Big Fish - 8 Harsh Pateliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

Big Fish - 8

આપણે જોયું કે એશ ના પિતા જેમ્સ, તેને જે વાર્તાઓ સંસંભળાવતા તે બધી ખોટી પણ ન હતી.

હવે આગળ...

અહીંયા એશ ને બીજા દસ્તાવેજો પણ મળે છે. જે એક ટ્રસ્ટ ના હોય છે. આ ટ્રસ્ટ તેના પિતા જેન્સ ના નામે હોય છે. અને હવે એ જાણવા માગતો હતો કે તેના પિતા જેમ્સના જીવનની સચ્ચાઈ શું છે? તેની વાર્તાઓ કેટલી સાચી છે?

તેમાં જે એડ્રેસ સરનામું લખેલું હોય છે, તે એડ્રેસ પર એ જવા નીકળી જાય છે, ત્યાં રસ્તામાં એક બોર્ડ મારેલું હોય છે "વેલકમ ટુ સેક્ટર" સેક્ટર એ જ શહેર છે, જેના વિષે જેમ્સે પુત્ર એશ અને બીજા ઘણા લોકોને વાર્તા માં કહ્યું હોય છે. આ એ જ શહેર છે ,જ્યાં તાર ઉપર ચપ્પલ બુટ નાખી દીધા હતા. અહીયા તેના પિતાને આઠ વર્ષની છોકરી જેની મળી હતી. જે જેમ્સને પસંદ કરતી હતી.

હવે અહીં એ જગ્યાએ એ ઘરે એશ પહચી જાય છે. ત્યાં એક મહિલા હોય છે. તેને પૂછે છે કે તમે મારા પિતા વિશે કેવી રીતે જાણો છો? તે મહિલા કહે છે કે એ એક "સેલ્સમેન" હતા. આ જગ્યા તેના રૂટ પર આવતી હતી અને આ શહેરમાં તેને બધા જાણતા હતા. એશ તેને પૂછે છે કે શું મારા પિતા સાથે તમારા કોઈ સબંધો (અફેર) હતા? તે મહિલા કહે છે કે જ્યારે તને આ દસ્તાવેજો મળ્યા તો તે પોતે તારા પિતાને જાતે કેમ ના પૂછ્યું? એશ કહે છે કે મારા પિતાની તબિયત સારી નથી. મારા પિતાએ એવી ઘણી બધી વાતો કહી જે તેમણે કદી નથી કરી. મને પૂરો વિશ્વાસ છે કે એવી ઘણી બધી વાતો છે કે જે મને કહી નથી. હું સાચું શું છે? એ જાણવા માગું છું. એ મહિલા કહે છે કે તારા પિતા એક સેલ્સમેન હતા. અને એક દિવસ એ લાંબી મુસાફરી કરીને પોતાના ઘરે જતા હતા, ત્યારે એક બહુ મોટું તુફાન આવ્યું અને એ તુફાન ના લીધે એ ફરી એકવાર આ શહેરમાં આવી ગયા. એને જોયું કે પહેલા આ શહેર ખૂબ જ ખુશ ખુશાલ હતું. એ હવે એવું બિલકુલ નથી રહ્યું. અહીં બધા લોકો કંગાળ થઈ ગયા છે. બધા લોકો ગરીબ છે. તેણે જોયું આ શહેરની બોલી લાગી રહી છે. ત્યારે તારા પિતાએ આ આખા શહેરને ખરીદી લીધું.

જોકે કોઈ દિવસ એ અમીર આદમી નહોતા, પરંતુ એવા ઘણા બધા લોકો હતા, કે જેમ્સના લીધે અમીર બન્યા હતા. એમાંથી એક પહેલો કવિ પણ હતો. જે જેમ્સના શહેરમાંથી શહેર સેક્ટરમાં રહેવા આવ્યો હતો. જ્યારે તે આ શહેર છોડીને જાય છે. તો તે જેમ્સને બેંકમાં મળે છે અને જેમ્સ ની કહાની ના અનુસાર તે બેંકને લૂંટવા માંગતો હતો. તેણે બેંકને લૂંટી પણ ખરી, પરંતુ એ બેંકમાં પૈસા નહોતા અને જ્યારે તે બેંક લૂંટીને પાછા જઈ રહ્યા હતા. ત્યારે તે કવિને જેમ્સ સલાહ આપે છે કે તારે શેર માર્કેટમાં કામ કરવું જોઈએ. ત્યારબાદ તેની સલાહ માનીને એ શેર માર્કેટમાં ગયો અને બહુ અમીર બની ગયો. જ્યારે તે પહેલીવાર એક કરોડ રૂપિયા કમાયો, તો તે એક રુપીયામાં થી 50 લાખ રૂપિયા જેમ્સ ને પણ આપ્યા હતા. જેના લીધે જેમ્સે પોતાની પત્ની માટે એક ઘર ખરીદ્યું હતું. અને આવી રીતે એ કવિની મદદથી અને બીજા મિત્રોની મદદથી એણે આખા શહેરને ખરીદી લે છે. પરંતુ સિવાય એક ઘર. આ ઘર એક આઠ વર્ષની છોકરી જેનીનું હોય છે જે હવે મોટી થઈ ગઈ છે. જે કોઈ દિવસ જેમ્સને પ્રેમ કરતી હતી. જેની કહે છે કે હું આ ઘર નથી વેચવા માગતી. જેમ્સ જ્યારે જતો હોય છે ત્યારે ઘરનો દરવાજો તૂટી જાય છે. આ વાતથી જેમ્સને ખૂબ દુઃખ થાય છે અને તે નક્કી કરે છે કે, આ આખા ઘરને ઠીક કરશે. (રીપેર કરશે) કેમકે આ ઘરની હાલત ખૂબ ખરાબ હોય છે. અને તે પોતાના રાક્ષસ મિત્ર જોનની મદદથી આખા ઘરને ઠીક કરી દે છે. આ જોઈને જેની ખૂબ ખુશ થઈ જાય છે .જેની જે આજે પણ જેમ્સ ને પ્રેમ કરે છે. તે તેને કિસ કરવાની કોશિશ કરે છે, પરંતુ જેમ્સ તેને ના પાડી દે છે. તે કહે છે કે મેં મારી પત્નીને વચન આપ્યું છે કે, મારી જીંદગીમાં પહેલી અને છેલ્લી સ્ત્રી એ જ રહેશે.

વધુ આવતા અંકે.....