કહીં આગ ન લગ જાએ - 16 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

કહીં આગ ન લગ જાએ - 16

પ્રકરણ- સત્તરમું/૧૭

ડીનર લઈને છુટા પડ્યા પછી આશરે સાડા દસ વાગ્યે મીરાં ઘરે આવી. વૈશાલીબેન કોઈ હિન્દી નવલકથાનું પુસ્તક વાંચી રહ્યા હતાં. ફ્રેશ થઈને વૈશાલીબેનની બાજુમાં બેસતાં મીરાં બોલી.

‘મમ્મી, આઈ એમ સો હેપ્પી.’

‘તું ખુબ જ નસીબદાર છે દીકરા. જે સ્થાન સુધી પહોંચવાનું સ્વપ્ન જોવું પણ ગજા બહારની વાત છે, એ સ્વપન જેવી પરિકલ્પનાને તે માત્ર બે જ વર્ષના ટૂંકા
સમયગાળામાં નક્કર હકીકત સાબિત કરી બતાવી. તારી આ અણમોલ ખુશી જ મારી સૌથી મોંઘી મૂડી છે.’

‘પણ મમ્મી, મધુકર તો એમ કહે છે, અમારાં સંબંધનું ઓફિસિયલ એનાઉન્સમેન્ટ, મેરેજ, રીસેપ્શનથી લઈને છેક હનીમુન સુધીનુ બધુ જ હું પ્લાનિંગ કરું. પણ મારા એકલાથી આ બધું કઈ રીતે શક્ય છે ?

થોડીવાર વિચાર્યા પછી વૈશાલીબેન બોલ્યા,
‘એક આઈડિયા પર વિચાર કરી શકાય.’
‘કેવો આઈડિયા ?’
‘ઇન્ટરનેશનલ લેવલના કોઈ મેરેજ ઇવેન્ટ એજન્સીનો કોન્ટેક્ટ કરીને તેમને આ તમામ ફંક્શન્સનો કોન્ટ્રેક્ટ આપી દો તો બધું સરળતાથી પર પડી શકે, એવું હું વિચારું છું.’
વૈશાલીબેન સામે જોઇને ખુશ થઈને હળવેકથી વૈશાલીબેનના ગાલ ખેચતાં મીરાં બોલી.
‘ઓહ્હ મમ્મી યુ આર રીયલી જીનીયસ. ઇટ્સ ગ્રેટ આઈડિયા. એ ઠીક રહેશે.મમ્મી આવતીકાલે આપણે મધુકરને ત્યાં ડીનર પર જવાનું છે. સામાજિક અને પારંપરિક રીતિરિવાજ મુજબ શું કરવાનું છે, એ નિર્ણય બંને પક્ષ તરફથી તારે જ લેવાનો છે. કારણ કે આમારા બન્ને માટે તારા સિવાય કોઈ જ નહીં.’
‘અને મારું પણ તમારા બન્ને સિવાય બીજું કોણ છે ? ઠીક છે આપણે આવતીકાલે જઈશું.’
‘મમ્મી, જો આવતીકાલે મધુકર કોઈ ડેટ ફાઈનલ કરવાનું કહેશે તો ? મીરાંએ પૂછ્યું
‘તેની તું ચિંતા ન કરીશ. થઇ જશે.’ વૈશાલીબેનએ જવાબ આપ્યો.


એ પછી બન્ને પોતપોતના બેડરૂમમાં સૂવા જતાં રહ્યા.

મીરાંને થયું કે સૂતા પહેલાં એકવાર મેસેજીસ અને મેઈલ પર નજર નાખી લઉં.
ઇનબોક્સમાં તન્વી મહેરાનો મેસેજ સાથે તન્વીને ઓનલાઈન જોતા ખુશ થઈને મેસેજ વાંચ્યા વગર મીરાંએ ડાયરેક્ટ કોલ જ ડાયલ કર્યો.

