આહવાન - 15 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 15

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૧૫

અંજલિ બહું જગ્યાએ ફર્યાં બાદ પરાણે ઇન્જેક્શન મળતાં જ એ ફટાફટ પાછી હોસ્પિટલ આવી અને અંદર મોકલાવ્યા. વિકાસે એ સાથે ફટાફટ ઇન્જેક્શનને ત્યાં લગાડેલી બોટલમાં નાખ્યાને પછી વિકાસે ડૉ. કચ્છી ને કહ્યું કે એમને બીજાં પેશન્ટ માટે જવું હોય તો જાય વાંધો નહીં . ફક્ત એક સ્ટાફને રાખીને આપ જાઓ. હું અહીં હમણાં અર્થની સાથે જ છું.

ડૉ. કચ્છી : " ઠીક છે હું થોડીવારમાં આવું છું... કંઈ પણ એવું લાગે તો કહેજો સ્ટાફ મને બોલાવી લેશે. આપ કહો તો હુ ડૉ. અંજલિને અંદર મોકલું. અર્થને એકવાર જોવાં માટે..."

વિકાસે અર્થની સાથે અંજલિને પણ જોયાં અને મળ્યાંને બે મહિના થઈ ગયાં છે. અંજલિને છેલ્લાં દિવસોમાં જ્યારે વિકાસની જરૂર હતી ત્યારે જ એ એની સાથે ન રહી શક્યો એનું પણ એને દુઃખ છે. એનું મન પણ જાણે અંજલિને જોવાં અધીરું બન્યું. આખરે એ એનો પ્રેમ છે સાથે જ એની અર્ધાંગિની...!! એ પહેલાં ય એક પ્રેમિકા...!! એણે પોતાની લાગણીઓને કાબૂમાં રાખીને કહ્યું , " યસ ડૉકટર...!! " ને પછી થોડી જ વારમાં અંજલિ પીપીઈ કીટ સાથે અંદર પ્રવેશી.

જાણે બે મિનિટ સુધી અંજલિ અને વિકાસ એકબીજાંની સામે જ જોઈ રહ્યાં. વિકાસ જાણે પોતાની જાતને અંજલિ અને અર્થ સાથે ઘણાં સમયથી ન રહી સાથે ન રહી શકવા બદલ આજે અંજલિ સામે આવતાં એ પોતાની જાતને ગુનેગાર સમજી રહ્યો હોય એવું અંજલિને સ્પષ્ટ લાગ્યું. અંજલિ પણ એક ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર છે અને એ બધું જ સમજે છે. આથી એણે તરત જ વિકાસ કોઈ ભાવનાઓમાં નહીં જાય એ પહેલાં જ કહ્યું, " કેવું છે અર્થને ?? જો ને ખાલી સૂઈ ગયો હોય એવું જ લાગે છે પણ એની સ્થિતિ તો શું આટલાં નાનાં કુમળાં દેહ પર નીડલનો જાણે મારો થયો હોય એવું લાગી રહ્યું છે.

વિકાસ : " હમણાં જ એક ડૉક્ટર બત્રા જે અમારાં બેસ્ટ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે એમની એડવાઈઝ મુજબ ટ્રીટમેન્ટ શરું કરી છે‌. એની ઈફેક્ટ જો આવે તો અડધો કલાકમાં આવી જ જાય છે નહીંતર...."

અંજલિ : " નહીંતર... શું ?? "

વિકાસ : " કંઈ કહી શકાય નહીં. પણ આ છેલ્લો ઉપાય છે. તને ખબર છે કે અહીં પિડિયાટ્રીક ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટમાં અમદાવાદમાં ડૉ. કચ્છીનું નામ બહું જાણીતું છે...એ પણ અર્થનાં કેસમાં મુંઝાઈ ગયાં છે...આથી હવે મારે છેલ્લે તો ડૉક્ટર બત્રાની સલાહ મુજબ આ કામ કરવું પડ્યું." વિકાસે અપાયેલી સારવારની વિગત આપીને અંજલિને બધું ટૂંકમાં કહ્યું.

અંજલિ : " જો કે એમણે કહ્યું છે કંઈ તો થશે જ....તને લાગે છે કે કોઈ પરિણામ મળશે ?? "

વિકાસ : " ખબર નહીં...પણ એનું શરીર જે ઠંડું પડી ગયું હતું એ હવે નોર્મલ પર ધીમે ધીમે આવી રહ્યું છે. વળી એનાં વાઈટલ્સ પણ ધીમેધીમે નોર્મલ તરફ જઈ રહ્યા છે. પણ શું થશે અંતે એ તો કુદરત જ જાણે !! "

અંજલિ : " તું કુદરત પર ભરોસો રાખ..‌મને તારાં અને કુદરત બંને પર વિશ્વાસ છે..."

