મેં તેના હાથમાં એ કાગળ પકડાવી દીધો અને તેમાંથી જોઈને બોલવા કહ્યું.
“જે ત’આઈમે..” આ વખતે એ સાચું બોલી.
“ગુડ હવે બોલ તું ઈબેસ્ક” મેં ફરી નવું કહ્યું.
“આનો મતલબ શું થાય?” એશ એ પૂછ્યું.
“રોમેર્નીયમમાં આનો અર્થ એ થાય કે હું તારી સાથે ક્યારેય નહિ બોલું.” મેં ફરી ૧ ૧=૧૧ થાય એમ સમજાવી.
“ઓકે,તું ઇબેસ્ક.” એને કાગળ લખેલું બોલતા કહ્યું,
“તું સાચે જ મારી સાથે ક્યારેય નહિ બોલે.
“વધારે ખુશ ન થા અને આગળ આગળ જો.” મેં અંદરને અંદર ખુશ થતા કહ્યું.
“હવે બોલ, યા ટેબ્યા લ્યુબ્લ્યું અને રસીયનમાં આનો મતલબ એ થાય છે કે હું તને ક્યારેય નહિ મળું.” મેં ફરી પાઠ ભણાવતા કહ્યું.
“યા ટેબ્યા લ્યુબ્લ્યું” એ ફરી ખુશ થતા થતા બોલી.
“થેન્ક યુ ચુડેલ.” મેં એશના હાથમાં રહેલો કાગળ લઈને મેં જેમ કહ્યું હતું એમ બારી માંથી બહાર નીકળી ગયો.હમણાં હમણાં જ મેં એશ ને ત્રણ ભાષામાં આઈ લવ યુ કહ્યું હતું અને એશ એ પણ મને આઈ લવ યુ કહ્યું હતું અને એણે મને આઈ લવ યુ કહ્યું એ વાતનો વિડીઓ મારા હોસ્ટેલના એક મિત્ર એ કેન્ટીનમાં બેઠા બેઠા જ રેકોર્ડ કરી લીધો હતો.હું જાણતો હતો કે આ વિડીઓથી એશ નું તો કઈ જ નથી બગાડી શકવાનો પણ આ વિડીયોમાં એશને આઈ લવ યુ બોલતા જોઇને દિલને શાંતિ તો જરૂર મળવાની હતી. એક બાજુ હું એશની પાસે આઈ લવ યુ બોલાવીને ખુશ હતો તો બીજી બાજુ એશ પણ ખુશ હતી કે મેં તેને સોરી કહ્યું. મારી ખુશી નું એક રિઝન એ પણ હતું કે આમારી વચ્ચે એક બેટ લાગેલી હતી જે હું હમણાં હમણાં જીતીને આવ્યો હતો. બેટ એ હતી કે જો હું એશને આઈ લવ યુ કહી દઉં તો આખા અઠવાડિયાના સિગરેટના પૈસા અરુણ આપશે અને ના કહી શકું તો હું અને એટલે સબુત માટે મારા એ મિત્ર પાસે વિડીઓ બનાવ રાવ્યો હતો.
“જા હવે દસ પેકેટ સિગરેટ લઈને આવ.” મેં રૂમમાં પગ મુકતા જ કહ્યું.
“તે એશને આઈ લવ યુ કહી દીધું?” અરુણે આશર્યથી પૂછ્યું.
“હા એ પણ ત્રણ ત્રણ વાર અને એણે પણ મને ત્રણ ત્રણ વાર આઈ લવ યુ કહ્યું.” મેં રોફથી કહ્યું.
“વિડીઓ બતાવ તો માનું.” અરુણને હજુ વિશ્વાસ નહોતો આવતો.
“ઓયે... અહી આવતો.” બહાર ઉભેલા એ છોકરાને બોલાવ્યો અને મેં મારા મોબાઈલમાં બુકમાર્ક કરેલા પેજ કે જેમાં હજાર ભાષામાં આઈ લવ યુ હતું.
“અબ્બે આ શું તું તામિલમાં આઈ લવ યુ કહીને આવ્યો છો?” અરુણે કહ્યું. મેં મોબાઈલ અરુણના હાથમાં પકડાવતા કહ્યું,
“ફ્રેંચ,રોમાનિયન, રસીયનમાં આઈ લવ યુ ને શું કહે છે એ વાંચ અને પછી વિડીઓ જો.”
“આ તો દગો છે, મેં તને એશને આઈ લવ યુ કેહવાનું કહ્યું હતું મતલબ આઈ લવ યુ..” અરુણે કયું.
“પરંતુ તે મને કઈ ભાષામાં આઈ લવ યુ કેહવાનું કહ્યું હતું મતલબ આઈ લવ યુ...” મેં એઠતાં કહ્યું.
કાલ રાતથી હું આ વિડીઓ કેટલીય વાર જોઈ ચુક્યો હતો જેમાં હું એશને અને એશ મને ત્રણ ત્રણ ભાષામાં આઈ લવ યુ કેહતા હતા. હવે એક્ઝામનું ટેન્શન તો ચાલ્યું ગયું હતું પરંતુ હવે ઈલેક્શન નું ટેન્શન આવી ગયું હતું. સીડાર હમણાં હમણાં આમારી હોસ્ટેલના દિવસમાં દસ દસ ચક્કર લગાવતો અને દરેક રૂમમાં જઈને કેહતો કે એ વોટ મને આપે. હવે જયારે હું પણ ઇલેકશનમાં શામેલ થઇ ગયો હતો તો મને પણ થોડું થોડું ટેન્શન થવા લાગ્યું હતું. ચાલુ ક્લાસમાં મને ઈલેક્શન અને ફોર્મ મારી સામે આવી જતું કે જેમાં મેં બ્લેક પેનથી મારી ડીટેલ ભરી હતી.
આજ રીસેસમાં માટે કોમ્પ્યુટર લેબ જવું પડશે એ મને ખબર હતી કેમ કે આજે અસાઇનમેન્ટ જમા કરાવવાનું હતું અને હંમેશની જેમ આજે પણ હું ખાલી હાથ જ હતો. મારું અસાઇનમેન્ટ ના કરવાનું કારણ પણ કદાચ દીપિકા મેમ જ હતા કેમ કે અસાઇનમેન્ટ ના કરવાની સજા ખુદ તમારી હોટ ક્લાસ ટીચર કિસ આપતી હોઈ તો ભલા કોણ અસાઇનમેન્ટ કરે ઉપરથી એ વિષય પ્રેક્ટીકલ હોઈ અને બધા માર્ક્સ પણ તેના જ હાથમાં હોય તો એ હિસાબે હું જેટલો પણ સમય તેની સાથે લેબમાં વિતાવું એટલા મારા માર્ક્સ વધવાના જ હતા.
આજે પણ એજ થયું અસાઇનમેન્ટ ન કરવા બદલ દીપિકા મેમ એ મને ક્લાસ માંથી બહાર કાઢ્યો અને ક્લાસ પૂરો થતા મને રીસેસમાં લેબમાં આવવા કહ્યું અને અત્યારે રીસેસમાં હું દીપિકા મેમ સાથે લેબ માં હતો.
“તું મને શું સમજે છો?” દીપિકામેમ એ કહ્યું.
“માલ....” કેહવું હતું પણ ના કહ્યું હું ચુપ રહ્યો.
“તું દર વખતે ક્લાસમાં અસાઇનમેન્ટ કરીને નથી આવતો શું હું ક્લાસમાં ટાઇમ પાસ કરવા માટે આવું છું? યુ ડોન્ટ નો કે હું દરરોજ ઘરે જઈને બે થી ત્રણ કલાક તમારા લોકોના સબ્જેક્ટ વાચું છું ત્યારે જઈને નેક્ટડે તમને લોકોને સરખું સમજાવી શકું.”
“બે થી ત્રણ કલાક....” બસ હું એટલું જ બોલ્યો.
“હા જ તો..” શરુવાતમાં તો એ ચિઢી પણ પછી મારી વાતનો મતલબ સમજતા જ એ હસવા લાગ્યા.
“શું? બે થી ત્રણ કલાક...”
“ઈટ ઇસ માય એફીસીયન્સી “ મેં ચેહરા પર મુસ્કાન લાવતા કહ્યું તો સામે પણ તેના હોઠ પર સેમ જ રીયેક્શન હતું અને કહ્યું,
“રીયલી, બે ત્રણ કલાક..”
“હા...” હું કઈક વિચારતા બોલ્યો.
હવે અહી એ થવાનું હતું કે જેના માટે હું અહી હતો. એ વાતની રાહ હું ત્યારનો જોતો હતો કે જ્યારથી હું લેબમાં આવ્યો હતો. એ પોતાની ખુરશી ઉપરથી ઉઠી અને હું જ્યાં બેઠો હતો ત્યાં આવીને મારી સામે ઝૂકીને મારી સામે જોતા જોતા મારા શરીર ઉપર હાથ ફેરવવા લાગ્યા. દીપિકામેમની આ હરકતથી મારા શરીરમાં એક તુફાન આવી ગયું અને માંરુ દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. એક બીજાના શરીર સાથેની છેડછાડ વધતી જતી હતી અને કપડા ઘટતા જતા હતા. હોઠથી હોઠ મળી ગયા હતા અને એકબીજાના હોઠના રસનું પાન પણ કરી રહ્યા હતા કે દીપિકામેમનો મોબાઈલ બોલો ઉઠ્યો. દીપિકા મેમ એ પોતાના હોઠ ને મારા હોઠથી આઝાદ કરી અને મારા થી અલગ થઈને તેના મોબાઈલ પાસે ગયા અને કહ્યું,
“નાઉ અરમાન રીસેસ પૂરી થઇ ગઈ મેં મોબાઈલ માં અલાર્મ સેટ કર્યું હતું તો ખબર રહી કે રોસેસ પૂરી થઇ ગઈ.” પણ મારું જવાનું મન નહોતું તો મેં પાછળથી જઈને દીપિકામેમ ને બાહોમાં ભરી લીધા અને દીપિકામેમની ગર્દન પર કિસ કરવાનું ચાલુ કરી દીધું. દીપિકામેમ પણ ગરમ શ્વાસ લઇ રહ્યા હતા પણ બેમનથી મને દુર કરીને જવા કહ્યું.
“મારું અસાઇનમેન્ટ માફ કરી દયો તો હું જાઉં.” મેં કહ્યું.
“ઓકે માફ કરું નાઉ યુ ગો..” હું ત્યાંથી નીકળી ગયો.
“આ ચાકુ તને દેખાય છે” ટેબલ ઉપર પડેલા ચાકુની તરફ ઈશારો કરતા વરુણ બોલ્યો.
“એને લઈને તારે તારા હાથની રેખાઓ કાપી નાખવી જોઈતી હતી કદાચ તો તને દીપિકામેમ મળેત.” એને પોતાની વાત પૂરી કરી.
વરુણની વાત સાંભળીને બહારથી તો હું હસો પણ અંદરથી ખુબ રડ્યો.
“કોઈ શાયરએ કહ્યું છે..” મેં વાત શરુ કરી.
“નો...નો...” અરુણે વચ્ચે જ ટાંગ અડાડતા કહ્યું.
“કેમ શું થયું?” મેં પૂછ્યું.
“તું બહુ સડેલી અને બોરિંગ શાયરી મારે છો.” અરુણે કહ્યું.
“દારૂ પાયો છે તો મારી બકબક સાંભળવી જ પડશે લે સાંભળ.” બહારથી હસતા અને અંદરથી રડતા મેં કહ્યું,
“મેં અપને હાથો કી ઉન લકીરો કો કુરેદ કર,
કાટ કર મિટા ભી દેતા જિસમેં વો નહિ થી,
ઉસકા અશ્ક નહિ થા,
પરંતુ એક કેહવત ઈશ્ક એ બાઝારમાં ઘણી મશહુર છે કે,
“હદ સે જ્યાદા કિસી ચીજ કો પ્યાર કરને સે વો ચીજ નહિ મિલતી,
એ સબ તો કિસ્મતો કા ખેલ હૈ યારો!!!!,
કયું કી હાથ કી લકીરો કો મિટાને સે કભી તકદીર નહિ બદલતી.
બોલો વાહ..”
“સ્ટોરી આગળ વધાર અને પછી શું થયું એ કહે” વરુણે ઉતાવળા થતા કહ્યું.
પછી તો શું હતું ગૌતમ હરામી રાઈટ ટાઇમ ઉપર જ આવી ગયો. મારા વિચારથી એની ટ્રેન લેટ થઇ જવી જોઈતી હતી અથવા તો એ કોઈ જરૂરી કામ આવી જવું જોઈતું હતું જેના કારણે એ કેટલાક અઠવાડિયા વધારે કોલેજ ના આવી શકે પરંતુ એવું કશું જ ના થયું. એ બીજા દિવસે જ કોલેજ આવી ગયો અને એ પણ એશ સાથે. ઈલેકશન માટે બંને પાર્ટીઓમાં તૈયારી ચાલી રહી હતી. વરૂણનું હોસ્પીટલમાં હોવું તેની પાર્ટી માટે સારું સાબિત થયું હતું કેમ કે સીડારની એ હરકતના લીધે ફાઈનલ ઈયરના બધા સ્ટુડન્ટ તેની અગેઈન્સ્ટ થઇ ગયા હતા અને એવું પણ સાંભળવામાં પણ આવ્યું હતું કે ઈલેક્શન પછી તેને મારવાનો પ્લાન બનાવી રહ્યા છે.
હું કોલેજ જવા માંગતો હતો અને કોલેજ જઈને હું ફરી એશ સાથે લડવા માંગતો હતો. પરંતુ ઈલેક્શનના લીધે હું અને મારો ખાસ મિત્ર, સીડાર અને સીડારના ખાસ મિત્રો એક રૂમમાં બે કલાકથી બંધ હતા અને પોતપોતાનું દિમાગ લગાવી રહ્યા હતા કે ક્યારે કઈ ચાલ ચાલવામાં આવે. ત્યારે મારા 1400 ગ્રામના દિમાગમાં એક ફાડું આડિયા એ દસ્તક દીધી.
“ફાઈનલ ઈયર અને સેકન્ડ ઇયરમાં આપડા કેટલા કેન્ડીડેટ છે?” મેં પૂછ્યું.
“એક એક...” સીડારે કહ્યું.
“બે બે કરી દો..” મેં કહ્યું.
“તારું ચટકી ગયું કે શું?” સીડાર મારી તરફ જોઈને કહ્યું.
“એક ને આમ પણ વોટ નથી મળવાના તો બે બે કેન્ડીડેટ ઉભા કરીને આપડે આપડા જ વોટ ને ઓછા કરવા જયારે કે એક ના જ વોટ કાઉન્ટ થવાના છે.” સીડારે કહ્યું.
“એક વાત મને કહો..” મેં અરુણના મો માંથી સિગારેટ લઇ લીધી અને સીડારની તરફ જોઇને કહ્યું,
“તમે પ્રજા તંત્ર માં વિશ્વાસ રાખો છો કે રાજ તંત્રમાં?”
