aanu j naam prem - 4 books and stories free download online pdf in Gujarati

આનું જ નામ પ્રેમ - ભાગ - 4

આગળના અંકમાં આપણે જોયું કે પૂજન અને મિસ્ટર રાજન વચ્ચે બિઝનેસ લંચ સમયે વાત નીકળે છે કોલેજની અને એની યાદોની. મિસ્ટર રાજન અને પ્રજ્ઞાની સ્ટોરી જોઈ. પૂજન શહેરની કૉલેજમાં આવે છે અને માસીને ઘરે જાય છે. કોલેજમાં એકલી પ્રાંજલ ઊભી હોય ત્યાં એને કોઈ આવી ભેટી પડે છે. પૂજન ત્યાં પ્રાંજલ ને બીજા કોઈની બાઈક પાછળ જતા જોઈ રહે છે. હવે આગળ...

પૂજન ચૂપચાપ આવીને વંદિતને કહે છેઃ "મારે હવે ઘરે જવું છે". પૂજન અને વંદિત બાઈક સ્ટેન્ડ તરફ જાય છે. રસ્તામાં પણ પૂજન કઈ બોલતો નથી. વંદિત એને ઘરની નજીક ઉતારી ચાલ્યો જાય છે.

બીજા દિવસે કૉલેજમાં અમુક સિનિયર આવીને 2 અઠવાડિયા પછીનું ફ્રેશર પાર્ટીનું આમંત્રણ આપી જાય છે. બધા ખૂબ ખુશ થઈ પોતાના મિત્રો સાથે પાર્ટીની વાતો કરતા હોય છે.

વંદિત અને પૂજન પણ એજ વાત કરતા હતા ત્યાં જ બીજા પ્રોફેસર આવીને આવતા અઠવાડિયા પછીથી શરૂ થતાં પ્રેકટિકલના અલગ ગ્રુપની માહિતી આપે છે. પ્રેકટિકલમાં પૂજન અને વંદિત અલગ ગ્રુપમાં આવે છે. પણ પ્રાંજલ અને પૂજન એક જ ગ્રુપમાં હોય છે. થોડી વાતો થોડુ ભણવાનું એમ કરતાં અઠવાડિયું પૂરું થાય છે.

હા, તે દરમિયાન પૂજનના મનમાંથી પ્રાંજલ સાથેની પેલી ઘટના જતી નથી. પ્રેકટિકલના માટે અમુક વસ્તુની જરૂરિયાત હોવાથી પૂજન કૉલેજથી માર્કેટમાં જાય છે. પૂજન 3-4 દુકાનો ફરીને છેલ્લે સાયન્તિફિક કેલ્ક્યુલેટર લેતો હોય છે એજ દુકાનમાં પ્રાંજલ એની ફ્રેન્ડ સાથે આવે છે.

પૂજનની સાથે આંખો મળતા તેણી એની ફ્રેન્ડ ને કઈક બોલે છે અને મો મચકોડે છે. પૂજન બહાર નીકળી જવામાં જ શાણપણ માને છે. દુકાનદારને જઈને બધા સામાનનું બિલ બનવાનું કહી એ ફોન પર વાત કરવા થોડે દૂર ઊભો રહે છે. એટલામાં ધસમસતા નદીની જેમ પ્રાંજલ દુકાનદાર પાસે આવી કેલ્ક્યુલેટર માટે પૂછે છે.

દુકાનદાર: "બીજા કેલ્ક્યુલેટર નથી. તમારી કૉલેજના ઘણા સ્ટુડન્ટ આવીને લઈ ગયા છે. બીજી કંપનીનું કેલ્ક્યુલેટર લઈ જાવ."
પ્રાંજલ: "ના, માટે એજ કંપનીનું કેલ્ક્યુલેટર જોઈએ. તમે બીજે ક્યાંયથી મગાવી શકો છો? કે પછી અમે બીજી દુકાને જઈએ."

દુકાનદાર: " બીજી દુકાને પણ જઈ આવો. પણ અત્યારે બધી કૉલેજમાં સ્ટુડન્ટ્સ એક સાથે એ વસ્તુ માગે છે એટલે થોડુ આવું થયું. બાકી એ કંપનીનો મોટો વેપારી આખા અમદાવાદમાં હું જ છું. અને મારી પાસે આજે લોકો 160 કેલ્ક્યુલેટર લેવા આવેલા છે. હમણાં થોડીવાર પહેલા જ આ છેલ્લું પીસ પણ ખરીદાઈ ગયું."

પ્રાંજલ: "અરે તો એ મને આપી દો. હું તમને વધારે પૈસા ચૂકવી દઉં છું."

દુકાનદાર: " ના. એવું મારાથી ના થાય. ધંધો લઈને બેઠો છું. એવું નહી બને."

પ્રાંજલ: "સારું, તો અમે જઈએ છીએ."

પ્રાંજલ ની દોસ્ત: " અરે પણ તમે એ કહી શકો કોણે આ છેલ્લું પીસ ખરીદ્યું છે?"

દુકાનદાર: "પેલા કાળા કલરના શર્ટ પહેરીને ફરે છે એ ભાઈએ. " એમ કહીને પૂજન તરફ આંગળી કરે છે. દુકાનદાર એને પૂજનની સાથે વાત કરવાનું કહે છે.

પ્રાંજલ(પૂજન જોડે જઈને): "ઓ હેલ્લો. તમારી જોડે વાત કરવી છે."
પૂજન (ફોન પર પછી વાત કરવાનું કહીને): "હા,બોલો. શું વાત કરવી છે?"

પ્રાંજલ: "મારે તમે લીધેલું કેલ્ક્યુલેટર ખરીદવું છે."

પૂજન: "હા તો દુકાનદાર પાસેથી લઈ લ્યો."

પ્રાંજલ: "દુકાનદાર પાસે અત્યારે છેલ્લું પીસ છે. જે તમે લઈ લીધું. જોઈએ તો વધારે પૈસા લઈ લો. પણ એ મને જોઈએ છે."

પૂજન: "પૈસા એટલા હોય તો બીજેથી લઈ લો. મને વધારે પૈસાનો રોફ કેમ બતાવો છો."

પ્રાંજલ: "તમારા ગામડાના માણસોની જોડે વાત જ ના કરાય. એક જવાબ સાચો થાય એમાં મોટા અભિમાની બની જાય."

પ્રાંજલ ગુસ્સે થાય છે. એટલામાં એની ફ્રેન્ડ સમજાવે છે. થોડીવાર ઓળખાણ અને એકજ ક્લાસમાં હોવાને લીધે પૂજન ને મદદ કરવા કહે છે.

પૂજન કહે છે : "જો પ્રાંજલ એની સાથે કોફી પીવા આવે તો કેલ્ક્યુલેટર એને આપી શકે છે."

એની ફ્રેન્ડ હા પાડે છે. પ્રાંજલ ને આવીને આ કોફીની વાત કહેતા એ થોડી ગુસ્સે થાય છે. પછી કોફી માટે એક શરત મૂકે છે.

એટલામાં 5 વાગ્યાનો એલાર્મ વાગતા પૂજનને ખ્યાલ આવે છે કે અધૂરી કોફી હવે ઠંડી થઈ ગયી છે અને સવારના 5 વાગ્યા છે. થોડીવાર માટે પૂજન સૂઈ જાય છે.

આ તરફ મિસ્ટર રાજન સવારે 7 વાગે તૈયાર થઈને અમદાવાદ ફરવા નીકળી પડે છે. શનિવાર હોવાથી લો-કૉલેજ પાસે ભીડ ઓછી હોય છે. ત્યાં ગાડી ઊભી રખાવી લો ગાર્ડન માં પ્રવેશ કરે છે. શનિવારની સવારે અહી દરરોજ તળાવ પાસે હાથમાં હાથ રાખી બેઠેલા સુંદર - પ્રજ્ઞા બેઠા હોય એવો આભાસ થાય છે.

જો કે થોડીવાર ત્યાં બેઠેલા લવબર્ડને જોઈ મિસ્ટર રાજન આગળ વધે છે. મિસ્ટર રાજન લો કૉલેજ ના ગેટ સામે હાટડી જેવી બનાવેલી જગ્યા પર બેસે છે. એટલામાં એમને સામેથી પસાર થતી કારમાં પ્રજ્ઞા જેવી વ્યક્તિનો અહેસાસ થાય છે. એ ફટાફટ ગાડી પાસે આવે છે કે ગાડી લઈને એક વાર પીછો કરીને પ્રજ્ઞા છે કે નહી તે ચોક્કસ થવાય.પણ ડ્રાઈવર ત્યાં ના હોવાથી આ મોકો પણ જતો રહે છે. મિસ્ટર રાજન થોડા ગુસ્સે થાય છે.

પૂજન સવારે 9 વાગે ઉઠે છે અને મિસ્ટર રાજન ને ફોન કરે છે પણ ફોન લાગતો નથી. છેવટે એમની હોટેલ પર જાય છે જ્યાં એને ખબર પડે છે કે મિસ્ટર રાજન તો સવારના લો ગાર્ડન માટે નીકળી ગયા હોય છે. પૂજન થોડીવાર વિચાર કરે છે અને પોતાની કૉલેજ તરફ ગાડી વાળે છે.

પૂજન પોતાની કૉલેજના પ્રાંગણમાં પ્રવેશ કરે છે. એક પછી એક ડિપાર્ટમેન્ટ પાર કરતાં પાર્કિંગમાં કાર પાર્ક કરે છે. બધી જગ્યા એક ફિલ્મની જેમ નજર સામે યાદ આવી રહી હોય છે. અચાનક એ ત્યાં આવીને ઊભો રહે છે જ્યાં એની ગેંગ હંમેશા મળતી હતી. ત્યાં જઈ પોતાની ફેવરિટ બેન્ચ પર હાથ ફેરવતો હોય છે. ત્યાં જ એને પાછળથી અવાજ આવે છે.
"પૂજન પારેખ - 2012 બેચ."
પૂજન જેવો પાછું વળીને જોવે છે અને આશ્ચર્ય સાથે કહે છે. "પારિજાત શાહ. GCR. છોકરીઓની વકીલ. તું અહી શું કરે છે? અને કેટલા સમયે મળ્યા."

પારિજાત: "8 વર્ષે. હું તો અહીંયા ફેકલ્ટી તરીકે જોબ કરું છું. અને મને કે છે તો તું જો... તું કેટલો બદલાઈ ગયો છે."

પૂજન: " ફેમિલીમાં કેમ છે? લગ્ન કર્યા કે હજી નારીશક્તિ ઝિંદાબાદ."

પારિજાત: "હા. અહીંના જ બિઝનેસમેન જોડે લગ્ન કરેલા છે. પછી માસ્ટર ડિગ્રી કરી અને અહી ફેકલ્ટી છું. મારે બે બાળકો પણ છે. તું બોલ તુ શું કરે છે?"

પૂજન: " અહી જ મારી સોફ્ટવેર કંપની છે અને આજ શહેરમાં ઘર પણ લઈ લીધું છે."

પારિજાત: "અને લગ્ન?"

પૂજન: " ના. હજી નથી કર્યા."

પારિજાત: "હજી પણ પ્રાંજલ માટે જ ફિલ કરે છે? હું સમજી શકું છું પણ હવે તારે આગળ વધવું જોઈએ."

પૂજન: "તારી વાત તો સાચી છે. પણ ઘણીવાર તમે આગળ વધતા, એક ડગલું ભરતા ડરતા હોય છે. "

પૂજન (થોડીવાર વિચારીને): "જરૂરી નથી કે તમે દરેક વાર જીત જ મેળવો. Sometimes losers are happier than Winners."

પારિજાત: " તે ક્યારેય એનો સંપર્ક કર્યો?"

પૂજન: "હા કરેલો અને રોંગ નંબર, ફરીથી ફોન ના કરતા. એવું પણ સંભાળ્યું જાણીતા અવાજમાં. "

પારિજાત: "છોડ એ બધું. એમ કહે કેમ આજે કૉલેજ આવવાનું થયું? મારાથી થાય એવું કંઈ હોય તો જણાવ."

પૂજન: "અરે હા. હું આપણા પ્રજ્ઞા મેડમને શોધું છું. તને એમની ઓફિસ ખબર છે.

પારિજાત: "હા ખબર છે. ચાલ હું તને એમની પાસે લઈ જાઉં."

પૂજન અને પારિજાત બંને ગણિતના ડિપાર્ટમેન્ટ તરફ જાય છે.

મિત્રો,
આ અંકમાં પૂજનના કોલેજ કાળની વાતો જોઈ. સાથે પૂજન અને એની દોસ્ત પારિજાત નો સંવાદ પણ જોયો. પૂજન પ્રજ્ઞા મેડમ જોડે જાય છે. હજી આ કોલેજ કાળની વાતો આગળ ચાલુ રહેશે આવતા અંકમા પણ. સાથે થોડુ જાણીશું પ્રજ્ઞા અને સુંદરની કથા આગળ કેમ આકાર લે છે.

આ અંકને અહી વિરામ આપીએ... તમને આ અંક કેવો લાગ્યો, તમારા અભિપ્રાય અને સૂચનો જણાવી શકો છો.
Email:tejdhar2020@gmail.com
Insta: tejdhar2020

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED