પરાગિની - 19 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

પરાગિની - 19

પરાગિની ૧૯

એશાનો ફોન પર કોઈનો ફોન આવે છે અને તે ઊંઘમાં જ ફોન ઊપાડે છે... સામે વાળાની વાત સાંભળતા તે સફાળી બેઠી થઈને પૂછે છે, શું થયું રિનીને? કેવી રીતે થયું? અત્યારે ક્યાં છે એ? એશાની વાત સાંભળતા નિશા પણ ઊઠી જાય છે. એશા તે વ્યક્તિને પોતે ત્યાં પહોંચવાનું કહી ફોન મૂકે છે. બંને જોઈ છે કે રિની તેના બેડ પર નથી હોતી અને બહાર ગાડી પણ નથી..!

નિશા- શું થયું એશા? કોનો ફોન હતો? તું કેમ આટલી ટેન્સમાં દેખાય છે?

એશા- રિનીનો એક્સિડન્ટ થઈ ગયો છે.. તે હોસ્પિટલમાં છે.

બંને રડવાં જેવાં થઈ જાય છે અને ફટાફટ એક્ટીવા લઈને હોસ્પિટલ પહોંચે છે.

************

બીજા દિવસે સવારે...

પરાગનો મૂડ નહોતો પણ તે ઓફિસ જાય છે.. જતાં જ સિયા પરાગને મીટિંગનું ટાઈમ ટેબલ કહી દે છે.. બીજી ઓફિસને લગતી અગત્યની વાત પર કહે છે. પરાગ કેબિન તરફ જતો હોય છે ને સિયાને યાદ આવતા તરત બોલે છે, અને હા, સર રિનીને તમે ફૂલનો બૂકે મોકલાવશો કે તમે રૂબરૂ મળવાં જશો?

આ વાત સાંભળતા પરાગના ચહેરાનાં હાવભાવ બદલાય ગયાં તે સિયા તરફ ગુસ્સેથી જોઈ છે.. આ જોતા સિયા પણ ગભરાય જાય છે.

પરાગ- (ગુસ્સામાં) એવી તો શું વાત છે કે હું એને ફૂલનો બૂકે આપુ?

સિયા- (ગભરાતાં) સોરી સર.. હું કહેવાનું ભૂલી ગઈ.. રિનીનો કાલે રાત્રે કાર એક્સિડન્ટ થયો હતો.. એટલે...!

પરાગ- શું?

સિયા- હા, સર

પરાગ- તને કેવી રીતે ખબર પડી?

સિયા- એની ફ્રેન્ડનો કોલ આવ્યો હતો કે રિનીનો એક્સિડન્ટ થયો છે તો તે ઓફિસ નહીં આવે...

પરાગ સિયાની પૂરી વાત સાંભળવા પણ ઊભો નથી રહેતો અને દોડીને નીચે ગાડી પાસે જાય છે.

સિયા અને બીજા ઓફિસના વર્કર્સ પરાગને જોઈ રહે છે કે સર દોડીને ક્યાં જાય છે!

પરાગ ફટાફટ ગાડીમાં બેસી.. ગાડી ચાલુ કરીને ભગાવે છે.

આ બાજુ સમર ટીયાને લઈને ગાયનેકના ક્લિનીક પર પહોંચે છે જ્યાં બધા ટેસ્ટ કરાવે છે. ખાલી રિપોર્ટ આવવાનાં બાકી હોય છે.

પરાગ હોસ્પિટલમાં પહોંચે છે. રિસેપ્સન પર જઈને તે પૂછે છે કે રિની આઈ મીન રાગિની દેસાઈ કયાં રૂમમાં છે? એટલાંમાં જ નિશા રિપોર્ટ લઈને ત્યાં જતી હોય છે કે પરાગને જોઈ છે તે સીધી પરાગ પાસે જઈને કહે છે, પરાગ સર ચાલો હું તમને રિની પાસે લઈ જઉં છું.. પરાગ નિશાને પૂછે છે, રિનીનો એક્સિડન્ટ કેવી રીતે થયો?

નિશા- એ તો ખબર નહીં પણ રાત્રે એ અમને કહ્યાં વગર જ જતી રહી હતી... એશાના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો હતો કે રિનીનો એક્સિડન્ટ થયો છે..!

નિશા પરાગને રૂમ સુધી લઈ જાય છે.. પરાગને રિનીને મળવાંનું કહી તે રિનીના રિપોર્ટ્સ લઈ ડોક્ટરને બતાવવા જતી રહે છે.

પરાગ રૂમનો દરવાજો ખોલવા જતો હોય છે કે એશા બહાર નીકળે છે. એશા પરાગને જોઈ થોડી ગુસ્સે થાય છે.. એશા પરાગને ના કહી દે છે કે તે રિનીને નહીં મળે...! આમપણ તેને આરામની જરૂર છે..!

પરાગ- મારે રિનીને મળવું છે..!

એશા- કેમ? હજી હેરાન કરવાં? મારી બહેનને આટલી હેરાન કરી તે ઓછી છે તે હજી કસર પૂરી કરો છો?

પરાગ- તારી કંઈ ગેરસમજ થાય છે.. મેં રિની સાથે કંઈ નથી કર્યું.. મારે બસ તેને મળવું છે.. એક વખત તેને જોવી છે.. પ્લીઝ...! પરાગ રિકવેસ્ટ કરીને કહે છે.

એશા થોડી પીગળે છે અને કહે છે, ઓકે.. બટ પહેલા રિનીને પૂછી લઉં.. જો તે હા કહેશે તો જ તમે મળી શકશો..!

પરાગ ઓકે...

એશા રિનીને પૂછે છે અને રિની હા કહે છે.

રિનીના હા કહેતા જ પરાગ તરત રૂમમાં આવી જાય છે.. પરાગ જોઈ છે કે રિનીને માથે થોડું વાગ્યું હોવાથી પાટો બાંધ્યો છે અને ડાબા હાથમાં માઈનર ક્રેક હોવાથી પિંક પાટો બાંધ્યો છે.

પરાગ રિની પાસે આવીને બેસી જાય છે. રિની બેડ પર સૂઈ રહી હોય છે.. પરાગના આવાથી તે બેઠી થવાં જતી હોય છે પણ ડાબા હાથ પર વાગ્યું હોવાથી તેને નથી ફાવતું હોતું અને ડોક્ટરે તે હાથ પર ભાર આપવાની ના પાડી હોય છે.. પરાગ તરત રિની પાસે જઈ તેને ધીમેથી પકડીને બેઠી કરે છે.

પરાગ- તને સારૂં તો છેને?

રિની- થોડું...!

પરાગ- મને સવારે જ ખબર પડી...

રિની- ઈટ્સ ઓકે..!

પરાગ- એક્સિડન્ટ કેવી રીતે થયો?

રિની- મારૂં જ ધ્યાન નહોતું.... જોયા વગર જ યુ-ટર્ન લઈ લીધો અને સામેથી બીજી ગાડી આવતી હતી... બ્રેક મારવાં જઉં એની પહેલી જ ગાડી અથડાય ગઈ..!

પરાગ- મને મળ્યા પછી જતી હતી ત્યારે?

રિની- હમમ..!

પરાગ- મારી કારણે તારો એક્સિડન્ટ થયો હેને?

રિની- ના.. બસ મારૂં ધ્યાન નહોતું..!

પરાગ- આઈ એમ સોરી..!

રિની- કંઈ નહીં... તમે મને મળવાં આવ્યા એ બહુ છે મારી માટે..!

બંને વચ્ચે સાદો જ સંવાદ થાય છે... બંને ના મનમાં એકબીજાને કહેવા માટે ઘણું હોય છે પણ તેઓ કહેતા નથી.

પરાગને રિની માટે ચિંતા થાય છે પણ તે કંઈ બોલતો નથી..! તેને બધી બાજુથી ટેન્શન હોય છે.. તેની પાસે એવી કોઈ વ્યક્તિ પણ નથી કે તેનો ભાર કોઈ ઓછો કરી શકે..!

પરાગ ઊભો થઈ રિનીને ટેક કેર કહી જતો રહે છે.

પરાગ હોસ્પિટલની બહાર નીકળે છે અને સમરનો ફોન આવે છે.

પરાગ- હા, સમર બોલ..

સમર- ક્યાં છો ભાઈ? હું તમને મળવાં ઓફિસ આવ્યો પણ તમે નથી..!

પરાગ- (અચકાઈને) હા.... કંઈ નહીં બોલ.. શું કામ હતું?

સમર- અગત્યની વાત છે ઓફિસ આવી જાઓ પછી કહું..!

પરાગ- સારૂં.. ચાલ આવું છું.

પરાગ ઓફિસ જવા નીકળે છે અને આશાબેન, રીટાદીદી બંને રીક્ષામાંથી ઊતરી ફટાફટ હોસ્પિટલમાં જાય છે.

આશાબેન રિનીને જોઈ રડવાં લાગે છે.. રિનીને લડે પણ છે. થોડીવાર પછી રિની અકળાઈને જોરથી શાંત થવાનું કહે છે, મમ્મી બસ હવે...! મને અત્યારે એકદમ સારૂં છે જો...

નિશા- હા, આંટી.. રિનીના રિપોર્ટ્સ પણ નોર્મલ છે... તે હવે સારી છે..!

આશાબેન- હા, હવે..! તમને શું ખબર પડે એક માઁ ની ચિંતા..!

એશા આશાબેનને શાંત કરાવે છે.. થોડાવાર બાદ આશાબેન રિનીને પૂછે છે તે એક્સિડન્ટ કેવી રીતે થયો? અને તું એકલી કેમ રાત્રે બહાર ગઈ હતી? તને કેટલી વખત ના પાડી છે..!

રિની, એશા અને નિશાએ પહેલેથી બહાનું તૈયાર જ રાખ્યું હોય છે... ત્રણેય જણાં ખોટું કહી આશાબેનને પટાવી લે છે.

આ બાજુ પરાગ તેની કેબિનમાં જાય છે.

પરાગ- હા, બોલ સમર શું કામ હતું?

સમર- તમે પહેલા શાંતિથી બેસી જાઓ.. પછી બધી વાત..!

પરાગ- બધું બરાબર તો છેને?

સમર- કંઈ જ બરાબર નથી..!

પરાગ- સમર આમતેમ કહ્યાં વગર સીધુ કહીશ મને?

સમર- હું ટીયા સાથે ક્લિનીક ગયો હતો.. ફરી ટેસ્ટ કરાવવાં માટે... અને રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે...!

પરાગ થોડો હતાશ થઈ જાય છે અને સમરને કહે છે, હાવ્સ ધીસ પોસિબલ..! આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ..! આઈ હેડ નેવર એની સેક્સુયલ રિલેશન વીથ ટીયા.. એન્ડ આઈ નો ધેટ આઈ એમ નેવર વ્રોંગ અબાઉટ ધેટ...! મારી પહેલા પણ ગર્લફ્રેન્ડ હતી પણ મેં કોઈ સાથે સેક્સુયલ રિલેશન તો નથી જ રાખ્યા...!

સમર- ભાઈ, મને પણ લાગે છે કે એ તમને ફસાવી રહી છે..! પણ હવે આગળ શું કરીશું?

પરાગ- મને પણ નથી સમજાતું કે શું કરીશું?

સમર- હવે તમારે જ નક્કી કરવાનું છે કે શું કરવું..!

પરાગ- એટલે તું પણ મને આવી પરિસ્થિતિમાં મૂકીને જતો રહીશ?

સમર- હું એવું નથી કહેતો ભાઈ..! તમે જે પણ કરો તે વિચારીને કરજો બસ એટલું જ કહેવું છે મારૂં...!

થોડું વિચારીને પરાગ ટીયાને ફોન કરે છે અને સાંજે મળવાંનું કહે છે. પરાગે મળવાનું કહ્યું તેનાથી ટીયા ખુશ થઈ જાય છે.

જૈનિકા રિનીને મળવાં હોસ્પિટલ જાય છે. તેની ખબર પૂછે છે.. તેની સાથે વાતો કરે છે જેમાં જૈનિકા રિનીને કહે છે કે તેને ખબર છે કે ‘પરાગ અને તું બંને એકબીજાને પસંદ કરો છો..’ અને રિનીને તેના અને પરાગ વિશે બધું જણાવા કહે છે. રિની બધું જૈનિકાને કહે છે..! જૈનિકા પરાગનું બધુ કહી તેની ગેરસમજ દૂર કરે છે અને ટીયા વિશે પણ બધુ કહે છે કે તે પરાગ સાથે કેમ રહેવા માંગે છે..! જૈનિકા રિનીને સાંત્વના આપે છે કે બધુ સરખું થઈ જશે..!

સાંજ સુધીમાં રિનીને હોસ્પિટલમાંથી રજા મળી જાય છે. ઘરે જઈને તે આશાબેનના ખોળામાં માથું રાખી શાંતિથી સૂઈ રહે છે, આશાબેન પણ તેને માથે હાથ ફેરવી તેને વ્હાલ કરે છે.

રાત્રે નવ વાગ્યાની આસપાસ પરાગ જૈનિકાને ફોન કરી રીવરફ્રન્ટ પાસે મળવાં બોલાવે છે. પરાગ જ્યારે પણ પરેશાન હોય ક કંઈ વાતનો ઉકેલનાં આવતો હોય ત્યારે તે જૈનિકાને બોલાવી લેતો..અને જૈનિકા પાસે પરાગની મૂંઝવણ કે વણઉકેલનો જવાબ હોય જ...!

પરાગ રીવરફ્રન્ટ પર ઊભો લહેરાતા નદીનાં પાણીને જોયા કરતો હોય છે. થોડીવારમાં જૈનિકા પણ આવી જાય છે.

જૈનિકા- ઓહ...! મિસ્ટર પરાગ શાહ.. આમ લહેરાતા શાંત પાણીને પણ નિહાળે છે.. આજે ખબર પડી મને..!

પરાગ- હમ્મમ... આવી ગઈ તું?

જૈનિકા- બોસ બોલાવે તો આવું જ પડેને..! બોલ શું વાત હતી?

પરાગ- મને જ ખબર નથી પડતી કે શું કહું તને?

જૈનિકા- તારા મનમાં જે પણ તૂફાન ચાલે છે તે બધું જ કહી શકે છે..! ચાલ બોલવા માંડ..

પરાગ- ટીયા સાથે વાત થઈ મારી એટલે કે સાંજે અમે મળ્યાં.. મેં એને અબોર્શન કરવાનું કહી દીધું છે..!

જૈનિકા- બરાબર કર્યું તે..!

પરાગ- બસ આટલી જ વાત છે..!

જૈનિકા- ઠીક છે... મને ખબર પડી ગઈ કે મારે હવે તને શું કહેવાનું છે...! પહેલી વાત કે ટીયા કેવી છે તે તું પણ જાણે અને હું પણ..! તે તેના ફાયદા માટે કંઈ પણ કરી શકે છે.

પરાગ- પણ ખબર નહીં મને અંદરથી બહુ ખરાબ ફીલ થાય છે.. એક નાની જાનને મારવાનું કહીં ને..!

જૈનિકા- તું આવું વિચારે છે એ તારો આટલો સારો ગુણ કહેવાય પણ એ આવું કંઈ જ નહીં વિચારતી હોય..!

પરાગ- મને કંઈ ફરક નથી પડતો એ શું વિચારે છે અને શું નહીં... મારા નસીબને તો નથી બદલી શકતો ને...!

જૈનિકા- (થોડાં ગુસ્સામાં) બસ, પરાગ... નસીબને કોશવાંનું નથી તારે... તું અહીંયા એના માટે પરેશાન છે અને એ તારા વિશે સહેજ પણ વિચારતી નહીં હોય..! એ તો એવું જ ઈચ્છે કે તું એના માટે હેરાન થાય..!

બીજા દિવસે સવારે શાલિની સમરના લોન્ડ્રીનાં કપડાં લેવાં તેની રૂમમાં જાય છે, સમર બાથરૂમામં ન્હાવા ગયો હોય છે. શાલિની સમરનું પેન્ટ લેવા જતો હોય છે કે સમરના પેન્ટમાંથી રિપોર્ટ્સ નીચે પડે છે અને શાલિની વાંચી જાય છે કે ટીયા પ્રેગ્નન્ટ છે..! સમર બહાર આવીને જોઈ છે કે તેની માઁ જાણી ગઈ છ..! સમર શાલિનીને બોલે છે કે કોઈના લેટર આવી રીતે ના વંચાય, મોમ..!

શાલિની આ વાત જાણી મનોમન ખુશ થાય છે જાણે તેના હાથે જોકપોટ લાગ્યો હોય એમ...!

શાલિની હવે આગળ નવા શું ષડયંત્ર કરશે?

ટીયા અને પરાગ વચ્ચે શું થશે? આ બધી વાતમાં રિની શું કરશે?

વાંચતા રહો આગળનો ભાગ - ૨૦