ડર-એક અહેસાસ Veer Raval લંકેશ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડર-એક અહેસાસ

"મહારાજ સાંભળો છો ?,નજીકના જંગલમાં વીર વિક્રમ રહે છે" પાણીનો ગ્લાસ આપતા મહર્ષિ બોલ્યો.

"હા,મહર્ષિ.મેં પણ સાંભળ્યું છે કે એ કોઈનાથી ડરતો નથી,ભૂત-પ્રેત,જંગલી જાનવરો બધા એની કાબુમાં છે"મહારાજે પાણી પીધું.

"મહારાજ,એ વિક્રમ ચૌદ વર્ષનો હતો ત્યારથી નીડર થઈ ગયો છે, એને કોઈપણ જાતનો ડર જ નથી. પહાડ હોય કે નદી, કૂવો હોય કે વાવ, બધામાં ડૂબકી લગાવી આવે છે.પાણી કે આગથી પણ ડરતો નથી, એ એની પત્ની અને બાળક સાથે જંગલમાં પણ એકલો રહે છે,અને એનાથી બધા ડરે છે,એને જાહેરાત પણ કરાવી હતી કે એ જગ્યા પર રહે છે ત્યાં સુધી કોઈ પહોંચી જાય તો એ એનો ગુલામ થઈ જશે,કોઇ વીર હોય અને એની સામે મલયુદ્ધ કરી નીચે પછાડે તો એ પોતાના હાથ પગના ટુકડા જાતે કરી નાખશે."મહર્ષિ નીચે બેસી ગયો.

"એવું છે ?, ચાલો તો આપણે મળી આવીએ જોઈએ એ નીડર માણસ ને ?"

"ના,ના મહારાજ. રેહવા દો,એ જે જંગલમાં રહે છે ત્યાં સુધી આપણે પહોંચી પણ નહીં શકીએ."મહર્ષિ એ ચિંતા વ્યક્ત કરી.

"કાલે વહેલી સવારે ચાર વાગે તૈયાર રહેજે,મહર્ષિ"

"જરૂર મહારાજ"

ગુરુ શિષ્ય બન્ને રાત્રે સુઈ જાય છે.મહર્ષિ પોતે ડરતો હોય છે કે મહારાજે ક્યાં વળી વિક્રમને મળવાનું નક્કી કર્યું. છતાં ગુરુ આજ્ઞા સમજી એ મન મક્કમ કરી સુઈ જાય છે.

વહેલી સવારે ચાર વાગે બન્ને ગુરુ-શિષ્ય જંગલ તરફ નીકળી જાય છે.

સવારથી જ ભયંકર જંગલમાં મહર્ષિ ડરતો ડરતો ગુરુની પાછળ પાછળ ચાલતો હોય છે. સિંહની ગર્જનાઓ થાય છે તો ક્યાંક ઝેરી જાનવરોનો અવાજો....ગુરુ પોતાના આત્મબળથી આગળ ચાલતા જાય છે. ગુરુ તો ગુરુ છે એનાથી વધુ શુ હોય ?....

ભયંકર જંગલને ચીરતા ગુરુ શિષ્ય વીર વિક્રમની કુટિરે પહોંચી જાય છે....

ત્યાં જુવે છે તો વીર વિક્રમનો બાળક સિંહના બાળ જોડે મસ્તી કરી રહ્યો છે, એની માં કાચું માંસ પકવતી હોય છે.વિક્રમ બેઠો બેઠો સિંહના ટોળાને માંસ ખવડાવી રહ્યો છે...

"હરિ ૐ, હરિ ૐ" બોલી મહર્ષિએ વિક્રમની પત્નીને નમન કર્યા.

"અલ્યા સાંભળો છો, કોઈ બે સાધુ આપણી કુટિરે પહોંચી આવ્યા છે"વિક્રમની પત્નીએ સાદ કર્યો.

