આનું જ નામ પ્રેમ - ભાગ - 6 તેજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

આનું જ નામ પ્રેમ - ભાગ - 6

આગળના અંકમાં આપણે જોયું કે પૂજન અને મિસ્ટર રાજન બિઝનેસ માટે મળે છે. મિસ્ટર રાજન અને પ્રજ્ઞાની સ્ટોરી જોઈ. પૂજન કૉલેજ આવે છે પણ પ્રજ્ઞા મેડમ રજા પર હોય છે. પૂજન પ્રાંજલ જોડે કોફી ની માટે શરત લગાવે છે. મિસ્ટર ફ્રેશર સ્પર્ધામાં બાઈક એક્સીડન્ટ થાય છે જેની પૂજનને ખબર પડે છે એ અકસ્માત પ્રાંજલએ કરાવેલો હોય છે. હવે આગળ...

જ્યારથી કૉલેજથી પ્રાંજલ આવી છે સતત વિચારતી હોય છે કે પૂજન કેવી રીતે જાણે છે. આ તરફ પૂજન કોઈક ને ફોન કરી માહિતી માટે આભાર માનતો હોય છે.

બીજા દિવસે પણ રિશેસ સમયે પ્રાંજલ પૂજન જોડે વાત કરવા આવે છે પણ પૂજન રસ્તો બદલી નાખે છે. આમ પ્રાંજલ પ્રયત્નો કરતી રહે છે. જ્યારે પૂજન એને અવગણતો રહે છે.

સેમેસ્ટર પરીક્ષા આવી જાય છે. એક દિવસ પૂજન બાકી રહેલ નોટસ પાર્કિગમાં બેન્ચ પર બેઠો પૂરી કરતો હોય છે ત્યારે જ સામે આવીને પ્રાંજલ એને એક ચિઠ્ઠી આપીને જતી રહે છે.

પૂજન એ ચિઠ્ઠી સામે જોતો ય નથી, ત્યાં જ પડી રહેવા દે છે. પણ થોડીવારમાં બધા ક્લાસરૂમમાં જતા રહ્યા છે એની ખાતરી કરી ચિઠ્ઠી ખિસ્સામાં મૂકી દે છે. સંતાઈને જોઈ રહેલી એક વ્યક્તિ આ જોઈને મનમાં જ કઈક યોજના બનાવે છે.

પૂજન થોડેક દૂર જઈને એકલામાં ચિઠ્ઠી ખોલે છે. ચિઠ્ઠીની અંદર પ્રાંજલની વર્તમાન અને ભૂતકાળ બંને સ્થિતિનું વર્ણન કરેલ હોય છે.

"પૂજન,

ખબર છે કે મે જે કર્યું છે એના પછી માફી માગવાનો મારો અધિકાર નથી. છતાં એક વાર તું મારી સ્થિતિ સમજે એટલા માટે છેલ્લા પ્રયત્નમાં ચિઠ્ઠી લખું છું.

નાનપણમાં મારી મા ના અવસાન બાદ મારા પિતાએ મને સમયને બદલે માત્ર પૈસાથી ઉછેરી છે. એમાંય હું 3 વર્ષની હતી ત્યારે મારા પિતાજી મારા માટે નવી મમ્મી લઈ આવ્યા. નવી માં જોડેથી મને શરૂઆતમાં તો હુંફ મળતી પણ થોડા સમય બાદ એ પણ મારા દરેક વર્તનને અવગણવા લાગી. મારા માટે માતા-પિતા એટલે દુનિયાના બે છેડા બની ગયા.

દસમા ધોરણમાં હતી ત્યારે મારી લીધે મારા પિતાજી એ નવી માં સાથે છૂટાછેડા લઈ લીધા. ત્યારથી મારી જીવનમાં કોઈ મને કોઈ ક્યારેય કઈ બોલ્યું નથી. મારા ઘણા મિત્રો પણ મારા કરતાં મારા વૈભવી જીવનશૈલીના કારણે મારી સાથે છે. એ લોકોએ મારા કે મારા પિતાના કહેવાથી હંમેશા મને જ પ્રથમ રાખી છે. આ વાતને લીધે હું ક્યારે સ્વચ્છંદી થઈ ગઈ એ ખબર જ ના રહી.

