આગળ ના ભાગ માં આપડે જોયું કે રિયા પોતાના મત મુજબ પોતાના અગ્રવાલ વીલા ના કોઈ વ્યક્તિ ના ખૂની હોવાનું કહે છે હવે આગળ.....
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
સ્થળ : "BLUE BIRD" HOTEL
ROOM NO :1416
મી શેખ પોતે ચિંતિત થઈ ને બેસેલ હતા ત્યારે તેમના ફોન માં એક કોલ આવે છે અને તે તેની સાથે વાત કરે છે
મી શેખ : જી બોસ.
સામે છેડે વાત કરતી વ્યક્તિ : મી શેખ હાલ તમે જ્યાં છો ત્યાંથી તુરંત મુંબઇ આવવા રવાના થઈ જાઓ અને તમારી મી.મહેતા અને ને પણ કહી દો કાલ ની સવારે આપણે આપણા પ્લાન ને અંજામ આપીશું ......
મી શેખ : જી બોસ ......
આરવ પોતાના રૂમ માં વિચારમગ્ન થઈ બેઠો હતો ત્યારે જ તેના ફોન માં મી શેખ નો કોલ આવે છે
આરવ (ફોન માં વાત કરતા ) : હલો મી. શેખ ...
મી.શેખ :હાલો મી.મહેતા હાલ તમે જ્યાં હોવ ત્યાંથી નીકળી અને કાલે સવારે મુંબઇ પહોંચી જાઓ
આરવ : જી કેમ મુંબઇ ?? .
મી.શેખ :આપણે કાલે આપના પ્લાન ને અંજામ આપવાનો છે
આરવ : જી બોસ
ત્યાંથી નીકળી આરવ મી સિંઘનિયા ને ફોન કરે છે અને તેમને હાલ મળવા કહે છે
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
આરવ અને મી.સિંઘનિયા બંને મળે છે અને વાતો કરે છે
આરવ : કાલે સવારે મને મુંબઇ પહોંચી જાવા કહેવામાં આવ્યું છે
મી.સિંઘનિયા : તો ક્યારે મળવાના છો તને લોકો...
આરવ :કાલે સવારે 10 વાગ્યે અમે લોકો "ફ્રન્ટ બે " બંદર ગાહ પર મળવાના છે અને તેમના પ્લાન મુજબ ત્યાં બ્લાસ્ટ કરવાના છે
મી.સિંઘનિયા : હમ તો તું ક્યારે નીકળે છે મુંબઇ જાવા
આરવ : બસ હમણાં એક કલાક પછી ની ફ્લાઇટ છે
મી.સિંઘનિયા : ok તો હું તારી સાથે નીકળું છું
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
આયાન અગ્રવાલ અને નીલમ અગ્રવાલ આયાન ના મિત્રો સહિત અગ્રવાલ વીલા પહોંચે છે.
આયાન અને મિત બંને વાતો કરતા હતા ..
મિત : શુ લાગે છે આયાન ઇન્સ.રાણા ખૂની ને પકડી પડશે કે...
આયાન : ખબર નાઈ શુ થવા બેઠું છે ઘરમાં. એક પછી એક વ્યક્તિ ના ખુંન થઈ રહ્યા છે પહેલા પાપા પછી રુચિતા પછી રાધા અને હવે ખબર નઈ કોણ હશે ..
મિત : ધીરજ રાખ બધું સારું થઈ જશે .
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
(બાંદ્રા પોલીસ સ્ટેશન)
આ તરફ ઇન્સ.રાણા ના ફોન માં રિધમ નો ફોન આવે છે
ઇન્સ.રાણા : હ આરવ બોલ હોવી શુ થયું...
આરવ : ભાઈ એક પ્રોબ્લેમ છે.
ઇન્સ.રાણા : હમ કહે શુ થયું...
અને ત્યાર બાદ આરવ ઇન્સ.રાણા ને વિગતવાર બધી ઘટના કહે છે આ સાંભળી ઇન્સ રાણા કહે છે ..
ઇન્સ.રાણા : ઠીક છે તો કાલે સવારે 10 વાગ્યે "ફ્રન્ટ બે" પર હું મારી ટીમ સાથે પહોંચી જઈશ ..
આરવ : ok ભાઈ ચાલો હું કાલે સવારે તમને "ફ્રન્ટ બે " પર મળીશ..
આટલું કહી આરવ ફોન મૂકે છે અને આ તારણ ઇન્સ. રાણા પોતાની ટિમ ને કાલે સવારે બંદરગાહ પર પહોંચવા કહી દે છે .
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
બીજો દિવસ
સ્થળ : ફ્રન્ટ બે બંદરગાહ
સમય : 9:30 A.M.
ઇન્સ.રાણા અને રિધમ પોતાની ટિમ સાથે ફ્રન્ટ બે બંદરગાહ પર પહોંચી જાય છે
ત્યારે ઇન્સ રાણા આરવ ને ફોન કરે છે ..
ઇન્સ.રાણા : ક્યાં છો આરવ તમે ???
આરવ : અમે લોકો પહોંચીએ જ છે
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
થોડી વાર માં ત્યાં મી.શેખ અને આરવ પહોંચે છે અને તે લોકો કોઈની રાહ જોતા હોય છે ત્યારે
આરવ : મી શેખ આપણે કોની રાહ જોઈએ છે
મી.શેખ : આપના બોસ ની ...
આરવ : કોણ છે તે વ્યકતિ ???
મી.શેખ : હમણાં ખબર પડી જશે ...
થોડી વાર માં ત્યાં નીલમ અગ્રવાલ આવે છે તેને આવતા જોઈ ને આરવ આશ્ચર્ય ચકિત થઇ જાય છે ..
નીલમ ત્યાં પહોંચી અને મી શેખ સાથે હાથ મિલાવે છે અને તેને પોતાની યોજના કહે છે તયારેજ પાછળથી ઇન્સ.રાણા અને. રિયા આવે છે અને તેને જોઈ નીલમ અગ્રવાલ આશ્ચર્યચકિત થઈ જાય છે અને પોતે ભાગવા જાય છે પણ રિયા તેને પકડી પડે છે
અને તેને અને મી.શેખ ને પકડી પડે છે અને તેને પૂછતાછ કરવા કસ્ટડી માં લઇ છે અને ઇન્સ રાણા ,રિધમ ,રુયા ,આરવ ,મી.સિંઘનિયા ત્યાં હાજર હોય છે ત્યારેજ ઇશિકા ત્યાં આવે કગે તેને જોઈને આરવ આશ્ચર્ય પામે છે અને તેને પૂછે છે
આરવ : ઇશિકા તું અહીંયા કેમ છે તું તો...
ત્યારે જ મી સિંઘનિયા આરવ પાસે આવે છે અને તે પોતાની નકલી દાઢી મૂછ અને નકલી ચહેરો ઉતારે છે અને તે બીજું કોઈ .નહીં પણ આરવ ના બોસ મી.ખૂરાના હોય છે તે જોઈ આરવ આશ્ચર્ય માં ગરકાવ થઈ જાય છે અને તેને પૂછે છે
આરવ :બોસ તમે ??
મી.ખૂરાના : તો તને શું લાગ્યું કે હું તને એકલો મિશન પર જાવા દઈશ...
આરવ : ઓહ તો તમે બધું પહેલેથી જ જાણતા હતા .
મી.ખૂરાના : હ આરવ અને આ ઇશિકા પણ મારી આસિસ્ટન્ટ જ છે જે મારી સાથે ક્રાઈમ બ્રાન્ચ માં કાર્ય કરે છે
આરવ : ઓહ
ત્યાર બાદ ઇન્સ.રાણા નીલમ અગ્રવાલ ની પૂછતાછ શરૂ કરે છે
ઇન્સ.રાણા : તો તમે હતા આ પ્લાન પાછળ ના માસ્ટરમાઇન્ડ
નીલમ અગ્રવાલ : (ક્રોધ માં ) હા મેં જ આ બધું કર્યું હતું .
ઇન્સ.રાણા : (ક્રોધ માં આવીને )અને તમે જ નવલ અગ્રવાલ નું ખુન કર્યું હતું
નીલમ : હા મેં જ કર્યું હતું નવલ અગ્રવાલ નું ખુન
ઇન્સ.રાણા : તેનું કહું કરવા પાછળ નું કારણ શુ હતું મિસિસ અગ્રવાલ ???
નીલમ અગ્રવાલ : કેમ કે તેને મારુ ફિલ્મી કરિયર બરબાદ કર્યું હતું ..
ઇન્સ.રાણા : ઓહ એટલે તમે તેમની હત્યા કરી નાખી..
નીલમ : ના પણ તેમને મારા આ બ્લાસ્ટ કરવા ના પ્લાન ની ખબર પડી ગઈ હતી એટલે જ મેં તેમની હત્યા કરી ...
ઇન્સ.રાણા : અને રુચિતા તેને તમારું શુ બગાડયું હતું..
નીલમ અગ્રવાલ : તે જાણી ગઈ હતી કે મેં જ નવલ નું ખુન કર્યું છે
ઇન્સ.રાણા : અને રાધા નો શુ દોષ હતો..
નીલમ : તે મારી મદદ કરતી હતી પણ જ્યારે તેણે લાલચ માં આવી મતું નામ કહેવા જય રહી હતી એટલે જ મેં તેને પણ મરાવી નાખી...
નીલમ અગ્રવાલે પોતાના એક કળા કારનામા ને છુપાવવા ત્રણ નિર્દોષ ની હત્યા કરી નાખી આ ગુનાહ માટે તેને ફાંસી ની સજા આપાઇ .
આખરે જ્યારે બધું પૂર્ણ થયું ત્યારે રિયા ઇન્સ.રાણા ને પૂછે છે ...
રિયા : સર તમને કેવી રીતે ખબર પડી કે નિલમ અગ્રવાલે જ નવલ અગ્રવાલ નું ખૂન કર્યું છે ????
ઇન્સ.રાણા : અરે રિયા જ્યારે તે મને કહ્યું કે અગ્રવાલ વીલા ના જ કોઈ વ્યક્તિ એ તેનું ખુન કર્યું હોવું જોઈએ ત્યારે તારી આ વાત પર મેં વિચાર કર્યો અને મેં નીલમ અને આયાન પાછળ મારા ખબરી લગાડ્યા હતા અને તેમણે જ મને કહ્યું કે નીલમ અને મી.શેખ અવાત કરતા હતા ત્યારે નીલમ બોલી હતી કે તેને પોતે નવલ અગ્રવાલ નું કહું કર્યું છે .
રિયા : ok.
ઇશિકા : તો આરવ હોવી મારી સાથે લગ્ન કરવાનો શુ વિચાર છે ??
આરવ : નહીં મારે પહેલી રાતે મરવું નથી 😂😂😂
(અંત)
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
મિત્રો આ સાથે હું મારી પહેલી નવલકથા અપરાધી કોણ ?? નો અંત કરું છું અને ફરીથી એક નવી રહસ્ય થી ભરપૂર નવલકથા આપના સમક્ષ રજુ કરીશ ...