ફરી મળીશુ - પ્રકરણ-20 - છેલ્લો ભાગ Vijay Khunt Alagari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરી મળીશુ - પ્રકરણ-20 - છેલ્લો ભાગ

· શ્યામને મીરાની સ્મૃતિ સાથે વિદાય

મીરાના પપ્પા પાસે જઈને કહ્યુ અંકલ હવે અમે જઇએ.

સુરત આવો એટલે તમારુ જ ઘર છે, આપ આવજો.

મીરા સાથેનો સંબંધ એમના પરિવાર સાથે યથાવત જ છે.કાયમ આ પરિવાર મારો પરિવાર જ છે.

મીરાના પપ્પા નોકરને ઇશારો કરે છે, તે કવર લઈને આવે છે. બેટા આ કવર તને મીરાએ આપવા કહેલુ. મીરાને એમ હતુ કે, તુ નહિ મળી શકે પણ સદભાગ્ય કે મળ્યો.

અંકલ સાચુ કહુ તો મીરાએ મને ભુલેચુકે જો ગંધ આવવા દિધી હોત કે તેને આ પ્રોબ્લેમ છે તો અંતિમ સમય સુધી હુ તેને ખુશ રાખતે. શ્યામ કહે છે.

મીરાના પપ્પા કહે છે, મે તો એને પહેલાથી જ કહ્યુ હતુ કે શ્યામ સાથે તારો સંસાર માંડ અમને તારી કોઇ ચિંતા જ નહિ રહે પણ, બેટા અમને જ્યારે ખબર પડી ત્યારે અમે પણ ભાંગી પડ્યા હતા પણ એમણે મને સોગંદ આપ્યા હતા કે, તને આ વાતની ગંધ પણ ન આવવી જોઇએ. એ એમ કહેતી હતી કે મારો શ્યામ દુઃખી ન જ થવો જોઇએ. એ દુઃખી થશે અને ભાંગી પડશે તો હુ ક્યારેય પણ ખુશ નહિ રહિ શકુ. મારે તો જવાનુ જ છે તો જતા જતા હુ એને ખુશ જોતી જઇશ.

અંકલ મીરાની સ્મૃતિ અને સંસ્મરણો કાયમ મારી જીંદગીનુ અભિન્ન અંગ બનીને રહેશે એમ કહેતા શ્યામની આંખોમાં આંસુ આવી ગયા હતા.

મીરાના પપ્પા બે હાથ જોડીને કહે છે દીકરા તારો પણ આભાર કે મારી દીકરીની જિંદગીમાં આવ્યો. સંબંધોના લેણાદેણી જે લખ્યા હોય તે જ સાથે રહી શકાય પણ તૃપ્ત મને દીકરીની વિદાયનું કારણ તો તું જ છે.

શ્યામે સુરતથી પોતાની ગાડી બોલાવી લીધી હતી. બધા ગાડીમાં ગોઠવાયા કોઇ કાઇ બોલતુ નથી. માત્ર બધા મૌન હતા.

ઘરે પહોચી ફ્રેશ થઈ જમીને શ્યામ અને રાધિકા પોતાના રૂમમાં પહોચ્યા અને મીરાના પપ્પાએ આપેલુ કવર ખોલ્યુ. જેમાં મીરાને પહેલી વાર આપેલુ બર્થ ડે કાર્ડ હતુ. તેમા લખ્યુ હતુ કે મે સ્વીડનની એક ગીફ્ટ શોપમાં તારા ૧૦૦ વર્ષ સુધીના બર્થ વિશ કાર્ડના પૈસા એડવાન્સ આપ્યા છે. બસ મારા ભાગની લાઈફ તુ એન્જોયથી જીવજે. મીરા પણ દ્વારાકાધીશની મુર્તિમાં સમાઇ ગઈ હતી એમ આ મીરા પણ કાયમ માટે તારા દિલમાં સમાઇ ગઈ છે. આપણો પ્રેમ પવિત્ર હતો એટલે શ્યામ આપણે ફરી મળીશુ.

રાધિકા પણ પત્ર વાંચીને કહે છે, આ અધ્યાય નહિ પણ પવિત્ર પ્રેમગાથા છે, આ પુર્ણ ન થાય એ અમર રહે છે. યાદમાં, સ્નેહમાં, પ્રેમમાં,

સમય વિતતો જાય છે. મીરાની યાદ તો જતી નથી. હદયમાં કાયમ એક ખૂણો તો એના નામે ખાલી જ રહેવાનો પણ એ દુઃખ એ ગમ ઓછુ થઈ ગયુ હતુ.

શ્યામના ઘરે દિકરીનો જન્મ થયો. શ્યામે દિકરીના વધામણા કર્યા. ખુબ મોટી પાર્ટી રાખી હતી. રાધિકાના કહેવાથી એ દિકરીનુ નામ મીરા રાખવામાં આવ્યુ. દિકરી મોટી થતી જતી હતી. દર રવિવારે શ્યામ પરિવાર સાથે ક્યાય ને ક્યાય ફરવા જતા હતા. હવે બિઝનેસ તો સેટ જ હતો. હવે પરિવાર માટે શ્યામ વધુને વધુ સમય કાઢતો હતો.

શ્યામને વર્ષો પછી ફરીવાર એ જગ્યાએ જવાની ઇરછા થઈ, જ્યા મીરા અને શ્યામ પહેલી વાર મળ્યા હતા. શ્યામ રાધિકા અને નાનકડી એટલે પાંચેક વર્ષની મીરા ત્યા જાય છે. મીરા તો ગાડીમાંથી ઉતરતા જ ત્યાનુ વાતાવરણ જોતા જ ખુશખુશાલ થઈ જાય છે. રાધિકા અને નાનકડી પરી બન્ને એકબીજા પર પાણી ઉડાડીને મસ્તી કરતા હતા.

શ્યામ એ જ પથ્થર પર બેઠો હતો.જ્યાં તેઓ પહેલી વાર એકબીજાને સુખ દુઃખમાં સાથે રહેવાના સોગંદ ખાધા હતા.

શ્યામને તો જાણે પાણી ઉછાળતી અને આનંદ કરતી એ મીરા ત્યા જ હોય એવો અહેસાસ થતો હતો. પોતે વિતાવેલી એ ક્ષણો તો આજે નજર સમક્ષ જ ભજવાતી હોય એવુ લાગતુ હતુ.

ત્યારે કરેલા સંવાદ પણ એના માનસપટ પર રમી રહ્યા હતા. આંખના ખુણા સહેજ સહેજ ભિંજાયેલા હતા. એ લખેલો પત્ર યાદ કરતો હતો કે આપણો પ્રેમ પવિત્ર છે એટલે આપણે ફરી મળીશુ…….

(કેવી લાગી આ નવલકથા?પ્રતિભાવ ૯૭૨૬૨૬૭૫૬૧ વોટસએપ પર /vij.khut@gmail.com પર આપશો)

નવલકથા અર્પણ

મારા વ્હાલા દોસ્તો અને પ્રેમકથાના વાંચકોને અર્પણ

સ્વર્ગસ્થ મીરાને અર્પણ