પરાગિની - 16 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પરાગિની - 16

પરાગિની ૧૬

ટીયા સમરની વાત સાંભળી જાય છે કે પરાગ અને રિની ક્યાંક જવાના છે.

સાંજે રિની અને નિશા તેમની રૂમમાં બેઠા હોય છે, તેઓ એશાની રાહ જોઈ રહ્યા હોય છે. થોડા સમય બાદ એશા પણ આવી જાય છે. રિની, નિશા અને એશા પહેલા થોડી આમતેમ વાતો કરે છે પછી રિની એક બોક્સ લાવી એશાને આપે છે અને કહે છે, એશા આ તારી માટે છે.

એશા- શું છે આ?

નિશા- બોક્સ ખોલીને જાતે જ જોઈલે..!

એશા બોક્સ ખોલે છે જુએ છે તો ખાસાં એવા પૈસા હોય છે.

એશા- (આશ્ર્ચર્ય સાથે) આટલાં બધા પૈસા તમે ક્યાંથી લાવ્યા? ચોરી તો નથી કરીને તમે?

રિની- મેં એડવાન્સ સેલેરી લઈ લીધી અને નિશા પાસે સેવિંગ્સ હતું તે તેણે ઉપાડી લીધું.. આ તારા માટે છે કાલે જઈને તારા પપ્પાને આપી આવજે મારી બકુડી..!

એશા- તમે લોકો એ તમારી મહેનતનાં પૈસા કેમ આપ્યા? પાછા લઈ લો..

રિની- અમારી દોસ્ત તકલીફમાં હોય અને અમે બસ હાથ પર હાથ રાખી જોઈ થોડી રહીએ..! તારી તકલીફ એ અમારી તકલીફ..!

નિશા- તને આવી રીતે પરેશાન થોડી જોઈ શકીએ અમે..!

નિશાના આંખમાં ખુશીના આસું આવી જાય છે અને કહે છે, મને દુનિયાની બેસ્ટ બહેનો અને ફ્રેન્ડ્સ મળી છે. ત્રણેય એકબીજાને હગ કરે છે. એટલાંમાં જ રિનીના મોબાઈલ પર પરાગનો ફોન આવે છે. પરાગ ફોન આવતાં એશા અને નિશા રિનીને હેરાન કરવાં લાગે છે.

રિની- હા, સર

પરાગ- પેકીંગ થઈ ગયું?

રિની- ના, સર બસ જમીને કરી દઈશ.

પરાગ- ઓકે.. એ કહેવા ફોન કર્યો કે સમર આપણી સાથે નથી આવવાનો.. આપણે બે જણે જવાનું છે તને કંઈ વાંધો તો નથીને?

રિની ફટાફટમાં બોલી જાય છે, તમે મારી સાથે છો તો મને શું વાંધો હોવાનો..!

પરાગ- હેં.. શું કહ્યું?

રિની- એટલે સર તમે તો છો એટલે કંઈ પ્રોબ્લમ નહીં થાય..! કામ માટે તો જઈએ છે.

પરાગ- સારું તારી બેગ કાલે ઓફીસમાં લઈને જ આવી જજે આપણે ત્યાંથી જ એરપોર્ટ પર જતાં રહીશું.

રિની- ઓકે.. સર.. બાય..!

પરાગ બાય કહી ફોન મૂકી દે છે.

**********

બીજા દિવસે સવારે ઓફીસમાં સિયા અને રિની સાથે આવે છે લીફ્ટમાં જાય છે અને પાછળથી ટીયા પણ લીફ્ટમાં આવે છે. ટીયા રિનીને જોઈ મોં બગાડે છે.

લીફ્ટનું સમારકામ ચાલુ હોવાથી લીફ્ટ ધીમી ચાલતી હોય છે. રિની ગભરાઈ જાય છે અને સિયાને કહે છે, સિયા આ લીફ્ટ કેમ આટલી ધીમી ચાલે છે?

સિયા- તેનું રિપેરીંગ કામ ચાલે છે એટલે..

રિની- જો બંધ થઈ જશે તો..! મને બંધ જગ્યામાં શ્વાસ લેવામાં પ્રોબ્લમ થાય છે.

સિયા- ડોન્ટ વરી આપણો ફ્લોર આવી ગયો છે.

ટીયાને રિનીનો માઈન્સ પોઈન્ટ ખબર પડે છે.

રિની અને સિયા બંને એક જ ડેસ્ક પર બેસી કામ કરતાં હોય છે. સિયા તેને નવાં પ્રોજેક્ટ વિશે નાં પેપર્સ તૈયાર કરવાંનું શીખવાડતી હોય છે અને એટલાંમાં જ પરાગ ત્યાં આવે છે.

પરાગ- સિયા, ટીયાને બોલાવી હતી તે આવી ગઈ કે નહીં?

સિયા- હા, આવી ગઈ છે.

પરાગ- એચ. આરને કહીને જેટલાં પણ પૈસા થતાં હોય અને જેટલાં પણ બેનિફીટ્સ આપવાના થતાં હોય છે તે તેને મળવાં જોઈએ.

સિયા- હા, સર હું કહી દઈશ.

પરાગના ગયા પછી રિની સિયાને કહે છે, ટીયાએ સર સાથે આટલું ખરાબ કર્યુ છતાં પણ પરાગ સર કેટલું કરે છે તેની માટે..

સિયા- હા, સર થોડા કડક સ્વભાવનાં છે પણ કોઈની સાથે અન્યાય નથી કરતાં.

નિશા માનવ તેના પૈસા પાછા આપી દે છે અને રિની અને નિશાએ આપેલા પૈસા તેના પપ્પાને આપીને કહે છે, આ છેલ્લી વખત પૈસા આપું છુ. આજ પછી મારી પાસેથી આશાનાં રાખતા...કેમ કે મેં આ પૈસા ઉધારથી લીધા છે.

ટીયા પરાગની કેબિનમાં જઈ તેને સોરી કહે છે અને તેને કહે છે , મેં જે પણ કર્યુ તે તારી સાથે રહેવા કર્યું, પણ રિનીના કારણે હું પાછી પડી..!

પરાગ- તે જે કર્યુ એના લીધે તે આપણી દોસ્તી પણ ખોઈ છે.. જ્યાં સુધી રિનીની વાત છે તો તેની સાથે પણ એવું કંઈ નથી.

ટીયા- હું ખોટું નહીં કહું પણ મેં મહેસૂસ કર્યુ છે.. રિનીની આંખોનાં તારા માટે જેટલો પ્રેમ છે એટલો જ પ્રેમ તારી આંખોમાં પણ રિની માટે દેખાય છે.. ગુડ બાય..!

ટીયા ત્યાંથી જતી રહે છે.

પરાગ બધુ કામ પૂરું કરે છે અને વહેલો ઘરે જવા નીકળે છે.. રિનીને મળતો જાય છે અને કહે છે, તારે ઘરે જઈ ફ્રેશ થવું હોય તો ચાલ તને ઘરે મૂકતો જઉં?

રિની- ના, સર થોડું કામ છે એ હું પતાવી દઉં.. હું અહીં જ ફ્રેશ થઈ જઈશ..

પરાગ- સારું તો હું ઘરે જઈને આવું ફોન સાથે રાખજે.. કોલ કરું એટલે બેગ લઈને આવી જજે છ વાગ્યે નીકળવાનું છે.

રિની- ઓકે સર..

પરાગ જતો રહે છે અને રિની ફટાફટ કામ પૂરું કરવાનાં લાગી જાય છે. ઓફીસ પણ ખાલી થઈ જાય છે. તે ઉપર બધી ફાઈલ્સ લેવા જાય છે.

ઓફીસમાં તે એકલી જ છે. ના, ટીયા ઓફીસમાં છૂપાયને બેઠી હોય છે તે બધાનાં જવાની રાહ જોઈને જ બેઠી હોય છે. તેને સવારના વાત યાદ હોય છે કે રિનીને બંધ જગ્યામાં શ્વાસ લેવાંમાં તકલીફ થાય છે. રિની ફાઈલ્સ લઈને જેવી લીફ્ટમાં જાય છે તેવી જ ટીયા લીફ્ટનાં મેઈન બોર્ડ પાસે જાય છે. રિની લીફ્ટમાં જઈ ગ્રાઉન્ડ ફ્લોરનું બટન દબાવે છે અને લીફ્ટ નીચેની તરફ જવા લાગે છે. ટીયા મેઈન બોર્ડ માંથી લીફ્ટને બંધ કરી બબડે છે, ગુડ બાય રિની.. અને ત્યાંથી તે ઘરે જવા નીકળી જાય છે.

લીફ્ટ અચાનક બંધ થઈ જવાંથી રિની ગભરાઈ જાય છે. તે જોરથી મદદ માટે બૂમો પાડે છે પણ ઓફીસમાં કોઈ હોતું જ નથીને..! સિક્યુરિટી ગાર્ડ ગેટ પાસે હોય છે. રિની પોતાની જાતને રિલેક્સ રાખવાંની કોશિશ કરે છે. દસ મિનિટ ઉપર થઈ જાય છે રિનીને એવું હતું કે લીફ્ટ હમણાં ચાલુ થઈ જશે.. પણ નથી થતી.. હવે તેને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ જાય છે.. તેને આખા શરીર પર પરસેવો થઈ જાય છે. તે ફરી જોરથી બૂમ પાડી મદદ માંગે છે.

પરાગ ગાડી લઈને આવી જાય છે તે નીચે ગાડીમાં તેની રાહ જોતો હોય છે. પરાગ રિનીને ફોન કરે છે પણ રિની તેનો ફોન ડેસ્ક પર જ ભૂલી ગઈ હોય છે. પરાગ બે-ત્રણ વખત ફોન કરે છે આખી રિંગ પતી જાય છે.

રિનીને હવે વધારે તકલીફ થતી હોય છે. તેના હાથમાંથી બધી ફાઈલ્સ પડી જાય છે અને તે બેભાન થઈ નીચે પડી જાય છે.

રિની એક પણ ફોનનો જવાબ ન આપતા પરાગ ઓફીસમાં અંદર જાય છે. લીફ્ટનું બટન જબાવવાં જતો હોય છે અને જોઈ છે તો લીફ્ટ બંધ હોય છે તેથી તે દાદર ચઢીને ઉપર જાય છે અને રિનીના મોબાઈલ પર ફરી ફોન લગાવે છે. પરાગ જોઈ છે તો રિનીનો ફોન તેના ડેસ્ક પર હોય છે. પરાગ રિનીનાં નામની બૂમ પાડે છે પણ કોઈ જવાબ નથી મળતો. તેને યાદ આવે છે કે લીફ્ટ બંધ છે અને રિનીને બંધ જગ્યાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેને ખ્યાલ આવી જાય છે રિની લીફ્ટમાં જ હશે..! પરાગ દોડીને લીફ્ટ પાસે જાય છે અને તેને ખોલવાની કોશિશ કરે છે. તે રિનીને બૂમ પાડે છે પણ કોઈ જવાબ નથી મળતો. સિક્યુરિટી ગાર્ડને બોલાવી તે લીફ્ટ ખોલે છે. પરાગ જુએ છે રિની લીફ્ટનાં ફર્શ પર બેભાન પડી હોય છે. પરાગ રિની પાસે જઈ ડોકી પાસે આંગળી મૂકી તેના પલ્સ ચેક કરે છે, પલ્સ ધીમાં પડી ગયાં હોય છે. પરાગ તેને ઊંચકીને લઈને ગાડીમાં સૂવડાવે છે. પરાગ ગાડી તેના ઘર તરફ ભગાવે છે અને રસ્તામાં તેના ફેમીલી ડોક્ટરને ફોન કરી તાત્કાલિક તેના ઘરે આવવાં કહે છે.

પરાગ રિનીને તેના બેડરૂમમાં સૂવડાવે છે એટલાંમાં ડોક્ટર પણ આવી જાય છે તેને રિનીને ચેક કરે છે. ચેક કર્યા બાદ ડોક્ટર પરાગને દવા બતાવી સમજાવી દે છે ક્યારે આપવી. પરાગ ડોક્ટરને મૂકવા નીચે સુધી જાય છે.

ડોક્ટર- દવા સમય પર આપી દેજે પરાગ.. દમ ઘૂંટવાના લીધે તે બેભાન થઈ ગઈ છે બે-ત્રણ કલાક બાદ તેને હોશ આવી જશે.

પરાગ- હા, થેન્ક યુ ડોક્ટર..!

ડોક્ટર- જો કંઈ થાય તો ફોન કરી દેજે અને હા, એને કપડાં ચેન્જ કરાવી થોડાં ઢીલા કપડાં પહેરાવી દેજે તો તેને સારું લાગશે..!

પરાગ- ઓકે.. બાય.

ડોક્ટરના ગયા પછી રિનીના ફોન પર નિશાનો ફોન આવે છે. પરાગ કોલ પિક કરી લે છે.

નિશા- હલ્લો રિની, યાર ફોન તો ઉપાડ.. અમે ટેન્શનમાં આવી ગયાં હતાં.

પરાગ- હલ્લો નિશા.. હું પરાગ બોલું છું..

નિશા એશાને કહે છે ફોન તો પરાગે ઉંચક્યો છે. એશા ફોન લઈ પરાગ સાથે વાત કરે છે.

એશા- હા, પરાગ સર બોલો..

પરાગ- હા, એશા.. રિની બેભાન થઈ ગઈ હતી.. એટલે અમે એક્સપોમાં નથી ગયા.. રિની મારા ઘર પર જ છે.. જો કંઈ પ્રોબ્લમ હોય તો હું એના ઘરે મૂકી જઉં?

એશા- એની તબિયત કેવી છે હવે?

પરાગ- સારી છે ડોક્ટરને બતાવી દીધુ છે.

એશા- તમારા ઘરે છે તો તે સેફ જ હશે અને આમપણ એને હજી હોશ નથી આવ્યો તો તેને ત્યાં જ આરામ કરવાં દો.. કંઈ પ્રોબ્લમ થાય તો ફોન કરી દેજો અમે આવી જઈશું.

પરાગ- ઓકે..

પરાગ રિની પાસે જઈને પગ માંથી હિલ્સ ઉતારે છે. હવે તે અવઢવમાં છે કે રિનીને કપડાં કેમનાં બદલાવે? ઘરમાં કોઈ લેડીઝ પણ નથી કે રિનીનાં કપડાં ચેન્જ કરે.... તે વિચારમાં ફસાય જાય છે કે રિનીનાં કપડાં ચેન્જ કરુ કે ના કરું? જો નહીં કરું તો રિનીને તકલીફ પડશે. પરાગ ઊભો થઈ રિનીની બેગ ખોલે છે. તેણે ઓફીસ પરથી રિનીની બેગ મંગાવી રાખી હોય છે. બેગમાંથી રિનીનો નાઈટડ્રેસ કાઢે છે. પરાગ રિનીનો નાઈટડ્રેસ જોઈ હસે છે અને કહે છે, આ છોકરીઓના ખબર નહીં કેવા કેવા નાઈટડ્રેસ હોય છે. રિનીનો નાઈટડ્રેસ સતિન કાપડનાં પીચ કલરનો હોય છે, ઉપર પટ્ટી વાળું ટોપ અને નીચે શોર્ટ્સ હોય છે જેમાં બોર્ડર પર બ્લેક કલરની લેસ લગાવી હોય છે.

પરાગ રૂમનાં બધાં પડદાં બંધ કરી દે છે અને રિની પાસે જઈ બેસે છે, બ્લેન્કેટ હટાવી પરાગ પોતાની આંખ બંધ કરી રિનીનું ટોપ કાઢી નાઈટડ્રેસનું ટોપ પહેરાવે છે અને જીન્સ કાઢી શોર્ટ્સ પહેરાવે છે, પછી તેને બ્લેન્કેટ ઓઢાડી તેના વાળ સરખાં કરે છે અને તેની પાસે સ્ટૂલ મૂકી બેસી જાય છે. રિનીનાં ઊઠવાંની રાહ જોઈ છે, પરાગ રિનીને જોઈને મલકાયાં કરે છે અને સાથે બુક વાંચે છે. થોડા સમય પછી રિની ઊંઘમાં જ બબડે છે અને હેલ્પ હેલ્પ બોલે છે, પરાગ તેની પાસે બેડ પર બેસી તેના માથે હાથ ફેરવે છે અને તેને શાંત કરી સૂવડાવી દે છે. રિની ઊંઘમાં જ પરાગનો હાથ પકડી સૂઈ જાય છે. પરાગ બુક વાંચતા વાંચતા સૂઈ જાય છે. પૂરાં પાંચ કલાક બાદ રિનીને હોશ આવે છે.

શું સાચેમાં જ ટીયા પરાગ અને રિનીની લાઈફમાંથી જતી રહી છે? કે પાછી કોઈ મોટો ધમાકો કરવાં આવશે?

વાંચતા રહો આગળનો ભાગ -૧૭