સંગાથ Minal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

સંગાથ

સંગાથ



આ કહાની શરૂ કરતાં પહેલાં એમના પાત્રોથી થોડો પરિચય મેળવી લઈએ.



આધ્યા - થોડી ગુસ્સેલ , થોડી લાગણીશીલ, થોડી પ્રેકટિકલ

આધ્યાના પરિવારમાં દાદા અનિરુદ્ધ , દાદી મંજુલા પપ્પાઅખિલભાઈ, મમ્મી નયનાબેન , ભાઈ આલોક અને બહેન પ્રાચી.



સિદ્ધાર્થ - શાંત , સરળ અને ખૂબ જ લાગણીશીલ

એના પરિવારમાં દાદા હરકિશન, પપ્પા હરેશભાઈ, મમ્મી વીણાબેન અને બહેન રચના.








આજે સવારથી જ ઘરમાં મહેમાનની દોડધામ હતી. બધા ખૂબ જ ખુશ હતા. દાદા અને દાદી થોડાક ચિંતિત હતા કે એમની લાડકી ગઈ ક્યાં? ઘરમાં આધ્યા સિવાય ના બધાં જ હતા. આધ્યા ના પિતા અખિલભાઈ, માતા નયનાબેન , એનો જુડવા ભાઈ આલોક અને એની નાની બહેન પ્રાચી. એ સિવાય એમના ફ્રેન્ડ હરકિશન તેમના પરિવાર સાથે હાજર હતું. પણ દાદા અનિરુદ્ધ અને દાદી મંજુલા નું ધ્યાન આધ્યા ક્યાં હશે , એ ઠીક તો હશે એના પર જ હતું.


બધા પાર્ટીની તૈયારીમાં વ્યસ્ત હતા . આજે દાદા દાદી ની ૭૫મી એનિવસૅરિ છે તો બધા ચચૉ કરતાં હતાં કે પાર્ટીમાં શું કરશું ને શું નહીં. ત્યાં જ દાદા દાદી નીચે આવે છે એટલીવાર માં જ ડોરબેલ વાગે છે. કોઈ ઘણા બધા બ્લૂન‌ હાથમાં લઈને આવે છે. દાદા દાદી પાસે આવીને એ જોરથી હેપ્પી એનિવસૅરિ બોલીને એક બ્લૂન ફોડે છે અને એમાં ભરેલ‌ ગુલાબ ની પાંખડી દાદા દાદી પર પડે છે. બધા જોતા જ રહે છે .


" ક્યાં જતી રહે છે તું?, તારામાં બુદ્ધિ છે કે નહીં ?
‌‌મોબાઈલ શું ફોટા પાડવા આપ્યો છે?" અખિલભાઈ

( વચ્ચે થી અટકાવતા)
" એની મરજી છે એ જ્યાં જાય ત્યાં. " દાદા અનિરુદ્ધ

" પણ એનાથી ફોન કરીને જણાવી શકાય" અખિલભાઈ
"એ આવી ગઈ છે. બસ આ વાત અહીં જ પૂરી"દાદી મંજુલા

( આધ્યા કંટાળીને એના રૂમમાં જતી રહે છે.)
( બધા એને જ જોતાં રહે છે.)

"તમારા જ લાડ-પ્યાર થી એ બગડી ગઈ છે." અખિલ ભાઈ
" જ્યારે એને એના માતા-પિતાની જરૂર હતી ત્યારે તમે બંને હતા એની પાસે?" દાદી મંજુલા
" આ ચચૉ અહીં જ પૂરી" દાદા અનિરુદ્ધ

આ બધી ચર્ચામાં કોઈને સમજ ના પડી કે થઈ શું રહ્યું છે. આ ચચૉ દરમિયાન બે આંખો હતી જે આધ્યા સામે જ જોઈ રહી હતી. એ આંખો સિદ્ધાર્થની હતી. સિદ્ધાર્થ જોતો જ રહ્યો આધ્યાને. સિદ્ધાર્થ ના દાદા હરકિશનને આ વાત ધ્યાનમાં આવી કે આધ્યા સિદ્ધાર્થના દિલમાં વસી ગઈ છે.



સિદ્ધાર્થ આલોકનો બેસ્ટ ફ્રેન્ડ હતો . બંને નાના હતા ત્યારથી એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ છે. સિદ્ધાર્થના દાદા હરકિશન અને આલોકના દાદા ગાઢ મિત્રો હતા. તેમજ સિદ્ધાર્થના પિતા હરેશ અને આલોકના પિતા અખિલ બંને બિઝનેસ પાર્ટનર હતા. તેથી બંને પરિવારો એકબીજા સાથે પરિવાર જેવા સંબંધો ધરાવતા હતા. સિદ્ધાર્થની બહેન રચના અને આલોકની સગાઈ કરવાની વાતો ચાલી રહી હતી.

( બધા ત્યાંથી પાર્ટીમાં જવા માટે તૈયાર થવા નીકળી ગયા હતા.)

" દાદૂ હું તમને સીધી પાર્ટીમાં જ મળીશ" આધ્યા
" હા પણ હું જાણી શકું કે મારી લાડલી ક્યાં જવાની છે? " દાદા અનિરુદ્ધ
( વિચારીને )
" ના , એ તમને પાર્ટીમાં જ ખબર પડશે" આધ્યા
" એટલે દાદૂ-દાદી થી પણ સિક્રેટ?" દાદી મંજુલા
" હા " ( હસીને આધ્યા કહે છે)
" પાર્ટીમાં આવી જજો" આધ્યા
( બંને હસે છે.)

સાંજે પાર્ટીમાં જતા જ બધા પાર્ટીની ડેકોરેશન જોતા જ રહી જાય છે. દાદા-દાદીના જૂના મિત્રો પણ આવ્યા હતા. પાર્ટી શરૂ થઈ ગઈ હતી પણ આધ્યા ક્યાંય પણ નજરે ના પડી. બધા ડાન્સ કરી રહ્યા હતા. છેલ્લે એક અવાજ સંભળાય છે. એક વીડિયો ચાલુ થયો હતો એમાં દાદા દાદી ના આજ સુધીની યાદો તાજી થઈ રહી હતી. એ વીડિયો પૂરો થતાં જ આધ્યા એમની પાસે આવીને ઊભી રહે છે. અંતે બધા પાર્ટીની મજા લઇને છૂટા પડે છે.

બીજા દિવસે પણ ન્યૂઝ પેપરમાં એમની પાર્ટીની જ ચચૉ હતી. સવારે બધા નાસ્તા માટે ડાઇનિંગ ટેબલ પર ભેગા થાય છે. આ પરિવારનો એક નિયમ કે જો પૂરો પરિવાર સાથે હોય તો એમણે સાથે જ નાસ્તો કરવો. ડાઇનિંગ ટેબલ પર બધા આવી ગયેલા હતા . આધ્યા હજુ ઊંઘી રહી હતી.


" મારે તમારા બધા સાથે એક જરૂરી વાત કરવી છે. એ માટે તમને અહીં બોલાવ્યા છે." દાદા અનિરુદ્ધ

" અહીં બધા ‌હાજર નથી" આલોક

" તું પણ તારા પિતાની ભાષા બોલવા લાગ્યો છે ને?અને તું જેની વાત કરે છે એને એ વાતની ખબર છે પણ એ આવશે ત્યારે જ હું વાત કહીશ ત્યાં સુધીમાં નાસ્તો કરી લઈએ" દાદા અનિરુદ્ધ

( બધાનો નાસ્તો પૂરો થતાં જ આધ્યા આવે છે.)

"ગુડ મોર્નિંગ એવરિવન" આધ્યા

( આધ્યા આવીને દાદાની બાજુન માં બેસી જાય છે.)



એટલીવારમાં જ અખિલભાઈ પર ફોન આવ્યો. એ ફોન પૂરો થતાં જ ગુસ્સામાં આવી ગયા.


ક્રમશઃ