“હું અંગ્રેજોના શાસનમાં વિશ્વાસ રાખું છું હવે બોલ” સીડારે કહ્યું.
“તો પછીએ અંગ્રેજોનો જ નિયમ અને મગજ ચલાવો ... ભાગલા પાડો અને રાજ કરો.” મેં કહ્યું.
“અરે તું કેહવા શું માંગે છો?” મારા હાથમાંથી સિગારેટ લઇ લેતા કહ્યું.
“એક્સ્પ્લેઇન કર..”
“સેકન્ડ ઈયર અને ફાઈનલ ઈયર માંથી એવા બે વ્યક્તિને પસંદ કરો કે જે વરુણની ટીમમાં હોય અને આપડી તરફથી ઉભા કરો.” મેં સમજાવતા કહ્યું.
“એનાથી શું થશે?” સીડારે ફરી પૂછ્યું.
“એનાથી એ થશે કે તેના વોટ વહેચાય જશે જેમ કે સેકન્ડ ઇયરમાં ગૌતમ ઉભો છે તો તેના જ કોઈ દોસ્તને આપડી પાર્ટી માંથી ઉભો કરો એટલે ગૌતમના દોસ્તારોનું ગ્રુપ બે ભાગમાં વહેચાય જશે ને તેના વોટ ઓછા થઇ જશે.” મેં સમજાવતા કહ્યું.
“ગજબ, હવે તું અરુણનો દોસ્ત કેહાવાને લાયક થઇ ગયો છો” મારા ખભા ઉપર હાથ રાખીને શાનથી કહ્યું અને મેં પણ શાનથી સાંભળ્યું.
સીડારે પોતાના સોર્સ ને કામે લગાડ્યા અને બે વ્યક્તિને ગોતી લીધા કે જે સીડાર માટે કામ કરવા તૈયાર હતા. હું અને અરુણ ત્યાંથી નીકળી ગયા અને લંચ પછીના ક્લાસ અટેન્ડ કરવા કોલેજ પહોચ્યા.
“મેમ મેં આઈ..” મેં કહ્યું.
“કમ ઇન..” અમને બંનેને જોઇને દીપિકમેમ એ કહ્યું. આતો દમ્મોરાણી નો ક્લાસ છે આ દીપિકામેમ ક્યાંથી ટપકી પડ્યા. હું અંદર આવીને પોતાની જગ્યા એ બેસી ગયો અને કઈ જ ના કર્યું બસ બેસી જ રહ્યો કેમ કે દીપિકામેમ ટેસ્ટની કોપી આપી રહ્યા હતા.
“અરમાન..”મેમ એ કહ્યું.
“યસ મેમ..” મેં મારી જગ્યાએથી ઉભા થતા કહ્યું.
“તને શું લાગે છે તારે કેટલા માર્ક્સ આવશે?” દીપિકામેમ એ એક મિસાઈલ છોડી દીધી. મારામાં એટલી ઠરક ભરેલી હતી કે મેં બીજો જ કોઈ નંબર બોલી નાખ્યો.
“મારા ખ્યાલથી 36 હશે.” મેં કહ્યું.
“શું? “દીપિકામેમ એ ચોકતા કહ્યું એ સમજી ગયા કે હું શું બોલી ગયો અને પૂરો ક્લાસ કોમેડી સમજીને હસી રહ્યો હતો. હું હોશમાં આવ્યો તો મેં દીપિકામેમની સામે જોયું તો એ આંખો બતાવી ને કશું કહી રહ્યા હોઈ એવું લાગી રહ્યું હતું.
“ઓહ સોરી મેમ..” મેં કહ્યું.
“તારે કેટલા માર્ક્સ આવશે” આ વખતે મેમ નો અવાજ ઉંચો હતો.
“હવે હું શું કહું મારી અદત નથી કે એક્ઝામ પછી હું એ સબજેક્ટ વિષે વિચારું તમે જ કહી દો ને.” મેં કહ્યું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED