Welcome to Notes
એક ગામ હતુ. આ ગામનુ નામ હાલમાં સુંદરગઢ છે. જે સમયની વાત છે તયારે આ ગામનુ નામ સુલતાનપુર હતુ. આ ગામ રાયજાદા નામના તળાવ કાંઠે હતુ. આ ગામનુ નામ કોના પરથી પડયુ તે કોઈ જાણતું નથી. હા ચાલો તો હું તમને આ ગામનો ઈતિહાસ કવ. આ ગામમાં આજાદી પહેલા અેક રાયજી નામનો રાજા રાજ કરતો હતો. જે ખૂબ બુદ્ધિશાળી તો હતો જ પણ તેના યુદ્ધ કૌશલ્ય લગભગ આ સમયે સાત થી આંઠ રાજા પાસે હતુ.આ રાજા નુ શરીર એવું કે તે જયાં ઉ઼ભો રહૈ ત્યાં પવઁત ઉભો હોઈ તેવુ લાગે.અને તેની આંખો જોતાં જ દુશ્મનો ડરી જાય.આ પરથી એવું અનુમાન લગાવી શકાય કે તે લગભગ આપડુ પ઼થમ પેજ પર ફોટો છે તેવા દેખાવ ના હશે. આ રાજા પ઼જાપિય હતો.તેનુ સબુત આપણે આ વાત પરથી આપી શકીએ કે એક વખત રાયજી ના સગા ભાઈએ ગામની દલિત દિકરી પર ખરાબ નજર કરી તો બદલામાં તેના ભાઈને બે વર્ષની જેલ કરી , એટલુ જ નહીં તેના ભાઈની સજા પૂરી થતાં આ દલિત કન્યા સાથે તેના લગ્ન કરાયા. આ તેજ સમયની વાત છે જ્યારે રાયજીનુ રાજ ખૂબ સમરુધ હતુ કેમકે અહી બઘીજ જાતના પાક લેવાતા આની ઈર્ષ્યા પાસેના બહાદુરગઢ રાજ ના રાજા હેમરાજ ને હતી. તેને આ રાજાને હરાવવા પણ કોશિશ કરી પણ તે રાયજી પાસેથી પાંચ વાર હારી ચૂક્યો હતો.રાયજી વિરતાની સાથે દયાળુ પણ હતા જેથી પાંચ વખત હેમરાજને તેની જિંદગી દાનમાં આપી.છતાં હેમરાજ હજી સંતોષ માનવા તૈયાર ન હતો. હવે હેમરાજ કોઈ સારા મૌકા ની શોધમા હતો. બીજી બાજુ રાયજી ના ભાઈ રામસંગ પોતાના ભાઈએ પોતાના પર જે સજા કરી અને દલિત કન્યા સાથે પરણાવયો તેનો બદલો લેવા માંગે છે. હેમરાજ ને આ વાત તેનો જાસૂસ કહે છે. તેથી હેમરાજ ને તો મન જોતુ હતુ એવું મળી ગયું ઓલી ગુજરાતીમાં કહેવત છે ને "કે ભાવતુ હતુ ને વૈદે કીઘુ ". હેમરાજ રાયજી ના ભાઈ રામસંગને ગુપ્ત રીતે બોલાવવા માટે પોતાના દૂત અણહિલને મોકલે છે. અણહિલ રાજાના સિપાહીનો વેશ ધારણ કરી સેનામાં મળી જાય છે. હવે અણહિલ એક સારા સમયની તલાશમાં હતો. કે જેથી તે પોતાના રાજાની મિત્રતા કરવા રામસંગને આમંત્રણ આપી શકે. બોવ જ સમય વિતાવ્યા પછી આજે રાયજી ની સાથે તેના મંત્રી અને ઘણા બઘા સિપાઈઓ જંગલ પાસે ગયા છે.હવે અણહિલને જોઈતો મોકો મળી ગયો હતો. આથી અણહિલ એકાએક રાજાના ભાઈ રામસંગના રુમમાં પહોંચી જાય છે. આ જોઈ રામસંગ એકાએક કોઈ વ્યક્તિ કમરામાં આવતા જોઇ ખૂબ ડરી જાય છે. આથી રામસંગ પોતાની તલવાર કાઢીને અણહિલને મારવા પ્રયત્ન કરે છે. આ જોઈ અણહિલ ડરીને બોલી ઊઠે છે "મહારાજ હું તમારો દુશ્મન નથી પણ દોસ્ત છું. " રામસંગ આ સાંભળીને તલવાર મયાનમાં મૂકી દેઈ છે. પછી તે અણહિલને પૂછે છે કે તો તુ છે કોણ તયારે અણહિલ આખી હકીકત કહે છે કે મને બહાદુર ગઢના રાજા હેમરાજે તમારી સાથે મિત્રતા કરવા અને પોતાના રાજમા આવવા આમંત્રણ આપવા મોકલ્યો છે હું તમને કહેવા આ વાત કહેવા આવ્યો છું. આ સાંભળીને રામસંગ કો્ધિત થઈ ઉઠયો કેમકે તેને ખબર છેકે સુંદરગઢને બહાદુરગઢ સાથે દુશ્મની છે. આથી રામસંગે ફરી વાર તલવાર કાઢીને અણહિલને મારવા તૈયાર થયો આ જોઈને તે બોલી ઊઠયો કે બહાદુરગઢની દુશ્મનની રાયજી સાથે છે તમારી સાથે નથી.આ સાભળી તેને થોડી તલવાર મયાનમા મૂકી દિઘી.