આગળ ના ભાગ માં આપડે જોયું કે મિત રાધા ને નવલ અગ્રવાલ અને રુચિતા અગ્રવાલ ના ખૂની વિશે પૂછે છે હવે આગળ....
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
જેવી રાધા નવલ અગ્રવાલ અને રુચિતા અગ્રવાલ ના ખુની વિશે કહેવા જતી હોય છે ત્યાંજ હવા માં રહેલ શાંતિ ચીરતો બંદૂક માંથી ગોળી છૂટવાનો આવાજ આવે છે અને તે ગોળી રાધા ને વીંધી તેના માથા ની આરપાર થઈ જાયય છે અને રાધા ત્યાંજ નિષ્પ્રાણ થઈ ઢળી પડે છે આ જોઈ મિત ઘભરાઈ જાય છે અને ઇન્સ.રાણા ને ફોન કરે છે
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
સ્થળ : બાંદ્રા પોલીસ સ્ટેશન (મુંબઇ)
ઇન્સ્પેકટર રાણા અને રિયા વાતો કરતા હોય છે ત્યારેજ તેમના ફોન ની ઘંટી વાગે છે ઇન્સ.રાણા ફોન ઉપાડે છે અને વાત કરવા માંડે છે..
ઇન્સ.રાણા : હાલો કોણ??
મિત : (ગભરાયેલા આવાજ સાથે )જી હું આયાન અગ્રવાલ નો દોસ્ત મિત બોલું છું
ઇન્સ.રાણા : હા કહો મી.મિત હું શું સેવા કરી શકું આપની..
મિત : સર અહીંયા કોઈએ રાધા ની ગોળી મારી હત્યા કરી છે
ઇન્સ.રાણા : જી આપ ત્યાંજ રહો હું બસ થોડી વાર માં પહોંચું છું ત્યાં ..
(ઇન્સ રાણા ના ફોન મુકતા જ રિયા પૂછે છે)
રિયા : શુ થયું સર તમે ચિંતામાં લાગો છો
ઇન્સ.રાણા : હ રિયા. રાધા ની કોઈ એ ગોળી મારી હત્યા કરી છે
આટલું કહી તે રિયા સાથે હિલસ્ટેશન જાવા નીકળી જાય છે
અને ઇન્સ રાણા થોડી વાર માં ત્યાં પહોંચી જાય છે . ત્યાં પહોંચી રાધા ની બોડી પોસમોટમ માટે મોકલી આપે છે અને ત્યાં રહેલ દરેક ની પૂછતાછ કરે છે ત્યારે મિત ને પણ પૂછે છે..
ઇન્સ.રાણા : મી.મિત તમે કોઈને ગોળી ચલાવતા જોયા ..
મિત : ના સાહેબ અમે તો બસ બેઠા હતા અને રાધા મને નવલ અગ્રવાલ અને રુચિતા અગ્રવાલ ના ખૂની વિશે કહેવાની હતી ત્યાંજ કોઈએ રાધા ની ગોળી મારી હત્યા કરી
ઇન્સ.રાણા : ઓહ તો રાધા મી.નવલ અગ્રવાલ અને રુચિતા અગ્રવાલ ના ખૂની વિશે જાણતી હતી
મિત : જી હા સાહેબ પણ તે મને આ વિશે કાઈ કહે તે પહેલાજ કોઈએ તેની હત્યા કરી નાખી
ઇન્સ.રાણા :હમ ઓકે તો હવે તમે લોકો ઘરે ચાલ્યા જાઓ અમે ખૂની વિશે જાણકારી મેળવવાની કોશિશ કરીએ છે
એટલું કહી તે ત્યાંથી ચાલ્યા જાય છે .
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
રિયા અને ઇન્સ .રાણા ત્યાંથી નીકળી અને પોલીસ સ્ટેશન પહોંચે છે.
રિયા :સર લગે છે ખૂની આ લોકો પર મીટ માંડી ને બેઠો છે આજે તેને રાધા નું ખુંન કરી નાખ્યું...
ઇન્સ.રાણા : હ ખૂની તે લોકો ની આસપાસ જ છે પણ કોણ ???
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
આ તરફ આરવ પોતાની સ્કોચ વિસકી પુરી કરી પોતાના રૂમ માં જાય છે ત્યારે જ મી.ખૂરાના નો ફોન આવે છે અને તેની વાત સાંભળી આરવ ચોકી જાય છે .
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
(ક્રમશ.)