વિકાસ : " કાલ સવારે સુધીનો સમય છે મારી પાસે બસ એક વાર અર્થ થોડો રિકવરી સુધી આવે. "

અંજલિ : " હા..હવે તું અહીં આવી ગયો છે બધું જ સારું થશે... મારાં મનમાં હવે બસ બધું સારું જ થશે એવું થઈ રહ્યું છે...!! "

ત્યાં જ લગભગ ઇન્જેક્શન આપે અડધો કલાક થઈ ગયો છે પણ હજું અર્થ ભાનમાં આવ્યો‌ નથી. હજું સેચ્યુરેશન પણ હજું એકદમ મેઈન્ટેઈન નથી થયું...!!

વિકાસે ફરીથી થોડું બધું સેટ કર્યું ને પછી ધીમેથી ગ્લોઝ સાથે જ અર્થનાં હાથને સ્પર્શ કર્યો કે તરત જ એણે પોતાનો નાનકડો હાથ ઉંચો કરી દીધો. ને જાણે એ બંધ આંખોએ એ એક સહારાને શોધતો હોય એવું લાગી રહ્યું છે. પણ થોડીવારમાં જ એ જાણે નિશ્ચેતન બની ગયો.

અંજલિ અને વિકાસ બંને ગભરાયા અને ડૉ. કચ્છી પણ આવી ગયાં. હવે જાણે બધાંએ આશા છોડી જ દીધી. અર્થનાં શ્વાસોશ્વાસ ઘટવા લાગ્યાં, ધબકારા પણ ધીમાં થઈ રહ્યાં છે. ઓક્સિજનનું પ્રમાણ તો વેન્ટિલેટર પર હોવાં છતાં સતત ઘટી રહ્યું છે. કોઈને હવે આ નાનકડાં અર્થ માટે શું કરવું એ કંઈ સમજાયું નહીં.

અંજલિ આખરે એક મા છે એનાથી પોતાની બાળકની આ સ્થિતિ સહન ન થઈ એણે ગ્લોવ્ઝ સાથે અર્થની પાસે આવીને એનાં કપાળ પર એક પ્રેમભર્યો સ્પર્શ કર્યો...અંજલિના આંસુ જાણે બંધ થવાનું નામ નથી લઈ રહ્યાં. હજું સુધી પારાવાર હિંમત રાખી રહેલાં વિકાસનો અશ્રુબંધ પણ તુટી પડ્યો. ત્યાં રહેલાં ડૉ. કચ્છી અને બીજો સ્ટાફ પણ જાણે ભાવુક બની ગયો.

વિકાસ અને અંજલિનાં પ્રેમભર્યા સ્પર્શ બાદ અર્થમાં કોઈ પણ પ્રકારનો સુધારો ન આવતાં બધાં જાણે નિરાશ થઈ ગયાં. પરંતુ હજું એનાં ધબકારા ચાલી રહ્યાં છે આથી એ હવે એ આ દુનિયામાં નથી એવું પણ ન કહી શકાય. છેલ્લે વિકાસે ડૉ. બત્રાની સલાહ અનુસાર છેલ્લું એક ઇન્જેક્શન આપ્યું. બસ આનાથી જે થાય તે...!!

વિકાસ અને અંજલિ બેસીને કુદરતને મનોમન પ્રાર્થના કરી રહ્યાં છે. બસ કુદરત જ કદાચ હવે ચમત્કાર કરી શકે એવી આશામાં બંને જણાં રાતનાં દસ વાગ્યે ભૂખ્યા તરસ્યાં અર્થની સામે બેસી રહ્યાં છે !!

**************

મિકિનના ગયાં પછી લગભગ દોઢ કલાક થઈ ગયો છે. પણ એનો ફોન બંધ આવે છે. એણે એની ઓફિસમાં લેન્ડલાઈન પર ફોન કર્યો તો જવાબ મળ્યો કે સાહેબ તો અહીં નથી આવ્યાં. વળી એ વ્યક્તિએ થોડાં ટોન્ટ મારતો હોય એમ કહ્યું, " હવે આમ પણ એ ક્યાં સાહેબની ઓફિસ રહી છે... જેવાં કામ કરે એવું થાય !! એ ખુરશી તો આમ પણ હવે ખાલી નથી રહી જો એ આવે તો પણ...!! "

કાજલે કંઈ પણ કહ્યાં વિના ફોન મૂકી દીધો. એણે ન્યુઝ શરું કર્યાં એ પહેલાં શૈલી અને સત્વને અંદર રૂમમાં મોકલી દીધાં. એણે ઘણી ન્યુઝ ચેનલો બદલી દીધી પણ આ ન્યુઝ તો ક્યાંક ખૂણે ખાંચરે પણ ન દેખાયાં... નીચેનાં ભાગમાં આવતી નાની પટ્ટી પણ જોઈ દીધી. રિપોર્ટ પહેલાં તો દિવસમાં કેટલીવાર ન્યુઝ આવતાં હતાં બધું રિપોર્ટ નેગેટિવ આવ્યાં બાદ અચાનક કેમ બંધ થઈ ગયુું. સાથે જ મિકિનનો કોઈ સંપર્ક નથી થતો. ગમે તેટલો ટ્રાફિક હોય તો પણ મિકિન વધુમાં વધુ એક કલાકમાં તો ઓફિસ પહોંચી જ જાય એ તો કાજલને પણ ખબર છે.

એ હવે ગભરાઈ એને ફરી એ મિકિનને આવેલું સપનું યાદ આવ્યું...એ બોલી, " કદાચ સાચે જ મિકિનનો જીવ જોખમમાં નહીં હોય ને ?? શું કરું કોને વાત કરું ?? પોલિસમાં સીધી જાણ કરે ?? કારણ કે સપનાંની વાત તો કોઈને કરાય નહીં કોઈ મજાક ઉડાવે...પણ એ પોતે જાણે છે કે અત્યારે આ બધું એમની રિઅલ લાઈફમાં સત્ય બની રહ્યું છે.

એને યાદ આવ્યું કે સ્મિતની પત્ની વિશાખા એનાં પપ્પા રિટાર્ડડ પીએસઆઈ છે. એમની સલાહ લઈ શકાય. કાજલ વિચારવા લાગી કે સામાન્ય પોસ્ટ પર નાની મોટી નોકરી કરતાં હોય તો કંઈ પણ ડિસીઝન લઈ શકાય પણ હવે આ પોસ્ટ પર બધું સમજી વિચારીને પગલાં લેવા પડે.

સ્મિત, મિકિન અને વિકાસની તેમની પત્નીઓ વિશાખા, કાજલ અને અંજલિ પણ દેરાણી જેઠાણી કરતાં વધારૂ સારાં ફ્રેન્ડ બની ગયાં છે. અંજલિ અને વિકાસનાં લગ્ન માટે પરિવારને રાજી કરનાર પણ આ બધાં જ તો હતાં...એ લોકોની અત્યારની સ્થિતિ જોઈને કોઈ અત્યારે કહી ન શકે કે મિકિન, વિકાસ અને સ્મિતનાં આટલાં સિદ્ધાંતવાદી અને પ્રામાણિકતા માટે એમની એક ભુતકાળની જિંદગી એમની સાથે જોડાયેલી છે...પણ એમનાં જીવનનો એક સંઘર્ષ અને મળેલો એક જીવનદાતા કે એમની જિંદગી આખી બદલાઈ ગઈ...બાકી દેખાવડા હોવાં છતાં વિશાખા, મિકિન અને સ્મિતને આવી અમીર પરિવારની , દેખાવડી છોકરીઓ જીવનસાથી તરીકે મળત ખરાં !! બધું જ સમય અને સંજોગોના લેખાંજોખાં હોય છે...!!

કાજલે વિશાખાને ફોન કરીને બધી વાત કરી. વિશાખા પણ ચિંતામાં આવી ગઈ. એ બોલી, " અત્યારે તો સ્મિત પણ નથી ઘરે... શું કરી શકાય મને તો કંઈ સમજાતું નથી..."

કાજલ : " હા સ્મિતભાઈ પણ નથી વળી વિકાસભાઈ પણ અર્થની સ્થિતિ ગંભીર હોવાથી અંજલિ કે વિકાસભાઈ ને કંઈ પણ કહી શકાશે નહીં. "

વિશાખા : " શું થયું અર્થને ?? થોડાં દિવસ પહેલાં તો મારી અંજલિ સાથે વાત થઈ હતી એ લોકો તો મજામાં હતાં..."

કાજલે બધી વાત કરી. વિશાખા બોલી, " આ શું થઈ રહ્યું છે આપણી સાથે... બધાં મુશ્કેલીમાં છે...પણ હવે આ માટે કોને વાત કરી શકાય ?? "

કાજલ : " તારાં પપ્પા આ માટે કંઈ મદદ કરી શકે ?? તું એમની સાથે વાત કરીને મને કહે ને ..."

વિશાખા : " હું પ્રયત્ન કરું... પપ્પાની તબિયત બહું સારી નથી અત્યારે એ કંઈ સુઝાવ આપે તો વાત કરીને કહું..." ને ફોન મુકાઈ ગયો..

અર્થને આખરે વિકાસ અને અંજલિ હંમેશાં માટે ગુમાવી દેશો પડશે ?? સ્મિત કોરોના વેક્સિન બનાવવામાં સફળ થશે ખરાં ?? મિકિન આખરે ક્યાં ગયો હશે ?? એ જાતે ક્યાંય ગયો હશે કે પછી કોઈ દ્વારા કરાયેલી યોજના હશે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૧૬

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....