પ્રેમ કે આકર્ષણ Veer Raval લંકેશ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કે આકર્ષણ

પતંગે કોં જલને કા અરમાન ક્યુ હૈ?
સળગતી મીણબત્તીના પ્રકાશને પામવા માટે ઘણાં પતંગિયા જીવ ગુમાવે છે...આ ફક્ત મીણબત્તી પરનું આકર્ષણ જ છે કે જે જીવ લઇને જાય છે...બાકી પ્રેમ તો અંધારાને દુર કરીને અજવાળુ આપવા વાળો હોવો જોઈએ ને ?અહિ હુ સાચા પ્રેમની વાતો નથી કરી રહ્યો કેમકે એ બધા પર સાહિત્યકારો ઘણુ લખી ગયા છે હુ ફક્ત આકર્ષણની વાત કરી રહ્યો છું.હમણાં તો ફેશન ચાલે છે કે જો તમે કૉલેજ કરતાં હોવ તો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ તો જોઈએ જ,નહીં તો તમને તમારાં મિત્રો મૂર્ખ માને હો.ક્રશ હોય છે ને એ બધુ ખાસ મને ખબર નથી પણ સાંભળ્યું છે કે આ મારો ક્રશ છે.. આજકાલ સાવ નાની ઉંમરનાં વયસ્કો પ્રેમમા પડી જાય છે જેમના લગ્ન પણ જો કરાવવામાં આવે તો બાળગુનો લાગુ પડે.આ કેવો પ્રેમ હશે !!!! ફક્ત એકબીજા માટેનું આકર્ષણ ???એ તમે વિચારો.હુ આગળ વધું ...જે ઉંમરે અભ્યાસ કરવાનો હોય એ ઉંમરે વયસ્કો પ્રેમમા ડુબી જાય છે..આમ તો પ્રેમમા તરવાનું હોય ડુબવાંનું નહીં.નાની ઉંમરે થતા પ્રેમના પરિણામ મોટી ઉંમરે ડંખે છે સાચું ને?? એકબીજા સાથે આખો દિવસ whtsapp પર વાતો કરવી,આખો દીવસ બસ મેલા બાબુ,સોના, ક્યાં કલ રહા હૈ,મેલે બાબુને થાના ખાયા ક્યાં..ના ઘરકામ કે પાપાના ધંધામા ધ્યાન આપવું બસ એકમેક જોડે વાત વાત ને વાત.અરે ફેસબૂક પર અજાણ્યા લોકો પણ પ્રેમ કરી બેસે છે ને પછી તુજ મે રબ દિખતા હૈ યારા મે ક્યા કરૂ.સમય સાથે દુપટ્ટા-હેલ્મેટ પહેરીને બાગ-બગીચા,ગેસ્ટ હાઉસમા મળવા જવું.ઘણાં આગળ વધી ગયા પછી એકબીજાને છોડીને નહીં જવા ભીખ માંગવાનું શરુ થાય,એમા મોટાભાગે છોકરીઓને વધું તકલીફ પડે છે કેમકે પ્રેમના નામે એ સંપુર્ણ સમર્પિત થઈ ગઇ હોય છે.મોટાભાગે ફેસબૂકમા,કૉલેજમાં મળેલ પ્રેમીઓને જાતી અલગ હોય તો લગ્ન નહીં થાય એમ કરીને છૂટા જ પડવાનું હોય છે છતા સાત જન્મ સુધી સાથે જીવવાની કસમો તો દિવસમા સો વાર લેવામાં આવે.ઇશ્ક મુહાબત કિ હૈ અજીબ રસમે,કભી જીને કે વાદે કભી મરને કિ કસમે. પ્રેમમા ઓતપ્રોત લોકો દુનિયા ભુલી જાય છે. મા-બાપ,ભાઇ-બેન બધાંને છેતરવાંનું શરૂ કરી દે છે ઘણીવાર ભાગીને લગ્ન કરવા સુધીના પ્લાન કરી દે છે. પ્રેમનું ભૂત એવું સવાર થાય છે કે પ્રેમીઓ બસ એકબીજામા મશગુલ થાય છે ભણવામા એ.ટી કે.ટીઓ આવવાની શરૂ થાય છે.ટ્યૂશન અને એક્સ્ટ્રા કલાસના નામે બીજા કામ થાય છે.ભણવાની ફી ના નામે પપ્પા પાસે મોટી મોટી રકમ લેવામાં આવે છે અને હોટેલ,મૂવીઝ,મોજ-મસ્તીમા વેડફી દેવામાં આવે છે.ભણતર અને કેરિયર પ્રેમનો પ્રથમ શિકાર બને છે.અને આ યુવાન-યુવતીઓ ભવિષ્યમા જોબ ન મળતાં પસ્તાય છે.ગિફ્ટમા મોબાઇલ,કપડા,મોંઘી ચીજવસ્તુઓની આપ-લે ની વાત તો હુ અહિ કરતો નથી કેમકે વેલેન્ટાઈન ડે ના દિવસે ગિફ્ટ આર્ટિકલ્સની દુકાનોમા પ્રેમીઓ કીડીઓની જેમ ઉભરાય છે એ આપડે જોઈએ જ છીએ ને? આમાં પાછા મિત્રો વધું મદદ રૂપ થાય છે હો કે આમ એકાદ તો લવર હોવી/હોવો જ જોઈએ.હાથે કરીને પ્રેમમા પાડે બાકી.. સંતાઈને ફરવું,સમાજથી ડરવું,ઈજ્જત જશે એવો ડર આ બધુ પ્રેમમા હોય વળી ?? હા ઘણા વયસ્કો છે જે આ રીતે પ્રેમમા પડે કે તુરંત ભાઇ-બેન,મા-બાપ,ભાભી સાથે ખુલ્લા દિલે વાત કરીને કહી દે છે અને એનાં ફલસ્વરુપ એમનાં લગ્ન થાય છે કાંતો સાચી સલાહ મળીજાય છે અને આ વાત સ્વીકારવા યોગ્ય જ છે.
પ્રેમીઓ ચેતી જાઓ.. કામવાસના,શારિરીક સુખ ભોગવવુ એ સાચો પ્રેમ નથી.કોઈ યુવતી જો પ્રેમમા ડુબી હોય અને જો એ પોતાના બોયફ્રેન્ડને અમુક સુખ આપવાનો ઇન્કાર કરે તો એને બેવફા કહેવામાં આવે છે.ઘણી વાર મોબાઇલમા રેકોંડિગ,ગુપ્ત ફોટોઝના નામે બ્લેકમેંલિગ પણ કરવામાં આવે છે.ઘણીવાર પ્રેમનો અતિરેક એટલો બધો હોય છે કે બર્થ કન્ટ્રોલ પીલ્સ કે અબૉશન સુધીની નોબત આવે છે.આવા કિસ્સા આપડે છાપમા પણ જોઈએ જ છીએ.અને આ સમયમા ફેમીલી આખી બદનામ થાય છે.ઇમ્મોશનમા આવીને બધી હદ પાર કર્યા બાદ બ્રેકઅપ થાય છે.બસ આઈ લવ યુ થી શરુ થયલે સબંધ બ્રેકઅપ શબ્દ પર પૂરો થઈ જાય છે.ગમ કે આંસુની શરૂઆત થાય છે,છોકરાઓ તો કબીરસિંગ બની બેસી જાય છે.એકબીજામા રસ ઓછો થવા લાગે છે ને નવા પાર્ટનરની શોધ શરૂ થતા વાર નથી લાગતી.અરે હદ તો ત્યારે થાય છે જ્યારે એક સાથે બે ત્રણ જણા સાથે લફડુ કરીને લોકો બેસી જાય છે.દો ચાર ગર્લ/બોય ફ્રેન્ડ એભી આમ બાત હૈ ઍભી આમ બાત હૈ.ઘણીવાર પ્રેમમા મળેલ દગો કોઈનો જીવ પણ લઇ જાય છે.આત્મહત્યા કરવા માટે પ્રેમ કર્યો હશે ?સમય હોય છે ત્યારે સમજ નથી હોતી અને સમજ આવે ત્યારે સમય નથી હોતો.ખબર નથી પડતી પ્રેમમા સમય ક્યા વહ્યો જાય છે અને સાલુ સમય જતા પ્રેમ પણ વહ્યો જાય છે.કોઈ કોઇના માટે મરતૂ નથી બસ પોતાની ભૂલો જ આત્મહત્યા તરફ લઇ જાય છે ખરું ને ?
હવે જ્યારે યુવાન-યુવતીઓ પ્રેમ કરવાની સાચી ઉંમરે પોહચે છે ત્યારે ભૂતકાળ દર્દનાક મહેસુસ કરે છે પોતાની ભૂલો દેખાય છે.લગ્ન કરવાનાં થાય ત્યારે તો ભૂતકાળમા કરેલી ભૂલો ડખે છે.ઘણીવાર લગ્ન થઈ જાય બીજા કોઈ જોડે તો પણ બેવફાઈના નામે એના લગ્ન જીવનમા પણ આગ લગાડે છે લોકોં.ભાઇ લગ્ન બીજે થતા શુ પ્રેમ મરી જાય !!!હા હુ પ્રેમને સમર્થન આપુ છું જ કે પ્રેમ કરવાની કોઈ ચોક્કસ ઉંમર નથી પણ ચોક્કસ ઉંમરે સમજ આવ્યાં બાદ થયેલા પ્રેમમા સમર્પણ,ત્યાગ,વિશ્વાસ જોવા મળે છે..અહિયાં કોણ કોને દગો આપે છે એ સ્પષ્ટ નથી કહી શકાતું પણ એક આકર્ષણ લોકોનો ભોગ લે છે એ કબૂલવુ રહ્યુ.
આ લેખ વાંચતા જો તમે પણ કોઈ ભૂલો કરી હશે તો ચોક્કસ યાદ કરીને તમે પસ્તાવો કરશો જ.એ પ્રેમ જ શુ જેમા શરતો,પસ્તાવો,બેવફાઈ હોય..પ્રેમ રુપ જોઈને નહીં સ્વરુપ જોઈને કરો.આકર્ષણની હદ હોય છે જ્યારે પ્રેમ એ અનહદ લાગણી છે જે એક વાર વહે પછી વહ્યા જ કરે છે.પ્રેમ પૂરો થાય તો લગ્ન થાય અને ના થાય તો હિર રાનજા,લૈલા મજનુંની જેમ લોકો યાદ કરતા થઈ જવા જોઈએ.
પ્રેમ કરો અનહદ કરો, બસ કોઈનો થોડો પણ પ્રેમ પામી શકાય તો એમા ખુશ રહો.કોઇપણ ઉંમરે તમે દોસ્તી કરી શકો છો અને એકબીજાને અનહદ પ્રેમ આપી શકો છો.કેમકે દોસ્તી માટે રૂપ, રંગ,જાતી,ધર્મ,ઉંમર નડશે નહીં અને દોસ્તી તૂટશે પણ નહીં જીવો ત્યાં સુધી ટકી રહે એનું નામ સાચી દોસ્તી..દોસ્તી કરો આકર્ષણમા ભરમાશો નહીં.મારી આ વાતો મારુ અનુમાન નથી પણ હકીકત છે.આપ આ વાંચો તો આ લેખ ને વયસ્કો સુધી પોહચાડો જેથી આકર્ષણથી પર એક પ્રેમની સમજ મળે એમને.પોતાના બાળકો પર વિશ્વાસ મુકવો જ જોઈએ પણ સાથે સાથે આ બધી બાબતોની કાળજી લેવી જોઈએ,સમજ આપવી જોઈએ .મારી આ વાત કોઈને માર્ગદર્શક બની રહે એજ હેતુ સાથે મારા જન્મદિવસે આપ બધાંને પ્રેમથી અર્પણ કરૂ છું..
વધુ આવતાં લેખમા લખું ??
Love For All
Veer Raval "લંકેશ"