આહવાન - 14 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

આહવાન - 14

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૧૪

ડૉ.કચ્છી જાણે વિકાસની અર્થને ઇન્જેક્શન આપ્યાં પછીની સ્થિતિની વાત સાંભળીને ગભરાઈ ગયાં. એમને થયું કે આજે પહેલીવાર એનાથી કંઈ મોટી ભૂલ થઈ ગઈ કે શું ?? હંમેશાં લોકો માટે પ્રશંસક બનતાં , ખિલખિલાટ કરીને બચ્ચાઓને ઘરે મોકલતાં એમનાથી આવી ભૂલ થઈ ગઈ ?? એ થોડીવાર કશું બોલ્યાં નહીં..અને પણ એવો વ્યક્તિ સામે છે કે જે દર્દીનો પિતા અને આનો સ્પેશિયાલિસ્ટ છે‌... શું કરવું એમને સમજાયું નહીં.

વિકાસે કહ્યું ચિંતા ન કરો. આપણે આપણાં ભણતર અને અનુભવ પ્રમાણે બધું કરતાં હોઈએ છીએ. આપણે પણ કંઈ ભગવાન નથી. મેં મારાં અનુભવ પરથી આ શીખ્યું છે કે આ ઇન્જેક્શન કોઈ પણ સંજોગોમાં દર્દીને જવું ન જોઈએ. થિયરી મુજબ સાચું છે‌. ચિંતા ન કરો કદાચ તમારી જગ્યાએ હું હોવ તો મેં પણ એ કર્યું હોત...!!

ડૉ.કચ્છી : " તમને વિશ્વાસ નહીં આવે પણ કદાચ અર્થની જગ્યાએ મેં મારો પોતાનો દીકરો હોત તો પણ એને આ જ ઇન્જેક્શન આપ્યું હોત...!! "

વિકાસ : " તમે ચિંતા ન કરો... હું તમારી સ્થિતિ સમજું છું...પણ હું કંઈ વિચારું છું...હવે શું કરવું અને આપણો બેસ્ટ માં બેસ્ટ પ્રયત્ન કેમ કરી શકાય એ માટે વિચારું છું... પોતાનાં દોષો કે ગુણ માટે રડવાથી કંઈ નહીં મળે... એનાંથી ઝઝૂમવું પડશે...."

એણે ફરી ફરીને બધું તપાસ્યું. એણે ડૉ.કચ્છીને બીજાં પેશન્ટ માટે એમને સમય આપવાં જણાવ્યું.

વિકાસે થોડું વિચાર્યું પછી અચાનક એનાં મગજમાં એક ઝબકારો થયો એને થયું બીજે બધે જ ફાંફાં મારવાં કરતાં હવે એક જ સોલ્યુશન છે. પણ એને થયું ફોન કરું કે નહીં એની વિમાસણમાં એ નાનકડાં અર્થ પાસે આવ્યો‌ કારણ કે જેમ સમય જઈ રહ્યો છે એમ એની સ્થિતિ નાજુક બની રહી છે‌‌. અર્થ કોમામાં નથી છતાં પણ ભાનમાં નથી. એનાં હજું સુધી થોડા સ્ટેબલ રહેલાં વાઈટલ્સ પણ હવે ધીમેધીમે ઘટી રહ્યાં છે‌. કોઈ ચોક્કસ નિદાન આવી રહ્યું નથી.

એકદમ જ વિકાસને મનમાં શું થયું કે એ અર્થની એકદમ નજીક આવ્યો‌. જેવો વિકાસે પ્રેમથી પોતાનાં હાથથી એ નાનકડાં અર્થનો નાનકડો કુમળો સુંદર ધોળો ધોળો હાથ પોતાના હાથમાં લીધો ત્યાં જ જે બન્યું એ જોઈને વિકાસ અને બીજાં બે સ્ટાફ એકબીજાં સામે જોવાં લાગ્યાં.

લગભગ દોઢ કલાકથી બેભાન પડેલાં અર્થમાં એક ચેતના આવી હોય એમ એણે પોતાની નાની આંગળીઓથી વિકાસનો હાથ જાણે કસીને પકડી દીધો. વિકાસ જોઈ જ રહ્યો. એને આજે બાપ દીકરાની મૂક લાગણીની વાચાનો અહેસાસ થયો. એ બે ઘડી જોઈ જ રહ્યો કે આ શું થયું. એ નાનકડાં બચ્ચાને હજું વિકાસને એટલે કે એનાં પિતા તરીકે હજું સ્પર્શ પણ નથી કર્યો પણ કદાચ લોહી અને લાગણીઓની આ જ તાકાત હતી હશે એ આજે કદાચ વિકાસને સમજાઈ રહ્યું છે કદાચ એને તો આવી લાગણીને કદી અનુભવી નથી...

એની આંખોમાંથી આંસુ આવી ગયાં. એણે બધું ભુલીને પ્રેમથી એ નાનકડાં અર્થને ચૂમી લીધો. આજે એ પોતે પણ કદાચ અર્થનાં સંપર્કથી પોઝિટિવ આવી શકે છે એ વાત જાણે સમજી વિચારીને ભુલી ગયો. કારણ કે હાલની સ્થિતિ મુજબ એને કહી શકાય કે હવે એને અંદાજો આવી ગયો છે કે કદાચ એ હવે અર્થને કદી પાછો નહીં મેળવી શકે...!! સિવાય કે કુદરતનો કોઈ કરીશ્મા થાય તો...

પણ અર્થનાં આ થોડાં હલનચલનથી હારી ગયેલાં વિકાસમાં એક જોમ આવ્યું. પડતું મૂકી દેવાનું કામ એણે ફરી શરું કર્યું. એણે પોતાનો ફોન લગાડીને કોઈ સાથે વાત શરુ કરી. ને ફક્ત બોલ્યો, " હું હારી ગયો છું સર આજે.... હું મારાં અર્થને ગુમાવવા નથી ઈચ્છતો..."

સામેથી ડૉ.બત્રા જે સિનિયર અનુભવી ડૉક્ટર છે એમણે કહ્યું, " વિકાસ તું વિગતવાર કહે મને‌.. વિકાસ ક્યારેય હારી શકે નહીં...મુસીબતો સામે લડત આપે એ જ મારો શિષ્ય બની શકે બરાબર ને ?? બોલ હવે..."

વિકાસે પરાણે પોતાની જાતને સંભાળીને બધી જ વાત કરી. હું ભગવાન તો નથી પણ આ પોતાનાં પ્રોફેશનની બાબતમાં તું મને આપણાં અંગત સંબંધોને બાજુમાં રાખીને તું દર્દીની સારવાર માટે મારો પડ્યો બોલ ઝીલે છે. હું મારાં અનુભવ અને આવડત મુજબ તટસ્થ રીતે એક વસ્તુ જણાવું બધું જ ધ્યાનથી સાંભળ. એ રીતે બધું જ કર...મને વિશ્વાસ છે કે એ કામ કરશે‌‌... છતાંય ઈશ્વરને યાદ કરીને હું તને કહું એ મુજબ કર...!! હિંમત હારીશ નહીં... બધું સારું જ થશે. "

પછી તરત જ વિકાસે એક કાગળ પર એક પછી એક બધું જ બરાબર સાંભળીને વ્યવસ્થિત રીતે નોટ કરી દીધું. કદાચ આ લખાણ અત્યારે એનાં માટે પોતાની બધી મૂડીનાં દસ્તાવેજ સમાન છે‌. પછી એણે ડૉ.બત્રાનો દિલથી આભાર માન્યોને ફોન મૂકી દીધો.

એણે બધું વ્યવસ્થિત રીતે જોઈ લીધું ત્યાં જ ડૉ.કચ્છી ત્યાં અર્થને જોવાં આવ્યાં. વિકાસ આવ્યાં પછી એમની અર્થ માટેની ચિંતા એકદમ હળવી થઈ ગઈ છે કારણ કે એક પિતાથી વધારે પોતાનાં સંતાનોનું ધ્યાન કોણ રાખી શકે ?? અને એમાં પણ જ્યારે એ પોતે ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ હોય તો જોવાનું જ શું હોય ?? એ પોતાની બનતી બધી જ શક્તિ એનાં માટે લગાવી દે‌.. એમાં પણ વિકાસ જેવો વ્યક્તિ બીજાં લોકો કે જેને એ ઓળખતો પણ નથી એમની જિંદગી બચાવવા એ જંગ છેડતો હોય તો આ તો એનું પોતાનું લોહી છે એ કોઈ કસર છોડે ખરાં...!!

વિકાસ : " ડૉ.કચ્છી આપણે આ ઇન્જેક્શન મંગાવવા પડશે અત્યારે જ...!! "

ડૉ.કચ્છીએ એ જોયાં પછી કહ્યું, " આ ક્યાં મળશે આપ કહી શકશો ?? મારી જાણ છે ત્યાં સુધી મળવાં બહું મુશ્કેલ છે‌. " એટલામાં જ ડૉ.કચ્છીનાં ફોનમાં કોઈનો ફોન આવ્યો. એમણે કહ્યું , " હા આવો મેડમ હું કહું છું વાંધો નથી‌‌..."

ડૉ.કચ્છી : " બહાર તમારા વાઈફ ડૉ.અંજલિ આવ્યાં છે. "

વિકાસ : " અંજલિ કેમ અહીં ?? એ તો પોઝિટિવ છે ને ?? "

ડૉ.કચ્છી : " સોરી પણ મને એમ કે તમે બિઝી હશો એટલે પહેલાં મારી વાત અર્થ માટે રેગ્યુલર એમની સાથે થતી હતી આથી મેં પહેલાં અર્થની તબિયત બહું નાજુક લાગતાં પહેલાં એમને ફોન કર્યો. પણ એમનો કોન્ટેક્ટ ન થતાં તમને ટ્રાય કરવાનું કહ્યું. સદનસીબે તમે સમયસર આવી ગયાં. પણ પછી એમણે કદાચ જોયું હશે કે એમ જ અર્થ માટે ફોન કર્યો મેં અર્થ માટે જણાવ્યું તો એ ચિંતામાં આવી ગયાં. મને ખબર છે આજે એમનાં પોઝિટિવ આવ્યાં પછી આજે અગિયારમો દિવસ છે‌ પણ એમને એટલી તફલીક નથી અને અર્થની આ ગંભીર સ્થિતિ જોતાં એમની એકવાર અર્થને જોવાની વિનંતિને હું ટાળી ન શક્યો. કદાચ એક માની શું સ્થિતિ હશે એ તો આપણે સમજી ન શકીએ પણ મેં એમને આવવાની હા કહી દીધી."

વિકાસ પણ ઘરનું એકલે હાથે સંચાલન કરી રહેલી અંજલિની હાલત સમજી શકે છે એટલે એણે કહ્યું, " ઓકે વાંધો નહીં... આવવાં દો...બસ ધ્યાન રાખવાનું છે બધાંએ."

પછી બે જ મિનિટમાં ડૉ.કચ્છી ઇન્જેક્શન માટે કોઈને મોકલવાનું વિચારી રહ્યાં છે ત્યાં જ વિકાસ બોલ્યો, " લાવો એ પ્રિસ્ક્રીપ્શન કહીને એણે બધું લખી દીધું અને કહ્યું, " બહાર અંજલિને જ આપો એ જ આ ઇન્જેક્શન લાવી દેશે એને ખબર છે મેં આમાં બધું લખી દીધું છે. ગાડી અને એનું ડૉક્ટરનું લાયસન્સ હશે એટલે કોઈ રોકશે પણ નહીં..."

ડૉ. કચ્છી : " સાંજનો સમય છે એટલે બહું વાંધો નહીં આવે....ચાલો હું કહું છું..." કહીને એક સ્ટાફ દ્વારા અંજલિ પાસે આ પ્રિસ્ક્રીપ્શન મોકલાવ્યું.

બહાર રહેલી અંજલિને એક સ્ટાફે આવીને કહ્યું, " કેવું છે અર્થને ?? હું મળી શકું ને એને અંદર જઈને?? "

સ્ટાફ : " અંદરથી તમને આ ઇન્જેક્શન લાવીને આપવાનું કહ્યું છે બને એટલું જલ્દીથી. "

અંજલિ : " પણ મને એકવાર જોવાં તો દો બે મિનિટ એને કંઈ થઈ જશે તો ?? "

સ્ટાફ : " મેડમ ચિંતા ન કરો..." કહીને એને પ્રિસ્ક્રિપ્શન અંજલિના હાથમાં આપ્યું. અંજલિએ એ ખોલીને જોયું કે તરત પૂછ્યું, " અંદર કોઈ બહારથી કોઈ આવેલું છે ?? "

સ્ટાફ : " એવું તો મને કંઈ ખબર નથી‌....પણ હા હમણાં કલાકેક પહેલાં કોઈ બીજાં ડૉક્ટર આવ્યાં છે..."

અંજલિ સમજી ગઈ કે આ વિકાસનાં જ અક્ષરો છે. એને મનોમન એક શાંતિ થઈ કે હવે વિકાસ અર્થ પાસે પહોંચી ગયો છે એટલે હવે એને કંઈ નહિં થવા દે....!!

એક માતા તરીકે એની મૂંઝવણ તો હજું એમ જ છે પણ ત્રણ મહિનાથી એકલી લડતી લડતમાં એને પોતાનાં પતિનો વિકાસનો હાથ અને હૂંફ મળતાં એનામાં એક નવું જોમ આવ્યું. એ ફટાફટ ગાડી લઈને પોતાનાં વહાલસોયા દીકરાને જીવનદાન આપવા સડસડાટ કરતી ગાડી લઈને નીકળી ગઈ...!!

અંજલિને આ કટોકટોનાં સમયમાં એને અર્થ માટે જરૂરી આટલાં મોંઘા ઇન્જેક્શન મળશે ખરાં ?? અંજલિ અને વિકાસ અર્થની જિંદગી બચાવી શકશે ?? મિકિન હેમખેમ પાછો આવી જશે કે કાજોલનો છૂપો ડર સાચો પડશે ?? સ્મિતની નવી સફર કેવી રહેશે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૧૫

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....