Kilo of Rajgarh books and stories free download online pdf in Gujarati

રાજગઢ નો કિલો

‌ આજે આ કહાની કહું છું તેં મારા પોતાના ગામ એટલે કે અમારા તાલુકા રાજગઢ ની છે. અમારા તાલુકાનો ઇતિહાસ જૉઈએ તો મારુ ગામ ભૂતકાળ મા ભાવનગર રાજ હેઠળ આવતું હતુ આમ ચતા અમારાં તાલુકાને સ્વતંત્ર રાજધાની જાહેર કરેલ હતી . તો પણ અમારાં ગામનો વહીવટ તો ભાવનગર રાજ હેઠળ જ આવતો હતો . રાજગઢ નાં રાજા ને આ સમયે થોડી ધણી સ્વતંત્રતા સાથે પોતાની સત્તા મળેલી હતી . ગામમા આઝાદી પૂર્વે ઘણાં સમય પહેલા વાઘજી નામનો રાજા રાજ કરતો હતો . તેં ખૂબ જ પ્રતિભાશાળી અને ગુણવાન હતો .ભાવનગર રાજાને રજગઢ થિ થોડેદુર આવેલા અમરેલિ પાસેના કાઠી રાજા સાથે વેર હતુ . જેનું નામ અભયસિહ હતુ. આથી આપોઆપ ગારિયાધાર નાં રાજા સાથે વેર બંધાયું. રાજગઢ નો રાજા પરમ પ્રતાપી અને શક્તિશાળી ની સાથે બુદ્ધિવાન તો એટલો કે ઘોડા ડાબલા પરથિ ઓળખી જાય કે કોણ રાજ મા આવી રહ્યુ છે. રાજગઢ પર અવાર - નવાર કાઠી રાજાઓ એ આક્રમણો કરેલા પરંતું બાધા જ નિષ્ફળ નીવડ્યા હતા . હવે અભયસિંહ કાઠી કાંઇક સારા અવસર ની રાહમાં હતાં . વાઘજી નો મંત્રી તેમનો જ સગો ભત્રીજો હતો . આ ભત્રીજા ની નજર કાકાના રાજ પર હોઇ છે. પરન્તુ આ વાત તેં જાહેર કરી શક્તો નથી . આ વાતની ખબર અભયસિંહ કાઠી ને ખબર પડે છે. અભયસિંહ કાઠી હવે આ ભત્રીજા ને મનાવવા નાં રસ્તા ગોતેં છે. એક વાર સમય જોઈને વાઘજી ના ભત્રીજા ને પોતાના પક્ષમાં લેવા માટે પત્ર લખે છે ને તેને પોતાના રાજમાં મળવા બોલાવે છે.વાઘજી નાં ભત્રીજો અભયસિહ પાસે જાઇ છે. ત્યારે અભયસિહ તેને કહે છે કે તુ મારી સાથે મળીને તારા કાકાને મરવવામા મારો સાથ આપ બદલામાં હુ તને આ રાજ નો સંપુર્ણ વહીવટ એટલે કે તને રાજા બનાવીશ .આ વાત રાજાના ભત્રીજા શ્રી ગોપલસિહને ગળે ઊતરે છે. તેં અભયસિહ નો સાથ આપવાની હા પાડે છે. કેમકે અભયસિહ વાઘજીને હારતા જોવા હતાં અને ગોપલસિહને રાજ જોતું હતુ બન્ને પોતપોતાનું કામ હતુ.હવે અભયસિહ વાઘજી નાં મત્રી શ્રી ગોપાલસિંહ ને કહે છે હવે હુ તમને સમય જોઈને બોલાવિશ. હવે વાઘજી દર વર્ષે ધનતેરસ નાં દિવસે માતાજી ની આરાધના કરવા રાજગઢ થી થોડે દુર આવેલા ગાઢ જંગળ મા જાતો હતો. આ સમયે તેની સાથે સેનાપતિ અને થોડુંક અમથું સૈન્ય દળ હોઇ છે. આથી વાઘજી ને મારવાનો યોગ્ય દિવસ આજ હોઇ . તેથી અભયસિહ પણ ગોપાલ ને આ દીવસ ની બધી યોજના સમજાવી ને કહે છે. કે રાજા જીવતાં ન રહેવા જોઈએ નહિતર પછી આપડે માર્યા જશુ એનાં માટે તારાથી બનતું તુ કરજુ ગોપાલ પણ પોતાની રીતે સજ્જ થઈ જાય છે. હવે ધનતેરસ નજીક આવી રાહી હતી . તેમ તેમ ગોપાલ સિંહ ની ગાદીની લાલચ ચરમ ચીમા પર પહોચી રહી હતી.આ ગાદી લાલચથી જ તેં પોતાના સગા કાકાને મારવા તૈયાર થઈ જાય છે. કાલે ધનતેરસ છે આથી અભયસિહં ગોપલસિહ પોતાનુ દૂત મારફતે કહેણ મોકલ્યું કે જોજો કંઇ ભુલ ન રહી જાય. ગોપાલસિંહ તેનાં જવાબ મા કહ્યુ કે નહીં કોઈ પણ પ્રકારની ભુલ નહીં થાય.બધા જ ગામ લોકો રાજાની સાથે તૈયાર થઇને જંગલમાં આવેલ મંદીર તરફ નીકળે છે. રાજા ને કદાચ એ ખબર નહોતી કે આજે તેનાં પોતાના તેનાં વેરી બની તેની જાન લેશે. ...... આમ રાજા પોતાની સેના સાથે જંગલમાંથી પસાર થતા હતાં.એવામાં અભયસિહ વાઘજી પર તૂટી પડે છે. વાઘજી થોડી જ વારમાં અભયસિહ નાં સૈન્યને ધૂળ ચાટતુ કરી નાખે છે. પણ કહેવત છે ને કૈ " ઘરનાં જઘેં ત્યાં કાંઇ ન વધે"આવી રીતે આ સમયે ગોપાલ સિંહ રાજાનું માથું કાપી નાખે છે. આમ વાઘજી વિરગતિ ને પામે છે. ત્યારબાદ ગોપાલસિંહ ને પણ કાવતરાથી અભયસિહ મારી નાંખે છે. આમ આ રાજગઢ ની ગાદી પર થોડા સમય માટે અભય આવે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED