pruthvi kya tara bapni ?? books and stories free download online pdf in Gujarati

પૃથ્વી ક્યાં તારા બાપની ?

"I want baby boy, I want to fuck you,please"નિલયે દારૂની બોટલ ફોડી નાખી.

"Pleases,નિલય.હવે આવી કોઈ વાત ના કરતો,કેમકે હું ફક્ત તારી ગર્લફ્રેન્ડ હતી અને તારા લગ્ન પણ થઈ ગયા છે અને તારે ત્રણ બેબી પણ છે, એમને સાચવ અને તારી પત્નીને પ્રેમ કર"મૃણાલીએ મોઢું ફેરવી લીધું.

"મૃણાલી, તું સમજતી નથી,મારા માટે બધું તું જ છે, અને તું જ મને પુત્ર આપી શકે છે,પ્લીઝ..ના,ના પાડીશ."નિલયે મૃણાલીનો હાથ પકડ્યો.

"નિલય,હું મેરિડ છું, મારો જેનિશ પણ પાંચ વર્ષનો થવા આવ્યો હવે,તું આ બોડીને હું જીવું ત્યાં સુધી તો સ્પર્શ નહિ કરી શકે,અને તને તારી પત્ની સરસ ક્યૂટ ત્રણ બેબી આપી ચુકી છે"

"હટ, બેબી...મારે દીકરો જોઈએ છે અને શ્વેતા પાસેથી બસ દીકરીઓ જ મળે છે, કાલે જ અબોશન કરાવ્યું ચોથી બેબીનું, તું મને દીકરો આપ બસ....."

"કેમ ? તારે કેમ દીકરો જોઈએ છે ?"મૃણાલી બોલી.

"મારી પેઢી ચાલે, મારું નામ ચાલે, આ દીકરીઓ કાલ પરણીને જતી રહશે, મારું નામ નિશાન આ પૃથ્વી પર નહિ રહે,મારો વંશવેલો ખત્મ"નિલયે ગ્લાસ ભર્યો.

"કેમ ? આ પૃથ્વી તારા બાપની છે ?,નામ નહીં રહે,પેઢી નહિ રહે તો શું ઘસાઈ જશે તારું?" મૃણાલી બગડી.

"નામ તો રહેવું જોઈએ જ ને લે,તારે તો દીકરો છે એટલે તું નહિ સમજે મૃણાલી"

"ઓય સાંભળ, મારા બાપને ત્રણ દીકરા છે, એમાં એક દારૂડિયો, બીજો ચોરીના કેસમાં જેલમાં છે, અને ત્રીજો ગેય છે, જે રોજ નવા નવા પુરુષ પાત્રો શોધતો ફરે છે, મારા માં બાપ મારી જોડે રહે છે, હવે ડફોળ,તું જ કે આ ત્રણ છોકરા હોવા છતાં મારા બાપની તો પેઢી ડૂબી જ ગઈ ને ???,આવો વંશવેલો આગળ વધારીને પણ શું કરવાનું ?" મૃણાલીએ નિલયનો હાથ પકડયો.

"હા, છતાં હું તો દીકરો ઇચ્છું છું જ, એ તું આપ,પેલી તો બસ બેબીઓ બનાવાનું મશીન છે"

"માઇન્ડ યોર લેન્ગવેજ, તું નશામાં છે એટલે કંઈપણ સમજવા તૈયાર નથી, પણ તને એ કહી દઉં ગર્ભમાં બાળક બેબી છે કે બોય એ પુરુષ પર નિર્ભય છે,સ્ત્રી પર નહિ...આ વાત બરાબર તારા માઇન્ડમાં ફિટ કરી દેજે"મૃણાલીનો ગુસ્સો સાતમા આસમાને હતો...

"પ્લીઝ,મૃણાલી..સમજ..એક દીકરો કરી આપ,આ વાત તારા વિદેશમાં રહેતા પતિને ખબર પણ નહીં પડે,ચાલ તું મારા ઘરે હું મારી પત્નીની સાથે તને રાખીશ" નિલય ઉભો થઇ ગયો.

"એ બધું સપનામાં પણ શક્ય નથી, અને હું નહિ હવે તું પણ તારી વાઈફનું ઓપરેશન કરાવી દે,કાંતો કોપર ટી લગાવી દે, આગળ પેઢી કે નામ તારું ચાલે કે ના ચાલે પણ આખી ક્રિકેટ ટીમ ભેગી કરીશ તો આ પેઢી પણ ડૂબી જશે..રોડ પર આવી જઈશ, મને મારી જાત સાથે આજે નફરત થાય છે કે મેં તારા જેવા થર્ડ કલાસ છોકરા જોડે મારી જિંદગીના કિંમતી વર્ષો બગડ્યા હતા"મૃણાલી ત્યાંથી ઉભી થઇ ગઇ..

નિલય મૃણાલીની સામે જોતો જ રહ્યો અને બબડતો રહ્યો "please come to my home, i want to baby boy.."..

**********************
મિત્રો, એક ગોદભરાઈના પ્રસંગમાં થોડાક અનુભવ મળ્યા જેથી હું આ વાર્તા લખવા પ્રેરાયો, જેનો શ્રીમંત ભરવાનો હતો એ સ્ત્રીને ત્યાં પ્રસંગમાં આવેલ તમામ સ્ત્રીઓ એક જ આશીર્વાદ આપ્યા હતા કે તારે પુત્ર જ આવશે...

હવે વિચારવું એ રહ્યું કે એક સ્ત્રી જ સ્ત્રીબાળ માટે રાજી નથી તો અન્ય વિશે તો શું લખવું ???.

હાલ સમાજમાં આ શબ્દો વધુ સાંભળવા મળે છે કે "પુત્ર હોય તો નામ ચાલે,પેઢી આગળ વધે"હવે આવી માનસિકતા ધરાવતા લોકોને મારે એટલુ જ કહેવું છે કે " આ પૃથ્વી આપણા બાપની નથી,કઈક પેઢીઓ આવી અને કંઈક ગઈ, પુત્ર પ્રાપ્તિની ગાંડી ઘેલછામાં આપણી વર્તમાન પેઢીનું જીવન જોખમમાં ના નાખો, તમારી આગળની પેઢી ચાલશે કે નહીં ચાલે પણ જો આ પેઢીમાં ત્રણ કરતા વધુ સંતાન થઈ ગયા તો આ પેઢી આર્થિક રીતે ભાગી પડશે જ..એક કે બે બાળકો હશે તો આરામથી એમનો ઉછેર કરી શકાશે..સમજાય એવા શબ્દો લખવા પ્રયત્ન કર્યો છે....

નોંધ:- તમે આર્થિક,સામાજિક અને માનસિક રીતે ખૂબ સધ્ધર હો તો,જરૂર પાંચ બાળકો પેદા કરો. જેથી આ દુનિયાને ઉત્તમ વ્યક્તિઓ મળી શકે, બાકી પોતાને બે સમય ખાવા માટે ફાંફાં પડતા હોય તો વધુ સંતાન ભેગા કરી બધાને ભૂખમરાનો ભોગ બનાવશો નહિ,તમારે તમારું નામ આગળ વધારવું હોય તો સારા કામ કરો,આવનારી પેઢીઓ સુધી તમારુ નામ અજર અમર રહશે,સમર્પણમાજ સમાધાન છે,પૃથ્વી પર તમારી પેઢી ટકે કે ના ટકે પૃથ્વી હમેંશા ચાલશે જ.નવો વિચાર એજ નવી પેઢી ...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED