Armaan na armaan - 10 books and stories free download online pdf in Gujarati

અરમાન ના અરમાન - 10

“ભૂ ને કોલ કરું છું.” અરુણે પોતાના હાથમાં મોબાઈલ લેતા કહ્યું. ભૂ પણ એશની પાછળ પડ્યો હતો તો અરુણે વિચાર્યું કે એને ખબર હોઈ અને દાવ એકદમ સીધો પડ્યો. એ ટોપા ભૂને એ ખબર હતી કે એશ ક્યાં એડમીટ છે
“કામ થઇ ગયું.” અરુણે કોલને ડીસકનેક્ટ કરતા કહ્યું.
“ક્યાં છે એ અને કઈ હાલતમાં છે?” મેં ચિંતાતુર થતા એકી શ્વાસે બોલી ગયો.
“એપોલોમાં..” અરુણે કહ્યું.
“ચાલ જલ્દીથી ત્યાં જઈએ” કહેતા કઈ પણ વિચારા વગર હું ઉભો થઇ ગયો. ત્યારે જ સાફસફાઈમાં લાગેલા નવીને ડપકું પૂર્યું.
“ઓ હેલો ક્યાં?”
“એપોલો..” મેં ફટાફટ કહ્યું.
“બેટા અત્યારે જવું હોઈ તો ઓટો પકડીને જાઓ મારે ત્રણ વાગ્યે ભાઈને લેવા માટે રેલ્વેસ્ટેશન જવાનું છે, અને હા બીજી વાત કે એપોલો કોઈ બે રૂમની હોસ્પિટલ નથી કે તમે મો ઉઠાવીને ગમે ત્યારે ચાલ્યા જાવ ત્યાં અંદર જવા માટે આઈડી કાર્ડ જોઈએ.” અમારા બંનેના પગ ત્યાં જ અટકી ગયા અને અરુણના હાથ માંથી નવીને બાઈકની ચાવી છીનવી લીધી અને કહ્યું.
“પછવાડે લાત મારીને ભગાવી દેશે ત્યાં ના સિક્યોરિટી ગાર્ડ.”
“તો હવે શું કરશું?” મેં ચિંતા ભર્યા સ્વરમાં કહ્યું.
“ચાર વાગ્યા સુધી ખમીજા ભાઈ ને રેલ્વેસ્ટેશન મુકીને હું પણ તારી સાથે આવું છું ત્યાં.” નવીને આશ્વાસન આપતા કહ્યું.
એ દિવસે નવીનના ભાઈએ એક કલાક સુધી બોર કર્યા અને રૂમની સાફ સફાઈ જોઇને ખુશ પણ બહુ થયા. અને જતા જતા અમને ત્રણેયને ભણવામાં ધ્યાન આપવાની નસીહત પણ આપી. સાડા ચારે લગભગ નવીન રૂમ પર આવી ગયો અને અમે ત્રણેય એપોલો જવા માટે નીકળી ગયા.
“લે આવી ગયા એપોલો, હવે બતાવ કે અંદર જવા માટે શું જુગાડ છે?” નવીન જયારે બાઈકને પાર્કિંગમાં પાર્ક કરીને પાછો આવ્યો તો મેં એને પૂછ્યું.
“મારા એક અંકલ અહીં એડમીટ છે હું તેને કોલ કરીને બહાર બોલવું છું.” કહીને નવીને મોબાઈલ કાઢ્યો અને કોલ લગાવ્યો અને તેના અંકલ સાથે વાત કરી. થોડીવારમાં તેના અંકલ બહાર આવ્યા. નવીન અને તેના અંકલે હાઈ હેલો જેવી પકાઉ વાતો કરી અને થોડીવાર પછી બે કાર્ડ આપતા કહ્યું કે તમારા માંથી માત્ર બે લોકો જ અંદર જઈ શકશે. જવુ તો અમારે ત્રણેયને હતું એટલે અમે એકબીજાના મોં તાકવા લાગ્યા કે કોણ કુરબાની દેશે. પરંતુ કોઈ ફેંસલો ના થતા નવીનના અંકલે કહ્યું કે થોડીવાર થોભવા કહ્યું અને થોડીવાર પછી કઈ જુગાડ કરીને ત્રીજા આઈડી કાર્ડ લઈને આવ્યા.
“નવીન, તારા અંકલને પૂછી જો કે એ એશ ને જાણે છે કે નહિ.” મેં નવીનને કહ્યું.
“અબ્બે પાગલ છે કે શું?” નવીનનો પારો અસમાન પર ચડી ગયો.
“તું પાગલ, તારો બાપ....” એની આગળ હું કઈ ના બોલ્યો અને નવીનની પાસે તેના અંકલ ઉભા હતા ત્યાં જઈને ઉભો રહ્યો. જે કોઈ સાથે વાત કરી રહ્યા હતા.
“અંકલ અમારી કોલેજની એક છોકરીએ સુસાઇડ કરવાની કોશિશ કરી હતી હતી.શું તમે એને ઓળખો છો?” મેં એક અજીબ હરકત કરી નાખી હતી.
“એશ...” નવીનના અંકલે કહ્યું. હું અંદરને અંદર ખુશ થયો અને મેં કહ્યું.
“હા એ જ, વિચાર્યું કે અહી આવ્યા જ છીએ તો એને પણ મળતા જઈએ.”
“એ મારા કરીબી મિત્રની એકની એક દીકરી છે એની સુસાઇડની ખબર સાંભળીને મને ખુબ દુઃખ થયું હતું પણ હવે એ ઠીક છે. તમે એને મળવા માંગતા હોય તો તમે રૂમ નંબર 125 માં જાવ એ ત્યાં છે.” નવીનના અંકલે કહ્યું.
“થેંક યુ અંકલ.” મેં અંકલનો અભાર માનતા કહ્યું. ત્યાંથી હું ખુશી ખુશી નવીન અને અરુણ પાસે આવ્યો અને તે બંને ને મેં રૂમ નંબર 125 માં આવવા કહ્યું.
હું ગયો તો હતો મોટો આશિક બની ને, મેં વિચાર્યું હતું કે હું કોઈને કોઈ બહાને તેણે મળી લઈશ અને તેના હાલ ચાલ પૂછી લઈશ પરંતુ એવું કઈ જ ના થયું કે ન તો એની આસપાસનું કઈ પણ થયું. એશ જે રૂમમાં એડમીટ હતી તેની બહાર ઉભા ઉભા અમે ત્રણેય ચુપચાપ અંદર ઝાંકી રહ્યા હતા. અમે ત્રણેય રૂમમાં ઝાકવા સિવાય કઈ કરી પણ શકીએ એમ નહોતા યા તો એમ કહો તો પણ ચાલે કે હું કઈ કરી શકું એમ પણ નહોતો. કેમ કે જે કામ મારે રૂમ નંબર 125 માં મારે કરવાનું હતું એ કોઈ બીજું કરી રહ્યું હતું. હું જે અરમાનોની પોટલી બાંધીને આવ્યો હતો એ પોટલી રૂમ નંબર 125 બહાર વિખેરાઈ ગઈ હતી. મારા કાન માં ફરીવાર એ અવાજ ગુંજ્યો કે જેને હું સાંભળવા નહોતો માંગતો, એ અવાજ હું સહી નહોતો શકતો, “પ્યાર, મહોબ્બતનું ચક્કર છે દોસ્ત, તું એને ભૂલીજા.” એ સમયે અરુણ પણ ચુપ હતો અને નવીન પણ ચુપચાપ ઉભો હતો. રૂમમાં એશ એક છોકરા સાથે વાત કરી રહી હતી. એશની આંખોમાં આંસુ હતા અને એ છોકરાની આંખોમાં પણ હલકી નમી હતી. એ બંને સાલાઓ મારી લવ સ્ટોરીની ધજ્જિયા ઉડાડીને પોતાના માટે ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા હતા. જે છોકરાએ એશનો હાથ પકડો હતો એને મેં કદાચ ઘણીવાર કોલેજમાં જોયો હતો અમે મારા માનવા અનુસાર એ અમારો કોઈ સીનીયર હતો.
“એનું નામ ગૌતમ છે અને સેકન્ડ ઇયરમાં છે એ.” નવીને ધીમેથી કહ્યું. જોકે તેણે જોરથી પણ કહ્યું હોત તો ત્યાં અમને સાંભળવાવાળું કોઈ જ નહોતું. જે બીમાર હતા એતો પોતપોતાની રૂમમાં પડ્યા છે અને તેના કરીબી યા તો એ પણ રૂમમાં દર્દીની સાથે હતા અથવા બહારની હવા ખાવા જતા રહ્યા હતા. એ સમયે અમે ત્રણેય રૂમ નંબર ૧૨૫ ની બારી માંથી અંદર ડોકિયું કરી રહ્યા હતા. ત્યારે અમે જોયું એ એ છોકરાએ એશનો હાથ પોતાના બંને હાથમાં પકડી લીધો અને એ કહેવા લાગ્યો. એને સાંભળીને એશની આંખો ખુશીથી છલકી પડી. એ સમયે એની આંખોમાં આંસુ હતા તો ત્યારે દિલ મારું પણ રડ્યું હતું. એ સમયે તે પણ એના પ્યાર સામે ચુપ હતી તો મારા પ્યાર સામે હું પણ મૌન હતો. એના વગર એનું જીવવું પણ મુશ્કેલ હતું, તો એના વગર જીવવું મારું પણ મુશ્કેલ હતું.
ધીરે ધીરે મારા કદમ બહારની તરફ ચાલવા લાગ્યા. હવે પરિસ્થિતિ પણ બિલકુલ અલગ હતી. પહેલા હું અહિયાં આવવા માટે તડપતો હતો તો હવે હું અહિયાં થી જેમ બને એમ જલ્દી નીકળી જવા લાગતો હતો. પહેલા એના એક દીદાર માટે મારું દિલ ફૂદકીયે ચડ્યું હતું હવે એ બિલકુલ હતાશ થઈને શાંત થઈને બેસી ગયું હતું. ત્યાંથી બહાર આવતા રસ્તામાં ઘણા બધા લોકો સામે મળ્યા પણ તેમ છતાં મને ન જાણે કેમ એવું લાગતું હતું કે એ આલીશાન હોસ્પીટલમાં હું બિલકુલ એકલો હોય. ત્યાં કોઈ ધીરેથી પણ કોઈ બોલતું તો મને મારા કાનમાં જાણે વાગતું હોઈ એવું લાગતું હતું. ત્યારે મને એવું લાગી રહ્યું હતું કે જાણે હું વર્ષોથી ત્યાં કેદ હોઉં અને હવે હું છુટવા મથતો હોય.
“અરમાન.” મારા ખંભાને જોરથી હલાવતા અરુણ બોલ્યો.
“ક્યાં જાય છો?”
“બહાર..” મેં ચારેય તરફ જોઇને અરુણને કહ્યું.
“કેમ કઈ થયું છે” અરુણે ફરી કહ્યું.
“આ બહાર જવાનો રસ્તો નથી, સામે જો એ લાવારીસ ડેડબોડીને રાખવા માટેનો રૂમ છે.” અરુણે પોતાની વાત પૂરી કરી. અરુણ સાચું કહી રહ્યો હતો સામે એ જ રૂમ હતો. મારું માથું ભમી ગયું હતું આંખોમાં પણ હવે ચુસ્ત પડવા લાગી હતી હવે હું માત્રને માત્ર સુવા માંગતો હતો. ત્યાર પછી મારા મગજમાં શું આવ્યું કે હું ફરીવાર એ રૂમ તરફ ચાલવા લાગ્યો કે ક્યાં મરેલા લોકોને રાખવામાં આવ્યા હતા. મારું મગજ એ સમયે કઈ જ કામ નહોતું કરતુ બસ હું સુવા માંગતો હતો.
“અબ્બે રુક.” નવીન અને અરુણે મને પકડી રાખ્યો તે છતાં હું એ બંને ને ધસડીને આગળ ચાલવા લાગ્યો.
“અરે તું અમને પણ મરાવીશ.” અરુણ મારા કાન પાસે આવે ને જોરથી ઘાટો પડતા બોલ્યો અને હું અચાનક જ હું હોશમાં આવી ગયો.
“ટોપાઓ મને શુ કામ પકડીને રાખ્યો છે? મેં એ બંને ને ઘૂરતા કહ્યું. નવીન કઈ કહેવા જતો હતો પરતું અરુણે એને ઈશારો કરીને રોકી શાંત કરી દીધો.
“કઈ નહિ ચાલ અહીંથી.” અરુણે વાત વાળતા કહ્યું.
જ્યાં એક બાજુ એશ એ સુસાઇડ કરવાની કોશિશ કરી હતી તો બીજી બાજુ મારા અને એશના પ્યારે કે જે હજુ શરુ પણ નહોતો થયો,એણે પણ સુસાઇડ કરવાની કોશિશ કરી. એ કાળો દિવસ મને આજે પણ યાદ છે કે ત્યારે મેં બેહકી ને પેલા કાળા રૂમ તરફ જવાની કોશિશ કરી હતી. એન્જિનિયર હતો એટલે જવા દીધું બાકી જો ડોક્ટર હોત તો મારા દિમાગને બહાર કાઢીને એ દિવસના મારા એ બિહેવિયર નું કારણ જાણ્યા વગર રહેત નહિ.
“મંદિરો મેં તુંજકો પાને કી લાખ મન્નતે ભી કર લેતા મેં,
યદિ મિલ જાતી તું મુજકો,
મસ્જિદો મે બેઠ કર સુબહ-શામ અદાબ ભી કર લેતા મૈ,
યદિ વહા દીખ જાતી તું મુજકો,
બડી દિલકશ ઔર દિલ્ચશ્પ નીકલી ગમ-એ-જુદાઈ,
ના તું મિલી ઔર ના હી મૈ મંદિર ગયા,
ના તું દિખી ઔર ના હી મૈ મસ્જિદ ગયા,
લે કર હાથો મે પૈમાના તેરે ઈશ્ક-એ-શરાબ કા,
મૈ વાપસ મહેફીલ મે આકાર બૈઠ ગયા.....”
“થોડો બરફ વધારે નાખ સાલું બહુ કડવું લાગે છે” વરુણે પોતાનો ગ્લાસ ખાલી કરતા કહ્યું.
“ટોપા આ શું તું તો મને સેન્ટી કરે છો પોતાની સ્ટોરી સંભળાવી, ચાલ આગળ સંભળાવ”
એમની અને મારી મહોબ્બતની આ એક અજીબ દાસ્તાન હતી, ના તો એનું દિલ ખીલુમયુ હતું અને મારું દિલ એક ઉજડેલા રેગિસ્તાન જેવું હતું. એ દિવસે ન જાણે મને શું થઇ ગયું હતું એશ અને ગૌતમને આટલા પાસે જોઇને હું આઉટ ઓફ કંટ્રોલ થઇ ગયો હતો. એ દિવસે હું નવીનના રૂમે ના રોકાયો અરુણનું તો બહુ મન હતું રોકાવાનું પણ મારી જીદના લીધે અમને નવીન સાંજ થતા થતા આમારી હોસ્ટેલ પહોંચાડી ગયો.
“આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધેમ, એની રિલેશનશિપ ક્યારથી અને કેવી રીતે શરુ થઇ હતી.” મેં હોસ્ટેલની અંદર ઘુસતા જ અરુણને કહ્યું.
“હું કઈ બધાની જન્મકુંડળી લઈને નથી બેઠો કે મને પૂછતો ફરે છે.” અરુણ મારા પર ખીજાતા બોલ્યો.
“ કોઈ જુગાડ નથી.” મેં ધીમા સ્વરે કહ્યું.
“હા છે ને એક જુગાડ, અહી નજીકમાં જ એક દારૂનો અડ્ડો છે ત્યાં જા અને એક બોટલ લઈને આવ પછી પી લે અને તારી આ બેમતલબ ની લવ સ્ટોરીનો ધી એન્ડ કરી દે સમજ્યો.” અરુણે બગડતા કહ્યું.
“સીધે સીધું બોલને તારી ફાટે છે.” મેં ફરી કહ્યું.
“તારે જે સમજવું હોઈ એ સમજ” હું સમજી ગયો હતો કે અરુણ નારાજ છે, એની નારાજગીનું કારણ કદાચ એ હતું કે ના તો હું નવીનના રૂમ પર રોકાયો કે ન તો મેં અરુણને રોકાવા દીધો.
“અરમાનનો રૂમ આ જ છે?” હું મારા બેડ પર અને અરુણ એના બેડ પર સુતા હતા ત્યારે જ મને આ અવાજ સંભળાયો, મારા રૂમની બહાર કોઈ હતું કે જે મારા વિષે પૂછી રહ્યું હતું. હું જેવો ઉભો થઈને બહાર જવા ઉભો થયો જ હતો કે ધડાધડ ત્રણ સીનીયર મારા રૂમમાં આવી ટપક્યા.
“તમારા બંને માંથી અરમાન કોણ છે?” એને આવતા જ પૂછ્યું.
“હું છું.” મેં મનમાં જ ગાંઠ વળી લીધી કે જો આજે આ લોકો એ કઈ ઉલટું સીધું કર્યું છે તો કઈ પણ વિચર્યા વગર લડી લઈશ.
“આને ઓળખે છો?” એ ત્રણ માંથી એકના હાથમાં ફોટો હતો અને એ બતાવતા પૂછ્યું. એના હાથમાં એ જ વ્યક્તિનો ફોટો હતો કે જેણે વરુણ અને પેલી ચુડેલો સાથે મળીને મારું રેગીંગ કર્યું હતું.
“હા, એને વરુણ સાથે મળીને મારું રેગીંગ કર્યું હતું અને એના નિશાન હજુ મારી પીઠ પર છે.” મેં કહ્યું.
“તું સંભાળ,” એક એ મારા ખંભા ઉપર હાથ મુક્યો અને મારી સામે જોઇને કહ્યું,
“ આ સાલો હરામી છે અને વરુણ તેનાથી પણ મોટો, એક સીનીયર હોસ્ટેલવાળો એક જુનિયર હોસ્ટેલવાળા નું રેગીંગ કરે તો ચાલે કેમ કે એ તેનો જન્મસિદ્ધ અધિકાર છે પણ જો કોઈ સીટી વાળો એક હોસ્ટેલવાળાનું રેગીંગ કરે તો તેનું બેન્ડ વગાડવું પડે. આને તો અમે ખુબ માર્યો છે એટલે એ તારા પાસે હવેથી ભૂલથી પણ નહિ આવે. અને રહી વાત વરુણની તો કાલે સવારે રીસેસમાં તું મને બાઈક સ્ટેન્ડ પાસે મળજે.” એક સીનીયરે કહ્યું.
“થેંક યુ સર.” ત્યારે હું ખુશીના માર્યો નાચવા માંગતો હતો પણ મેં ખુદ પર કંટ્રોલ કર્યો.
“તું મને એક વાત કહેતો..” પાછા વાળતા એમાંથી એકએ કહ્યું.
“તે આજે એ પાંચેય ચુડેલોની છેડતી કરી હતી?”
“હા હલકી મજાક કરી હતી એમની સાથે, પણ તમને એ કોણે કહ્યું?” મેં આશર્ય સાથે પૂછ્યું.
“મને કોણે કહ્યું એ છોડ, કાલે તને એ ફરી પાછળવાળા ગેટ પર મળે તો હળવી મજાક નહિ થોડી વધારે મજાક કરી લેજે.” કેહતા એ ત્યાંથી નીકળી ગયા.
“અરુણ આ કોણ હતા?” એ ત્રણેયના ગયા પછી મેં અરુણને પૂછ્યું.
“અબ્બે તું આને નથી જાણતો?” અરુણે વિસ્મયતાથી કહ્યું.
“ના, નથી જાણતો.” મેં ઠંડો જવાબ આપ્યો.
“વરુણનો સૌથી મોટો દુશ્મન, એનું નામ તો નથી ખબર પણ એની સરનેમ સીડાર છે અને બધા એને સીડારના નામ થી જ ઓળખે છે.” અરુણે ફોડ પડ્યો.
સીડારને હોસ્ટેલમાં એક મશીહાના નામ થી પણ ઓળખે છે. એવું કહેવાય છે કે એ ફસ્ટ ઇયરમાં હતો તો કોઈ સીનીયરો એ એનું બહુ મોટું રેગીંગ કર્યું હતું. પરતું ત્યાર પછી એ એબીવીપી નું ઇલેકશન જીત્યો અને આખી કોલેજમાં હાઈલાઈટ થયો. અને એ જયારે થર્ડ ઇયરમાં આવ્યો તો જે સીનીયરે એનું રેગીંગ લીધું હતું અને ખુબ ધોયો હતો. હવે તો એ ફોર્થ ઇયરમાં છે અને હવે એ હોસ્ટેલમાં રહેવા વાળા સ્ટુડન્ટ ને હેરાન કરવાવાળાની સુપર ક્લાસ લેતો હતો. હોસ્ટેલવાળાઓની યુનિટીનું મૂળ કારણ પણ કદાચ સીડાર જ હતો. મારું રેગીંગ જે હોસ્ટેલના સીનીયરે કર્યું હતું એ હંમશા સીદરની વિરુદ્ધમાં જતો. એણે જો વરુણ સાથે મળીને મારું રેગીંગ ના કર્યું હોત તો કદાચ સીડાર એને જવા પણ દેત અને વાત દબાઈ જાત. પરંતુ મેં એ પાંચેય ચુડેલો ની છેડતી કરી એ વાત કોલેજમાં ચર્ચાનો વિષય બની ગયો અને એ ગ્રાઉન્ડમાંથી મારા રેગિંગની વાત સીડાર સુધી પહોચી ગઈ.
એકવાર મને ફરી કાલની રાહ હતી. હું એવું ઈચ્છી રહ્યો હતો કે ફરી એક વાર એ પાંચેય ચુડેલો મને કોલેજના પાછળના ગેટ પર ઉભી હોઈ અને એમની સાથે ફરી મારી મુલાકાત થાય.
એ દિવસની વાત જ કઈક અલગ હતી. આજે શેર આમને સામને હતા એક તો અસલી શેર હતો અને બીજો કાગળનો એટલે કે અસલી શેર હું અને કાગળનો શેર એ પાંચેય ચુડેલો હતી કે જે ખુદને માની રહી હતી. એ સમયે એ પાંચેય કોલેજના પાછળ ના ગેટ પર ઉભી હતી અને એ એવી ધૂનમાં હતી કે એના બોયફ્રેન્ડ આવશે અને મારી ખેરખબર લેશે.
“લાવ સિગારેટ આપ આજે તો પીતા પીતા જવું છે” ઝાડીઓમાં અંદર જતા જતા મે અરુણને કહ્યું.
સિગારેટની કશ મારતા મારતા હું એમની તરફ રોફમાં આગળ વધ્યો. આંખો ઉપર કાળા ચશ્માં અને આંગળીમાં સિગરેટ ફેરવતા ફેરવતા હું એમની પાસે ગયો.
“ શું હાલ છે વાંદરીઓ , કાલની વાત ભૂલી ગઈ કે આજે ફરી મરવા માટે અહી આવી ગઈ.” પોતાના ચશ્માં કાઢતા મેં સિગરેટનો ધુમાડો એના તરફ ફેકતા કહ્યું.
“વધારે પડતી ઓવર એક્ટિંગ ના કર?” અરુણે મારા કાન માં ફૂસફૂસવતા કહ્યું,
“એવું છે.” મેં ધીમેથી કહ્યું.
“અચ્છા એ કહો તો તમે પાંચેય ચુડેલો અહિયાં શું વિચારીને ઉભી રહી ગઈ હતી.” મેં એ પાંચેય સામે જોઇને કહ્યું. પહેલા વાંદરી અને પછી ચુડેલ આવા શબ્દો પોતાના માટે સાંભળીને એ પાંચેય લાલ ચોળ થઇ ગઈ હતી.
“વરુણ વિલ ફક યુ.” વિભા એ ઘમકી આપતા કહ્યું.
“કેમ તું એને ઓછી પડી કે એ પહેલેથી જ એવો છે?” મેં જવાબ આપતા કહ્યું.
“અમારા બોયફ્રેન્ડ તને ઘસડી ઘસડીને મારશે.” એ ચુડેલોએ કહ્યું.
“માં કસમ બહુ બેકાર ડાઈલોગ હતો.” ખિસ્સામાંથી રજનીગંધાનું પેકેટ કાઢી પોતાના મોમાં પધરાવતા કહ્યું. ના જાણે એ શું વિચારીને અહી ઉભી રહીને મારી રાહ જોતી હતી,ખેર, મેં મારો પ્રોગ્રામ જારી રાખ્યો. હું એને ખુબ ગુસ્સો આપવતો હતો અને એની છેડતી કરતો હતો. અને સાથે બંને બાજુઓથી ગાળોનો વરસાદ પણ ચાલુ જ હતો.
“તું ઉભો રહે હું વરુણને બોલવું છું.” ગુસ્સામાં પગ પછાડતા વિભા ત્યાંથી જતી રહી અને તેની પાછળ પાછળ બીજી ચુડેલો પણ ત્યાંથી જતી રહી. ત્યાંથી અમે બંને એ ક્લાસ તરફ પ્રયાણ કર્યું.
ડખો તો આજે થવાનો જ હતો. કેમ કે અરુણ પહેલેથી મારા પર ભડકેલો હતો એમાં આજે આગમાં ઘી હોમવાવાળું કામ મેં કર્યું હતું એની આઈટમને છેડવાનું એ આજે ફરી એની પાસે જઈને મારી ફરિયાદ કરવાની જ હતી અને વરુણ પોતાની આખી ગેંગ લઈને મને મારવા આવવાનો જ હતો. પરંતુ એની અને મારી વચ્ચે સીડાર દીવાલ બની ને ઉભો હતો.
“કદાચ સીડાર ના આવ્યો તો” મારું દિલ લાઈટની વેલોસીટી કરતા પણ તેજ ધડકતું હતું આ ખ્યાલ આવતા. કે જો સીડાર ના આવ્યો તો વરુણ અને તેના ચમચા મારા શું હાલ કરશે હું એ સારી રીતે જાણતો હતો. મેં ખુદને કેટલીય વાર સમજાવો કે આ બેતુકા વિચાર છે સીડાર જરૂરથી આવશે. આખરે મારું દિલ ના જ માન્યું એટલે મેં પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને સીડાર નો નંબર ડાઈલ કર્યો તો થોડીવારમાં જ રિસ્પોન્સ મળ્યો.
“હેલો સર, હું અરમાન” મેં રિસ્પોન્સ મળતા તરત જ કહ્યું.
“અરમાન....” એણે મારુ નામ એવી રીતે લીધું કે કઈ યાદ કરતો હોઈ.
“હા બોલ, અરમાન.”
“વો...સર, મેં ફરીવાર એ છોકરીઓને છેડી છે કે જે કોલેજના પાછળવાળા ગેટ પર ઉભી રહે છે.” મેં કહ્યું.
“ઓકે ગુડ, પણ તે અત્યારે કોલ શુ કામ કર્યો?” સીડારે કહ્યું.
“સર, એ વિભા મને જોઈ લેવાનું કહીને ગઈ છે એનો મતલબ કે એ મને વરુણ પાસે....” મેં આખરે મારો પ્રોબ્લેમ કહી દીધો.
“તું ડર નહિ, આજ રીસેસમાં કોલ કરજે” મારી વાત વચ્ચેથી કાપતા કહ્યું અને કોલ કટ કરી દીધો.
મેં મોબાઈલને મેં મારા ખીચ્ચામાં સરકાવી દીધો.ટાઇમ જોયો તો રીરેસ થવામાં થોડી જ મીનીટો ની વાર હતી. અને મારા શ્વાસ વધતા જ જતા હતા. ટીચરે દસ મિનિટ પહેલા જ ક્લાસ છોડી દીધો હતો પણ એ સુચના આપીને ગયા હતા કે રીસેસ પહેલા કોઈ ક્લાસની બહાર નહિ નીકળે. પુસ્તકોથી તો હવે દુશ્મની થઇ ગઈ હતી, એટલે મેં ભણવા વિષે વિચારવાનું મુનાસિફ ના સમજ્યુ અને ફરી સીડાર વિષે વિચારવાનું ચાલુ કરી દીધું.
ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED