અરમાન ના અરમાન - 8 Bhavesh Tejani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અરમાન ના અરમાન - 8

“માં કસમ સાંભળીને બહુ દુઃખ થયું “ દરરોજની જેમ આજે પણ વરુણ મારાથી પહેલા ઉઠ્યો હતો અને ચા બનવવા ગેસ ઓન કરતા કરતા બોલ્યો.
“લાવ દુધની બોટલ લાવ” વરુણે પોતાની વાત પૂરી કરી.
“અરુણ, ત્યાં દુધની બોટલ રાખેલી છે જરા લાવી દે તો” મેં અરુણ તરફ જોતા કહ્યું. અરુણ પાસે મેં દુધની બોટલ માંગી હતી પરતું એણે મને દારૂની બોટલ પકડાવી દીઘી અને ઉપરથી બોલ્યો કે એક કપ ચા મારા માટે પણ બનાવી દેજે.
“અબ્બે ઉલ્લુ, તે મને હનીસિંગ સમજી રાખ્યો છે કે શું?, કે ચિપ્સમાં દારૂ નાખીને ખાઈ જઉં અને પછી બંને હાથ ઉપર કરીને ઉપર ઉપરવાળું ગીત ગાઉ
“મતલબ..” પોતાનું માથું ખંજવાળતા કહ્યું.
“મતલબ કે ચા દુધથી બને દારૂથી નઈ.” મેં એને કહ્યું.
“ઓહ સોરી! ધ્યાન જ ના રહ્યું.” અરુણે કહ્યું. તેના પછી અરુણે દુધની બોટલ મને પકડાવી અને મેં વરુણને. વરુણે ચા બનાવતા મને પૂછ્યું કે,
“તો પછી આગળના દિવસે કોઈ ધમાકો કર્યો કે પછી રોજ ની જેમ એ દિવસે પણ માર ખાધો.”
“એના આગળના દિવસે...”હું એ સમયે થોડો વધારે સુવા માંગતો હતો પણ વરુણની ઉત્ચુકતા જોઇને મારે ફરી મારી યાદોના સમુંદરમાં ડૂબકી લગાવવી પડી.
“આજે તું શું કહીશ, રોજની જેમ આજે પણ એ અહીં જ ઉભી છે.” અરુણે કહ્યું. હું અને અરુણ પાછળવાળા ગેટ થી થોડા અંતરે ઉભા હતા. આમતોર પર ભણવાવાળા છોકરાઓએ ગાળો ના બોલાવી જોઈએ ખાસ કરીને છોકરીઓ માટે પણ કાલે જે એ લોકોએ મારી સાથે જે કઈ કર્યું હતું એના લીધે મારા માં રહેલી સારી બાબતો જતી રહી હતી.
“સિગરેટ કેવી રીતે પીવાય જલ્દી બતાવ.” મેં અરુણને કહ્યું.
“સિમ્પલ, નાનો કશ લેવાનો અને ધુમાડો અંદર ખેચી લેવાનો” અરુણે જવાબ આપ્યો.
“લાવ સિગરેટ આપ, હું ટ્રાય કરું.”
“એ તો નથી.” અરુણ વિસ્મયતાથી કહ્યું.
“ચાલ કઈ વાત નહી, આવીજા.” મેં મારી કોલર ઉપર કરી અને એ ચુડેલો તરફ આગળ વધ્યો. મારી પીઠ અને કમર પર ખુબ દર્દ હતું એટલે હું જરા વળીને અને લંગડાતા ચાલતો હતો. પરતું એ સમયે મેં ખુદને સીધો કર્યો અને બિન્દાસ ચાલમાં ચાલવા લાગ્યો અને એના તરફ જવા લાગ્યો.જેમ જેમ હું આગળ વધતો હતો એમ એમ ને આગળના દિવસે ગ્રાઉન્ડમાં વીતેલી ઘટનાનો ઘટનાક્રમ મારી નજર સામે આવવા લાગ્યો.
“ગુડ મોર્નિંગ વાંદરીઓ” મેં તાવ થી કહ્યું.
“હે.....” એ પાંચેય ચુડેલોની નજર મારા ઉપર પડી. અને વિભા બોલી પડી,
“કાલની વાત ભૂલી ગયો કે અત્યારે અહીં પાછો આવી ચડ્યો.”
મેં ધીમું ધીમું હસતા વિભાના ચેહરા સામે જોયું અને પછી જાણી જોઇને એની છાતી સામે પોતાની નજર ઠેરવતાં પોતાની જીભને હોઠ પર ફેરવતા મેં વિભાને કહ્યું.
“ સાઈઝ શું છે?”
“વ્હોટ..” એને મને થપ્પડ મારવા માટે પોતાનો હાથ ઉપાડ્યો કે તરત જ એનો હાથ પકડી લીધો.
“શાલી , , તારો હાથ સંભાળ” એના હાથ ને દુર જટકા સાથે ફગાવતા મેં કહ્યું.
મારી આ હરકતથી ત્યાં એક સિગરેટ પીતી છોકરીના મો માંથી સિગારેટ નીચે પડી ગઈ એને મેં ઉપાડી લીધી અને અરુણે જેમ કહ્યું હતું એમ મેં સિગરેટનો કશ લીધો અને પેલી છોકરીના મો પર ધુમાડો ફેંક્યો અને કહ્યું,
“એક સિગરેટ તું નથી સંભાળી શકતી, મારો કેવી રીતે પકડીશ. તું રીજેક્ટ.” હું જયારે આ બધો બકવાસ કરતો હતો તો અરુણ દુર ઉભો ઉભો આ બધો તમાશો જોતો હતો. ત્યારબાદ એ પણ આવી ગયો અને વિભાના ચેહરા સામે જોને કહ્યું.
“એક વાત કહે, તને પ્યાર કરવા માટે પેલો ગધેડો જ મળ્યો.” અમે બંને હસી પડ્યા. અને અરુણે આગળ બોલવાનું ચાલુ રાખ્યું,
“તારા એ બોયફ્રેન્ડને બેસ્ટ ગધેડો ઓફ યુનિવર્સ નો એવોર્ડ મળવો જોઈએ, સાલો સાત વર્ષથી એન્જીનીયરીંગ કરે છે હજુ.” અમે બંને ફરી જોરજોરથી હસી રહ્યા હતા. આજે હસવાનો વારો અમારો હતો. કાલે જેમ હું ચુપચાપ ઉભો હતો એમ આજે એ પાંચેય ચુપચાપ ઉભી હતી. આજે એ પાંચેયની હાલત એવી જ હતી.
“સાંભળો ઓ ચુડેલો, ફરીથી અહિયાં દેખાણી છો ને તો તમારા બધાયનો રેપ કરી નાખીશ સમજી ગઈ બધી, ચાલો ભાગો અહિયાથી.” મેં ધમકાવતા કહ્યું.
“ઉભા રહો તમે બંને, આવવા દો વરુણ અને તેના દોસ્તારોને તમારી ખેર નઈ..” એમાંથી એક છોકરી તાવથી બોલી. અમે એ સિનિયરની ગર્લફ્રેન્ડની છેડતી કરી હતી તો મામલો ગરમ તો થવાનો જ હતો. લડાઈ તો થવાની જ છે તો પછી મારા ખાસ મિત્ર અરુણે વિચાર્યુ કે આ યુધ્ધનું પૂરે પૂરી મજા કેમ ના લેવામાં આવે. પછી મેં જમીન પરથી ધૂળ ઉઠાવીને સૌથી પહેલા વિભાના ચેહરા ઉપર લગાવી દીધી. એ ગુસ્સામાં પૂરી લાલ થઈને મને ઘુરતી રહી.
“આ એ દિવસના સમોસાનો બદલો અને કાલ વાળા કાંડ માટે....” હું બોલતા બોલતા અટકી ગયો કેમ કે આપડાને નાનપણથી જ શીખવાડવામાં આવે છે કે છોકરીઓનું પૂરું સન્માન કરો, એની ઈજ્જત કરો. પરંતુ જયારે છોકરીઓ જ તમારી મારવા પર તુલી હોઈ તો ત્યારે તમારે શું કરવું જોઈએ એ આજ સુધી કોઈએ કહ્યું નહોતું.
“છોડી દે અરમાન, નહીતર આ બધી અહિયાં જ રોવા માંડશે.” અરુણે મને કહ્યું.
“જાઓ મેં તમને પાંચેયને માફ કરી, તમારે જેને બોલવવા હોઈ એને બોલાવી લેજો.” મેં ફરી ધમકાવતા કહ્યું.
એ પાંચેય ત્યાંથી પોતાના પગ પછાડતા પછાડતા ત્યાથી રફુચક્કર થઇ ગઈ. એના ગયા પછી મેં સૌથી પહેલુ કામ કર્યું એ એ હતું કે પોતાની થોડો જુકાવી દીધો, સાલું દર્દ સહન કરતા કરતા ઘણો સમય હું સીધો ઉભો હતો. ત્યાર પછી કોલેજમાં જવા માટે જેવો હું ફરો તો ત્યાં ઘણા બધા સ્ટુડન્ટ્સ અમને ફાટી આંખોથી જોઈ રહ્યા હતા. એ બધા હોસ્ટેલમાં રહેવા વાળા ફર્સ્ટઈયર ના સ્ટુડન્ટ્સ હતા કે જેમાં કેટલીક છોકરીઓ પણ હતી.
“અબ્બે આ બધી તો મને હીરો સમજતી હશે નઈ..” મેં પોતાના હાથમાં રહેલી સિગરેટને દુર ફેકતા અરુણને કહ્યું.
“ચાલ હવે એ મને હીરો સમજતી હશે જે પણ કર્યું એ મેં કરું તે શું કર્યું.”
“મારા એક સવાલનો જવાબ આપ તો” મેં અરુણના ખભાનો સહારો લઈને કોલેજમાં પ્રવેશતા કહ્યું,
“વરુણ અને તેની દાનવ સેનાનો સામનો કેવીરીતે કરશું?”
“એક દેસી તમન્ચો લઇ લઈએ જયારે એ આપડી લેવા આવે એટલે તમન્સો બતાવીને આપડે એની જ લઇ લઈશું, બોલ તું શું કહે છો.” અરુણે કહ્યું.
“કઈ વધારે ફેંકવા લાગ્યો હોઈ એવું તને નથી લાગતું” બોલતા બોલતા હું ઉભો રહ્યો અને એને મેં ક્લાસમાં જવાનો ઈશારો કર્યો. ત્યાંથી હું લંગડાતા લંગડાતા હું સીએસના ક્લાસ ની અંદર ગયો. ત્યાં અરુણનો મિત્ર પહેલા જ આવી ગયો હતો અને હું કઈ પુછુ એ પહેલા જ એણે કહી દીધું કે એ નથી આવી. મેં એને ગાળો આપી એ અરુણનો દોસ્ત હતો એટલે માત્ર ગાળો આપી મારો દોસ્ત હોત તો જાનથી મારી નાખવાનું મન હતું.સાલો ધીમે ધીમે પણ કહી શકતો હતો આમ જોરથી એક જટકા માં કહીને હાર્ટએટેક દઈ દીધો હરામીએ. ત્યાંથી મારા ક્લાસમાં આવીને બેસી ગયો અને સામે બોર્ડ પર જોઇને વિચારવા લાગ્યો કે જોશમાં ને જોશમાં મેં એ પાંચેયનેન બત્તી તો આપી દીધી પણ હવે શું થશે ત્યારે મને ડર પણ લાગી રહ્યો હતો. પરંતુ કાલ વળી એ લોકોની હરકતના લીધે એ તો પાક્કું જ હતું કે હવે હું ચુપચાપ માર તો નહિ જ ખાઉં.
“એક ઘુસ્સો તો મારી જ દઈશ એ લોકો માંથી એક ને, એ પણ પૂરી તાકાતથી.” મેં મનમાં કહ્યું.
“શું થયું હવે, કોને ઘુસ્સો મારવો છે તારે?” અરુણે પાછી મારી ચોરી પકડતા પૂછ્યું.
“કઈ નઈ તું સામે જો સર આવી ગયા છે.” મેં વાત ફેરવતા કહ્યું.
“આ ફરી પકાવશે” સામે સરને જોઇને અરુણે ચીડતા કહ્યું.
આ પીરીયડ બીએઈ નો હતો અને તેણે ભણાવવાવાળા સરનું નામ આજ સુધી મને ખબર નહોતી અમે એને ગમે તે નામથી બોલવતા હતા. એ સર જયારે પણ અમારી ક્લાસ લેવા આવતા તો હંમેશાં એક વાત મારી સાથે થતી એ હતી કે હું ગહેરી નીંદમાં સરી પડતો પછી ભલેને હું પૂરી બાર કલાક નીંદર લઈને પણ કેમ ના આવ્યો હોવ. એ દિવસે પણ હું નીંદરના સો ચક્કર લાગવવામાં વ્યસ્ત હતો કે અરુણે મને ધક્કો મારીને ઉઠાડ્યો.
“શું થયું?” મેં બગાસું ખાતા કહ્યું.
“સર ક્વેશન પૂછે છે.” અરુણે મને કહ્યું.
“ મારો વારો આવે ત્યારે ઉઠાડી દેજે.” મેં ફરી બગાસું ખાતા કહ્યું.
“ઉઠ હવે..” અરુણે મારા પર પર જોરદાર લાત મારતા કહ્યું,
“સર ને થોડી ઘણી રીસ્પેક્ટ તો આપ...”
“ઇસોતીનલ પ્રોસેસ સમાજમાં આવી બધાને?”સર એ પુરા ક્લાસને પૂછ્યું.અને અડધા કલાસે નાં માં જવાબ આપ્યો.
“કઈ વાંધો નઈ આગળ જુઓ.” સર એ કહ્યું.
“સર....” એક છોકરો ઉભો થયો અને કહ્યું.
“આ જ સમજમાં નથી આવ્યું તો આગળ શું જુએ.” એણે વાત પૂરી કરી.
“ઘરે જઈને બુક ખોલીને વાંચી લેજે સાવ ઈઝી છે.” સર એ એ છોકરાને બેસાડી ને ફરી પાછું ભણાવવાનું શરુ કરી દીધું અને હું પાછો નીંદરમાં સરી પડ્યો. જે છોકરો ઉભો થયો હતો એ બ્રાંચ ટોપર હતો મને એનું નામ તો ખબર નહોતી પણ બધા છોકરાઓ ડિસ્કસ કરતા હતા ત્યારે કોઈએ એનું નામ શુભમ કહ્યું હતું.
“આજે કઈ લેબ છે?” મેં અરુણને પૂછ્યું. કોલેજના શરુ થયાનો હજુ થોડો જ સમય થયો હતો પરંતુ મારા માં ઘણો ચેન્જ આવી ગયો હતો.પહેલા હું ટીચરની કહેલી દરેક વાત માનતો અને ક્લાસમાં પૂરું ધ્યાન આપીને ભણતો જયારે હવે હું ટીચરને એકલી ગાળો જ આપતો અને ક્લાસમાં માત્રને માત્ર ટાઇમ પાસ કરતો હતો. કોલેજ શરુ થયાને હજુ વધારે દિવસો તો નહોતા થયા પણ છતાયે આજ સુધી મેં ક્યારેય હોસ્ટેલ જઈને ક્યારેય બુક નહોતી ખોલી. મારે સવારે ઉઠીને લેબ ફાઈલ ન ગોતવી પડે એટલે મેં બધી જ લેબ ફાઈલ હું બેગમાં જ નાખીને રાખતો. હાલત તો એ હતી કે રોજ હોસ્ટેલ જઈને બેગ ફગાવતો એ બેગ જ હું સવારે ઉઠાવીને હું કોલેજ નીકળી જતો. અને જયારે ઘરેથી ભાઈનો કોલ આવતો તો એક જ જવાબ આપતો કે ભણવાનું સરસ ચાલે છે.
“અસાઇનમેન્ટ જમા કરવો.” દીપિકા મેમ પોતાના હાથમાં પેન ઘુમાવતા ચેર પર સવાર થઇ ગયા હતા.
“ પહેલા એ બતાવો કે કોણે કોણે અસાઈનમેન્ટ પોતે તૈયાર કયું છે?” દીપિકામેમ એ સવાલ કયો. આ એક સવાલ એવો હતો કે જેમાં બધાએ પોતાનો હાથ ઉંચો કર્યો હતો. જયારે કે એક બે ને છોડીને બધા એવા હતા કે પોતે કોઈએ અસાઇનમેન્ટ તૈયાર નથી કર્યું.
“વેરી ગુડ” પોતાના ચહેરા ઉપર આવેલા વાળોને પાછળ કરતા ફરી બોલી,
“હવે એ કહો કે કોણે અસાઇનમેન્ટ નથી તૈયાર કર્યું?”
મેં પુરા ક્લાસ તરફ નજર કરી તો કોઈએ પોતાનો હાથ નહોતો ઉંચો કર્યો. દીપિકામેમએ પોતાનો બીજો સવાલ ફરી રીપીટ કર્યો ત્યારે એક જ હાથ ઉંચો થયો અને એ હાથ મારો હતો.
“કેમ તે અસાઇનમેન્ટ તૈયાર નથી કર્યું?” મેમ એ મારા તરફ જોતા કહ્યું.
“ભૂલી ગયો.” મેં સીધો સાદો જવાબ આપ્યો.
“રીસેસમાં તું મને કોમ્પ્યુટર લેબમાં આવી ને મળજે.” મેમ એ ફરી ફરમાન સંભળાવી દીધું. મેં હા માં માથું ધુણાવ્યું અને બેસી ગયો, પણ મને એ સમયે સૌથી વધારે ગુસ્સો અરુણ પર આવતો હતો કેમ કે એણે અસાઇનમેન્ટ પૂરું પણ કરી દીધું અને મને કહ્યું પણ નહિ.
“ટોપા તે મને કેમ કહ્યું નહિ.” એના પગ પર જોરદાર લાત મારતા મેં કહ્યું.
“મને થયું કે તે કરી લીધું હશે” એણે પોતાનો પગ પંપાળતા કહ્યું,
“આગળથી બતાવી દઈશ.”
એ દિવસે દીપિકા મેમ નો પૂરો પીરીયડ અસાઇનમેન્ટ જમા કરાવવામાં અને ચેક કરવામાં જ ગયો. અસાઇનમેન્ટ ચેક કરતા કરતા ઘણીવાર દીપિકા મેમ મારી સામે જોતી અને અમારી નજર એક બીજા સાથે ટકરાઈ જતી. જયારે પીરીયડ પૂરો થયો તો દીપિકા મેમ એ જતા જતા ફરી મને રીમાઈન્ડર કરાવ્યું કે મારે રીસેસમાં એને મળવા જવાનું છે.
“બેટા આજે તો તમે દીપિકા મેમ તને સાથે સુવડાવીને જ રહેશે.” અરુણે મારી ટાંગ ખેચતા કહ્યું. ત્રીજો પીરીયડ ચાલુ થઇ ગયો હતો પણ સર હજુ લાપતા હતા. મેં મારી બુધ્ધિને કામે લગાડી અને નવીન પાસે બાઈકની ચાવી માંગી.
“બહાર સિનિયર્સ હશે” અરુણે કહ્યું એને સમજીને હું ચુપચાપ બેસી રહ્યો. મેં વિચાર્યું હતું કે એક અસાઇનમેન્ટ કોપી ખરીદી લઉં અને આ ખાલી પીરીયડમાં અસાઇનમેન્ટ પૂરું કરી લઉં. અને રીસેસમાં જાણે દીપિકામેમના મો પર જઈને મારી દઉં પણ મારો પૂરો પ્લાન ચોપાટ થઇ ગયો હતો.
ખુદને બાજીરાવ સિંઘમ કહેવાવાળો અને તેનો એક મિત્ર ઘણીવાર ફસ્ટઈયરના ક્લાસની આજુ બાજુ ચક્કર લગાવતા જોવા મળતા અને જે પણ ક્લાસ ખાલી જુએ એટલે તેમાં ઘુસી જતા અને પોતાનો રોફ જાડતા. જયારે એ દિવસે અમારો ક્લાસ ખાલી જતો હતો તો એ બંને ત્યાં પણ આવી ટપક્યાં. જે ખુદને બાજીરાવ સિંઘમ કહેતો હતો એ ક્લાસમાં આવી ચડ્યો અને તેની સાથે ચક્કર કાપવા વાળો એનો એ દોસ્ત ક્લાસના દરવાજે ઉભો રહીને ધ્યાન રાખી રહ્યો હતો. બાજીરાવ સિંઘમ ક્લાસની છોકરીઓ સાથે ગપ્પા મારવા લાગ્યો તો બધા નોર્મલ થઇ ગયા અને પોતપોતાની રીતે વાતો કરવા લાગ્યા પણ અચાનક એ બાજીરાવએ રાડ પાડી અને બધા ફરી થી શાંત થઇ ગયા.
“ઓયે શું છે આ બધું? સીનીયર ક્લાસમાં છે અને તમે બધા દિમાગની નસો ખેચો છો.” છોકરાઓ તરફ આવતા એ બોલ્યો. પછી એણે મને જોઈ લીધો.
“તું ઉભો થા, શું નામ બતાવ્યું હતું તારું?” રોફ જડતા મને કહ્યું.
“અરમાન...” મેં તરત જ જવાબ આપ્યો. એને મને ઉપરથી નીચે સુંધી જોયો અને પછી મને જે આશંકા હતી એ કહ્યું.
“ વધારે હવામાં ઉડવાનું રહેવા દે, નહીતર.....” ગેટ પાસે ઉભેલા એના મિત્રને પોતાની પાસે બોલાવ્યો અને તેના ખભા પર હાથ રાખતા ફરી બોલ્યો.
“એ જો તારો સીનીયર છે ને હું એનો પણ બાપ છું”એનો ઈશારો ગેટ પર ઉભરેલા સીનીયર તરફ હતો.
“એટલે હવે તું પણ વિચારી લે કે હું તારો પણ બાપ છું.” ફરી રોફ જાડતા વાત પૂરી કરી. એનું એ કેહવું અને મારું ખૂન હજાર ડીગ્રી ઉકળી ગયું અને હું એને ઘુરવા લાગ્યો. ફરી એક વાર એજ થયું જે મેં વિચારી રાખ્યું હતું. એ મારી તરફ આવ્યો અને મારી કોલર પકડી અને પછી બોલ્યો,
“ ઘુરે છે શું, હું તારો બાપ છું”
“બાપના કોલર પરથી હાથ હટાવ...” આ બધું બધા લોકો માટે એક ધડાકા સમાન હતું. મારા મોઢામાંથી નીકળેલા આ શબ્દો સાંભળીને ખુદ બાજીરાવ સિંઘમ અને તેનો એ ખાસ દોસ્ત પણ આ ધમાકાની લપેટમાં આવી ગયા હતા. મેં અંદાજો લગાવ્યો કે અમારા બંને વચ્ચે જો કદાચ લડાઈ થઇ તો રીઝલ્ટ ઘણી વાર પછી આવે એમ હતું, મતલબ કે અમે બંને બરાબરી પર હતા.
“તું જાણે છો હું કોણ છું, બાજીરાવ સિંઘમ..”એણે છાતી ફુલાવતા ફિલ્મી સ્ટાઈલમાં ફરી બોલ્યો.
“તું જો બાજીરાવ સિંઘમ છે તો હું છું ચુલબુલ પાંડે, હવે બોલ..” મેં પણ એ જ તાવથી કહ્યું.એ શાંત થઇ ગયો અને થોડીવાર માટે એ મારી આંખોમાં આંખો નાખીને ના જાણે શું વિચારતો રહ્યો. તેના પછી એને તેના મિત્રને ત્યાં બોલાવ્યો અને મેં અરુણને ત્યાં ઉભા રહેવાનું કહ્યું. એ સમયે બંને બાજુ બે બે લોકો હતા અને બંને બાજુ બરાબરી પર હતા પરંતુ છતાં પણ અમારું પલડું ભરી હતુ કેમ કે મેં એને કહી દીધું હતું કે જો અમારી વચ્ચે લડાઈ થશે તો કોઈ એક સ્ટુડન્ટ જઈને પ્રિન્સીપાલ ને જઈને કહી દેશે કે મેકેનીકલ ફસ્ટ ઈયર માં સિનિયર્સ જુનિયર્સને માર મારી રહ્યા છે, અને ત્યાર બાદ તમને બંને ને કોલેજ માંથી બહાર કાઢી મુકવામાં આવશે. તો બહેતર એ જ છે કે અત્યારે તમે ક્લાસમાંથી બહાર જતા રહો નહીતર કોલેજમાંથી જ બહાર જવું પડશે. એ બંને ત્યારે તો બહાર જતા રહ્યા પણ મને પૂરો વિશ્વાસ હતો કે એ બંને મને ક્લાસની બહાર જરૂર પકડશે. એટલે એ સમયે જ મેં મારા દુશ્મનોમાં બીજા બે નામ જોડી દીધા. મારી આ દીલેરીના લીધે બધાની નજર મારા પર જ હશે મેં પહેલા જ વિચારી લીધું હતું. એ સમયે જ મેં મનમાં કહ્યું કે કાશ અત્યારે આ ક્લાસમાં એશ પણ હોત તો એ પણ મારાથી પટી જાત. ત્યાર પછી અમે બંને એના પૈસાથી બહાર ખાવા જાત અને જમ્યા પછી એક જ કોલ્ડ્રીંકમાં સ્ટ્રો નાખીને પીતા હોત અને તેના પછી હું એને એક લાલ ગુલાબ દેત અને એ શરમાઈને કહેત કે અરમાન, તું બહુ એ છો...

ક્રમશઃ