આ સાંભળીને જ વિક્રમને પરસેવોવળી ગયો,સિંહના ટોળામાં ડાલામથાસિંહ જેવો લાગતો વીર વિક્રમનો ચહેરો ફિક્કો પડી ગયો,મનોમન વિચારે ચડી ગયો કે "મારે હવે ગુલામી કરવી પડશે,કોઈક મારી કુટીર સુધી આવી ગયું છે"

વિક્રમ નતમસ્તકે મહારાજ સામે આવી ઉભો રહી ગયો....

મહર્ષિ હળવા અવાજમાં બોલ્યો" વીર વિક્રમ આજથી તમે મારા ગુરુના ગુલામ છો".

"જી,ગુરુજી"કહી વિક્રમ નીચે બેસી ગયો.

વિક્રમની પત્ની પોતાના સિંહ જેવા પતિના ચહેરા પર ડર જોઈ શકતી હતી.એને પોતાના પતિને ધીમા અવાજે કહ્યું " કેમ મારા હાવજ, આજ તમે એક સાધુથી ડરી ગયા ? તમે તો નીડર છો,તમને ભૂત પ્રેત,જાનવર કોઈની બીક નથી તો આજે શુ થયું ?''

પત્નીના આ સવાલનો જવાબ વીર વિક્રમ આપી ના શક્યો.

"ગુરુજી આપ કોણ છો ? આવા જંગલમાં તમે કેવી રીતે આવી ગયા ? તમને ડર ના લાગ્યો ?"વિક્રમે બે હાથ જોડ્યા.

મહર્ષિએ તરતજ જવાબ આપ્યો "હે વિક્રમ, બાજુમાં એક નાનુગામ છે ત્યાં અમારો આશ્રમ છે, તમારી નીડરતાની ચર્ચા સાંભળી હતી તો ગુરુજી તમને મળવા આવી ગયા છે"

મહારાજે હરિ ઓમ બોલતા કહ્યુ કે "વિક્રમ મને તો એવું સાંભળવા મળયું હતું કે તું કોઈથી ડરતો નથી તો આજે કેમ તારા મોઢા પર આટલો ડર છે"

વિક્રમે મૂછ પર તાવ આપતા કહ્યું "મહરાજ,હું કોઈના બાપથી ડરતો નથી, આ આખું જંગલ મારાથી ડરે છે, હું ડરતો નથી પણ તમને જોઈને વિચારે ચડ્યો છું બસ"....

મહરાજે કહ્યું "તારા કહેવા મુજબ તું હવે મારો ગુલામ છે,હું કહીશ એમ તારે કરવુ પડશે"

જી ગુરુજી, તમે કહો એ કરી બતાવીશ, તમે કહો તો કાગરુદેશની તમામ ચુડેલ તમારા સામે ઉભી કરી દઉં, તમે કહો તો આ જંગલના તમામ સિંહના ચામડા તમને ધરી દઉ"વિક્રમે મૂછ પર તાવ દીધો.

મહરાજ હસતા ચેહરે બોલ્યા "વાહ બહાદુર વાહ, તારી વાતો સાંભળી હતી તું એવો જ છે"...

વિક્રમ અને એની પત્નીના ચેહરા પર સ્મિત આવ્યું...

મહરાજ તરતજ બોલ્યા "હવે મારે જમવાનો સમય થઇ ગયો છે"

વિક્રમની પત્નિએ જવાબ આપ્યો "ગુરુજી,આપ કહો એ તમારી સેવામાં હાજર છે".

મહારાજે કહ્યું " વિક્રમ,હું નદી કિનારે સ્નાન કરી આવું છું, તમે બન્ને જણા ભેગા થઈને આ આંગણે રમતા તમારા દીકરાનું માંસ પકવી રાખો હું આવીને જમીશ"

"પણ ગુરુજી...ગુરુજી"...વિક્રમ અને એમની પત્ની બોલતા રહ્યા પણ મહરાજ અને એમનો ચેલો મહર્ષિ ત્યાંથી નીકળી ગયા...
*************
પોતનાં ગુરુજીએ માંસની માંગણી કરી એ જોઈને રાતોપીળો થયેલ મહર્ષિ બોલ્યો " ગુરુજી તમે આ શું માગ્યું ? તમે માંસ ખાતા નથી, અને એમાં પણ આવા કુમળા ફૂલની બલી ??"...

મહરાજ બોલ્યા "મહર્ષિ આનો જવાબ તને થોડીવાર પછી મળશે, અને છતાં ના સમજ પડે તો હું તને આશ્રમ જતા સમજાવીશ"

"હરિ ૐ ગુરુજી"
*************
થોડા સમય બાદ ગુરુ અને શિષ્ય બન્ને કુટીરમા હાજર થયા.......

કુટિરમાં બન્નેના પગ પડતા વિક્રમ અને એની પત્ની ડરી રહ્યા હતાં કે હવે શું જવાબ આપીશું...

મહારાજે કહ્યું "વિક્રમ ચાલ,હવે જમવાની તૈયારી કર,ત્યાં સુધી હું થોડું ધ્યાન કરી લઉ".

"જી મહારાજ"...

વિક્રમેં પોતાના બાળકને તેડ્યો,મોટું ખંજર લીધું ત્યાંજ એની નજર પોતાની રડતી પત્ની પર પડી...વિક્રમનો પરસેવો છૂટી ગયો,

પત્ની એ થોડું સાહસ આપતા કહ્યું " વીર છો તમે,વિક્રમ...આખા જંગલના ઘણાં જાનવરો આ ખંજરથી કાપી નાખ્યા છે, તમને ક્યાં કદી સિંહનો પણ ડર લાગ્યો છે, ઉપાડો ખંજર અને કરો ટુકડા.....

હા..હ..હા..વિક્રમની જીભ લથડી પડી.

હાથમાં ખંજર હતું, વિક્રમના બાળકને ખંજરની કોઈ બીક હતી નહિ, એ પોતાના પિતા સામે હસી રહ્યો હતો.વિક્રમ પરસેવે રેબઝેબ હતો.મુંઝવણ હતી એને કે ખંજર પોતાના બાળકના પેટ પર ચલાવું કે પછી આવેલ સાધુના......

વિક્રમની પત્નીએ ખંજર સામે નજર કરતા કહ્યું "લાવો વીર, હું ટૂકડા કરી નાખું છોકરાના,આમા હું ડરો છો"

વિક્રમની આંખમાં પાણી આવી ગયું.એકબાજુ પોતાનો વટ,વચનનો સવાલ હતો એકબાજુ પોતાના છોકરાનો જીવ....

મહર્ષિએ બુમ પાડી "એ હાલો,જલ્દી જમવાનું પીરસો હવે મહરાજ ભૂખ્યા થયા છે".

વિક્રમ અને એની પત્ની રડવા લાગ્યા, જિંદગીમાં આવો દિવસ પણ આવશે એ કદી વિચાર્યું પણ હતું નહીં.

"શુ કરીશું ? હવે શું કરીશું"વિક્રમ બોલ્યો.

એની પત્નીએ કહ્યું "આજે તમે ડરી ગયા એક ખંજર તમારાથી ચલાવી શકાતું નથી,ચાલો હું જ કંઈક કરું છું"એમ કહીએ મહરાજના પગમાં પડી ગઈ.

"મહરાજ,આપ મહાન છો,હું મારા પુત્રના પ્રાણની ભીખ માગું છું, તમે ચાહો તો હું મારો જીવ આપી દઉં પણ તમે આમાંથી અમને બહાર કાઢો.
"હા,મહારાજ હા, કૃપા કરો" વિક્રમ વચ્ચે બોલ્યો.

"કેમ વિક્રમ ? તું તો બાહોશ,બહાદુર,નીડર હતો તો શું થઈ ગયું ? એક સાધુ સામે તું ઝૂકી ગયો ?" મહરાજે જવાબ આપ્યો.

"માફ કરજો મહરાજ, હું નિર્ભય છું,નીડર છું પણ મારા છોકરાના ડીલ પર હું ખંજર નો ઘા ના કરી શક્યો"

"તું કાયર છે,નીડર તો તારી પત્ની છે જે પોતે તૈયાર થઈ ગઈ પોતાના પ્રાણ આપવા, બહાદુર તો તારો આ છોકરો છે જે ખંજર જોઈને પોતાનું મોત જોઈને પણ હસતો રહ્યો.અને તું મને જ્યારે જોયો ત્યારથી તને ગુલામીનો ડર લાગ્યો, તારા બાળકનું માંસ માગ્યું ત્યારથી તારા હોશ ઉડી ગયા, હવે બોલ તું ડરપોક છે કે નીડર ????"

વિક્રમ રડી પડયો એનું બધું અભિમાન ચૂકનાચુર થઈ ગયું......

મહરાજ અને એનો ચેલાએ ત્યાથી હરિ ઓમ કહી નીકળી ગયા....

વિક્રમની આંખો ખુલી ગઈ..

**************
રસ્તામાં મહર્ષિએ મહારાજને સવાલ કર્યો "મહરાજ, આ વીર વિક્રમ તો નીડર હતો, એની આવી હાલત શક્ય જ નથી, તમે શું સાબિત કરવા માગતા હતા હું કઇ સમજ્યો નહિ".

મહર્ષિ, હું બસ એજ સમજાવું છું કે " જાનવર,પ્રાણીઓ,ભૂત પ્રેતથી ન ડરે ઍને નીડર ન કહેવાય પણ જેને પોતાની ઉપર વિજય મેળવ્યો છે એ નીડર છે, દરેક માણસ નીડર છે પણ તમામ લોકોને ડરાવીને એ પોતે નીડરતા સાબિત કરે છે, પણ જ્યારે પોતાના પર,પોતાના પરિવાર પર આવી પડે ત્યારે ડર પેદા થાય છે, અને એ ડર આજે તે વીર વિક્રમના મોઢા પર જોયો કે નહીં ?".

"હા,મહરાજ. તમે કીધું એ મેં જોયું, નાનું બાળક અને એની પત્ની નિર્ભય હતા જ્યારે વીર વિક્રમ પોતે તમને ત્યાં જોઈને જ ડરી ગયો હતો, ગુલામી નો ડર એની આંખમાં દેખાતો હતો,ડરનો એક અહેસાસ થયો ઍને,ઍને આજ સુધી કોઈએ આજ સુધી ડરનું દર્પણ ઍને કોઈએ બતાવ્યું ન હતું"મહર્ષિ બોલ્યો.

"બસ મહર્ષિ આપણે આવા લોકોના અભિમાન ઉતારી એમને સાચો રસ્તો જ બતાવો હતો અને હા યાદ રાખજે મહર્ષિ કે ડર બધાનો અલગ અલગ હોય છે માનવ,પશુ પંખી તમામ લોકો માં કંઈકના કઈક તો ડર હોય જ છે.હરિ ૐ,હરિ ૐ...."

"મહારાજ,આ અલગ અલગ ડર કેવો હોય પાછો ?" મહર્ષિએ પૂછ્યું.

હા સાંભળ, ડર પર કોઈ વિજય મેળવી શક્યું નથી,કોઈને પાણીથી તો કોઈને આગથી ડર હોય,કોઈને કઈક ખોવાઈ જવાનો તો કોઈને કંઈક....આમ બધા ડરેલા જ જીવી રહ્યા છે અહિયા અને એકબીજાને ડર બતાવી પોતે નિર્ભય છે એવું સાબિત કરી રહ્યા છે