અપણે અગાઉનાં વર્ષોમાં ઘણા મોટા મોટા નુકશાન વેંઠતા વર્ષ જોયાછે. તેમાં 2020 નું વર્ષ યાદ રહેશે કેમકે આ વર્ષમા મહામારિંની સાથે અનેક સમસ્યાઓ સર્જાઈ છે.આ સમસ્યો આટલી હદે ભયંકર હતી કે એમાંથી બહાર નીકળતા આપણને ઘણા વર્ષો લાગી જશે. હજી તો 2020 નું વર્ષ શરૂ થયુ પણ નાં હતુ કે ઓસ્ટ્રેલિયમા ઍક જંગલમાં આગ લાગી. આ આગના કારણે 2020નું વર્ષ શરૂઆત સાથે જ ખરાબ હાલતમાં આવી ગયુ. આ આગમાં કરોડો પશુઓ તો માર્યા ગયા તો બીજી બાજુ આ આગથી ધણી મોટી સંખ્યામાં માણસો પણ મૃત્યુ પામ્યા હતાં.આવિ આગ પહેલા કદી પણ લાગી ન હતી.આ આગ લાગતા સમગ્ર વિશ્વનું તાપમાન ઊંચું ગયુ હતુ.આ આગથી ઓસ્ટ્રેલિયાના ખેતરોમાં તથા પાસેના ઘણા દેશમાના ખેડૂતનો પાક નિષ્ફળ ગયો હતો.આથી તમે વિચારી શકો કે આ આગ કેટલી ભયંકર રીતે સમગ્ર વિશ્વના વાતાવરણ પર અસર કરી ચૂક્યું છે. આ આફત હજી દુર ગયી તો નહતી પણ થોડી અસર નાબૂદ થઈ હતી.ત્યા વિશ્વનાં અનેક દેશોમાં સુનામી ,પૂર અને ભૂકંપ જેવી અનેક આપત્તિઓ આવવા લાગી હતી .જાપાનનાં અમુક ભાગોમાં ભૂકંપ અને સુનામીથી ઘણુ નુકશાન થયુ હતુ તો બીજા ઘણા દેશોમાં પણ આવીજ તબાહી સર્જાઈ હતી.ભારતનાં ગુજરાત સહીત ઘણાં રાજ્યોમાં સુનામી આવી હતી.આ સુનામીમાં ફાની તુફાને ઘણું નુકશાન કરેલું. આવી ત્રીજી આફત હવે શરૂ થઇ રહી હતી .આ અફાત્ત એટલેજ કોરોના નામના વાઈરસે ચાઈના દેશનો દરવાજો ખટખટાવે છે.કોરોના વાઇરસ ચીનમાં ખુબજ જલદી પ્રસરી ગયો અને તેણે લાખો લોકોના પ્રાણ લીધાં .ત્યારબાદ વિશ્વમાં અનેક દેશમાં આ વાઇરસ ફેલાવા લાગ્યો હતો.તેથી બધા દેશોમાં લોકડાઉંન કરાયું હતુ.આ પ્રમાણે સમગ્ર વિશ્વ લગભગ ત્રણ મહિના સુધી બંધ રહ્યુ હતુ.આવી સ્થિતિમાં પણ કોરોના એ પગપેસારો કર્યો હતો અને ઘણા લોકો હતાં .આ સ્થિતીમાં આ બધા દેશોમાં આર્થિક સંકટ બન્યુ છે કેમકે એક તો આ વાઇરસની દવા શોધવા લાખો રૂપિયા સમગ્ર વિશ્વ ખર્ચે છે તો બીજી બાજુ આ કોરોનાં કાળમાં બધા ધંધા બંધ રહ્યાં જેથી કોઈ પણ પ્રકારની આવક થઈ નથી. હવે આ વાઇરસથી ભારત પણ બાકાત રહ્યુ નથી. ભારતમાં દિવસે ને દિવસે કોરોના કેસ વધી રહ્યાં છે. આથી ભારતમા પણ સ્થિતિ ખુબજ ખરાબ થઈ ગઇ છે.હવે ભારત પણ આ સ્થિતીમાંથી બહાર નીકળવા સતત પ્રયત્ન કરી રહ્યુ છે.આ બીમારીમાંથી નિષ્ણાતોનાં મત મુજબ લગભગ ત્રણ વર્ષ સુધી બહાર નહીં નીકળી શકાય.
હજી વિશ્વ સહીત ભારત આ કોંરોના નામની બીમારી માંથી બહાર નીકળ્યા પણ નથિ . ત્યા તૌ કુદરતે ફરી રુદ્ર રૂપ બતાવતા વિશ્વના અનેક દેશોની સાથે ભારતમાં પણ અનરાધાર વરસાદ પડયો. આથી કોરોના કાળમાં લગભગ ખેતી સિવાય બધા ઉધોગ બંધ હતાં.આથી ઍક સહારો હવે ખેતીનો હતો .આ ભારે વરસાદ પડવાથી તેનાં પર પણ પાની ફરી વળ્યું હતુ.આની સાથે આવા લાખો ખેડુતોને મોટા પાયે નુકશાન થયું હતુ.હવે આ સ્થિતિમાં કપરી પરિસ્થિતિ આવી પડી છે કે હવે દેશના ખેડૂતને તેમના પાક જે નષ્ટ થયો છે તેનાં બદલામાં સરકારે થોડુ ઘણુ વળતર ચૂકવવું પડશે. આ વળતરની કિમંત થોડી ઘણી હોવાં છતા દેશના મોટા ભાગના ખેડૂતને દેવું પડતું હોવાથી આ રકમ કરોડોમા થઈ જાઇ છે. આ બધી પરિસ્થિતિ સામે મનુષ્ય નબળો પડી ગયો ચછે.કદાચ આ મનુષ્યને ઈશ્વરની અવગણના કરવાનું જ ફ્ળ મળ્યું હશે.તેવું આપણને લાગે છે, તો હવે આપણે આવતાં સમયમાં જે કંઇ પણ કર્મ કરવા તેં સારા રસ્તાથી કરવા જેથી ઇશ્વર પણ ખુશ રહે અને આવી આપતી .બીજી વાર નાં આવે.