પરાગિની - 20 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પરાગિની - 20

પરાગિની ૨૦

સવારે પરાગ ઓફિસમાં આવી તેના કામ પર લાગી જાય છે... તે તેના કેબિનમાં જ હોય છે.. થોડીવાર બાદ રિની આવે છે પરાગની કેબિનમાં અમુક ડોક્યુમેન્ટ્સ પર પરાગની સાઈન કરવાની હોય છે.

રિની- સર, આ ડોક્યુમેન્ટ્સ જોઈને સાઈન કરી આપજોને..

પરાગ- રિની, તું અહીં?

રિની- કેમ સર? હું અહીં જ કામ કરું છું તો અહીં જ આવીશ ને..!

પરાગ- મારો કહેવાનો મતલબ એવો નહોતો... તને હજી સારૂં નથી થયું.. યુ નીડ રેસ્ટ એન્ડ યુ સુડ ટેક અ રેસ્ટ...!

રિની- ના, સર મને સારૂં છે... જસ્ટ હાથ પર જ સોજો છે... ઘરમાં બેસી રહેવા કરતાં કામ કરું તો થોડું સારૂં લાગે...!

પરાગ- ઓકે... પણ બહું કામનો લોડના લેતા... કંઈ પ્રોબ્લમ થાય તો તરત જાણ કરજો...!

રિની- ઓકે... સર..!

પરાગ રિનીને ડોક્યુમેન્ટ્સ સાઈન કરીને આપે છે.

આ બાજુ શાલિની ટીયાના રિપોર્ટ્સ લઈને નીચે ઘરમાં બધાને બતાવી દે છે. સમર શાલિની પર અકળાઈ છે અને કહે છે, મોમ મેં તને કહ્યું હતું કે આ વાત આપણા બે વચ્ચે જ રહેવી જોઈએ તો તુએ કેમ બધાને કહ્યું?

શાલિની- (લુચ્ચાઈથી) આ વાત તો બધાને ખબર પડવી જ જોઈએને...!

નવીનભાઈ અને દાદીને ખબર પડે છે કે ટીયા પ્રેગ્નન્ટ છે.. શાલિની એ પણ કહે છે કે પરાગનું એ ટીયા સાથે અફેર હતું એટલે છોકરું પણ પરાગનું જ હશે...! દાદી અને નવીનભાઈ થોડા પરેશાન થઈ જાય છે. દાદી રડવાં જેવા થઈ જાય છે એ વિચારીને કે પરાગની લાઈફમાં ક્યારેય કોઈ સુખ આવતું જ નથી...! નવીનભાઈ દાદીને શાંત કરાવે છે.. સમર ગુસ્સામાં શાલિનીને સંભળાવે છે, ખૂબ સરસ મોમ.. તારું આગ લગાવવાનું કામ થઈ ગયું નહીં...! સમર ગુસ્સામાં ત્યાંથી નીકળી જાય છે અને શાલિની લુચ્ચુ સ્મિત આપે છે.

બપોરે લંચ બ્રેકમાં પરાગ ટીયાને મળવા ઓફિસ બોલાવે છે. કેબિનમાં પરાગ અને ટીયા બેઠા હોય છે.

પરાગ- સોરી.. હું તારી સાથે અબોર્શનમાં આજે નહીં આવી શકુ..! એક અગત્યની મીટિંગ છે મારે એટલે...

ટીયા- ઈટ્સ ઓકે... આમપણ હું અબોર્શન નથી કરાવાની...!

પરાગ- કેમ? જો ટીયા... હું અત્યારે તૈયાર નથી.. આવી કોઈ પરિસ્થિતિ માટે... અને આમપણ આપણી કાલે જ વાત થઈ કે આપણે બંને રેડી નથી આ બેબી માટે...

ટીયા- હવે મેં મારો નિર્ણય બદલી નાંખ્યો છે... મારે બેબીને લાવવું જ છે... અને હા ડોન્ટ વરી તારા પર કોઈ જવાબદારી નહીં નાંખું હું... તારું નામ પણ નહીં આપું.. ઈટ્સ માય ફાઈનલ ડિસીઝન...!

પરાગના સમજવવા છતાં ટીયા માનતી નથી.. તે તેનો નિર્ણય જણાવીને જતી રહે છે. પરાગને પોતાની જાત પર જ ધૃણા થવાં લાગે છે કે એક સમય પર ટીયા જેવી છોકરી સાથે તે રિલેશનમાં હતો... અને મેરેજ કરવાનો પણ હતો... એતો સારૂં થયું મેરેજનાં પ્રપોઝલ પહેલા જ ટીયાની કરતૂતો બહાર પડી જાય છે, છતાં હજી ટીયા પરાગનો પીછો જ નથી મૂકતી.. તેને પામવાં માટે કંઈને કંઈ નવા પેતરાં અપનાવતી હોય છે... જ્યારે પરાગને સાચેમાં જ રિની માટે લાગણી પેદા થવા લાગી ત્યારે જ ટીયા માતા બનવાની છે તે સામે આવ્યું...! પરાગ ક્યારેય કોઈ પણ પરિસ્થિતિ માંથી નાસીપાસ નથી થઈ જતો.. તેની દાદીએ શીખવાળ્યું હતું કે ગમે તેવી પરિસ્થિતિ હોય તેનો સામનો કરવો, તેમાંથી નીકળવાનો પ્રયત્ન કરવો.. તેનાથી ભાગવું નહીં, ભાગવાનું કે છટકવાનું કામ કાયર કરે..! પરાગ પણ હંમેશા તે જ કરતો અને આજે પણ તે આજ વસ્તુ કરવાનો પ્રયત્ન કરતો હતો..! પરાગ ફટાફટ કામ પતાવી ઘરે જતો રહે છે.

રાતના સમયે રિની, એશા અને નિશા ત્રણેય તેમની રૂમમાં બેઠા હોય છે.

રિની- તે રાત્રે અમારા બંને વચ્ચે એવું કંઈ તો નથી થયું પણ કંઈક વાતતો છે જે પરાગ મારાથી છુપાવે છે...!

એશા- મૂકને એ વાતને હવે..! આમ પણ હવે તે પિતા બનવાનો છે..!

રિની- ગમે તે હોય પણ હું જાણીને જ રહીશ..!

નિશા- એક કામ કર મગજ શાંત કરી દે પહેલા.. પછી આંખ બંધ કરી શાંતિથી પહેલે થી બધુ યાદ કર કે તે દિવસે શું શું કર્યુ હતું..!

રિની આંખ બંધ કરી તે દિવસે શું કર્યુ હતું તે ઘટનાક્રમ સર યાદ કરી એશા અને નિશાને કહે છે.. સવારે સાથે બ્રેકફાસ્ટ કર્યો, પછી સાથે સ્વિમીંગ કર્યુ, પછી સાથે લંચ બનાવીને લંચ કર્યું, આરામ કરી સાંજે ડિનર કરી મેં આલ્કોહોલ ટ્રાય કરી હતી અને મને ચડી ગઈ હતી પછી ગાર્ડનમાં પરાગ સાથે બેઠી હતી ત્યાં સાથે વાઈન પીધી હતી.. મને ચડી ગઈ હોવાથી પરાગ મને સંભાળતો હતો પછી હું સ્વિમીંગ પુલમાં પડવા જતી હતીને પરાગે મને પકડીને ઊંચકી લીધી હતી ત્યારે મેં એમને પૂછ્યું હતું કે હું તમને કેવી લાગું?

નિશા- (ઉત્સાહમાં) હા, પછી આગળ??

રિની- હા, કહું છુ.. પછી પરાગ મને કહે છે, તું નથી જાણતી કે હું તને કેટલો ચાહું છું..!

રિનીને યાદ આવી જાય છે અને એ જાણીને ખુશ થઈ જાય છે કે પરાગ પણ તેને પ્રેમ કરે છે. આ વાત સાંભળી એશા અને નિશા પણ ખુશ થઈ જાય છે. ત્રણેય બહેનપણીઓ ખુશ થઈને બેડ પર કૂદવા લાગે છે અને ચિચયારો પાડતી હોય છે. તેમનો અવાજ સાંભળી આશાબેન તેમની રૂમમાં આવે છે.

આશાબેન- છોકરીઓ કેમ આટલા કૂદકા અને બૂમો પાડો છે? એવી તો શું વાત છે?

આશાબેનને જોઈ ત્રણેય નીચે ઊતરી ઊભા રહી જાય છે.

રિની- કંઈ નહીં મમ્મી એતો હવે અમને દિવાળીનું વેકેશન મળશેને ઓફિસમાંથી એટલે એ વિચારીને ખુશ થતાં હતા... અને અમે ક્યાં ફરવાં જઈશું તેનું પ્લાનિંગ કરતા હતા...!

આશાબેન- ઠીક છે... પણ આટલી રાત્રે છોકરીઓ જોરથી ખી..ખી.. કરીને હસે તે સારૂં ન કહેવાય... ચાલો હવે લાઈટ બંધ કરી સૂઈ જાઓ...!

રિની- હા, મમ્મી સૂઈ જઈએ છે.

આશાબેન દરવાજો બંધ કરી જતા રહે છે અને ત્રણેય બહેનપણીઓ એકબીજાને ગળે લાગીને ફરી કૂદે છે.. મસ્તી કરીને પછી સૂઈ જાય છે..!

બરાબર આજ સમયે પરાગ તેના ઘરે નવીનભાઈ અને દાદી સાથે બેઠો હોય છે. ટીયાના પ્રેગ્નન્સી બાબતે ચર્ચા કરતાં હોય છે.

દાદી- (ગુસ્સામાં) જો પરાગ તને કહી દઉં છુ તુ એ ટીયા સાથે મેરેજ નહીં કરે... એ છોકરીને તો કંઈ જ નથી આવડતું... એ તારા લાયક છે જ નહીં.. એ તો એના બાળકને પણ સાચવી શકે તેમ નથી..!

નવીનભાઈ- બસ મમ્મી..

દાદી- ખોટું શું કહ્યું મેં...! પહેલેથી જ આપણા પરીવારમાં એક બલા છે... બીજી બલા હું નહીં આવા દઉં... તારી પત્ની ઓછી છે કાવાદાવા કરવામાં કે બીજી એવી આવે...!

નવીનભાઈ- પ્લીઝ મમ્મી...આપણે અહીં શાલિનીની વાત કરવાં નથી આવ્યા... મુરાદ સાથે વાત કરવાંની છે.. અને વાત ટીયાની પણ નથી.. વાત આવનારા બાળકની છે કેમકે એ બાળક આપણું છે એ પરાગનું લોહી છે. આપણે આ વાતને અવગણી પણ ના શક્યે...!

દાદી- તારી વાત બરાબર છે... એક તો આ બે નું જોડ (કપલ નથી લાગતા) પણ નથી મેચ થતું... પરાગ એની સાથે ખુશ પણ નથી... ટીયા આપણા પરીવારને સંભાળી પણ નઈ શકે.. ટીયાને માઁ બનવું હોય તે બને..! હા, જો બાળક રાખવું હોય તો આપણે એની કસ્ટડી લઈ લઈશું..!

આ બધી વાતમાં પરાગ કંઈ નથી બોલતો... થોડીવાર પછી બોલે છે...

પરાગ- પહેલા મારે આ બાળક નહોતું જોઈતું... પછી મેં વિચાર્યુ કે મારા સ્વાર્થ માટે એક માસૂમ બાળકને શું કામ મારી નાંખું? મારા ભૂલની સજા એ બાળક કેમ ભોગવે? મને ખબર નહીં એ મારૂં બાળક છે કે નહીં પણ હવે એ બાળક આ દુનિયામાં આવશે.

દાદી- તો તે હવે આગળ બીજુ શું કરવાનું વિચાર્યુ છે?

પરાગ- ખબર નહીં દાદી..! મને તો કંઈ જ ખબર નથી પડતી..!

**********

બીજા દિવસે સવારે રિની ખૂબ ખુશ હોય છે કે આજે તે પરાગને જણાવશે તેને બધુ યાદ આવી ગયું છે. તે મસ્ત તૈયાર થઈ ઓફિસ જવા નીકળે છે.

વહેલી ઓફિસમાં જઈ તે તેનું કામ ચાલું કરી દે છે. પરાગની કોફી પીવાનો સમય થતા તે કોફી બનાવીને કોફી લઈને પરાગના કેબિન તરફ જતી હોય છે કે સિયા તેને રોકે છે.

સિયા- કોના માટે લઈ જાય છે કોફી?

રિની- પરાગ સર માટે?

સિયા- પણ આજે તો સર નથી આવવાના.. તો એક કામ કર આ કોફી મને આપી દે..

રિની- પણ સર કેમ નથી આવાના? કંઈ થયું છે?

સિયા- હું પરાગ સરની આસ્સિટન્ટ છુ.. તેમની બોસ નહીં કે તેઓ મને બધુ કહીને જાય...!

રિની- શું સાચેમાં જ સર નથી આવવાના?

સિયા- હા, સર નથી આવવાના..!

રિની કંઈ બોલતી નથી, તે કોફી સિયાને આપીને જતી રહે છે અને તેને ચિંતા થવા લાગે છે કે પરાગને શું થયું હશે? તે તેના ડેસ્ક પર જઈ ફટાફટ કામ પતાવે છે. કામ કરતાં તેના દિમાગમાં માનવનું નામ યાદ આવે છે, તે નીચે જઈ સિક્યુરિટી ગાર્ડને પૂછે છે કે આજે માનવ આવ્યો છે? જે પરાગ સરની કાર ડ્રાઈવ કરે છે..!

ગાર્ડ- ના, આજે પરાગ સર અને માનવ બંને નથી આવ્યા..!

રિની નિરાશ થઈ ઉપર જતી રહે છે. તે એશા અને નિશાને કોન્ફરન્સ કોલ કરે છે. કોલ કરી કહે છે કે પરાગ સર આજે નથી આવ્યા.. હવે તેમને કેવી રીતે કહું કે મને બધુ ખબર પડી ગઈ છે કે આપણી બંને વચ્ચે શું વાત થઈ છે..! નિશા રિનીને રિલેક્ષ થવાનું કહે છે અને ધીરજ રાખવાંનું કહે છે.

રિની એશાને કહે છે કે માનવને ફોન કરીને પૂછે કે પરાગ ક્યાં છે?

એશા અને માનવનું સારૂં બનવા લાગ્યું હોય છે તેથી રિની તેને વાત કરવાં કહે છે. એશા હા કહી ફોન મૂકીને તરત માનવને કોલ કરે છે.

માનવ એશાને મળવાં તેની ઓફિસ પાસે જાય છે અને એટલાંમાં જ એશાનો ફોન આવતાં તે ખુશ થઈ જાય છે. તે એશાને મળે છે. એશા આડકતરી રીતે જાણવાંની કોશિશ કરે છે કે પરાગને શું થયુ છે પણ તેને કંઈ જાણવા મળતું નથી..!

આ બાજુ રિની સમરને ફોન કરી જાણવાની કોશિશ કરે છે પણ સમરને પણ નથી ખબર કે પરાગ ક્યાં છે..! સમર સાથે રિનીને જણાવે પણ છે કે આજકાલ તે ઉદાસ રહે છે અને કોઈની સાથે બહુ ખાસ વાત નથી કરતાં..!

થોડીવાર બાદ એશાનો રિનીના મોબાઈલ પર મેસેજ આવે છે કે માનવને પણ નથી ખબર કે પરાગ ક્યાં છે..!

મેસેજ વાંચી રિનીને ચિંતા થવા લાગે છે કે પરાગ ક્યાં હશે.. શું થયું હશે? રિની પરાગના ઘરે જવાનો નિર્ણય કરે છે. રિની પરાગના ઘરે જાય છે... પરાગ ઘરે પણ નથી હોતો...! રિની નિરાશ થઈ જાય છે.

રિની પરાગની પોતાની માલિકીની જે હોટલ હોય છે ત્યાં જવાનું નક્કી કરે છે, તેનું મન કહેતું હોય છે કે પરાગ ત્યાં જ હશે..!

શું રિની પરાગને શોધી શકશે?

રિનીને આગળ બીજા નવા શું સરપ્રાઈઝ મળશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ - ૨૧

રેટ કરો અને રિવ્યુ આપો

DrDinesh Botadara

DrDinesh Botadara 1 વર્ષ પહેલા

Krishna Thobhani

Krishna Thobhani 1 વર્ષ પહેલા

Vishwa

Vishwa 2 વર્ષ પહેલા

Bhimji

Bhimji 2 વર્ષ પહેલા

Sukesha Gamit

Sukesha Gamit 2 વર્ષ પહેલા