Big Fish - 4 Harsh Pateliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

Big Fish - 4


આપણે જોયું કે જેમ્સ ખૂૂૂૂૂૂૂૂૂૂબ જ સુંદર શહેર જેનું નામ સેક્ટર હોય છે ત્યાં રોકાય છે.
હવે આગળ...

અહીં રાત્રેેેેે જ્યારે બધા લોકો નૃત્ય કરતા હોય છે ત્યારે જેમ્સ કહે છે કે, હવેે મારે જોવું છે. અહીંના બધા લોકો તેને સાંભળીને આશ્ચર્ય ચકિત થઈ જાય છે.અહીં એક આઠ વર્ષની છોકરી કે જેનું નામ જેની હોય છે, તેે તેને ખૂબ જ પ્રેમ કરે છે. તે નથી ઈચ્છતી કે જેમ્સ ત્યાંથી જાય. તે જેમ્સ ને કહે છે કે તમે બુટ વિના કેવી રીતે જશો. તેણે જેમ્સના બુટ પેલા તાર પર નાખી દીધા હોય છે.

જેમ્સ કહે છે કે મારે જવું પડશે. હું મારી મુસાફરી આવી રીતે પૂરી ન કરી શકું. જ્યારે મારો સાચો સમય હશે ત્યારે હું અહીંયા પાછો જરૂર આવીશ. આમ કહી જેમ્સ ત્યાંથી નીકળી જાય છે. જોકે ત્યાંથી નીકળવામાં તેને ખૂબ તકલીફ પડે છે, કેમકે તેના પગમાં બૂટ નથી હોતા. ત્યારે એક વૃક્ષ તેને પકડી લે છે. જેમ્સ ને લાગે છે કે હવે તેના જીવનનો અંત આવી ગયો છે .પરંતુ તેણે પોતાની મૃત્યુ પેલી છોકરીની આંખમાં જોઈ હતી. તેથી તે કહે છે કે મારી મૃત્યુ આવી રીતે ન થઈ શકે અને તરત જ તે વૃક્ષ તેને મૂકી દે છે. પછી જેમ્સ ત્યાંથી આગળ વધે છે. ત્યારબાદ તેનો મિત્ર જોન જે રાક્ષસ છે તે જેમ્સ ને મળી જાય છે અને આ બંને તેની આગળની મુસાફરીમાં માં નીકળી જાય છે.

હવે ફરીવાર એશ વાર્તા ની દુનિયામાંથી હકીકતની દુનિયામાં આવે છે .અહીંયા પોતાના પિતા અને પરિવાર સાથે ભોજન કરતો હોય છે અને ભોજન બાદ જ્યારે જેમ્સ પોતાના રૂમમાં સૂતો હોય છે. ત્યારે ત્યાં એશની ની પત્ની આવે છે અને તે એમની સાથે વાતો કરે છે. જેમ્સ ની વાતો એશ ની પત્નીને ખૂબ જ ગમતી હોય છે .એ કહે છે કે હું તમારો એક ફોટો લેવા માગું છું. તે જેમ્સનો એક ફોટો લે છે અને સાથે સાથે કહે છે ,કે મેં તમારા લગ્નના ફોટા ક્યારેય નથી જોયા .ત્યારે જેમ્સ કહે છે કે મારા લગ્ન એ રીતિ રિવાજ પ્રમાણે ક્યારે થયા જ નહોતા. જેમ્સ કહે છે કે તારી સાસુ માં મારાથી ક્યારે લગ્ન કરવા નહોતી ઈચ્છતી .તેની સગાઈ કોઈ બીજા થી થઈ હતી અને આ એક લાંબી કથા છે ત્યાર પછી તે એશની પત્નીને પોતાના લગ્નની વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે .

આ વાર્તા ત્યાંથી જ શરુ થાય છે જ્યાં જેમ્સ અને પેલો રાક્ષસ કે જેનું નામ જોન છે તે આગળની મુસાફરી માટે નીકળે છે. તે બંને એક જગ્યાએ પહોંચ્યા છે. જ્યાં સર્કસ ચાલુ હતું. જ્યારે તે ત્યાં સર્કસ જોતો હોય છે .ત્યારે ત્યાં જે સર્કસ વાળો હોય છે કે જે સર્કસ નો માલિક પણ હોય છે તે કહે છે કે, હવે હું તમને એવા માણસને દેખાડીશ જેને તમે ક્યારેય નહીં જોયો હોય. તે ઈચ્છે તો તમને બે આંગળીઓની વચ્ચે મસળી (ચટણી બનાવી નાખે) નાખે અને એવામાં જ ત્યાં બહુ મોટો વિશાળ માણસ આવે છે. પરંતુ આ એટલો વિશાળ અને મોટો નથી હોતો જેટલો જેમ્સની સાથે આવેલો જોન હોય છે. જેમ્સ એક સીટી વગાડે છે અને જોન બધાની સામે આવી જાય છે .જોનને જોઈને બધા આશ્ચર્ય ચકિત થઈ જાય છે અને બી પણ જાય છે કેમ કે આટલો વિશાળ માણસ કોઈને નહોતો જોયો.

અહીં જે જોન છે એ કોઈ રાક્ષસ ન હતો પરંતુ વર્ષોથી તેણે દાઢી નહોતી કરાવી, વાળ કપાવ્યા, અને નખ કાપ્યા, તેથી તે રાક્ષસ જેવો લાગતો હતો પરંતુ તે એક બહુ વિશાળ માણસ જ હોય છે.

....વધુ આવતા અંકે.....