‘હાઈઈઈઈઈ....તન્વી.’
‘ઓ હાઈઈઈઈ.. વ્હોટ એ પ્લેઝન્ટ સરપ્રાઈઝ.’
‘જસ્ટ તારો મેસેજ જોયો... રીડ કર્યા વગર જ તને કોલ કર્યો. આફટર સો લોંગ સો હેપ્પી ટુ સી યોર મેસેજ, માય ડીયર.’ મીરાં બોલી.
‘સેમ હિયર. એક ગૂડ ન્યુઝ છે, મીરાં.’
‘અરે..બોલ બોલ જલ્દી.’ મીરાં બોલી.
‘મારા પુરા ફેમીલીને ન્યુઝીલેન્ડના પી.આર. મળી ગયા છે.
‘ઓ..વાઊઊઊઊ.... ગ્રેટ ન્યુઝ, લેટ્સ સેલીબ્રેટ. અબ તો પાર્ટી બનતી હૈ યાર.’
‘ચલ આવી જા, બોસ ને કહીને ન્યુઝીલેન્ડની એક ટુર એરેન્જ કરી દે.’
‘અરે.. તન્વી, પણ હવે તો બોસનું બધું મારે જ એરેન્જ કરવાનું છે’
‘ઓહ્હ.. શું વાત છે ? એટલે હવે તું બોસ છે એમ ?’
‘એય.. તન્વી તું ઇન્ડિયા આવવાનું પ્રોમિસ આપે તો મારે પણ એક ગૂડ ન્યુઝ આપવા છે બોલ.’ મીરાંએ કહ્યું
‘ઇન્ડિયા..ક્યારે...?’
‘ઇન ધીઝ મંથ.’
‘ફોર હાઉ મેની ડેઈઝ ?
‘એ તારી મરજી.’
‘ઓ.કે. ડન, પણ પહેલાં એ તો કહે કે ગૂડ ન્યુઝ શું છે ? મેરેજ કરે છે ? તન્વી એ પૂછ્યું.
‘હા, મારા ભાવી પતિની એક શરત છે કે તન્વી આવે તો જ મેરેજ કરશે.’
‘ઓહ્હ.. માય ગોડ. પર યે બાત કુછ હજમ નહીં હુઈ. પણ, હવે જો તારા આશિકને લાકડાનો લાડુ ખાવાની ચટપટી ઉપડી છે તો આવીને ખવડાવવો જ પડશે. પણ એ તો કહે કે તારા જેવા વાવાઝોડાને ગાઈ, વગાડીને ઘરે લઇ જવાની હિંમત ક્યાં મજનુ એ કરી ?
‘એક કામ કરું છું, હું તને તેનો નંબર સેન્ડ કરું છું, તું ડાયરેક્ટ જ પૂછી લે ને ?
ઓન કોલ મીરાંએ મધુકરનો નંબર તન્વીને સેન્ડ કર્યા પછી કહ્યું,
‘હવે નંબર જોઈ લે.’

‘ઓ... તારી... હેય.. આઈ કાન્ટ બીલીવ ધીઝ. અલ્યા તે તો ડાયરેક્ટ રીઝર્વ બેંકમાં જ ધાડ પાડી. માય ગોડ.રીયલી ?

મધુકરનો નંબર જોતા જ તન્વી અનહદ આનંદ અને આશ્ચર્ય સાથેના ઉદ્દગાર સાથે આગળ બોલી.

‘મીરાં આઈ એમ ટોટલી સ્પીચલેસ. આ કઈ રીતે અને ક્યારે બન્યું ? તન્વીએ પૂછ્યું.
‘જસ્ટ બે દિવસ પહેલાં જ... અને હજુ આ વાત ઓફીયલી ડીકલેર નથી કરી એટલે જસ્ટ એક બે દિવસ કોઈને જાણ ન કરીશ.’
એ પછી મીરાંએ એકદમ એક્સાઈટમેન્ટ સાથે તન્વી જોડે બધી જ વાતો શેર કરી.

‘મીરાં..લોટ્સ ઓફ કોગ્રેચ્યુલેશન એન્ડ ઓલ ગુડ વિશિસ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ. હું એક દિવસ માટે પણ શ્યોર ઇન્ડિયા આવીશ. ટેક કેર માય ડીયર.

થેન્ક યુ સો મચ તન્વી. સો હેપી ટોકીંગ વીથ યુ આફ્ટર એ લોંગ ટાઈમ. ઓ.કે. ડીયર, બાય. ટેક કેર.’
‘બાય.’ કહીને તન્વીએ વાર્તાલાપ પૂરો કર્યો.

મધુકર વિરાણી વિથ મીરાં રાજપૂત ? તન્વીને નવાઈ એટલા માટે લાગી કે, તેણે મધુકર સાથે સાત વર્ષ કામ કર્યું હતું. એટલે તે મધુકરની અંગત પ્રકૃતિથી ખુબ સારી રીતે વાકેફ હતી. તન્વીને બંને માટે એક સરખી જ લાગણી હતી. પણ...તન્વીને ઊંડે ઊંડે એ જ ડરની આશંકા હતી, જે અવની ને હતી. અવની અને તન્વીના બંનેના ડરમાં સામ્ય હોવાનું એક જ કારણ હતું. કારણ કે તન્વી મધુકરની, અને અવની મીરાંની પ્રકૃતિથી વાકેફ હતી. ટૂંકમાં બન્ને માટે પરપોટાને પંપાળીને પ્રેમ કરવાં જેટલું અઘરું કામ હતું.


નેક્સ્ટ ડે,

સવારે વૈશાલીબેન એ તેમના જ્ઞાતિના કર્મકાંડી મહારાજ સાથે ચર્ચા કરીને આગામી મહિના દિવસમાં આવતાં લગ્ન માટેના યોગ્ય મૂહર્તની તારીખો લઇ લીધી.

એ પછી...રાત્રે
મીરાં સાથે વૈશાલીબેન ફર્સ્ટ ટાઈમ મધુકરના આલીશાન બંગલે શાર્પ નવના ટકોરે ડીનર માટે આવી પહોચ્યાં. ઔપચારિક વાતચીતનો દોર, એ પછી ડીનર પૂરું કર્યા બાદ ટોક ઓફ ધ નેશન થવા જઈ રહેલા એક મેગા ઇવેન્ટ જેવા મેરેજ ફંકશનનું સ્ટાર્ટ ટુ એન્ડ સુધીનું કઈ રીતે એરેજ્મેન્ટ કરવું તે વિષય પર ખાસ્સી ડિસ્કસ ચાલી. દરેકે પોતાના અભિપ્રયાની રજૂઆત કરી. અંતે કોઈ ફાઈવ સ્ટાર રેટેડ ઇવેન્ટ અરેન્જરનો કોન્ટેક્ટ કરવાનું નક્કી થયું. અને દરેક અંતિમ નિર્ણય મીરાંનો રહેશે એવું મધુકરે કહ્યું.

‘પણ, મધુકર આ બધું જ પર પાડવા માટે આપણે બન્નેને સમય તો જોઈશે ને.’
મીરાંએ પૂછ્યું.

‘હા તો શું અને ક્યાં પ્રોબ્લેમ છે ?
‘તો ઓફીસ વર્ક ?’
‘અરે... એમ સમજી લેવાનું કે આપણે બન્ને આઉટ ઓફ ઇન્ડિયા છીએ એમ. હવે.. આ પ્રસંગ પૂરો ન થાય ત્યાં સુધી વિરાણી હાઉસ ભૂલી જ જવાનું છે. આપણે બંને આવતીકાલે વન અવર માટે ઓફીસ જઈને પછી નીકળી જઈશું.’
‘પણ, હવે આ આપને જે તારીખો આપી તેમાંથી આપની અનુકુળતા મુજબની કોઈ એક તારીખ તો નક્કી કરી લો.’ વૈશાલીબેન મધુકરને સંબોધીને બોલ્યા.
‘એ પણ મીરાં જ નક્કી કરશે.’ મધુકર બોલ્યા.

ડેટનું લીસ્ટ હાથમાં લેતાં થોડીવાર વિચાર્યા પછી મીરાં બોલી.
‘હમ્મ્મ્મ.. ૨૯ નવેમ્બર.’ ઈઝ ઈટ ઓ.કે. ? મીરાંએ મધુકરને પૂછ્યું.
‘મતલબ, વી હેવ ઓન્લી ટ્વેંટી ફાઈવ ડેઈઝ. પચ્ચીસ દિવસમાં તું પ્રીપેરેશન કરી લઈશ તો ડોન્ટ માઈન્ડ. એન્ડ નાઉ આફ્ટર ઓલ બોસ તું છો. તું જે કહે અને નક્કી કરે એ ફાઈનલ.’ હસતાં હસતાં મધુકર બોલ્યા.
‘આઈ કેન.’ મીરાં એ કોન્ફિડેન્સથી રીપ્લાઈ આપ્યો. એ પછી બાકીની સામજિક રીત રીવાજોની વાતો કરીને આશરે સાડા અગિયાર વાગ્યે મીરાં અને વૈશાલીબેન ઘરે આવવાં નીકળ્યા.

છેલ્લાં બાર, પંદર વર્ષથી ફક્ત અને ફક્ત કોર્પોરેટ વર્લ્ડની લેન્ગવેજ, બિઝનેશ, મિટીન્ગ્સ, કોન્ફરન્સીસ સિવાય બહારની દુનિયાના સંબંધ, પ્રેમ, પરિવાર, દામ્પત્યજીવન, બિઝનેશ સિવાયની મિત્રતાથી મધુકરની લાઈફ તદ્દન અછૂતી અને અજાણ હતી.
મધુકર માટે આ એક નવો જ અનુભવ હતો. કઈ અનુભૂતિ માટે ક્યાં અને કેવી રીતે રીએક્ટ કરવું તેના માટે તે હજુ અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યો હતો. પ્રેમની પ્રતિલીપી તેના માટે બ્રેઇલલીપી જેવી હતી. છતાં જેટની ઝડપે ચાલતી જીવનસફરમાં અજાણતાં છતાં મનગમતો અને જાણીતા સ્પીડ બ્રેકર સાથે આવેલો વણાંક મધુકરને ગમવા લાગ્યો હતો.

સવારે ઠીક ૧૦/૧૫ વાગ્યે. વિરાણી હાઉસમાં મીરાં, મધુકર સાથે તેની ચેમ્બરમાં હતી.

‘આઈ થીન્ક મીરાં કે, આપણે બન્ને આજથી જ અહીંની તમામ રિસપોન્સીબીલીટી મિસ્ટર અજીત શ્રીધર, મુકેશ તિવારી, હરેશ ત્યાગી.. અને બીજા કોઈ બે નામ તું સજેસ્ટ કર.’ તેમને હેન્ડ ઓવર કરી દઈએ. મધુકરે મીરાંને કહ્યું

‘હમમમ.. આઈ થીન્ક કે..જસપ્રીત કૌર એન્ડ રવીન્દ્ર વેણુગોપાલ કેમ રહેશે ?”
‘ધે બોથ આર ઓલ્સો ટુ ગૂડ ’ મધુકરે રીપ્લાઈ આપ્યો.

વિરાણી હાઉસમાં મધુકર વિરાણી પછી આ પાંચેય નામ સેકન્ડ લાઈનમાં હતા. મધુકરે એ પાંચેયને તેમની ચેમ્બરમાં બોલાવ્યા પછી મધુકર બોલ્યા.

‘ગુડ મોર્નિંગ જેન્ટલમેન. આઈ એમ ગોઇંગ ટુ મેક એ વેરી ઈમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ.
થોડીવાર ચુપ રહીને ફરી બોલ્યા.

‘માય વેડિંગ ઓન 29 નવેમ્બર.’

આટલું સાંભળતા તો પાંચેય આનંદ અને આશ્ચર્યની અનુભૂતિ સાથે અભિભૂત થઈને તાળીઓથી મધુકરને શુભેચ્છા પાઠવીને ખુશખુશાલ થાય એ પહેલાં..સ્હેજ હાથ ઉંચો કરીને બોલ્યા.
‘વિથ મીરાં રાજપૂત’ ધીઝ ઈઝ ધ ઓફિસિયલ એનાઉન્સમેન્ટ.

સૌ ઊભા થઈને તાળીઓ પડતાં રહ્યા. મીરાં મનોમન ખુશીની મારી ઉછળી રહી હતી.
‘પ્લીઝ સીટ ડાઉન.’ મધુકર બોલ્યા.

‘વી વીલ બી નોટ એવીલેબલ એટ વિરાણી હાઉસ ફોર નેક્સ્ટ ટ્વેંટી ફાઈવ ડેઈઝ. એન્ડ મિસ્ટર અજીત શ્રીધર, ફોર નેક્સ્ટ ટ્વેંટી ફાઈવ ડેઈઝ યુ આર ધ હેડ ઓફ વિરાણી ઇન્ડસ્ટ્રીઝ.’
ધેટ્સ ઈટ. નાઉ યુ કેન ગો.’

દરેક એક પછી એક બન્ને સાથે ઉષ્મા ભર્યું હસ્તધૂનન કરીને બહાર આવ્યા.

અગિયારમાં ફ્લોર પરથી વિરાણી હાઉસના મેઈન ગેટના સિક્યુરીટી ગાર્ડ સુધી પંદર જ મીનીટમાં એ વાત આગની જેમ ફેલાઈ ગઈ કે..મધુકર વિરાણી વેડ્સ મીરાં રાજપૂત.
બપોર સુધીમાં તો પ્રિન્ટ અને ટેલીવિઝન મીડિયામાં બ્રેકીંગ ન્યુઝ પણ આવી ગયા.

મધુકર અને મીરાં પર સતત કોલ્સનો ધોધ શરુ થઇ ગયો. મીરાં તો હર્ષોલ્લાસથી એટલી પાગલ થઇ ગઈ કે..કોને શું જવાબ આપવો તે ખ્યાલ ન રહ્યો. કોર્પોરેટ વર્લ્ડમાં બસ એક જ ચર્ચા હતી. હૂ ઈઝ મીરાં રાજપૂત ?

બીજા દિવસથી બન્ને લાગી પડ્યા ઇન્વીટેશન લીસ્ટ, શોપિંગ, ફેશન ડીઝાઈનર,ઇવેન્ટ વેન્યુ, કેટરર્સ, હોટેલ્સ બુકિંગ, બધું જ ઇન્ટરનેશનલ લેવલનું. ડેઈલી લેઇટ નાઈટ સુધી મધુકરના બંગલે બંને એક એક બાબતનું ચીવટથી ધ્યાન રાખીને વર્કઆઉટ કરતાં હતા.
‘મધુકર, હવે આપણી પાસે કફત પંદર દિવસ છે. મોર ધેન ફિફ્ટી પર્સન્ટ કામનું ડીસ્ટ્રીબુશન થઇ ચુક્યું છે. હાઉ મચ યોર ફાઈનલ ફિગર ઓફ ગેસ્ટ લીસ્ટ ?’
‘મેક્ઝીમમ સેવન થાઉઝંડ.’ મધુકર બોલ્યો,
‘ઓ કે. કોઈ ભુલાઈ નથી જતું ને મધુકર, હજુ ફાઈનલ કરતાં પહેલાં લીસ્ટ પર
એક નજર કરીલે. ઇટ્સ બેટર.’
‘તારા ગેસ્ટસનું લીસ્ટ ફાઈનલ થઇ થયું ? મધુકરે પૂછ્યું
‘યસ ઇટ્સ મેક્ઝીમમ હન્ડ્રેડ.’ મીરાં એ જવાબ આપ્યો.

ટાંચણી થી લઈને ઝેડ પ્લસ સિક્યુરીટી સુધીની ટ્વેંટી ફોર બાય સેવન સર્વિસની સંપૂર્ણ જવાબદારી દરેક ટોચની એજ્ન્સીસને આપી દેવાઈ હતી.

એન્ગેજમેન્ટ ફંક્શન, મહેંદી રસમ, દાંડિયા, પ્રિ-વેડીંગ શૂટ, સળંગ ત્રણ દિવસ ચાલનારા મેરેજ માટે દેશ- વિદેશથી આવનારા મેહમાનોનું સન્માન સાથે સ્વાગત કરી, એરપોર્ટ પીક અપ થી લઈને, ફાઈવ સ્ટાર હોટેલ્સમાં તેમના ઉતારાની ફૂલપ્રૂફ સુરક્ષા સાથેની એરેજ્મેન્ટ. મેરેજના છેલ્લાં ત્રણ દિવસના અલગ અલગ ફંક્શન અનુસારના વેન્યુ પર બ્રેકફાસ્ટ, લંચ ડીનરની વ્યવસ્થા. દરેક ગેસ્ટના ગ્રુપ માટે એક એક પર્સનલ આસીસ્ટન્ટ અને પર્સનલ વિહીક્લ્સ સાથે. તમામ મીડિયાના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

આખરે એ દીવસ આવી ગયો કે.. જે દિવસની ઘડીએ મધુકર અને મીરાં તેમના પાવન મિલન થકી બન્ને તેમના નવા સંબંધને પ્રેમનું એક ઉત્કૃષ્ઠ પરિમાણ આપવાના પરિમાણ તરફ પ્રયાણ કરી ચુક્યા હતા.
૨૯ નવેમ્બર...

લોખંડી અને જડબેસલાક સુરક્ષા એજન્સી કર્મીઓની ચપળ અને બાઝ નજર તદુપરાંત અત્યાધુનિક સિક્યુરીટી ઇક્વિપમેન્ટ સાથેની દેખરેખ હેઠળ વચ્ચે
રાજ્યના મુખ્ય મંત્રી, દિલ્હીથી રાષ્ટ્રીય સ્તરના સરકારી અધિકારીઓ, દેશ વિદેશના ઉદ્યોગપતિઓ, મનોરંજન જગતની સેલીબ્રીટીઝ, વિશ્વ વિખ્યાત ઇન્ટરનેશનલ મ્યુઝીશિયનનું લાઈવ મ્યુઝીક બેન્ડ, દેશના ખ્યાતનામ શાસ્ત્રીય સંગીતકારો અને ગાયકોની સંગીત સુરાવલી, સન્માનીય અને વંદનીય ધર્મ ગુરુઓ, વિરાણી ઇન્ડસ્ટ્રીઝ પરિવાર, મિત્રો અને પરિવારના સદસ્યો વચ્ચે હવનકુંડના પવિત્ર અગ્નિની સાક્ષીએ,
વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચાર સાથે, મધુકરે મન અને કર્મના વચનથી બંધાઈને, ઢોલ, શરણાઈના સુરો વચ્ચે, મંગળ ઘડીએ બન્નેના સાત્વિક સ્નેહને એક સુત્રે બાંધતા મધુકરે મીરાંના ગળામાં મંગલસૂત્ર બાંધતાની સાથે સાથે મીરાંના માંગમાં સિંદૂર ભરતાં ચોતરફથી પુષ્પોની સાથે, ભીની આંખે સૌના શુભઆશિષની પણ અવિરત વર્ષા વરસતી રહી. મહ્દઅંશના મહેમાનો મોઢે એક જ વાક્ય હતું..
ઇટ્સ લાઈક લાઈક નેવર બીફોર. ન ભૂતો ન ભવિષ્ય.


લગ્નવિધિ પછી સાંજના સાત વાગ્યાથી શરુ થયેલાં રીસેપ્શનની સાથે ધ ગ્રાન્ડ ડીનર પાર્ટી છેક રાત્રીના એકાદ વાગ્યે પૂરી થયાં બાદ..વૈશાલીબેન તેમના અંગત રીલેટીવ્સ, તન્વી મહેરાનું ફેમીલી, અર્જુન, અવની અને મીરાંના ક્લોઝ ફ્રેન્ડસ, ચન્દ્રકાન્ત શેઠનું ફેમીલી સૌને મધુકર અને મીરાં મળીને તેમના બંગલે જવા રવાના થયા.


છેલ્લાં ત્રણ દિવસનો અવિરત થાક બન્ને પર હાવી હતો.. ફ્રેશ થઈને બેડમાં પડ્યા બાદ જેમ ચિલ્ડ બિયરમાં આઈસ ક્યુબ ઓગળે તેમ બન્ને કયાંય સુધી એકબીજામાં ઓગળતાં રહ્યા...

સવારના જયારે મધુકરે ગાર્ડન તરફની વિશાળ ગ્લાસ વિન્ડોની કર્ટન હટાવતાં સૂરજનો કુણો તડકો મીરાંના ચહેરા પર પડતાં માંડ માંડ હળવેકથી આંખો ઉઘાડીને જોયું તો.. મધુકર બાલ્કનીની લોંગ ચેર પર કોફીનો મગ લઈને ન્યુઝ પેપર વાંચી રહ્યો હતો.

લગ્નજીવનની પ્રથમ રાત્રીની મધુર માદક પળોને યાદ કરતાં શરમાઈને લાલ થઇ ગયેલાં તેના ચહેરા પર પિલોને ઢાંકી, પડખું ફરીને મીરાં સુઈ ગઈ.

થોડીવાર પછી ઉઠીને ફ્રેશ થઈને બાલકનીમાં મધુકરની નજીક આવીને બોલી,
‘ગૂડ. મોર્નિંગ ડીયર.’
‘વેરી ગૂડ મોર્નિંગ, ડાર્લિંગ,’
‘મારા રેગ્યુલર ટાઈમે આંખ ઉઘડી ગઈ એટલે હું ઉઠી ગયો. તું ઘસઘસાટ ઊંઘમાં હતી એટલે તને ડીસ્ટર્બ ન કરી.’

મીરાં મનોમન બોલી, એ ડીસ્ટર્બ થવાનું જ સ્વપ્નું મેં જોયું હતું.

‘મીરાં, તારા પ્લાનિંગ મુજબ, નેક્સ્ટ વીક આપણે એક મહિનાની યુ.એસ.એ. અને યુરોપ ટુર માટે નીકળીએ છીએ. ડેટ ફાઈનલ થઇ ગઈ છે, તો એ મુજબ પેકિંગ કરી લે જે.’
‘જી, મેરે સરકાર, ઔર કુછ ?’
‘મીરાં હું એવું ઈચ્છું છું કે..તું હવે વિરાણી ઇન્ડસ્ટ્રીઝમાં મને પર્સનલી જોઈન કરે. નોટ એઝ એ પસર્નલ આસિસ્ટન્ટ બટ ઓન્લી એઝ એ જસ્ટ માય એડવાઇઝર.’

આ વાત સાંભળીને મીરાંને ધક્કો લાગ્યો. પણ તે ચુપ રહી. ક્યાંક કારણ વગર વાતનું વતેસર થઇ જાય અને માહોલ ડીસ્ટર્બ થઇ જાય એ સંદર્ભમાં મીરાંને સાઈલેન્ટ રહેવું બહેતર લાગ્યું. મનોમન બોલી, કદાચ આ રીતે ડીસ્ટર્બ થવાનું હશે ?

‘ધેન વ્હોટ એબાઉટ પર્સનલ આસિસ્ટન્ટ ?’
‘મારા એક ક્લોઝ ફ્રેન્ડ તરફથી એક નામ રેક્મંડ થયું છે.’

‘હૂ ઈઝ હી ?’
‘કબીર કામદાર.’
-વધુ આવતાં અંકે.


© વિજય રાવલ


'કહીં આગ ન લગ જાએ ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484