આ દુનિયા Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આ દુનિયા

*આ દુનિયા*. વાર્તા... ૧૨-૫-૨૦૨૦

આલિશાન બંગલામાં બેઠેલા અરુણભાઈ શેઠ અને ચેતના બેન શેઠાણી ... પોશ વિસ્તારમાં આવેલો મોટો બંગલો...
એક દિકરો અને એક દિકરી હતી...
દિકરો જયેશ લંડન હતો...
એને ભારતમાં રેહવુ પસંદ નહોતું...
એટલે ત્યાં જ પરણીને સ્થિર થઈ ગયો હતો...
દિકરી પ્રિયા અમેરિકા હતી એનાં લગ્ન બાકી હતાં...
ઘરમાં ઘરઘાટી દશરથ ભાઈ હતાં... રસોઈ કરનાર મહારાજ કોદર ભાઈ હતા... અને રમા બેન આ બન્નેના હેડ હતાં અને શેઠ શેઠાણી નાં માનિતા હતાં...
શેઠ , શેઠાણી નું બધું જ ધ્યાન રમા બેન રાખતાં હતાં..
રોજ નાં નિત્યક્રમ મુજબ સવારે પહેલી કોફી બંગલાના ગાર્ડન માં બેસી ને પીતાં અને અમેરિકા દિકરી પ્રિયા જોડે વિડિયો કોલ થી વાત કરતાં હતાં... એમનો એરિયા ગ્રીન ઝોનમાં આવેલો હતો...
બાકી તો શહેરમાં મહામારી એ કોરોના વાયરસ થી એટલાં બધાં સંક્રમિત થયાં હતા કે રેડ ઝોન અને ઓરેન્જ ઝોન એમ અલગ અલગ નામ આપવામાં આવ્યું હતું જેથી જનતાને જાણકારી મળી રહે અને ચેતીને ચાલી શકે...
ગાર્ડન માં બેઠા પતિ-પત્ની માટે સવારની પેહલી કોફી અને નાસ્તો રમા બેન મૂકી ગયા અને મગમાં કોફી ચેતના બેન કાઢી અને પ્રિયા નો વિડિઓ કોલ આવ્યો...
ચેતનાબેન ...
" બોલ બેટા કેમ છે??? "
"બસ મજામાં પ્રિયા બોલી "
"ચેતનાબેન તો તારું મોં કેમ ઉતરી ગયેલું છે"
"જવા દે મમ્મી, તું વાત જ ના પૂછ.."
એટલામાં જ આ ગાર્ડન નું કામ કરનાર માળી આવ્યો...
બાબુ.... એ સલામ કરીને ઘાસ ઉપર બેઠો...
શેઠ, શેઠાણી એ એક નજર બાબુ પર નાખી નાં નાખી કરીને દિકરી જોડે વાતે વળ્યા...
" કોફી નો ઘૂંટ પીતા અરુણ ભાઈ વચ્ચે બોલ્યા કે કેમ દિકરી તું આવું ઢીલું ઢીલું બોલે છે....
જે પણ તકલીફ હોય એ બોલ બેટા...
તારો બાપ હજુ બેઠો છે કડેધડે...
પ્રિયા કહે હું જે કંપનીમાં નોકરી કરું છું એ કંપનીએ આ કોરોના મહામારી ને લીધે હમણાં અમને રજા ઉપર ઉતારી દીધા અને એ પણ વગર પગારે...
ચેતનાબેન અરે.. !!!..
એવું કેમ ચાલે???..
પ્રિયા કહે પણ અમારાં પૂરાં સ્ટાફે કહ્યું પણ એમણે કોઈ ની વાત સાંભળી નહીં...
"ચેતનાબેન આ તો સરાસર અન્યાય જ કેહવાય ને??? "
" પ્રિયા ... હા મમ્મી... પણ, "
" ચેતનાબેન .... આવાં મહામારી નાં સમયમાં તો કંપનીની જવાબદારી કહેવાય ને ...!!!"
" એ આવું પગલું ભરી જ કેમ શકે..???"
"પ્રિયા કહે પણ મમ્મી બધાં એ રજૂઆત કરી પણ કંપનીએ હાથ અધ્ધર કરી દીધા..."
"આ તો બહુ ખોટું કર્યું "
ત્યાં બાબુ બોલ્યો.... શેઠાણી બા....
મારો પરિવાર બહાર ઉભેલો છે...
ચેતનાબેન પ્રિયા ને કહે તું તારાં પિતાની સાથે વાત કર ...
હું ત્યાં સુધીમાં આ બાબુ ને સાંભળી લઉં...
ચેતનાબેન બોલ બાબુ...
કેમ આજે સવાર સવારમાં ભૂલો પડ્યો...???
જ્યારથી પહેલું લોકડાઉન થયું ત્યારથી તું આવ્યો નથી...
તે આજે છેક આ ત્રીજા લોકડાઉન માં દેખાયો...
બે હાથ જોડીને બાબુ .... શેઠાણી બા...
અત્યારે આખાં શહેરમાં બહું જ રોગચાળો ફેલાયો છે...
મને તો આવડતું નથી..
પણ કંઈ ઝોન એવું કહે છે..
તે અમારી જ્યાં વસ્તી છે એ બહુ ખરાબ ઝોન માં આવે છે આ તો ગામડે ( વતન ) જવાં હારું માઈ બાપ ( પોલીસ ) ને કરગરીને આવ્યો છું...
શેઠાણી બા સરકારે કીધું છે ને કે પગાર આપશે તમે ઘરે રહો એટલે હવે વતન જવું છે તો પગાર લેવા આવ્યો છું ...
હાથ જોડીને શેઠાણી બા દયા કરો તો મારા પરિવાર સાથે વતન જવું ત્યાં મારાં ઘરડાં મા બાપ છે...
થોડા દિ' નો ટેકો થઈ જાય....
આ સાંભળીને...
ચેતનાબેન એકદમ જ ભડક્યા ...
શાનો પગાર ???
સરકાર તો કહે અમારે પણ છોકરાઓ છે...
બાબુ હાથ જોડીને કરગરી રહ્યો...
આ બધું વિડિયો કોલ માં સાંભળી રહેલી પ્રિયા બોલી...
મમ્મી આવું નાં કર પગાર આપી દે...
એ લોકો શું ખાશે???
એકદમ જ ચિડાઈને ચેતનાબેન...
ચૂપ રહે પ્રિયા તને એમ દૂનિયાદારી માં ખબર નાં પડે..
આ લોકો ને તો રોદણાં રડવાની ટેવ પડી ગઈ હોય છે...
કામચોર... રજાઓ જોયે અને મફત પગાર જોઈએ કોણ આપે...
બાબુ ની આંખો માં આંસુ આવી ગયાં...
એ હિમ્મત ભેગી કરીને ઉભો થતો હતો ત્યાં ચેતનાબેન બોલ્યા આ સવાર ની પેહલી કોફી ની મઝા બગાડી દીધી એમ કહીને અંદરથી રમાબેન પાસે બીજો મગ મંગાવી થરમોસ માં થી કોફી કાઢી...
એ ગરમ ગરમ કોફીની ધૂમ્રસેર માં બાબુ ને પોતાની દુનિયા ઉજડતી લાગી...
ભાવના ભટ્ટ અમદાવાદ....