પરાગિની - 26 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પરાગિની - 26

પરાગિની ૨૬

રિની સાડીમાં બધાંને ટક્કર આપે તેવી સુંદર દેખાય છે. જૈનિકા પરાગને પૂછે છે, રિની કેવી દેખાય છે?

પરાગ- હમ્મ... સારી દેખાય છે.

જૈનિકા- સારી નહીં અતિસુંદર...!

સમર અને જૈનિકા તેમની સાથે આવીને ઊભા રહી જાય છે.

સમર- કેમ છો ભાઈ? આજે તો હું સમય પર આવી ગયોને?

પરાગ- હા... મને એમ હતું કે તું એકલો જ આવીશ..!

સમર- આપણી બ્લોસમ ડિઝાઈન કંપનીને રિપ્રેઝન્ટ કરવાં કોઈ ખૂબસુરત ચહેરો તો જોઈએ ને અને આપણી કંપનીમાં રિની સિવાય કોઈ નથી..!

રિની આંખનાં ઈશારાથી જૈનિકાને થેન્ક યુ કહે છે. જૈનિકા પણ તેને ઈશારાથી વેલકમ કહી દે છે. બધાં અંદર હોલમાં જાય છે. હોલમાં બધી મોટી હસ્તીઓ સામેલ હોય છે. અંદર બધા રિનીને જ જોઈ રહ્યા હોય છે. રિનીને જોઈને ટેલિવિઝન અભિનેત્રીઓને પણ જલન થાય છે.

રિની સિમ્પલ તૈયાર થઈ હોય છે પણ સુંદર લાગી રહી હોય છે. રિની ‘સેન્ટર ઓફ એટ્રેક્શન’ હોય છે તે એક્સિબિશનમાં...!

આ બાજુ એશા નિશાને બધુ કહે છે કે આજે તેના પપ્પા સાથે થોડું બોલવાનું થઈ ગયું અને રડે છે. નિશા તેને સાંત્વના આપી શાંત પાડે છે. માનવનો ફોન આવતાં એશા થોડી વાર તેની સાથે વાત કરે છે અને નિશા આશાબેન અને રીટાદીદી સાથે વાતો કરવાં જતી રહે છે, જ્યાં રીટાદીદી જણાવે છે કે કાલે મારો કઝીન ભાઈ થોડા દિવસ માટે રહેવા આવવાનો છે એ ઉપરના મકાનમાં રહેશે.

પરાગ અને સિયા બીજા ટેબલ પર બેઠા હોય છે જ્યારે જૈનિકા, સમર અને રિની બીજા ટેબલ પર બેઠા હોય છે. પરાગનું ધ્યાન વારંવાર રિની તરફ જ જતુ હોય છે.

એક્સિબિશનમાં આવેલ દરેક વ્યકિતને રિની સાથે વાત કરવી હોય છે. તેઓ જાણવી આતુર હોય છે કે આ છોકરી છે કોણ?

ટેક્ષટાઈલ અસોસિયનના ચીફનું ભાષણ પૂર્ણ થતાં બધા એકબીજાને મળે છે. દરેક વ્યકિત વારાફરતી રિની જ્યાં બેઠી હોય છે ત્યાં જઈ તેને મળવાં જાય છે. જૈનિકા બધાને રિનીની ઓળખાણ પણ કરાવે છે. પરાગ નોટિસ કરે છે કે બધા રિનીને મળવાં જાય છે. આ જોઈ તેને નથી ગમતું અને જે નજરેથી બધા રિનીને જોઈ રહ્યા હોય છે તે પણ નથી ગમતું.

પરાગ રિનીને સાઈડ પર બોલાવીને કહે છે, બધા સાથે બહુ ફ્રેન્ડલી વાત ના કરીશ.. જેવા દેખાય છે તેવા આ લોકો નથી હોતા..!

રિની- (કટાક્ષમાં) એનો અનુભવ છે મને... કે લોકો જેવા દેખાય તેવા નથી હોતા..!

પરાગને ખબર પડી જાય છે કે રિની તેને જ કહે છે. રિની આટલું કહી નીકળી જાય છે.

રિનીને કોઈ આવી રીતે જોઈ તે પરાગથી સહેવાતું નથી... તે થોડો અસ્વસ્થ લાગે છે, ગુસ્સો પણ આવે છે અને વાત જૈનિકા નોટિસ કરે છે. તે પરાગ પાસે જઈને કહે છે, પરાગ... કામ ડાઉન..! ડોન્ટ લૂઝ યોર કંટ્રોલ..!

પરાગ- જેને લૂઝ કરવાં નહોતો માંગતો એને જ લૂઝ કરી ચૂક્યો છું..!

ગુસ્સામાં પરાગ જૈનિકાને થોડું બોલી જાય છે. જૈનિકાને ખોટું લાગતા તે જતી રહે છે.

સમર- અરે જૈનિકા ક્યાં જાય છે?

જૈનિકા- મારું મન ભરાઈ ગયું છે હું ઘરે જાઉં છું..

સમર- શું થયું તને? તું કેમ ગુસ્સામાં છે?

જૈનિકા- તારા ભાઈને જ પૂછી લેજે..! હું તો તેની મદદ કરવાં ગઈ હતી ઊલટાનો મને જ સંભળાવે છે.

પરાગને થાય છે કે જૈનિકાને તે વગર કામનું બોલી ગયો પણ તે કંઈ કહે તેની પહેલા જ જૈનિકા જતી રહે છે.

સમર જૈનિકાને ઘરે મૂકી આવે છે.

માનવ પરાગ, રિની અને સિયાને લઈને ઘરે જવા નીકળે છે. પહેલા સિયાને ઘરે તેના ઘરે ઊતારે છે અને પછી ગાડી રિનીનાં ઘર તરફ જવા દે છે. આખા રસ્તે કોઈ કંઈ બોલતું નથી. રિનીનું ઘર આવતાં તે પરાગ અને માનવને બાય કહી જતી રહે છે.

**********

બીજા દિવસે ઓફિસમાં ટીયા જૈનિકાને મનાવી લે છે તેના મેરેજનાં કપડાં ડિઝાઈન કરવાં માટે..!

પરાગ અને રિની ડિઝાઈન બાબતે ચર્ચા કરતાં હોય છે અને ત્યાં ટીયા આવે છે.

ટીયા રિનીને જોઈ પરાગને ચોંટીને ઊભી રહી જાય છે.

ટીયા- પરાગ, ફાઈનલી જૈનિકા માની ગઈ મારા મેરેજનાં કપડાં ડિઝાઈન કરવાં માટે..! પણ મને કોઈ જોઈશે મારી સાથે જે મારી સાથે રહી શકે મને ડિઝાઈન સિલેક્શનમાં મદદ કરી શકે કેમકે હું બહું ચાલુ છું તો થાકી જઉં છું.

પરાગ- હા, તો કોઈને હાઈર કરી લે તું..!

ટીયા- હું રિનીને જ લઈ જઉં.. એની ચોઈસ પણ સારી છે.

પરાગ- ના, રિનીને કામ હોય છે. હજી અમારા કામ પેન્ડીંગ છે તો...!

રિની હોશિયારી મારતાં કહે છે, મને કંઈ જ પ્રોબ્લમ નથી ટીયા માટે કામ કરવાં માં...!

પરાગ- પણ મને આ ઠીક નથી લાગી રહ્યું..!

રિની- હું મેનેજ કરી લઈશ બંને કામ..!

ટીયા રિનીને થેન્ક યુ કહી જતી રહે છે.

પરાગની આંખો રિનીને કહેતી હોય છે, કેમ રિની કેમ? હું તને આ બધાથી દૂર રાખવાં માંગું છું અને તું કેમ પોતાની જાતને આમાં ઘસેડે છે?

રિની કંઈ બોલ્યા વગર ત્યાંથી જતી રહે છે.

જતાં જતાં રિની વિચારે છે કે શું પોતે કંઈ ખોટું તે નથી કરી રહીને ટીયાને હેલ્પ કરી ને?

તે સીધી જૈનિકાને જઈને બધી વાત કરે છે.

જૈનિકા- બેબી તે આ શું કર્યુ? પોતાના જ પગ પર કુહાડી કેમ મારી?

રિની- એ...એ.... પરાગને બતાવવાં મેં ટીયાને હા કહી દીધુ...!

જૈનિકા- પ્યારની જંગ જીતવાની છે આવી દેખાડા કરવાની નહીં...!

રિની- શું કરું હવે? આમા વાંક પરાગનો જ છે તેમણે કહી દીધુ કે તેઓ ટીયાને પ્રેમ કરે છે.

જૈનિકા- મારી ઢીંગલી પરાગ તને ખૂબ જ પ્રેમ કરે છે.

રિની- તો એક વખત મને કહેવાનાં શું જાય છે એમનું?

જૈનિકા- તને એ દુ:ખી નથી કરવા માંગતો... એટલે એ તને જૂઠ્ઠું કહે છે કે એને તારી કંઈ જ નથી પડી પણ એવું નથી..! ટીયા સાથે લગ્ન કરવાં એની મજબૂરી છે. હવે હું તને કેમની સમજાવું કે એ તારું બહુ જ ધ્યાન રાખે છે એને તારી બહુ ચિંતા છે.

રિની- મને નથી લાગતું કે એમને મારી ચિંતા હોય..!

જૈનિકા- પરાગને સમજવો બહુ અઘરો છે બેબી ગર્લ..! એ આપણી જેમ આપડી જ સામે ક્યારેય નહીં રડે..!

રિની- હવે હું શું કરું?

જૈનિકા- હવે મોટા ઉપાડે જે કામ લીધુ છે તે પૂરું કરો..!

રિની ટીયાની મદદ કરવાં જતી રહે છે. અડધો દિવસ ટીયા સાથે રિનીનો નીકળી જાય છે. બધી ડિઝાઈન ફાઈનલ થઈ જાય છે પછી રિની પરાગને બતાવવા તેની કેબિનમાં જાય છે.

પરાગ રિનીને લડે છે, તુએ ટીયાને હા કેમ કહી એની મદદ કરવાંમાં?

રિની- હું તમને ફક્ત ડિઝાઈન બતાવવાં આવી છું એમાં મને લડો છો કેમ?

બંને લડતાં હોય છે અને એટલાં માં જ નિર (સિક્યોરિટી ગાર્ડનો છોકરો) ત્યાં આવે છે અને કહે છે, ઝગડો દરવાજો બંધ કરીને કરવો જોઈએ...!

પરાગ અને રિની જોઈ છે તો નિર ત્યાં ઊભો હોય છે.

રિની- ઓહ... નિર બેટા...

પરાગ- અમે ઝગડો નહોતા કરતાં... અમે તો વાત જ કરતાં હતા...!

નિર- મારા ટીચર કહે છે, કોઈની સાથે લડાઈ કરો પછી તેને સોરી કહીને હગ કરવાનું..! તો ચાલો બંને એકબીજાને સોરી કહો અને હગ કરો...!

પરાગ અને રિની બંને એકબીજાને જોઈ જ રહે છે.

નિર- ચાલો તમે હજી સોરી નથી કહ્યું..!

પરાગ અને રિની બંને એકબીજને સોરી કહે છે.

નિર- હવે હગ કરો... ચાલો..!

પરાગ- શું કરીશું હવે?

રિની- વાત માનવી પડશે નહીં તો ગઈ વખતની જેમ રડશે તો..!

પરાગ- હા, એ પણ છે.

પરાગ અને રિની એકબીજાને હગ કરે છે.

આ બીજુ સમર તેના ફ્રેન્ડને હોસ્પિટલમાંથી રજા મળે છે તેથી તેને લેવા જાય છે જ્યાં તે નિશાને મળે છે તેમની વચ્ચે થોડી ઘણી વાતચીત થાય છે.

સમરના ગયા બાદ નિશા રિની અને એશાને કોન્ફરન્સ કોલ કરીને કહે છે, દોસ્તો મને એક વાત જાણવા મળી છે અને એ વાત એ છે કે પરાગ તેના મેરેજ તેની મરજીથી નથી કરતો...! એનો મતલબ કે રિની એ તને જ પ્રેમ કરે છે.

રિની- જૈનિકા મેમ પણ આજ કહેતા હતા મને આજે કે પરાગ મને જ પ્રેમ કરે છે પણ તે કહી નથી શક્તો..!

એશા- હું તો હજી કહું છું કે પરાગ પર વિશ્વાસ ના કરીશ..!

નિશા- યાર, એશા તારો પ્રોબ્લમ શું છે?

રિની- તમે બંને હવે ચાલુનાં થઈ જશો... બહુ મક્કમ બની છું પરાગ બાબતે... હવે ફરી એના વિશે વિચારી મારે કમજોર નથી પડવું..! ચાલો ત્યારે ફોન મૂકો કામ પતાવી ઘરે જવા નીકળું..!

રિની- એક મિનિટ... નિશા તને કેમની ખબર પડી કે પરાગને ટીયા સાથે મેરેજ નથી કરવાં..!

એશા- હા.... તને કોણે કહ્યું?

નિશા- એ તો સમર મળ્યો હતો એને કહ્યું હતું.!!!

રિની- તું અને સમર બંને મળો છો અને તું અમને કહેતી પણ નથી.. હેં..!

નિશા- તમે સમજો છો અવું કંઈ જ નથી... તે તેના દોસ્તને લેવા આવ્યો હતો તો મેં એને ગોળ ગોળ વાત કરી પૂછી લીધું..!

રિની- બહુ હોશિયાર તું... ચાલો બાય..!

ત્રણેય બાય કહી ફોન મૂકે છે.

જૈનિકા આખો દિવસ પરાગ સાથે નથી બોલતી..! પરાગ તેને સોરી પણ કહે છે પરંતુ જૈનિકા તેના સાથે કંઈ જ વાત નથી કરતી..!

આ બાજુ આશાબેન સતીષભાઈને ના કહી દે છે. સતીષભાઈ માથું ખાય ગયા હોય છે પણ જેમ તેમ કરી આશાબેન વાત કરી ફોન મૂકે છે.

સાંજે જૈનિકા પરાગના ઘરે જઈ બધો ગુસ્સો પરાગ પર કાઢી આવે છે. પરાગ પણ તેને બોલવા દે છે અને ફ્લાવરનું બૂકે આપી તેની માફી માંગે છે. જૈનિકા હસીને બૂકે લે છે અને તે પણ સોરી કહે છે. બંને સાથે ડિનર કરી જૈનિકા તેના ઘરે જાય છે.

સાંજે રિની, એશા અને નિશા ત્રણેય ચાલવા નીકળે છે. તેઓ આઈસક્રીમ ખાઈને ઘરે પાછા આવતા હોય છે તો રસ્તામાં તેમને એક ડોગી મળી જાય છે જે તેમની સાથે જ ચાલ્યા કરતું હોય છે.

રિની- આ ડોગી તો તે દિવસે હું પરાગના ઘરેથી આવી ત્યારે પણ મારી પાછળ આવતું હતું..!

છેક ઘર સુધી તે ડોગી તેમની સાથે આવે છે. ઘરે આવીને તેઓ જોઈ છે કે કોઈની ગાડી બહાર પડી છે. તેઓ અંદર ઘરમાં જઈને જોઈ છે તો એક છોકરો બેઠો હોય છે લગભગ ૨૫ વર્ષનો હોય છે. દેખાવમાં સારો હોય છે, માપનું શરીર.. પણ પરાગનાં તોલે તો ન જ આવે..!

રીટાદીદી- ગર્લ્સ કાલે કહ્યું હતુંને કે મારો કઝીન આવવાનો છે તે આ જ છે. આનું નામ નમન છે. નમન પટેલ..!

તે ડોગી પણ નમનનું જ હોય છે.

રિનીને નથી ખબર હોતી તેથી તે એશા અને નિશા બાજુ જોઈ છે. બંને ઈશારાથી તેને કહે છે તે પછી તને કહ્યે છે આની સ્ટોરી..!

રૂમમાં ગયા પછી એશા અને નિશા નમન વિશે રિનીને કહે છે.

આ બાજુ પરાગ ફ્રેશ થઈને કેટલોગ માટે ફોટોસ સિલેક્ટ કરી બાજુ માં કરતો હોય છે ત્યાં જ તેનો અને રિનીનો ફોટો તેના હાથમાં આવે છે, જે ગાર્ડનમાં શુટીંગ વખતે ક્લિક કરી હોય છે. પરાગ તે ફોટોસને જોયા જ કરતો હોય છે.. તે ફોટો સાઈડ પર કાઢી સાચવીને મૂકી દે છે.

રિનીને પણ પરાગની યાદ આવતી હોવાથી તે બાલ્કનીમાં બેઠી હોય છે. નમન નીચે ગાર્ડનમાં બેઠો હોય છે. બંને થોડી વાતો કરે છે અને રિની પછી સૂવા જતી રહે છે.

**********

સવારે જૈનિકા પરાગના ઘરે આવે છે પરાગ તો હજી સુતો હોય છે. ડોરબેલ વાગતાં પરાગની આંખ ખૂલે છે તે નીચે દરવાજો ખોલે છે અને જુએ છે તો જૈનિકા હોય છે.

જૈનિકા- પરાગ તું ફટાફટ તૈયાર થા.. આપણે તે છોકરીને જતાં રોકવાની છે.

પરાગ- કંઈ છોકરીને રોકવાની છે?

જૈનિકા- રિનીને... તે આ શહેર છોડીને તેના ગામ જેતપુર જાય છે અને તે હવે પાછી નથી આવવાની..!

પરાગ- શું? કેમ જાય છે?


શું સાચેમાં જ રિની શહેર છોડીને જતી રહેવાની છે?

શું પરાગ તેને રોકી શક્શે?

વાંચતા રહ આગળનો ભાગ - ૨૭

રેટ કરો અને રિવ્યુ આપો

Yogesh Raval

Yogesh Raval 1 વર્ષ પહેલા

Neha Vora Desai

Neha Vora Desai 1 વર્ષ પહેલા

DrDinesh Botadara

DrDinesh Botadara 1 વર્ષ પહેલા

Shail Shah

Shail Shah 1 વર્ષ પહેલા

Ami

Ami માતૃભારતી ચકાસાયેલ 1 વર્ષ પહેલા