મહાદેવ હર,
વીર અને નિલમ પ્રેમમાં ગળા ડૂબ હતા, સામાજિક સમસ્યાઓના કારણે લગ્ન ન થયા બન્ને એ છુટા પડવું પડ્યું. નિલમના લગ્નના દિવસે બેચેન બનેલા વીરની મનોસ્થિતિ અહીંયા લખી શકાય એમ નથી.
એના મિત્રો એને સમજાવે છે કે "એ નહિ તો એની બેન,તું આ બધું છોડને આગળ વધ.પણ પ્રેમમા ડૂબેલો એમ થોડો બહાર આવી શકે... એમના એમ વર્ષો વીતી ગયા,ના નોકરી મળી ના છોકરી મળી, વીર આ તકલીફોમા પાગલની જેમ ભટકતો રહ્યો.
ભૂલવા મને કહો છો,સ્મરણો ભુલાય ક્યાંથી ?
કોઈ પ્રેમીજનોને પૂછો એનો પ્રેમ ભુલાય ક્યાંથી?
એકવાર પેટ્રોલપંપ પર ગાડીઓના કાચ પર પોતા મારતા વીરની નજર એક અજાણી છોકરી પર પડે છે.,જે સામે એક લીંમડા નીચે ઉભી છે.વીર એને ઓળખી જાય છે, એ પોતું મૂકી સીધો ત્યાં જાય છે.
દુપ્પટો મોઢા પર બાંધેલો છે, બે બદામ જેવી આંખો દેખાય છે, માથે સિંદૂર જોઈને વીર રડી પડે છે. નિલમ વીરને ઓળખી શકતી નથી પણ નિલમને જોઈને વીર એની જૂની અદામાં એક ગઝલને શણગારે છે.
"શબ્દો અહીંથી હું ફેકુ,
સામે તમે ઉચકો ના ...
એટલા તમે નમાલા પણ નથી.
સામે હું મળું ને' તમે હસો ના...
એટલા તમે અજાણ્યા પણ નથી."
આ શબ્દો સાંભળી નિલમ પૂછે છે "કોણ છે ભાઈ તું ?દૂર રે, હમણાં મારા પતિ આવશે તો મારશે તને"
"વાતો ના કહી શકું હું મારા હ્ર્દયની..
એટલા અમે અજાણ્યા પણ નથી."
નિલમ સમજી જાય છે કે આ બીજું કોઈ નહિ એનો પાગલ પ્રેમી વીર જ છે,નિલમ તરત જ પૂછે છે કે "કેમ વીર આવી હાલત કરી છે તે તારી ?,રસ્તે રખડતા ભિખારી જેવો લાગે છે
વીર બોલ્યો-
"એ લગ્નમાં હું ન હતો,
ન હતું નામ મારુ કંકોત્રીમાં..
તમે હતા ને' હતો,
કોઈક નો વરઘોડો..."
નિલમ સમજી જાય છે કે મારા લગ્ન બીજે થયા ત્યારથી એ આવી હાલતમાં જીવી રહ્યો છે.નિલમ વીરનો હાથ પકડી કહે છે "તારું કોમળ દિલ સાચવીને રાખજે,જેમાં ક્યારેક હું રહેતી હતી".
વીર જવાબ આપે છે...
"ગીરવે મૂકી દિલ-દિમાગ મારું,
પ્રેમ તને જ મેં આપ્યો છે...
હજુ ક્યાં મોડું થયું છે પ્રિયે,
આ હાથ તે ક્યાં અજાણ્યાનો જાલ્યો છે ?"
નિલમ જવાબ આપે છે "માફ કરજે, પણ મારી મજબૂરી હતી,તું બધું જાણે છે ને,અને હવે તો પાછું વળવું શકય નથી, હું પ્રેગ્નેટ છું.
વીર જવાબ આપે છે-
"આમ જ...છોડી દેશો તમે સાથ મારો,
પકડવા બીજાનો તમે હાથ સારો..
એ મજબૂરી કેવી હતી,
હું એનાથી અજાણ્યો પણ નથી."
"જવાદે ને હવે એ બધું, બોલ શુ ચાલે છે ?" નિલમે. પૂછ્યું.
વીર ફરી એકવાર જવાબ આપે છે-
"છોડી દીધી આ પ્રેમ,મહોબ્બત,ઇશ્કની વાતો આજે,
આ કલમને પકડી નથી કંઈ અજાણ્યા શખ્સ માટે,
કાગળ પર પ્રેમના ગીતો , હું ગાતો તારે કાજે."
"વીર હજુય તું મને પ્રેમ કરે છે ?"નિલમે વીરના આંસુ લૂછયા.
વીર આકાશ સામે ઉપર ભગાવાન ને પૂછે છે કે
"વીર" તું તો હતો આ પ્રેમમા કેવો ગળાડૂબ ?
પ્રભુ ! શુ તું પણ આ વાતથી આટલો અજાણ્યો હતો ?.
"હવે હું કોઈ બીજાની થઈ ગઈ છું, મારે તારી જોડે આમ ઉભું રહેવું સારું નથી,હમણાં મારા પતિ ગાડીમાં સી.એન.જી ભરાવી અહીંયા આવશે.અને હા તું આ તારો વેશ સુધાર જે, આ તો તારા શબ્દો પરથી તને ઓળખી ગઈ બાકી મને તો કોઈ અજાણ્યો જ વ્યક્તિ લાગ્યો હતો તુ, ફરી ક્યારેક મળીશ,તારી પાસે આપણા પ્રેમની કોઈ નિશાની તો હશે ને ?"-નિલમેં પૂછ્યું.
"વર્ષો વીત્યા ને'મળ્યા અજાણી વ્યક્તિ બની ને,
ને'પૂછે કે મારા પ્રેમની કોઈ નિશાની છે તારી પાસે ??"
મેં કહ્યુ "હા, અફસોસ".
આ બન્નેની વાત સાંભળી એક ભિખારીએ તાળીઓ પાડતા કહ્યુ ...
"ઇશ્ક કિયા હૈ, તો તબાહી સે મત ડર,
અગર તબા હો ચુકા હૈ,તો જમ કે ઇશ્ક કર."
સી.એન.જી ભરાવી, નિલમનો પતિ ગાડી લઈને આવી ઉભો,નિલમ ગાડીમા બેસી ગઈ,નિલમનો પતિ વીરને દસ રૂપિયા આપતા કહે છે "એ, ચાલ ફટાફટ,ગાડીનો કાચ સાફ કર,મારે મોડું થાય છે.
વીર ગાડીના કાચ પર પોતું મારે છે,એની આંખો ભીની છે,અંદર બેઠેલી નિલમ આ બધું હસતાં મોઢે સહી રહી છે...
ગાડીમા ગીત વાગી રહ્યું છે ".
एहसास नहीं तुझको
मैं प्यार करूँ कितना
एहसास नहीं तुझको
मैं प्यार करूँ कितना
कर दूंगी तुझे पागल
चाहूंगी सनम इतन
ગાડી નીકળી ગઈ, નિલમ સાઈડ ગ્લાસમાંથી જોતી રહી વિચારતી રહી કે -
"જેના વગર મારી જિંદગી ન હતી, આજે એ વ્યક્તિ કેવી અજાણી થઈ ગઈ"
Veer Raval "લંકેશ"