મારો ઈરાદો બસ શરત જીતવાનો હતો. તને નુકશાન પહોંચાડવાનો નહી. મારે લીધે આ વાત નું આટલું ગંભીર પરિણામ આવ્યું એના માટે થાય તો મને માફ કરી દેજે.
મને ખબર છે કે જે કર્યું પછી તું મને જોવા પણ નથી માગતો. તો હવે તારે મારા લીધે રસ્તો નહી બદલવો પડે. હું જ એક્ઝામ પછી કૉલેજ અને શહેર બંને છોડીને જતી રહીશ. બસ મનમાં એક વસવસો રહેશે અને એક ઈચ્છા કે તું મને માફ કરી દે.

એ જ તારી માફીની આશામાં..."

એટલામાં કૉલેજ છૂટવાની બેલ વાગે છે. પૂજન વર્તમાનમાં આવે છે.

કોફી પૂરી કરી એ પારિજાત સાથે લંચ માટે જાય છે. પારિજાત ઘણું બધું પૂછવા આતુર હોય છે.

પૂજન: "બોલ શું ફાવશે? "

પારિજાત: "તારી સાથે આવી ફોર્મલ વાતો નહી કરી શકું.
(થોડો ગુસ્સો બતાડે છે.) આપણે પણ સારા દોસ્ત છીએ. તો સીધી જ વાત કરીએ."

પૂજન: "સારું, જમવાનું કહી દે એટલે હું વાત શરૂ કરું."

પારિજાત: (ઓર્ડર આપીને વેઇટરને) "ભૈયા, આરામસે લાના, કોઈ જલ્દી નહી હૈ. "

પૂજન: "તું આટલા વર્ષે પણ નથી બદલાઈ. એવી જ જીવનમાં કંઈપણ પરિસ્થિતિને મજાક બનાવતી તારી વાતો."

પારિજાત: " હું તો નથી બદલાઈ, પણ તું બહુ બદલાઈ ગયો છે. હવે બોલ... વાત શું છે?"

પૂજન: " મારી એ વાત કરવી હવે મને ગમતી નથી. તને પણ ખબર છે કે ત્યારે ઉદયપુરમાં જે થયું એ નહોતું થવું જોઈતું. રાત્રે આપણે બધા સુવા ગયા પછી મને કોઈકે ત્યાં બોલાવેલો અને પછી મને કઈજ યાદ નહોતું.
બીજા દિવસે શું થયું એ સમજાય એના પહેલાં જ પ્રાંજલ મને કહ્યા વગર જ જતી રહે છે. એના ગયા પછી મે પ્રાંજલ જોડે વાત કરવાના કેટલા પ્રયત્નો કર્યા. પણ એનો ગુસ્સો તો ખબર જ છે." (થોડી પરેશાની સાથે કહીને હાથ ટેબલ પર પછાડે છે.)

પારિજાત: "પણ તારી વિરુધ્ધ આવું કરે કોણ? એ રાત્રે આપણે બધા 1 વાગ્યા સુધી જોડે જ હતા. તું યાદ કર કે કોણ બોલાવા આવેલું તો કદાચ કઈક ખબર પડે."

પૂજન: "ના, હવે એનો કોઈ મતલબ નથી. એણે લગ્ન કરી લીધા છે અને હું પણ એકલો રહેતા શીખી ગયો છું."

પારિજાત: " તને લગ્ન કરી લીધા છે એવું કોણે કહેલું?"

પૂજન: "કંકોત્રી મળી હતી એના લગ્નની વંદિતને. જ્યારે મને આ વાત ખબર પડી અને મે ફોન કર્યો ત્યારે એણે રોંગ નંબર કહ્યું હતું અને ઉમેર્યું હતું ફરીથી ફોન ના કરતા. "

પારિજાત: " કંકોત્રી તો મને પણ મળી હતી. પણ તને તો ખબર હતી ને એના ઘરના વિશે. કદાચ એની કોઈ મજબૂરી પણ હોઈ શકે ને. બન્ને સરખા જ હતા... એક વાતનો જવાબ આપ."

પૂજન: "પૂછ, મારી જોડે જવાબ હશે તો જરૂર આપીશ."

પારિજાત: "તને લગ્નની ખબર હતી. ફોન કરીને કઈ ના કીધું એટલે તે એને મૂકી દીધી. પ્રશ્ન એ છે કે પ્રેમ તો કરે છે ને?"

પૂજન: " હવે આ પ્રશ્નનો કોઈ મતલબ નથી."

પારિજાત: "એટલે નથી કરતો?"

પૂજન (ગભરાઈને ઉતાવળે): "એવું મે ક્યાં કીધુ?"

પારિજાત: "જોયું, પ્રેમતો અંદરથી ઉભરાઈ આવે એટલો છે. તમે છોકરાઓ પણ એકદમ બુધ્ધુ હોવ છો. આમ તો ના પાડે ત્યારે એની જોડે હા કરાવવા આકાશ-પાતાળ એક કરવા તૈયાર હોવ છો, અને ક્યારેક સાવ પાણીમાં બેસી જાવ છો. હવે એના વિશે કંઈ માહિતી છે? (કહીને છણકો મારે છે.)"

પૂજન: " ના માહિતી શું એની કઈજ વાત પણ મારી જોડે નથી. જે દિવસે લગ્ન હતા, ત્યારથી મે મારો ફોન જ બદલી નાખ્યો હતો. એના પછી તો બધા દોસ્તોના પણ કોઈ સમાચાર નથી પૂછયા. પોતાની જાતને કામમાં એટલી પરોવી દીધી કે આ વાત વિચારવા પૂરતો ય સમય ના હોય."

પારિજાત: " ઓ...હોશિયાર. આવા બધા ગતકડાં કરતે શું મળ્યું? ભૂલી શક્યો એને? મળી ગયી શાંતિ, નહી ને? લાગે છે મારે જ કઈક કરવું પડશે." એમ કહીને પારિજાત બહાર નીકળીને કોઈને ફોન કરે છે.

થોડીવારમાં ફોન કરીને પારિજાત આવે છે ત્યાં સુધી જમવાનું પણ આવી ગયું હોય છે.

પૂજન: "અચાનક ક્યાં ગઈ હતી. જમવાનું પણ આવી ગયું છે."

પારિજાત: "તારી જેમ નથી સ્વતંત્ર હું, મારે ઘરે કહેવું પડે કે થોડુ મોડું થશે. કહેવા ગઈ હતી. છોકરાઓ ઘણીવાર મને મોડું થાય તો એમ જ રાહ જોતા હોય છે. " ( મનમાં: પૂજન તારી પ્રાંજલ વિશે જ વાત કરવા ગઈ હતી. બસ થોડા સમયમાં માહિતી મળી જવી જોઈએ.)

પૂજન: "કોલેજ માં હતા ત્યારે તું માસ્ટર કરીને કૉલેજ જોઇન કરીશ એવું તો કોઈ દિવસ લાગ્યું નહી."

પારિજાત: " એમતો તું પણ પ્રાંજલથી અલગ રહી શકીશ એવું કોઈ દિવસ લાગ્યું નહીં. પણ આજ જિંદગી છે... એમ તો કહે આટલા વર્ષે કૉલેજ અને એ પણ પ્રજ્ઞા મેડમને મળવા. કુછ તો ગરબડ હૈ દયા.(કહીને હસવા લાગે છે)"

પૂજન: વાત એમ છે કે આપણે પ્રજ્ઞા મેડમને 2 દિવસમાં વાત કરીને એક રહસ્ય પરથી પરદો ઉચકવાનો છે. ઇસ ઓપરેશનમે તુમ્હે મેરા સાથ દેના પડેગા. પારિજાત, મુજે લગતા હૈ ઈન દો દિનમે બહોત કુછ બદલને વાલા હૈ. (સામે પૂજન પણ હસે છે)"

પૂજન પારિજાતની સાથે બધી વાતો કરે છે અને પોતાની યોજના પણ બતાવે છે. પારિજાત ખુશ થઈ જાય છે અને સાંજે જ પ્રજ્ઞા મેડમને મળવા જવાનું નક્કી કરે છે.

મિત્રો,
આ અંકમાં પૂજન કોલેજ કાળની દોસ્ત પારિજાત સાથે કરેલી વાતો જોઈ. પૂજન પ્રાંજલ વચ્ચે પડેલી ગેરસમજ શું છે? પારિજાત કોને ફોન કરે છે? પૂજનની પારિજાત જોડે શું યોજના છે? પ્રજ્ઞા મેડમને મળવા પારિજાત કેમ ઉતાવળ કરે છે. આ બધાનો જવાબ મળશે પણ આગળના અંકમા.

આ અંકને અહી વિરામ આપીએ... તમને આ અંક કેવો લાગ્યો, તમારા અભિપ્રાય અને સૂચનો જણાવી શકો છો.

Email:tejdhar2020@gmail.com
Insta: tejdhar2020