Arman na arman - 2 books and stories free download online pdf in Gujarati

અરમાન ના અરમાન - 2

સવારે એક સુવાળા સ્પર્શથી મારી નીંદ ખુલી. હું બાથરૂમમાં ગયો અને ત્યાં થી આવી મેં કપડા પેહરી ને કહયું.
” હું જાઉં છુ.”
“જાઉં એન્ડ ટેક કેર” હું એની રાહમાં ત્યાં થોડી વાર ઉભો રહ્યો કદાસ એણે મારી આંખો માં એવું કઈ દેખાઈ જાય કે એ દોડી આવી ને મારા ગળે લાગી જાય પણ એવું કઈ થવાનું હતું નહિ. એણે તો મારો આંખો સામે સુધ્ધા જોયું નહિ.
“તારો થનારો હસબન્ડ શું કામ કરે છે?” મેં કહયું.
“તું કેમ પૂછી રહ્યો છો?” નિશાએ કહયું.
“જનરલ નોલેજ માટે, શું ખબર IAS કે IES એક્ઝામ માં આવી જાય ” મે કહયું.
“ઇટ્સ નોટ ફની અરમાન, તું હવે જા અને એમ સમજી લેજે કે આપને ક્યારેય એકબીજા ને મળ્યા જ નથી.” હું એક જુઠી મુસ્કાન સાથે નિશા સામે જોયું અને કહયું.
“ તન્હાઈ માં જીવવા વાળા લોકો હમેશા નાના માં નાના સહારાથી એટલી મહોબ્બત થઇ જઈ છે કે એને યાદ રાખે છે અને તેના માટે ખુદ ને પણ મિટાવી દે છે. જો તને ક્યારેય કોઈ સાથે પ્યાર થાય તો મારી વાત યાદ કરજે. બાકી તો લોકો પોતાનાઓ ને પણ પળભર માં ભૂલી જાય છે જયારે હું તો એક ગેઈર છુ.” નિશાના મન માં હજારો સવાલો છોડી હું નિશાના ઘરે થી નીકળી ગયો પોતાની રૂમ તરફ . ત્યારે વરુણનો કોલ આવ્યો.
“ શું ભાઈ આવાનો વિચાર છે કે એની સાથે ચીપકીને રહેવાનો ઈરાદો છે” વરુણે કોલ રિસીવ કરતાજ ટોણો મારો..
“બસ રૂમ પર જ આવું છુ “ મેં બે રૂખીથી કહયું.
“જલ્દી આવ તારા માટે એક સરપ્રાઈઝ છે અને એ સરપ્રાઈઝ એટલું મોટું છે કે તું........” હું હતો ત્યાં જ ઉભો રહી ગયો જેવી વરુણે સરપ્રાઈઝ ની વાર કહી તો.
“શું છે એ સરપ્રાઈઝ ?” મેં ચોકતા કહયું.
“હમમ.... તું પેલા રૂમ પર આવી જા..” અને અને કોલ ડીસકનેકટ કરી દીધો.
“ વરુણ ફેકે છે” એવું વિચારતા વિચારતા હું રૂમ પર આવ્યો અને મેં વરુણ ને આવાજ દીધો પણ કોઈ જ જવાબ ના મળો. જયારે મને બાથરૂમ માંથી શાવરનો આવાજ આવ્યો તો થયું વરુણ બાથરૂમ માં હશે. જયારે ટાઇમ જોયો તો સાડા નવ થઇ રહ્યા હતા તો એનો મતલબ એ હતો કે આજ હું કામ પર જઈ શકું એમ નહોતો. આમ પણ આજે મારું મૂડ નહોતું. મેં રૂમની બારી ખોલી અને ત્યાં ઉભા રહી ને બહાર જોવા લાગ્યો. ત્યારે મને એક અવાજ સંભળાણો અને એ અવાજે મને અંદર સુધી હચમચાવીને રાખી દીધો જાણે મારી ધડકન જ બંધ થઇ ગઈ હોઈ.
“ શું વાત છે ઘણા સમય થી હવેલી પર ન આવ્યો.” મારી જગ્યા એ બીજું કોઈ હોત તો આ શબ્દો ને અવગણી દેત પણ મારા માટે આ લાઈન બઉ મહત્વ રાખતી હતી. હું પાછળ જોયા વગર જ જાણી ગયો કે એ કોણ છે પણ આટલા દિવસો પછી એ અહિયાં કેમ.... હજુ હું વિચારતો જ હતો કે પાછળ થી માથા પર એક જોરદાર ઘૂસો પાડ્યો જાણે કે કોઈ જનમ જનમ નો દુશ્મન હોઈ. અને બીજું કોઈ નઈ મારો ખાસ મિત્ર અરુણ હતું અને હું પણ એનો ખાસ દોસ્ત હતો.
“ અબ્બે છોકરીઓ જેમ બહાર જોતો જ રહીશ કે ગળે પણ મળીશ” એની વાતો માં મને એક પોતાનાપણું દેખાણું જે મને કૉલેજ ના દિવસોમાં જોવા મળતું. હું એક જટકામાં પાછળ ફરો અને તેને જોરથી બાહમાં ભરી લીધો. હું અને અરુણ એક બીજા ના એટલા ખાસ હતા કે જો ગે હોત તો એક બીજા સાથે મેરેજ કરી લીધા હોત પણ હતા નહિ. એણે એની નારાજગી અને ગુસ્સાનો એક નમુનો આપતા એણે એક જોરદાર લાત મારી અને બોલો.
“ ટોપા તું શું આહિયા પોતાને બરબાદ કરે છે. ને તે પોતાનો કોન્ટેક્ટ નંબર પણ બદલી નાખો, ઘરે થી કઈ પણ કહ્યા વગર નીકળી ગયો.” એ એનો ઘુસા વાલો પ્રેમ મારા પર વરસાવતા ફરી બોલો.
“ અને તે મને પણ બતાવાનું જરૂરી ના સમજ્યું, ક્યાં ગઈ તારી મોટી મોટી વાતો.”
ડૂબતા ને એક તરણું મળી જાય તો કાફી હોઈ છે પણ મને તો અહી એક તરતું મસ મોટું જહાજ મળી ગયું છે અરુણ ના રૂપમાં.
“ સાલા, ખુદ ને મોટો એન્જીનીયર સમજે છો પણ તે તો બધા એન્જિનિયરનું નામ બાથરૂમમાં ડુબાડ્યુ.” એ હજુ પણ મારા પર ગુસ્સે હતો.
“ છોડ બધી વાતો અને તમે અહી ક્યાંથી અને વરુણ ક્યાં છે કઈ તે એનું મર્ડર તો નથી કરી નાખ્યુ ને?” મેં વાત બદલતા કહયું.
“ હા તે સાચું કહયું વરુણની ડેડબોડી બાથરૂમ માં પડી છે તું પ્લીઝ જલ્દી પોલીસ ને ઇન્ફોર્મ કર...” અમે બંને થોડીવાર એક બીજા ને જોતા રહ્યા અને પછી જોરથી હસી પડ્યા.
“ ચાલ હવે એ બતાવ કે તું અહી ક્યાંથી?” પોતાની હસી દબાવતા અરુણે કહયું.એ સીરીયસ લાગતો હતો.
“ બધું જ છોડી ને અહી આવી ગયો છુ મારા ઘરવાળા બધા દેશ ની બહાર છે ના એણે કોઈ ફેર પડે છે કે ના મને .....” મેં કહયું.
“ તારા ભાઈ ના લગ્ન થવાના હતા જયારે તું તારું ઘર છોડી ને આવ્યો ત્યારે. અરુણે કહયું.
“ હરામી મારી ભૂલો નું લીસ્ટ લઇ ને બેસી ગયો છો, મારો જીવ લઈને જ માનીશ.” મેં અંદર ને અંદર જ ખીજાઈ ને કહયું.
“ એ બધું છોડ મને એ કહે કે તે મને એક પણ કોલ કેમ ના કર્યો કૉલેજમાં તો મારો બેસ્ટફ્રેન્ડ બનીને ફરતો હતો.” અરુણનો ગુસ્સાથી ચેહરો લાલ થઇ ગયો હતો.
અરુણના આ સવાલ નો મારી પાસે કોઈ જવાબ નહોતો અને કહેત તો પણ શું કહેત કે હવે મને જીવવાની કોઈ જ ચાહત નથી યા એમ કહેત કે એંજલના ગયા પછી મારા દિલ એ ધડકવાનું બંધ કરીદીધું છે.
‘અબ્બે કઈ બોલીશ કે...” અરુણ જોરથી બોલો.
“કારણ જોઈએ તો સંભાળ, હું જયારે મારી ખાલી બી.ટેક ની ડીગ્રી લઇ ને ઘરે ગયો ત્યારે મારી સાથે શું થયું જાણે છો. ઘરમાં મોટા ભાઈ ના લગ્ન ની વાત ચાલતી હતી અને લોકો ની અવર જવર વધારે હતી જો કોઈ મારા વિષે પૂછે તો એમ કહેતા કે આમારા ખાનદાન માં હું એક સૌથી વધારે ખરાબ માણસ છુ ને હું જ એક એવો માણસ છુ કે જેને પોતાના ખાનદાનનું નામ ડુબાડું છે એવું એટલા માટે થયું કેમ કે મારી પાસે પૈસા નહોતા નોકરી નહોતી. મારા થી કોઈ નાની એવી પણ ભૂલ થઇ જાઈ તો મારા ભણતર સાથે જોડી દેવામાં આવતી. હું મારા જ ઘરમાં પાગલ જેવો થવા લાગ્યો હતો અને હદ તો ત્યારે થઇ કે જયારે છોકરીવાળા આવ્યા ત્યારે મોટા ભાઈ એ એક નાની એવી વાત માં બધાની સામે મારા પર હાથ ઉઠાવી દીધો. અને ત્યારે મારા દિલ અને દિમાગે ગળું ફાડી ફાડું ને કહયું કે બસ હવે બહુ થયું, મને તો સૌથી વધારે ત્યારે ખરાબ લાગુ કે જયારે હું ઘર છોડી ને જતો હતો તો કોઈ એ મને રોક્યો પણ નહિ. બધા જ ઈચ્છતા હતા કે હું એમના જીવનમાંથી જતો રહું સો હું ત્યાંથી નીકળી ગયો...” એટલું બોલતા બોલતા હું ઈમોશનલ થઇ ગયો હતો અરુણ ને મારી વીતેલી જિંદગી વિષે બતાવતા બતાવતા હું મારા જખમો ને તાજા કરી બેઠો. વરુણ પણ ત્યાં સુધી માં આવી ગયો હતો અને બાથરૂમ ના દરવાજે ઉભા ઉભા મારી વાતો ને ધ્યાનથી સાંભળતો હતો. થોડીવાર માટે કોઈ કઈ ના બોલ્યા ત્યાર પછી અરુણે પોતાની બેગ ખેચી અને તેમાંથી એક એમએમ ની એક બોટલ કાઢી ને કહયું.
“ લે તારી સરપ્રાઈઝ”
“ તું હરામી હજુ સુધી નથી ભૂલ્યો” મારી ભીની આંખોમાં એક હસી તરી આવી. આમારા બંનેની એક ખાસ આદત હતી ગીફ્ટ માં હમેશા દારૂની બોટલ જ આપતા અને મને દારૂની લત પણ અરુણે જ લગાડી હતી.
“ આઈ લવ દારૂ મોર ધેન ગર્લ્સ” દારૂ ની બોટલ એના હાથ માં થી ખેચતાં કહયું.
“ વરુણ આજ રાત નો જુગાડ થઇ ગયો.” મારા આ કહેવાની સાથે વરુણ ની સાથે સાથે આરુણ પણ હસી પડ્યો. વરુણ અને અરુણ મારી વર્તમાન લાઈફ ના સાથી હતા. અરુણના પિતાજી એક ઇન્સ્પેકટર હતા ને અરુણ રેલ્વેમાં એક સારી પોસ્ટ પર હતો.
“ તારા મેરેજ થઇ ગયા?” મેં એમએમ ની બોટલ બાજુ માં રાખતા પૂછ્યું.
“અરે હજુ ક્યાં મેરેજ હજુ તો લાઈફ ને એન્જોઈ કરવાની બાકી છે મેરેજ બેરેજ પછી કરતા રહીશું.....” અરુણે કહયું ખભો ઉચાકાવતા.
“વરુણ, લે પેગ બનાવતો માથું ભારે છે.” મેં કહયું.
“અરમાન, આ નિશા કોણ છે ...” અરુણે મારી સામે જોઈ ને કહયું.
“ છે એક સોસાયટી માં રહેવાવાળી છોકરી.” મેં કહયું.
“ મેં વિચારું નહોતું કે એના ગયા પછી તું કોઈ છોકરી સાથે રીલેશન બનાવીશ.” અરુણ જાણતો હતો કે મને એનું નામ લેવું પસંદ નથી એટલે એણે નામ ના લીધું.
“ વિચારું મેં પણ નહોતું પણ ના જાણે આ કેમ થઇ ગયું.” મેં કહયું.
“ લે,.. પકડ “ વરુણે આમારા ત્રણે માટે પેગ બનાવી દીધા હતા ને ચિડાઈ ને બોલો.
“યાર અરુણ, મેં કેટલીય વાર એની વીતેલી જિંદગી વિષે પુછુ પણ કઈ કહેતો જ નથી દરેક વખતે કઈ ને કઈ કારણ આપીને વાત ટાળી દે છે.”
“ અબ્બે તું યાર હવે દિમાગ ના ખા હજુ એક પેગ બનાવ દારૂ મસ્ત છે” મેં વરુણની વાત ફરી એકવાર ટાળવાની કોશિષ કરી પણ આજે મને અંદાજો થઇ ગયો હતો કે આજે હું કામિયાબ નથી થવાનો શાયદ.
“આજે તો બધો ખુલાસો થઇ ને જ રહેશે વરુણ.” અરુણ એક ઘૂટ ગળે ઉતરતા બોલ્યો.
“ચિંતા ના કર એ આજે બધું બકશે”
“ હું કઈ જ નથી કહેવાનો” મેં જણજણી ને કહયું.
“સાચે જ નથી કહેવાનો.” અરુણે મરકમરક હસતા કહયું.
“હા, બિલકુલ નહિ.” મેં ડર છુપાવતા કહયું.
“એકવાર ફરી વિચારી લે.” એણે મને છેડતા કહયું.
“મેં કહી દીધું ને એક વાર...” થોડા ગુસ્સાથી કહયું.
“તો પછી બાથરૂમ વળી વાત હું વરુણને કહું દઉં છુ વિચારી લે...” અરુણે મારી દુઃખતી નસ પકડી લીધી હતી બે ત્રણ પેગ પીધા પછી મારું મગજ પણ ફ્રેશ થઇ ગયું હતું. એક દમ બિન્દાસ. એમએમ ની બોટલ પણ ખાલી થઇ ગઈ હતી અને હું પણ વરુણને બધું કહેવા તૈયાર થઇ ગયો હતો જે હું નહોતો કહેવા માંગતો.
“હજુ એક પેગ બનાવ મારા માટે.” મેં કહયું. હરેક ચાહ ખતમ થઇ જઈ છે જેની આપણને તમન્ના હોઈ છે. સપના આપની ખરાબ હકીકત સામે દમ તોડી દે છે. અને બચવું જ હોઈ તો રાખો યાદ કે એના સહારે જિંદગી કાપી શકાય. ક્યારેક ક્યારેક તમારી સાથે એવું કઈ થઇ જાય છે જેની તમે કલ્પના પણ નથી કરી હોતી.
“ કૉલેજ માં જઈ ને ભણવામાં ધ્યાન આપજે છોકરીઓ પાછળ ચક્કર કાપવામાં ટાઇમ ના બગડતો.” મારો ભાઈ મને નસીહત આપતો હતો એના જવાના સમયે એ પણ પ્યારથી.
“જી ભાઈ..”
“દારૂ સિગરેટ એણે અડ્યો પણ છો ને તો જોઈ લેજે”
“જી ભાઈ...”
“અને લડાઈ ઝગડાની એક પણ વાત જો ઘરે આવી ને તો તારી કૉલેજ પૂરી સમજજે.”
“જી ભાઈ...”મારા ભાઈ મને એ રીતે સમજાવી રહ્યા હતા જે જેમ કોઈ કર્નલ આર્મીને ચૂચના આપી રહ્યા હોઈ. વિપેન્દ્ર ભાઈ મને કૉલેજ છોડવા માટે આવ્યા હતા.અને મારા લાખ ના પાડવા છતાં મારા રેહવાની વ્યવસ્થા એણે હોસ્ટેલમાં જ કરી દીધી. અને જવાના સમયે મને બધું કહી રહ્યા હતા કે મારે શું કરવાનું અને શું નઈ કરવાનું.ભાઈના ગયા પછી હું હોસ્ટેલ આવી ગયો પણ મારા મન માં એક વાત ખટકતી હતી એ હતી કાલે થનારી રેગીંગ. થોડા સમય પેલા જ ન્યુઝ પેપર માં વાચું હતું કે રેગીંગ થી તંગ આવો ને એક સ્ટુડન્ટએ આત્મહત્યા કરી લીધી હતી.કૉલેજવાળા એ એક કામ સારું કહયું હતું કે ફસ્ટઈયર ના સ્ટુડન્ટની હોસ્ટેલ સીનીયર કરતા અલગ હતી. પણ સાંજ થતા થતા એ વાત ફેલાઈ ગઈ કે રાત્રે દસ વાગ્યે સીનીયર રેગીંગ કરવા આવવાના છે.આ બધું સંભાળી ને દિલ જોર જોર થી ધડકતું હતું અને દરેક અડધી કલાકે પાણી પીવાના બહાને બહાર જોઈ આવતો કે કઈ થયું તો નથી ને.એ રાત મારી સૌથી ખરાબ રાત હતી આખી રાત શાંતિથી સુઈ પણ નહોતો શક્યો. એ રાત્રે કોઈ ના આવ્યું ને બીજા દિવસે સવારે કોઈ એ મારા રૂમનો દરવાજો કોઈ એ ખટખટવો ત્યારે મારી નીંદર ખુલી.
“ભેશની જેમ સૂવે છો તું તો.” બેગ લઇ ને એક છોકરો દરવાજા પાસે ઉભો હતો એણે મારો હાથ પકડીને બહાર ખેચી લીધો.
“ અરે.. આ શું કરે છે તું.” મેં ખીજાઈ ને કહયું.
“ ચાલ મારો સમાન લેવડાવ બઉ ભારે છે યાર...” એણે કહયું.
"તું પણ આ રૂમમાં રેહાવાનો છો.” મેં ખીજ સાથે કહયું.
“બરાબર સમજ્યો , મારું નામ અરુણ છે.” એણે કહયું.
“અરમાન....” મેં હાથ મેળવતા એને કહયું એનો બધો સમાન આવી ગયો તો એ નાહવા જતો રહ્યો.મારી એ આદત ને છોડે ઘણો સમય થઇ ગયો છે, પણ એ સમયે મારી બહુ ખરાબ એક આદત હતી કે કોઈ છોકરા ને મળતો તો સૌથી પહેલા એજ વિચારતો કે એ મારાથી વધારે હેન્ડસમ છે કે નહિ. અરુણ ને જોઈ ને મેં ચીખી ચીખી ને કહયું હતું કે હું આનાથી વધારે હેન્ડસમ છુ.
“તું આજે કૉલેજ નથી જવાનો કે શું...“ કૉલેજ જવા માટે તૈયાર થતા મેં અરુણને કહયું. અરુણ હાઈટ માં લગભગ મારા જેટલો છે પણ રંગ જરા શ્યામ છે.
“ જઈશ ને “ એણે બેડ પર આંખો મળતા મળતા કહયું.
“ ૯:૪૦ થી કૉલેજ શરુ થાય છે હો....” મેં જરા ઉચા અવાજે કહયું.
“તો......” એણે બેડ પર પડા પડા જ લાપરવાહીથી કહયું.
“ તો!... તૈયાર નહિ થાય ૯:૨૦ ક્યાર ની થઇ ગઈ છે..” મેં કહયું.
“જો હું કોઈ છોકરી તો નથી કે મારે તૈયાર થતા એક કલાક થઇ જઈ અને આમ પણ હું ઘરેથી નાહીને જ નીકળ્યો હતો એટલે આજે નાહવાનો કોઈ સવાલ નથી.
“આને તો હવા લાગી ગઈ “ હું બબડો.ત્યાર પછી તો મેં માત્ર એટલું જ જોયું કે ૯:૩૦ એ એ અરીસા સામે હતો અને એણે એના વાળ સરખા કર્યા અને બેગ લઇ ને મારી સાથે હોસ્ટેલ માંથી બહાર નીકળી ગયો.
ફસ્ટ ઈયર ના સ્ટુડન્ટના ક્લાસ માં થોડો બદલાવ કરવામાં આવ્યો હતો એક કલાક પહેલા જ શરુ કરી દેવામાં આવ્યો હતો કે જેથી કોઈ રેગીંગ ના કરે. અને સીનીયર ના ક્લાસ પુરા થઇ એની પેલા એક કલાક ડે ઓફ થઇ જતો હતો. કોઈ સીનીયર ને જરા વધારે જ ખુજલી હોઈ છે અમારા સમયે જ કૉલેજ આવી જતા હતા.
“ અબ્બે તારી બ્રાંચ કઈ છે?” રસ્તામાં મેં અરુણ ને પુછુ.
“મેકેનીકલ...”અરુણે જવાબ આપ્યો.
“મારી પણ મેકેનીકલ છે......” ખુશ થતા થતા મેં કહયું.
“એનો મતલબ એ કે આપડે બંને એક જ ક્લાસ માં બેસશું એમ ને...”
“ઓયે રુક ...” મને અરુણે રોક્યો ત્યારે અમે કોલેજની એકદમ નજીક જ હતા એમ કહો કે કૉલેજ પહોંચી જ ગયા હતા.
“ શું થયું ..’ મેં ચોકતા કહયું.
“ત્યાં જો થોડા સિનિયર્સ ઉભા છે, પાછળના રસ્તે થી જઈએ.” અમે બંને ત્યાંથી જ વળી ગયા અને અરુણ મને કઈ જાડી જાખરા માં થઇ ને લઇ ગયો.
“ તને પાક્કી ખબર છે ને રસ્તાની?” મેં કહયું.
“ અરે મારા ભાઈ ના દોસ્તારો થોડા સમય પહેલા જ અહી થી પાસઆઉટ થયા છે અને એ લોકો એ મને આ રસ્તા વિષે વાત કરી હતી.” અરુણે રોફ થી કહયું જાણે એ બધું જાણતો હોઈ. જેમ તેમ કરીને આમે આગળ વધતા રહ્યા અને મને કોલેજની દીવાલ પણ દેખાઈ. એના વિષે મને અરુણે કહયું હતું કે આ ગેટ કૉલેજ માં કામ કરવા વાળા વર્કર માટે છે.જેઓના ઘર અહી નજીક માં જ હતા.
“કોઈ જ ફાયદો ના થયો.” અરુણે કહયું.
“સામે જો હરામી સીનીયર ગર્લ્સ ઉભી છે હાથમાં ડંડા લઈને..” અરુણે વાત વાત પૂરી કરી.
દુનિયા માં ૯૯% છોકરીઓ ખુબસુરત હોઈ છે અને જે ૧% વધે એ બધી અમારી કોલેજમાં ભણે છે એવું મેં ક્યાંક સંભાળ્યુ હતું પણ અહી જે ૫-૬ ગર્લ્સ ઉભી હતી એ એક થી એક ચડિયાતી ખુબસુરત હતી.આ ગર્લ્સ ને જોઈ ને થયું કે જે જે ૯૯% ગર્લ્સ ખુબસુરત હોઈ છે બધી અમારી જ કોલેજમાં ભણે છે.
“યાર શું માલ છે!” મેં અરુણ ને કહયું.
“ચુપ કર, એને જોયા વગર ચુપચાપ ચાલવા માંડ.જો પકડી લેશે ને તો લાગી જશે.” અરુણે ડર સાથે કહયું.
“અબ્બે ડરે છો શું બધી છોકરીઓ છે એક ઉંધા હાથની દઈશ તો બધે બધી રોવા માંડશે.” મેં મર્દાના અવાજ માં કહયું.
“અત્યારે તો તું એણે રોવડાવી દઈશ પણ જયારે એની પાછળ પુરા સીનીયાર્સનું ઝુંડ આવશે ત્યારે તું શું કરીશ.” અરુણે કહ્યું.
“ફાયનલી કરવાનું શું છે એ કે...”મેં કહયું.
“કઈ નથી કરવાનું બસ ચુપચાપ અંદર ઘુસી જવાનું છે એટલે ગંગા નાહ્યા.”અરુણે કહ્યું.
“ડન..” મેં જાણે એમ કહયું કે જાણે મોટું મિશન પાર પાડી દીધું હોઈ. અમે બંને એ છોકરીઓ તરફ જોયા વગર ચુપચાપ ચાલવા માંડ્યા.જેવા આમે એ છોકરીઓને ક્રોસ કરી તો દિલ ની ધડકન અચાનક વધી ગઈ.મારું મન થયું કે એ છોકરીઓને તાડુ મારું મન મચલવા માંડ્યુ પણ કેમેય કરીને ખુદ પર કાબુ રાખ્યો.અને ચુપચાપ ચાલવા લાગ્યો.
“ઓયેયે... માંકે લાડલે...” બસ આમે ગેટની અંદર ધુસવાના જ હતા કે છોકરીઓએ કહયું.
“શાયદ મારા કાન વાગે છે”
“નઈ બેટા એ તારા કાન નથી વાગતા પણ એ પેલી ચુડેલો નો અવાજ છે.”.
“તો હવે શું કરશું જલ્દીથી ભાગી ને કૉલેજ માં ઘુસી જઈએ એટલે એ આપડું રેગીંગ નઈ લઇ શકે.”
“અત્યારે ભાગવાનો મતલબ એનું આપની તરફ ધ્યાન ખેચવું અને પછી એ આપડું ફૂલ રેગીંગ લેશે.”
“ફાયનલ બતાવ કરવાનું શું છે.”મારા કદમ ત્યાં જ જમીન સાથે જડાઈ ગયા હતા અને પરસેવાથી રેબઝેબ થઇ ગયો હતો. મને થયું કે અરુણ માં થોડી હિંમત હશે પણ મેં જેવું એની તરફ જોયું. એ તો મારા કરતા પણ વધારે ડરેલો હતો.ત્યારે મારા મો માંથી પેલા શબ્દો એ હતા કે,
“સાલો એ તો મારાથી પણ વધારે ડરેલો છે.”
“ઓયે... માંકે લાડલો, સંભળાઈ છે તમને બંનેને અહી આવો ચાલો.”થોડા સમય પહેલા જે છોકરીઓને હું સ્વર્ગની અપ્સરા સમજી જેની પર લાઈન મારવાનું વિચારતો હતો એતો હવે નરકની ચુડેલ લાગવા માંડી હતી.
“જી...જી.. મેમ તમે અમને બોલવા.” અરુણ એની પાસે જઈને બોલો હું એની પાછળ ઉભો હતો.
“ તું હટ બે...””ધક્કો દઈ ને એ ચુડેલો એ મારી તરફ જોયું.
“ઓયે હેન્ડસમ શું હાલ છે.”
“બધું બરાબર” ધ્રુજતા મેં કહયું ત્યારે હું પરસેવાથી પૂરો પલળી ગયો હતો.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED