aanu j naam prem - 15 - last part books and stories free download online pdf in Gujarati

આનું જ નામ પ્રેમ - ભાગ - 15 (અંતિમ ભાગ)

આગળના અંકમાં જોયું કે પ્રજ્ઞા અને સુંદર પોરબંદર જાય છે. બધી વ્યવસ્થા પૂજન કરી આપે છે. ત્યાં પ્રજ્ઞા સુંદર સાથે દરિયાકિનારે ફરવા જાય છે અને પ્રાંજલને મળે છે. હવે આગળ.

પ્રજ્ઞા: "પ્રાંજલ, તું પ્રાંજલ પટેલ છે ને?"

પ્રાંજલ (ગળે લાગતા): "પ્રજ્ઞા મેડમ, તમને આટલા ટાઈમે જોઈને બહુ ગમ્યું."

પ્રજ્ઞા:" પ્રાંજલ, તું અહી અને આ શું કપડાં પહેર્યા છે?"

પ્રાંજલ: "પ્રજ્ઞા મેડમ, હું હવે દુનિયાથી અલગ સાધ્વી બનીને અહી બાળકોની મદદ અને સેવા કરું છુ."

પ્રજ્ઞા: " પ્રાંજલ, તું કેમ સાધ્વી બની ગયી? તારા અને પૂજન વચ્ચે તો સારી એવી ઘનિષ્ઠતા હતી. અને તારા મેરેજ પણ થવાના હતા એવા સમાચાર હતા. અત્યારે આ બધું મૂકીને સાધ્વી? કેમ?"

પ્રાંજલ પ્રજ્ઞા મેડમને બધું જણાવે છે. પૂજને કરેલો ઉદયપુરમાં વિશ્વાસઘાત અને પછી એના લગ્નના સમાચાર અને લગ્ન પહેલા એના નાનીજીનું થયેલું અવસાન.

અવસાન પછી એણે પિતાજીની સામે પોતાની ઈચ્છા કહી. પ્રેમ અને લગ્ન બંનેમાં નિષ્ફળતા મળતાં હવે દુનિયાથી દૂર પોતાની રીતે સમાજ સેવા કરવા જવાનું નક્કી કરીને અહી આવી છે. બધી વાતો જાણ્યા પછી પ્રજ્ઞા પ્રાંજલ સાથે બેસીને એને સમજાવે છે.

પ્રજ્ઞા: " લગ્નનો નિર્ણય તે સમજીને લીધો હતો કે પૂજન જોડે થયું એના લીધે?"

પ્રાંજલ: "કદાચ હા, પણ તમે જ કહો એને આવી રીતે મને દગો આપ્યો તો હું કેમ એના જોડે આખી જીંદગી રહેવાનું વિચારી શકું? "

પ્રજ્ઞા: "ના, વિચારી તો ના જ શકાય. પણ તે એકવાર એની જોડે આ બાબતે ચર્ચા તો કરી હશે તો પૂજનનું શું કહેવાનું હતું?

પ્રાંજલ: "(ક્ષોભ સાથે) સાચું કહું મેડમ, મે એની જોડે વાત જ ના કરી. એણે મને ઘણીવાર ખુલાસો કરવાનો પ્રયત્ન કર્યો પણ મે જે જોયું હતું એના પછી મને એની સાથે બોલવાનું પણ મન નહોતું."

પ્રજ્ઞા: "મને હતું કે તું બહુ સમજુ છે પ્રાંજલ. જે પ્રેમ માટે તું ઘરે અને સમાજ જોડે લડી હતી તે એને આમ જ ખુલાસા વગર જવા કેમ દીધો? બધી વસ્તુઓ તારી સામે હતી પણ એક વાર પૂજનની પણ વાત સાંભળવા જેવી હતી. સત્ય અને પ્રેમનો નિર્ણય હમેશા બધા પાસાઓ વિચારીને કરવો જોઈએ. બરાબર છે ને?"

પ્રાંજલ: " હા મેડમ, તમારી વાત બરાબર છે. મને નાનીના અવસાન પછી થયું કે પૂજન જોડે વાત કરું પણ એનો ફોન જ ના લાગ્યો. મને થયું કે એણે મને બ્લોક કરી હશે."

પ્રજ્ઞા: "વાહ, આ બધું તે પોતાની જાતે જ નક્કી કર્યું. તમારી પેઢીનો આ જ વાંધો છે. બધુ પોતે જ નક્કી કરી લો છો. પોતે જ સાચા. કોઈ જોડે વાત કરવાનું કે સલાહ લેવાનું તો ગમતું જ નથી. પછી સંબંધો બાંધવા આવેલી તકને ગુમાવી બેસો ત્યારે દુનિયાની ભાગીને સન્યાસી થઈ જશે. "

પ્રાંજલ: " મેડમ, તમે પણ મને જ દોષી ગણો છો. તમે તો કહેતા હોવ છો કે સંબંધમાં મગજ કરતા હૃદયની વાત સાંભળવી."

પ્રજ્ઞા: "હા, હું કહું છું. પણ હું એ પણ કહું છું કે સંબંધમાં સમજદારી રાખીને થોડુ જતું કરવાનું પણ રાખવું. અને હું કૉલેજમાં તમારી શિક્ષક જ નહી પણ એક મિત્ર તરીકે પણ ઈચ્છું છું કે તમે જીવનમાં સાચા નિર્ણય લો. એટલે તો કહું છું. એક વાત પૂછું. સાચું કહીશ?"

પ્રાંજલ: " હા, પ્રજ્ઞા મેડમ. પૂછો હું તમને બધું સાચું જ કહીશ."

પ્રજ્ઞા: "હજી પણ તું પૂજનને પ્રેમ કરે છે? જે હોય તે સાચું કહેજે. હજી પણ જો તને એનો વિચાર થોડી વાર માટે પણ આવતો હોય તો મને જણાવજે."

પ્રાંજલ: "પ્રજ્ઞા મેડમ, પૂજન હવે ક્યાં છે એની તો મને ખબર નથી. પણ હજી જ્યારે એકલી હોઊં છું તો પપ્પા અને પૂજન બન્ને લોકો એટલા જ યાદ આવે છે. આને જ પ્રેમ કહેવાય તો હજી પણ હું પૂજનને એટલો જ પ્રેમ કરું છું. પણ હવે હું એક સાધ્વી છું અને મારી દુનિયા અલગ છે."

પ્રજ્ઞા: " તું એ બધાની ચિંતા ના કરીશ. તું પૂજનને હજી પ્રેમ કરે છે. એજ મહત્વનું છે. આવ હું તને કોઈકની જોડે ઓળખાણ કરાવું. " કહીને સુંદર જોડે પ્રાંજલની ઓળખાણ કરાવે છે.

સુંદર, પ્રજ્ઞા અને પ્રાંજલ સાથે ડિનર લેવા હોટેલ પહોંચે છે ત્યારે સુંદર અને પ્રજ્ઞા પૂજનની સાથે ઉદયપુરમાં થયેલી વિગતો એને જણાવે છે અને ફોટો અને પેનડ્રાઈવ પણ બતાવે છે. બધુ જોઈને પ્રાંજલ બધું સમજી જાય છે.

એ જ રાત્રે પ્રાંજલ પ્રજ્ઞા અને સુંદર સાથે હોટેલમાં રાત્રે રોકાઈ જાય છે. પ્રજ્ઞા એને જણાવે છે કે પુજને કેવી રીતે એની અને સુંદરની લવ સ્ટોરી પૂર્ણ કરવામાં મદદ કરી છે. આ બધું જાણીને પ્રાંજલ પણ પૂજન પર ગર્વ કરે છે. પ્રજ્ઞા મેડમ પૂજનની સાથે વાત કરીને એને જણાવે છે કે પ્રાંજલને લઈને એ બીજા દિવસે અમદાવાદ આવી રહ્યા છે.

પૂજન બીજા દિવસે આખા ઓફિસ સ્ટાફને મીઠાઈના બોક્સ ભેટ આપે છે. સાંજે પ્રજ્ઞા અને સુંદર સાથે પ્રાંજલ આવે છે. પારિજાત અને નિસર્ગ પણ પૂજનના ઘરે આવેલા હોય છે. પ્રાંજલ બધાને મળીને ખુબ ખુશ થાય છે. પૂજનની સાથે ગેરવર્તણૂક કરવા માટે માફી માગે છે.

પ્રાંજલ: " પૂજન, આજે મને તારી સામે આવતા પણ અજુગતું લાગી રહ્યું છે. તારી પર શક કરીને અને તારી વાત ન સાંભળીને મારાથી મોટી ભૂલ થઈ ગઈ. એના માટે શું તું મને માફ કરીશ?"

પૂજન: " અરે ગાંડી, મને પરિસ્થિતિનો ખ્યાલ છે. એમાં ભૂલ તારી કે મારી હતી જ નહી. બીજાને લીધે આપણે થોડી વાર અલગ થવું પડ્યું હતું. પણ હવે આ ક્ષણથી ચાલ એક નવા જીવનની શરૂઆત કરીએ. "

પ્રાંજલ: "હું પણ તારી સાથે નવી શરૂઆત કરવા આતુર છું." કહીને પ્રાંજલ બધા વચ્ચે ઘૂંટણે બેસીને પૂજનની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે.

સુંદર: "પૂજન, હા કહી દે દોસ્ત. આપણા બંનેના લગ્ન એક જ મંડપમાં અને એક જ મુહૂર્તમાં કરવાની પૂરી ગોઠવણ થઈ જશે." (બધા હસવા લાગે છે.)

પારિજાત: " હા પૂજન, આવો લ્હાવો તને મળ્યો છે કે પ્રાંજલ સામેથી તને પ્રપોઝ કરે છે. અને બંને લવ સ્ટોરી એક જ લગ્નના માંડવે પૂરી થઈ રહી છે. હા, કહી દે."

પૂજન: " હું 'હા' એક શરતે કરીશ. જો પ્રાંજલ અને પ્રજ્ઞા મેડમ એ શરત સ્વીકાર કરે તો."

સુંદર: "એ ભાઈ, એમાં શું વળી શરત લઈને આવ્યો. ચાલ શરત છે તો પ્રાંજલ સુધી હોય ને. મારી પ્રજ્ઞાને કેમ શરત સ્વીકાર કરવાની? તું તો દોસ્ત મારું ય થયેલું બગાડી નાખીશ?" ( પારિજાત અને નિસર્ગ બધાની મજા માણતા હસતા હોય છે.)

પૂજન: "એ જે હોય તે. બોલો શરત મંજૂર છે તો હા કહીશ."

પ્રજ્ઞા: "શરત શું છે એ પહેલાં જણાવ પછી મંજૂર છે કે નહી એ જોઈશું."

પૂજન: "શરત માત્ર એટલી છે કે લગ્ન પછી હનીમૂનમાં પણ એક જ સ્થળે જઈશુ. બોલો મંજૂર છે? "

પ્રજ્ઞા અને પ્રાંજલ: "હા, મંજૂર છે પણ રૂમ સાથે નહી હોય." (બધા એક સાથે હસી પડે છે.)

બરાબર એક મહિના પછી ધામધૂમથી એક જ મંડપમાં સાઉથ સ્ટાઈલમાં બંને કપલ લગ્ન કરે છે. અને લગ્ન પછી હનીમૂનમાં પણ સાથે જ માલદીવ જાય છે. પ્રજ્ઞા મેડમ લગ્ન પછી પણ સ્ટુડન્ટ્સ માટે જીવનની સ્થિતિમાં આગળ કેવી રીતે વધવું શીખવતા રહે છે. પૂજન અને પ્રાંજલ પણ અમદાવાદમાં નવા જીવનને સારી રીતે માણી રહ્યા છે.

મિત્રો,
આ સાથે જ "આનું જ નામ પ્રેમ" ધારાવાહિક અહી પુરી કરું છું. આશા છે આ વાંચીને તમે ક્યારેક કોઈ દુવિધામાં હોવ તો પ્રેમ અને વિશ્વાસને પ્રથમ મોકો આપીને જીવનનાં સંબંધોને માણશો. બીજા કોઈના કરતા પોતાના પરિવારજનો અને સાથીની વાત સમજીને યોગ્ય નિર્ણય લેશો.

આ વાર્તા કેવી લાગી એના માટે તમારા અભિપ્રાય અને સૂચનો નીચે આપેલા ઇમેઇલ પર જણાવી શકો છો.

Email:tejdhar2020@gmail.com
Insta: tejdhar2020

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED