aam balpan vityu books and stories free download online pdf in Gujarati

આમ બાળપણ વીત્યું

*આમ બાળપણ વીત્યું* લઘુકથા... ૨૫-૫-૨૦૨૦

અર્જુન નો ઈન્ટરવ્યુ ચાલતો હતો અને ઈન્ટરવ્યુ લેનારે એક સવાલ પૂછ્યો કે તમારી આ ફિટનેસ ટ્રેનર ની સફળતા નો શું રાઝ છે ??? જે
આજે તમે સેલિબ્રિટી હિરો નાં ટ્રેનર છો અને તમારું નામ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે એ સફળતા નું રહસ્ય કહેશો???
અર્જુન આ સાંભળીને આંખમાં આવેલા અશ્રું છુપાવીને એ નાનપણની યાદોમાં ઉતરી ગયો...
એક નાનું રૂમ રસોડાનું મકાન હતું એક પરા વિસ્તારમાં...
માતા-પિતા એ પ્રેમ લગ્ન કર્યા હતા એટલે બન્ને પરિવારો એ બહિષ્કાર કર્યો હતો...
કોઈ નો સાથ સહકાર નહોતો...
પિતા કેતનભાઈ નોકરીએ થી પાછાં આવતાં હતાં ત્યારે એક ગાડી એમની સાયકલ ને ટક્કર મારી જતી રહી અને ટક્કર વાગતાં જ ઉછળતા માથું રોડ ઉપર જોરદાર અથડાતાં ઘટના સ્થળે જ એમનું મોત થયું ...
માતા રાગીણી બહેન પર તો આભ જ ટૂટી પડ્યું...
અને એ પોતાની શુધ્ધ બુધ્ધ ખોઈ બેઠા...
ત્યારે એ દશ વર્ષ નો જ હતો...
એનું નાનપણ તો આમ જ જતું રહ્યું....
એક બે દિવસ ભૂખ્યા રહ્યા પણ કોઈ મદદકર્તા ના મળતાં....
અર્જુન ખાવાનું લેવા બહાર નિકળ્યો...
મા તો આ આઘાત માં અર્ધપાગલ જેવી થઈ ગઈ હતી નાં ખાવાની શુધ્ધ હતી નાં બીજી કોઈ વસ્તુની...
અર્જુન નું બાળપણ તો આમ જ દુઃખમાં જતું રહ્યું...
એણે રોડ ઉપર આવડે એવાં કસરત નાં ખેલ અને નાનાં મોટાં કામ કરીને મા માટે અને એની માટે ખાવાનું એ લાવતો...
રોજબરોજ અલગ-અલગ એરિયામાં એ કસરત નાં ખેલ બતાવતો અને જે મળે એમાંથી એ મા અને એની માટે ખાવાપીવાની ચીજ વસ્તુઓ ખરીદી લાવતો..
અને પોતાના જ હાથે મા ને કોળિયા ભરાવતો...
મા જમી રહે પછી જ એ જમતો...
એક દિવસ આમ જ રોડ ઉપર કસરત નાં ખેલ બતાવતો હતો ત્યારે એક ફિટનેસ ટ્રેનર વિજય ભાઈ નિકળ્યા એમની નજર અર્જુન નાં ખેલ પર પડતાં એમણે એને ઈશારો કર્યો અને નજીક બોલાવ્યો...
અર્જુન કહે બોલો સાહેબ..
વિજયભાઈ કહે તું આ ભણવાની અને રમવાની ઉંમરે આવાં ખેલ કેમ કરે છે???
અર્જુને પોતાની આપવીતી સંભળાવી...
આ સાંભળીને વિજયભાઈ બોલ્યા કે સામે જે કોમ્પલેક્ષ દેખાય છે એમાં મારું ફિટનેસ ક્લાસ છે એમાં તારે ફિટનેસ નું જ્ઞાન મારી જોડે શીખવાનું અને સાથે બીજા પરચુરણ કામ કરવાનાં હું તને દર મહિને પગાર આપીશ...
અને અત્યારે ચલ મારી સાથે તને બે જોડ કપડાં અને બૂટ લઈ આપું અને ઘર માટે ખાવાપીવાની વ્યવસ્થા કરી આપું...
આમ કહીને વિજયભાઈ અર્જુન ને સાથે લઈ ગયા અને એક ઓળખીતા ટીફીન વાળા સાથે અર્જુન નાં ઘરે રોજ ટીફીન મોકલવાની વ્યવસ્થા કરી દીધી અને અર્જુન ને કપડાં, બૂટ લઈ આપ્યા..
અને એની ટ્રેનીંગ ચાલુ થઈ....
અર્જુન તનતોડ મહેનત કરતો અને વિજયભાઈ નો પડ્યો બોલ ઝીલતો અને ધીમે ધીમે બીજાને પણ શીખવાડવામાં મદદરૂપ બનતો...
આમ એની...
આકરી મહેનત અને કંઈક બનીને આગળ આવવાની તમન્ના રંગ લાવી અને એ એક સફળ ફિટનેસ ટ્રેનર બન્યો...
શરૂઆતમાં તો વિજયભાઈ સાથે રહી કામ કર્યું પછી એમનાં જ આશિર્વાદ થી બીજા એરિયામાં ભાડે દૂકાન રાખીને કામગીરી ચાલુ કરી અને પછી વેચાણ થી દૂકાન લીધી અને એનાં બાળપણ ની ધગશ અને નિષ્ઠા થી જોતજોતામાં એક સફળ ટ્રેનર બન્યો...
આજે આ મૂકામ પર પહોંચવા બાળપણ નો ભોગ આપ્યો...
વિચારોમાં થી બહાર આવ્યો અને આંખો લૂછતાં કહ્યું કે એ બાળપણ નાં ભોગે આ સફળતા હાંસલ કરી છે અને આમ કહીને એણે ઈન્ટરવ્યુ પૂછનાર ને કહ્યું કે મને માફ કરશો પણ મારી માતાનો જમવાનો સમય થયો છે અને એ મારાં હાથનાં કોળિયા વગર જમતી નથી કહીને એ પોતાની ગાડીમાં બેસીને ઘર તરફ હંકારી ગયો....
ભાવના ભટ્ટ અમદાવાદ.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED