પરાગિની - 14 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરાગિની - 14

પરાગિની ૧૪

આગળ જોયું કે ન્યૂઝપેપરનો એડિટર પરાગને ફોન કરે છે તેને જણાવવાં કે એ વ્યકિત કોણ છે જેને તેના અને ટીયાનાં ફોટોસ છાપ્યાં હતા.

હવે આગળ...

પરાગ- કોણ છે એનું મને નામ જણાવો.

એડિટર- એનું નામ રાજ છે જે પહેલા કોઈ એજન્સીમાં મોડલ તરીકે કામ કરતો હતો અને અત્યારે બ્લોસમ ડિઝાઈન્સમાં કામ કરે છે.

પરાગ રાજનું નામ સાંભળીને આંખ બંધ કરી ગુસ્સો કરે છે અને એડિટરને થેન્ક યુ કહી ફોન મૂકે છે અને તરત જ તે સિયાને ફોન કરી રાજની ડિટેઈલ્સ મંગાવે છે અને કહે છે, અત્યારે એ ક્યાં છે એ પણ મને જણાવ..! પરાગ સખત ગુસ્સામાં હોય છે.

સમર- શું થયું ભાઈ? ગુસ્સામાં લાગો છો?

પરાગ- બસ એક ફોન આવવાંનો છે એની રાહ જોઉં છું.

એટલાંમાં જ સિયાનો ફોન આવે છે.

પરાગ- હા, સિયા ક્યાં છે એ?

સિયા- સર, અત્યારે યુનિવર્સિટી નજીક જે બાસ્કેટબોલ કોર્ટ છે ત્યાં.....

સિયા બોલતી હોય છે ને પરાગ ફોન કટ કરી માનવ પાસે ગાડીની ચાવી માંગે છે.

માનવ- શું થયું અચાનક? અને ક્યાં જાઈ છે?

પરાગ- પહેલા ગાડીની ચાવી આપ મને..!

સમર- એક મિનિટ ભાઈ.. શું થયું? કંઈ પ્રોબ્લમ થયો છે?

પરાગ- આ મારી પર્સનલ મેટર છે. હું જોઈ લઈશ.

સમર- ભાઈ અમે પણ સાથે આવીએ.

પરાગ- ના, સમર તમે વચ્ચેનાં પડશો.

પરાગ માનવ પાસેથી ચાવી લઈ ઘરના બહાર તરફ જાય છે.

સમર- માનવ કંઈક સિરીયસ મેટર લાગે છે.. આપડે ભાઈ સાથે જવું જોઈએ.. ચાલ ફટાફટ..

સમર અને માનવ બંને દોડીને પરાગ પાછળ પહોંચે છે.

પરાગ સ્પીડમાં ગાડી ચલાવતો હોય છે.

માનવ- પરાગ તું ગાડીની સ્પીડ લિમિટ ક્રોસ કરી રહ્યો છે.

પરાગ- હા, મને દેખાય છે એતો.

સમર- ભાઈ તમે કંઈક કહેશો? શું થયું છે?

માનવ- ગુસ્સામાં ઊઠાવેલ પગલું નુકસાનકારક સાબિત થાય છે.

પરાગ- હા, એ નુકસાન પેલો રાજ ભોગવશે...!

સમર- કોણ રાજ?

પરાગ- એજ જે ટીયાની બર્થ ડે પાર્ટીમાં રિનીની આજુબાજુ ફરતો હતો અને આપણી કંપનીમાં મોડલીંગમાં છે.

સમર- ઓહ... તો તમને ખબર પડી ગઈ એમ ને..!

પરાગ- તું શેની વાત કરે છે?

સમર- મને રિનીએ ના કહ્યું હતું આ વાત કોઈને કહેવાની પણ હવે કહેવી જ પડશે...!

પરાગ- કંઈ વાત અને તું શું કહેવા માંગે છે?

સમર- ટીયાની બર્થ ડે પાર્ટી વખતે એ રાજે રિનીને ખોટું બોલી બહાર બોલાવી અને તેને કિસ કરવાની કોશિશ કરી હતી.. બિચારી રિની ઘરે જતી વખતે આખાં રસ્તે રડતી હતી..! તેણે મને ના પાડી હતી કોઈને કહેવાની..!

પરાગને આ વાત સાંભળી વધારે ગુસ્સો આવે છે અને તે સ્પીડમાં ગાડી ભગાવે છે.

બાસ્કેટબોલનું કોર્ટ આવતાં પરાગ ગાડીમાંથી ઊતરી સીધો રાજ પાસે પહોંચી તેને તેના મોંઢા પર એક મુક્કો મારે છે. માનવ અને સમર પરાગને રોકીને પકડી લે છે.

આ બાજુ રાજને તેના ફ્રેન્ડ્સે પકડી રાખ્યો હોય છે.

પરાગ- તુએ કેમ ન્યૂઝપેપરમાં એ ફોટોસ છાપવાં આપ્યાં હતા..? તારો ઈરાદો શું છે? અને રિની સાથે બદ્તમીઝી કેમ કરી? તારી હિંમત કેવી રાતે થઈ એની સાથે આવું કરવાંની?

રાજ- (લુચ્ચું હસીને) એવી છોકરીઓ એનાં માટે જ બની હોય છે અને એની સાથે પણ મેં એ જ કર્યું..!

પરાગને ગુસ્સો આવતા તે ફરી રાજને મુક્કો મારે છે. બંને જૂથ વચ્ચે મારામારી થાય છે. પરાગ, સમર અને માનવ તેમને ખૂબ મારે છે.

આ બાજુ એશા અને રિની નિશાની હોસ્પિટલ જાય છે નિશા માટે ટિફીન લઈને.. નિશાને રાત્રે અગિયાર વાગ્યાં સુધીની ડ્યૂટી હોય છે. ત્રણેય જણાં નિશાના કેબિનમાં બેસી જમી લે છે અને વાતો કરતાં હોય છે.

નિશા- હાશ..! માનવ વાળો પ્રોબ્લમ ફાઈનલી સોલ્વ થઈ ગયો..!

રિની- (મોં બગાડીને) હા... પણ મારી સ્ટોરી તો ચાલું થતાં પહેલા જ પૂરી થઈ ગઈ..!

ત્રણેય વાત કરતાં હોય છે અને પરાગ અંદર આવીને પૂછે છે કે કોઈ નર્સ છે અહીંયા??

નિશાની સાથે રાતના સમયે બહુ નર્સ નથી હોતી..!

પરાગ નીચેનાં ફ્લોર પર બધે જોઈ આવે છે પણ એકપણ નર્સ નથી હોતી.. તેથી તે છેલ્લી રૂમમાં આવીને જોઈ છે જે નિશાની કેબિન હોય છે.

પરાગનો અવાજ સંભળાતા રિની પાછળ ફરીને જોઈ છે તો પરાગ જ હોય છે. પરાગ પણ રિનીને જોઈ છે.

પરાગ- તું અહીંયા શું કરે છે?

રિની- તમને આ બધુ શું વાગ્યું?

નિશા- તમે ફટાફટ ચાલો બહાર ડ્રેસીંગરૂમમાં..

પરાગ- હજી બીજા બે જણ પણ છે બહાર...માનવ અને સમર..!

નિશા ત્રણેયને ડ્રેસીંગ કરી આપે છે. એશા માનવને હાથ પર ગરમપાણીની બેગ મૂકી શેક કરી આપતી હોય છે.. નિશા સમરને માથા પર વાગ્યું હોય છે ત્યાં દવા લગાવી આપતી હોય છે અને પરાગને આંગળીઓમાં વાગ્યું હોય છે રાજને મુક્કા મારવાંથી તો રિની તેને ત્યાં આઈસબેગ મૂકીને શેક કરી આપતી હોય છે.

રિની- હવે થોડું સારૂં લાગે છે તમને?

પરાગ- હા, સારૂં લાગે છે ઈન્ફેક્ટ પહેલાં કરતાં હવે વધારે સારૂં લાગે છે. મને જાણીને સારૂં લાગ્યું કે રાજ તારી લાઈફનો હિસ્સો નથી.

રિની- શું ટીયા સાથે તમારી જે ફોટો પેપરમાં આવ્યા હતા તે સોલ્વ થઈ ગયું એટલાં માટે ખુશ છો?

પરાગ- હા, એ વાત તો છે જ....

રિની- એટલે તમારી અને ટિયા વચ્ચે કંઈ જ નથી?

પરાગ- અમારી વચ્ચે કશું હતું જ નહીં ને....પણ તું કેમ પૂછે છે??

રિની- કંઈ નહીં એમ જ,..

પરાગ રિનીના ફેસને જોઈને સમજી જાય છે કે રિની તેની તરફ ખેંચાઈ રહી છે.. આ જાણી પરાગને પણ સારૂં લાગે છે.

આ બાજુ રાજ પોલીસ સ્ટેશનમાં જઈ પરાગ, સમર અને માનવ સામે ફરિયાદ નોંધાવે છે.

પોલીસ પરાગ, સમર અને માનવને પોલીસ સ્ટેશન લઈ જવા માટે હોસ્પિટલ આવે છે.

નવીનભાઈને ખબર પડે છે કે તેમનાં છોકરાઓએ કોઈની સાથે લડાઈ કરી છે અને તેમને પોલીસ પકડીને લઈ ગઈ છે તે જાણી તેઓ ગુસ્સે થાય છે. દાદી પણ ચિંતામાં આવી જાય છે. શાલિનીને ફક્ત સમરની ચિંતા થાય છે. નવીનભાઈ દાદી અને શાલિની કહી દે છે કે કોઈ વકીલને ફોન નહીં કરે.. આજની રાત તેઓ પોલીસ સ્ટેશનમાં જ વિતાવશે ત્યારે તેમની અક્કલ ઠેકાણે આવશે...!

પોલીસ પરાગ, સમર અને માનવનું બયાન લે છે. પોલીસ તેમને લોકઅપમાં નથી પૂરતાં પણ ત્યાં જ બેસાડી રાખે છે. રાજ અને તેના દોસ્તોને પણ પોલીસ સ્ટેશનમાં જ બેસાડી રાખે છે. રિની અને એશા પોલીસ સ્ટેશન જાય છે પરાગ અને માનવને મળવાં..તેઓ તેમને મળીને નીકળી જાય છે.

પરાગ, સમર અને માનવ ત્રણેય બેઠાં બેઠાં વાતો કરતાં હોય છે. સમરને મનમાં થાય છે કે પરાગ અને રિની બંનેને એકબીજાને લાઈક કરે છે પણ કહેતાં નથી.

સમર- રાજની વાત મને મગજમાં નથી બેસતી... રિનીને હેરાન કરી એ વાતતો છે પણ ટીયા અને પરાગની ફોટોસ ન્યૂઝપેપર અને મીડિયામાં ફેલાવી એને શું ફાયદો થયો?

માનવ- હમમમ.... ફાયદો રાજને નહીં ટીયાને થયો છે..પરાગ જરાં તુ જ વિચાર... તારી નજીક એ જ આવવાં માંગે છે..!

પરાગ- આ બાબતે મારી અને ટીયાની વાત થઈ ગઈ છે. તે અને તેની ફેમીલી પણ આ બાબતે ચિંતામાં છે.

માનવ- એ તો વિચારો તમે કોની વાત કરી રહ્યાં છો..!

પરાગ- જો એણે કર્યું હોય તો મને ખબર પડી જાય..!

સમર- ભાઈ એ ટીયા છે... કંઈપણ કરી શકે છે. એના ફાયદા માટે એ કોઈને પણ નચાવી શકે છે.

પરાગ કંઈ બોલતો નથી તેને સમર અને પરાગની વાત બરાબર લાગે છે.

બીજા દિવસે સવારે પરાગ, સમર અને માનવને પોલીસ જવા દે છે અને રાજ અને તેના દોસ્તોને પણ છોડી દે છે.

પરાગ, સમર અને માનવ પાર્કીંગમાં જઈ રાજ પાસે જાય છે. રાજ તેમને જોઈ ગભરાઈ જાય છે અને પોલીસને બૂમ પાડવાં જતો હોય છે કે માનવ તરત તેને કહે છે, ચિંતાના કરીશ અમે તને નહીં મારીએ..બસ શાંતિથી વાત કરવાં આવ્યાં છે.

સમર- એમ તો તારી સાથે શાંતિથી વાત કરવાંનું શોભતું નથી પણ કરવું પડશે..!

પરાગ- જો મને તારી સાથે કોઈ લેવા દેવાં નથી બસ એટલું કહી દે કે આ બધુ તે કોના કહેવા પર કર્યુ?

રાજ તેમને બધુ કહી દે છે.

પરાગ ઘરે જઈ નાહીને ફ્રેશ થઈ કંપનીએ જવા નીકળે છે.

રિની ઓફીસ આવી ગઈ હોય છે પરાગને ન જોતાં તે ઉદાસ હોય છે. ટીયાને જાણ થાય છે કે ગઈકાલ રાત્રે પરાગ અને રાજનો ઝગડો થયો હોય છે, ટીયાને બીક હોય છે કે પરાગને ખબરનાં પડી જાય કે આ બધું તેણે કર્યુ છે..!

પરાગ ગુસ્સામાં ઓફીસમાં આવે છે તેની કેબિનમાં જઈ ટીયાનો એગ્રીમેન્ટ કાઢે છે અને સીધો ઉપર જાય છે. ટીયા જૈનિકા પાસે બેઠી હોય છે. પરાગ ટીયા પાસે જઈને ઊંચા અવાજે ટીયાને લડે છે.

પરાગ- સાંભળી લે ટીયા, આજ પછી આ ઓફીસમાં તું મને દેખાવીના જોઈએ..! તે જે કર્યુ બધુ જ મને ખબર પડી ગઈ છે. આજ પછી મારી કંપની સાથે તારે કોઈ લેવા દેવાં નથી સમજી ગઈ...? પરાગ ટીયાને ખૂબ લડે છે.

ટીયાના પગ નીચેથી તો જાણે જમીન સરકી ગઈ હોય એમ કંઈ બોલતી જ નથી.. ધીમેથી તે અચકાતાં બોલે છે, પણ મારો એગ્રીમેન્ટ..!

પરાગ- તારો એગ્રીમેન્ટ એમ..!

પરાગ ટીયાની સામે જ તેનો એગ્રીમેન્ટ ફાડી નાંખે છે અને કહે છે તને તારા જેટલાં પૈસા થતાં હશે એટલાં મળી જશે. પરાગ ફાડેલાં એગ્રીમેન્ટનાં કાગળિયાં ટીયાનાં મોં પર ઉડાવી અને ગેટ લોસ્ટ કહી જતો રહે છે.

રિની, જૈનિકા અને બીજા બધાં પરાગના ગુસ્સાને જોતા જ રહી જાય છે.

ટીયા રડી પડે છે. જૈનિકા અને રિની તેને શાંત કરાવતા હોય છે.

ટીયા મોં બગાડી ત્યાંથી જતી રહે છે. બધાં પોત પોતાના કામ પર લાગી જાય છે.

રિનીને ખબર હોય છે કે સવારનું પરાગે કંઈ ખાધુ નઈ હોઈ તેથી તે કોફી અને ગરમ નાસ્તો લઈ પરાગની કેબિનમાં જાય છે.

રિની- સર તમારી માટે નાસ્તો છે.. તમે સવારનું કંઈ ખાધુ નથી.. તમારી તબિયત બગડી જાઈ એની પહેલા ખાઈ લો તો સારૂં..!

પરાગ- થેન્ક યુ રિની..! આમપણ લંચનો ટાઈમ થઈ ગયો છે. એક કામ કરીએ આજે આપણે બંને સાથે લંચ કરવા બહાર જઈએ.

રિનીને નવાઈ લાગે છે કે પરાગ સર હંમેશા મને લડતાં જ હોય છે એ આજે સામેથી મને લંચ પર જવા માટે કહે છે...!

રિની- શું સર? તમે અને હું?

પરાગ- કેમ કંઈ વાંધો છે?

રિની- ના, સર પણ હું બિલ પે કરીશ. તમે પહેલી વખત મારી સાથે જશો એટલે...!

પરાગ હસીને હા કહે છે. બંને એક સારી રેસ્ટોરન્ટમાં લંચ માટે જાય છે. બંને ખૂબ વાતો કરે છે અને સાથે લંચ પણ કરે છે. આ વચ્ચે રિનીને જાણવા મળે છે કે ટીયાનો આખો પ્લાન હતો પરાગ અને ટીયાના ફોટોસ મીડિયામાં ફેલાવવાનો અને રાજે તેની સાથે જે કર્યુ તે પણ ટીયાના કહેવા પર જ કર્યુ હતુ. રિનીને ટીયા પર ગુસ્સો આવે છે પણ તે કંટ્રોલ કરે છે. પરાગને જાણવા મળે છે કે એશા, નિશા અને રિની ત્રણેય બેસ્ટ ફ્રેન્ડ છે. પરાગ નહીં સમર અને માનવને જાણ થાય છે કે તેઓ સાથે રહે છે અને સારી દોસ્તી છે તેમની..!

એશા તેની ઓફીસમાં કામ કરતી હોય છે અને તેના પપ્પા તેને મળવાં આવે છે. એશા તેના પપ્પાને જોઈ ખુશ થઈ જાય છે કે તેને તેના પપ્પા મળવાં આવ્યાં. એશાને તેના પપ્પા કોઈ દિવસ ફોન પણ નહોતા કરતાં મળવાં આવવાની તો બહુ દૂરની વાત છે. તેના પપ્પા ફક્ત પૈસા માંગવા જ એશા પાસે આવતાં..! એશા તેના પપ્પા સાથે વાતો કરે છે, એશાને લાગે છે તેના પપ્પા પહેલા જેવાં નથી રહ્યાં પણ તેની આ ભ્રમણા ખોટી પડે છે.

શું હવે પરાગ અને રિની લાઈક વાળી સ્ટોરી લવસ્ટોરીમાં બદલાશે?

શું એશાનાં પપ્પા ફરી એશા પાસે પૈસા માંગવા આવ્યા હશે?

વાંચતા રહો આગળનો ભાગ - ૧૫