પરાગિની - 15 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરાગિની - 15

પરાગિની ૧૫

નિશા માને છે કે તેના પપ્પા બદલાય ગયાં છે હવે તેને પોતાની છોકરી માનવા લાગ્યાં છે પણ તેની ભ્રમણા તૂટી જાય છે જ્યારે તેના પપ્પા તેની પાસે પૈસા માંગે છે.

એશાના પપ્પા- જો બેટા તારા ભાઈનું સારી કોલેજમાં એડમીશન થઈ ગયું છે.. તો હવે ફી ભરવાની છે..! મારી દુકાન પર તો આટલી બધી ફી ભેગી નહીં થાય.. તો તું એક કામ કર તારી ગાડી વેચી દે તો ફી પણ ભરાઈ જશે અને જે પૈસા વધશે તે માંથી હું બાકી રહેલી લોન ભરી દઈશ..!

એશાને ખૂબ દુ:ખ થાય છે આ સાંભળીને કે તેના પપ્પાને તેના ભાઈની જ પડી છે.

એશા- પપ્પા હજી તો ગાડીનાં હપ્તા ભરવાનાં ચાલે છે અને તમે વેચવાની વાત કરો છો..! સોરી પપ્પા હું ગાડી નહીં વેચું. આ વખતે મારાથી પૈસાની વ્યવસ્થા નહીં થાય તમે જાતે જ કરી લેજો..!

એશાના પપ્પા- ( ખોટું રડવાંનું નાટક કરતાં) બેટા મારી પાસે પૈસા નથી.. જો હોતતો તારી પાસે થોડી માંગવા આવત હું.. મારી માટે નહીં પણ તારા ભાઈનું વિચાર.. એ સારૂં ભણશે તો સારી જોબ મળશે એને..!

એશા તેના પપ્પાને રડતાં જોઈ દુ:ખી થાય છે અને કહે છે, પપ્પા તમે રડશો નહીં હું પૈસાનું સેટીંગ કરી લઈશ..!

એશાના પપ્પા- તુ બીજા પાસેથી ના લઈશ.. ગાડી છે તો ખરી.. વેચી દેજે..!

એશા ભારે મન સાથે હા કહે છે.

એશાના પપ્પા મનોમન ખુશ થાય છે કે તેમને પૈસા મળશે... એશાને કહે છે, હું બે દિવસ પછી આવીશ પૈસા લેવા..! આટલું કહી તેના પપ્પા જતા રહે છે.

એશા ખૂબ રડે છે.. નિશા ત્યાં જ હોય છે તે એશાને શાંત કરાવે છે.

એશા- જોયું તે... મારી યાદ તો પૈસા માટે જ આવે છે. એવું પણ ના પૂછ્યું કે બેટા તું કેમ છે? મારી તો કંઈ પડી જ નથી એમને... બસ તેમને ફક્ત તેમનો છોકરો જ દેખાય છે..!

નિશા- તું રડીશ નહીં શાંત થઈ જા.

એશાની સાથે નિશા પણ દુ:ખી થાય છે. નિશા એશાને લઈને ઘરે જાય છે.

આ બાજુ પરાગ અને સમર તેમના પપ્પાને મળવાં ઘર જવાં નીકળે છે. ઘરે પહોંચતા જ પાર્કીગમાં સમર પરાગને કહે છ, ભાઈ મને એક કામ યાદ આવી ગયું છે હું જાઉં છું તમે પપ્પા સાથે વાત કરી લેજોને..!

પરાગ સમરનો હાથ પકડી લે છે અને કહે છે, મને ખબર છે તારે કોઈ જ કામ નથી.. અને મને એ પણ ખબર છે કે પપ્પા લડશે એટલે તું અહીંથી છટકવા માંગે છે.

સમર- ભાઈ તમને ખબર તો છે પપ્પા લાંબું ભાષણ આપશે અને ઉપરથી લડશે પણ...!

પરાગ- હા, તો આપણા બંનેએ સાથે જ એ ભાષણ સાંભળવાનું છે.. ચૂપચાપ ચાલ અંદર..!

ઘરમાં ડ્રોંઈગ રૂમમાં દાદી અને નવીનભાઈ સોફા પર બેઠા હોય છે, પરાગ અને સમર નીચું મોં રાખીને ઊભા હોય છે. ડ્રોઈંગ રૂમનું વાતાવરણ એકદમ ગંભીર હોય છે. નવીનભાઈ પરાગ અને સમરની બરાબરની ક્લાસ લે છે અને વોર્નિંગ આપે છે કે હવેથી આવું ના થવું જોઈએ.

પરાગ અને સમર બંને માફી માંગે છે અને કહે છે, અમે હવે આવું ક્યારેય નહીં કરીએ.

નવીનભાઈ ઊભા થઈ ઉપર સ્ટડીરૂમમાં જતા રહે છે.

નવીનભાઈના ગયા પછી દાદી પરાગ અને સમરને તેની નજીક બોલાવી પૂછે છે, સાચું બોલજો તમે બંને કે એવી તો શું વાત હતી કે તમે બંને લડવાં પર ઊતરી આવ્યા.?

પરાગ- કંઈ નહીં દાદી એતો વધારે ગુસ્સો આવી ગયો એટલે...

દાદી- ના,ના... મને ખબર છે તમને ક્યારેક ગુસ્સો આવી જાય છે પણ એવો કેવો ગુસ્સો કે મારવાં પર ઊતરી આવ્યા તમે બંને..!

સમર- ના, દાદી પેપરમાં અને ટી.વી. માં જે ન્યૂઝ આવ્યા હતા તેના લીધે લડાઈ નહોતી થઈ.. બીજું કારણ હતું.

પરાગ સમરને ધીમે રહી કોણી મારી ચૂપ રહેવાનો ઈશારો કરે છે અને કહે છે, દાદી એવું કંઈ હતું નહીં બસ એમજ..!

દાદી સમજી જાય છે કે કંઈક વાત તો છે.

પરાગ થોડીવાર બેસી તેના ઘરે જવા નીકળી જાય છે અને સમર સ્વીમીંગ કરવા તેના ઘરની પાછળ આવેલાં સ્વીમીંગ પુલમાં જાય છે. દાદી ત્યાં આવીને બેસે છે. સમર પુલમાંથી બહાર આવીને દાદી પાસે બેસે છે.

દાદી- સાચું બોલ સમર.. એ છોકરી કોણ છે જેના કારણે પરાગે લડાઈ કરી?

સમર- દાદી તમે જે વિચારી રહ્યા છો એવું કંઈ નથી, એ છોકરી અને ભાઈ વચ્ચે કંઈ નથી.

દાદી- કેમ એ છોકરીની સગાઈ થઈ ગઈ છે?

સમર હસવાં લાગે છે અને કહે છે, દાદી તમે તો કંઈ પણ વિચારવાં લાગો છો.. અસલમાં એ છોકરીની સાથે ઓફીસનાં એક છોકરાએ બદ્તમીઝી કરી હતી એટલે ભાઈએ તે છોકરાને માર્યો..!

દાદી- (મલકાઈને) ઓહ.. એવી વાત છે એમ ને..!

આ બાજુ આશાબેન અને રીટાદીદી એક મહિના માટે રાજકોટ જવાં નીકળે છે, નજીકના સગાંમાં છોકરાનું લગ્ન હોય છે. જતાં જતાં આશાબેન રિનીને સલાહોનો ઢગલો આપતાં જાય છે. એશા, રિની અને નિશા ત્રણેય તેમને બસમાં બેસાડી ઘરે આવે છે અને રાતનાં જમવાનું બનાવવાની તૈયારી કરવાં લાગે છે. રાત્રે જમીને તેઓ ગાર્ડનમાં બેઠા હોય છે. રિનીને હાશ થાય છે મહીનો શાંતિ મમ્મી નથી એટલે... રિની જોઈ છે કે એશા ક્યારની પરેશાન દેખાય છે તેથી તે એશાને પૂછે છે. એશા કંઈ નથી બોલતી તેથી નિશા રિનીને બધુ જણાવે છે કે એશાનાં પપ્પાએ શું કર્યુ..! રિની પણ દુ:ખી થાય છે. એશા સૂવા જતી રહે છે. રિની અને નિશા તેની હેલ્પ કરવાનું વિચારી સૂવા જતા રહે છે.

**********

બીજા દિવસે ઓફિસમાં પરાગ રિનીને તેના કેબિનમાં બોલાવે છે.

રિની- જી સર તમે બોલાવી મને?

પરાગ- કાલે મોરક્કો ઓક્સપો (exhibition) માટે જવાનું છે. કાલે રાત્રે ફ્લાઈટ છે. વિઝા અને ટિકીટ બધુ થઈ ગયું છે. પાંચ દિવસ રોકાવાનું છે તો એ રીતે બેગ પેક કરજો. ત્રણ દિવસ ઓક્સપો છે અને બે દિવસ ફરીશું.

રિની- પણ તમારી સાથે તો સિયા જવાની હતીને?

પરાગ- હવે તમે આવશો.. કંઈ પ્રોબ્લમ તો નથીને?

રિની- (મલકાઈને) ના, સર..!

રિની મનોમન ખુશ થાય છે અને તેના ડેસ્ક પર જઈ કામ કરવાં લાગે છે.

પરાગ શાલિનીમાઁને ફોન કરી બહાર લંચ પર જવાનું કહે છે.

એશા અને માનવ કેફેમાં બેઠા હોય છે.

માનવ- એશા તું તારી ગાડી કેમ વેચે છે?

એશા- તને કેવી રીતે ખબર પડી?

માનવ- જેને તું ગાડી વેચવાની છે તે મારો દોસ્ત છે.

એશા- યાર તું મારો પીછો નઈ જ મૂકે એમને..!

માનવ- એવી તે શું જરૂર પડી કે તારે તારી ગાડી વેચવી પડે છે? મને કહે હું કંઈ મદદ કરું તને..!

એશા- એ તને હું ના કહી શકું અત્યારે..!

માનવ- સારૂં તો આ પૈસા લઈ લે..

માનવ તેને નાનીબેગમાં બે લાખ રૂપિયા આપે છે.

એશા- ના, હું આ પૈસા ના લઈ શકું..

થોડી આનાકાની બાદ અને માનવના સમજાવા પર એશા પૈસા લઈ લે છે.

આ બાજુ રિની ઓફિસમાંથી એડવાન્સ સેલેરી લે છે અને નિશા પણ તેના સેવિંગ્સ માંથી પૈસા ઊપાડી લાવે છે. બંને એકબીજાને ફોન કરી એશાને સરપ્રાઈઝ આપવાનું વિચારે છે.

દાદી આજે ઓફિસ જાય છે. દાદી તે છોકરીને જોવા જાય છે કે એ છોકરી કોણ છે જેની માટે થઈને પરાગે લડાઈ કરી..!

જૈનિકા રિનીને ઉપર ફેશન ડિઝાઈન ડિપાર્ટમેન્ટમાં બોલાવે છે.

જૈનિકા- રિની તારે મારું એક કામ કરવું પડશે.. ટીયાને કાઢી મૂકી છે તો જ્યાં સુધી નવી મોડલના મડે ત્યાં સુધી તારે નવા કલેક્શનના કપડાં તારે પહેરીને મને બતાવવા પડશે..!

રિની- પણ હું કેવી રીતે કરુ?

જૈનિકા- એક વખત કીધુ એટલે કરવું તો પડશે જ..

રિની- સારૂ..!

રિની એક પછી એક ડ્રેસ પહેરીને જૈનિકાને બતાવતી હોય છે.

દાદી ઓફિસની બધી છોકરીઓ ને જોતા જોતા જાય છે કે એ છોકરી કંઈ હોય શકે? દાદી જૈનિકા પાસે પહોંચે છે.

દાદી- કેમ છે જૈનિકા?

જૈનિકા- ઓહો.... મેમ તમે.. કંઈ હવા તમને અહીં લઈ આવી?

દાદી- બહુ દિવસથી ઓફીસ આવવાની ઈચ્છા હતી તો આજે આવી જ ગઈ..!

એટલામાં જ રિની બીજુ નવું ગાઉન પહેરીને જૈનિકાને બતાવવા આવે છે, રિની મોરપીંછ કલરના ફ્લેર ગાઉનમાં સુંદર દેખાય રહી છે.

રિની- જૈનિકા મેમ જરાં ફિટીંગ જોઈ લેજોને..!

દાદી તો રિનીને જોઈ જ રહે છે. રિનીને જોતાં જ દાદી સમજી જાય છે કે કદાચ આ એ જ છોકરી છે જેનાં માટે થઈ પરાગે લડાઈ કરી..!

રિની દાદી અને જૈનિકાને વાતો કરતાં જોઈ કહે છે, જો તમે બિઝી હોવ તો હું પછી આવું..?

જૈનિકા- ના ના, મને પાછળ ફરી બતાવ કે કેવું લાગે છે.

રિની પાછળ ફરે છે, જૈનિકા જોઈને રિનીને તેની પાસે બોલાવે છે, અહીં આવ રિની.

જૈનિકા- આમને મળ આ છે રેખામેમ.. નવીન સરની મમ્મી અને પરાગની દાદી..

રિની- ઓહ... મેમ.. કેમ છો તમે? તમને મળીને ખુશી થઈ..!

દાદી- હું મજામાં છું. તું આ ડ્રેસમાં ખૂબ સુંદર દેખાય છે. જૈનિકા આ છોકરી કોણ છે?

જૈનિકા- આ રિની છે. પરાગની પર્સનલ સેક્રેટરી..!

દાદી- ઓહ.. બહુ પ્યારી છોકરી છે.

રિની- થેન્ક યુ મેમ.. તમે શું લેશો? ચા, કોફી કે જ્યૂસ?

દાદી- હા, એક કામ કર કોફી લઈને પરાગવી કેબિનમાં જ આવી જજે.


પરાગ અને શાલિની રેસ્ટોરન્ટમાં લંચ માટે જાય છે. લંચ કરતાં તેઓ વાત કરે છે.

શાલિની- તો તું માફી માંગવા આવ્યો છે એમ ને..!

પરાગ- ના, મેં કંઈ ખોટું કર્યુ જ નથી તો માફી શેની માંગું? મારે થોડી વાત કરવી હતી. તમને એવું લાગે છે ગયાં પ્રોજેક્ટમાં મેં સમરને કામ આપ્યું તે તેના પોઝીશન ને અફેક્ટ કરે એમ હતું.. હું સમર માટે કંઈ પણ સારું કરીશ તો તમને વિશ્વાસ થાય જ નહીં..!

શાલિની- બિલકુલ સાચી વાત..!

પરાગ- સારૂં... તો હવે એક નવો પ્રોજેક્ટ આવે છે એમાં હું નવો એગ્રીમેન્ટ બનાવીશ..જો તેમાં નુકસાન થશે તો બધું હું ભોગવીશ અને જે પણ ફાયદો થશે તે કંપનીનો...!

શાલિની- સ્માર્ટ હા... આવું કરીશ તો તો તું બધાની સામે મહાન બની જઈશ.. નવીનતો તને જ હેડ બનાવશે.. હા, પણ જો આ વાત આપણી બંને વચ્ચે જ વાત રહેશે તો હું તારી પર વિશ્વાસ કરીશ..!

પરાગ શાલિનીની શરત માની જાય છે.

દાદી અને રિની પરાગની કેબિનમાં બેસીને ખૂબ વાતો કરે છે.. દાદીને તો રિની પસંદ આવે છે પરાગ માટે..😂

પરાગ પણ ઓફીસ આવે છે જુએ છે તો દાદી તેના કેબિનમાં બેઠા હોય છે.

દાદી- આવી ગયો તું.. ચાલ મને ઘરે મૂકી જા.. હું ઘરે જવા જ નીકળતી હતી હવે તું આવી ગયો છે તો મને મૂકી જા..!

માવવ ગાડી લઈને આવે છે. દાદી અને પરાગ પાછળ બેઠા હોય છે.

પરાગ- દાદી મને કહ્યું હોત તો વહેલો આવી જાતને ઓફીસ..!

દાદી- અરે કંઈ વાંધો નહીં.. મારું જે કામ હતું તે થઈ ગયું..!

પરાગ નોટીસ કરે છે કે દાદી મલકાઈ છે અને કંઈક વધારે જ ખુશ લાગે છે.

પરાગ- શું વાત છે દાદી? ખુશ દેખાય રહ્યાં છો?

દાદી- હા, મારા મનની મુરાદ જલ્દી પૂરી થવાની છે એટલે..!

પરાગ દાદીને ઘરે મૂકી તેના ઘરે જાય છે અને સમરને ફોન કરે છે.

ટીયાના બોલાવાથી સમર તેને મળવાં ગયો હોય છે. ટીયા સમરને રિક્વેસ્ટ કરતી હોય છે કે પરાગ સાથે વાત કરે અને કંઈક કરે.. સમર તેને ચોખ્ખું કહી દે છે કે આ વખતે ભાઈ તને માફ નહીં કરે તે કર્યું છે જ એવું..! પરાગ ફોન કરી મોરક્કો એક્સપો માટે જોડે આવવાનું કહે છે પણ સમર ના કહી દે છે અને કહે છે તમે અને રિની જતા રહો મારી ઈચ્છા નથી જવાની.. અને આ વાત ટીયા સાંભળી જાય છે.

પરાગ અને રિનીની વાત ક્યાં સુધી આગળ વધશે? કે પછી હજી વિઘ્નો આવશે?

ટીયા હજી કેટલા તોફાન લાવશે પરાગ અને રિનીના લાઈફમાં?

વાંચતા રહો આગળનો ભાગ- ૧૬