Big Fish - 2 Harsh Pateliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

Big Fish - 2


આપણે જોયું કેે જેમ્સ અને તેના મિત્રો તેેે છોકરી ની આંખમાં પોતાની મૃત્યુ જુએ છે હવે આગળ....

તેમાંથી એક છોકરો જુએ છે કે તે જવાનીમાં જ મૃત્યુ પામશે, કોઈ જુએ છે કે તે ઉપરથી કૂદીને મરી ગયો , અને તે બધા ત્યાંથી ભાગી જાય છે .પછી જેમ્સ પણ પોતાનો મૃત્યુ કઈ રીતે થવાનું છે તે પેલી છોકરીની આંખમાં જુએ છે. તેનુ આખંમાજોઈને જેમ્સના મુખ પર દુઃખ નથી. પરંતુ સંતોષ અનુભવે છે અને જેમ્સ તે છોકરીને તેના ઘરે મૂકીને ત્યાંથી ચાલ્યો જાય છે.

હવે ફરીથી એશ કથાની દુનિયામાંથી હકીકતની દુનિયામાં આવે છે. જ્યાં પોતાના ઘરે પહોંચે છે. તે પોતાના પિતા પાસે જાય છે અને એ પોતાના પિતાને દવા આપે છે .તેના પિતા કહે છે કે હું જાણું છું કે મારી મૃત્યુ કેવી રીતે થશે કારણકે જેમ્સે પોતાની મૃત્યુ એ છોકરી કાચની આંખ માં જોઈ હતી.

એશ તેના પિતાને કહે છે કે પપ્પા હું બધી ઘટનાની સચ્ચાઈ જાણવા માગું છું. તમારા વિશે સાચું જાણવા માગું છું. કારણકે એશ ને લાગે છે કે જે વાર્તાઓ તેના પિતાએ તેને સંભળાવી છે તે બધી કાલ્પનિક છે ,તે બધી ખોટી છે. અને તે સચ્ચાઈને જાણવા માંગે છે કારણ કે આજ સુધી તે પોતાના પિતા વિશે કાંઈ નથી જાણી શક્યો. તેના પિતાએ તેને વાર્તાઓના માધ્યમથી પોતાને વિષે જણાવ્યું હોય છે .એશ તેના પિતા જેમ્સ પાસેથી એ પણ જાણવા માગે છે કે જ્યારે તેને પેલી છોકરીને કાચની આંખ માં પોતાનું મૃત્યુ જોયું તો તને શું દેખાયું. જેમ્સ તેને કહે છે કે આ એક સરપ્રાઈઝ છે. એ ખૂબ જ અલગ પ્રકારનું છે. જે હું તને અત્યારે ન કહી શકું.
ત્યારબાદ તે ચાલ્યો જાય છે. તે એક રૂમ નો દરવાજો ખોલે છે, જ્યાં તે બાળપણમાં સૂતો હતો. જ્યાં તેના પિતા તેને વાર્તાઓ સંભળાવતા હતા. તેને તેના બાળપણ ની એક બીજી કથા યાદ આવે છે જે તેના પિતા એ સંભળાવી હોય છે.

તેના પિતા કહેતા હતા કે, જ્યારે હું નાનો હતો ત્યારે મારું શરીર ખૂબ જલ્દી વધવાનું શરૂ થઈ ગયું હતું .એટલે મને મારા બેડરૂમમાં એક મશીન ની સાથે બાંધીને રાખ્યો હતો. કેમકે તેનાથી શરીર ખૂબ જલ્દી ન વધે અને આગલા ત્રણ વર્ષો સુધી મારે એવી રીતે જ રહેવું પડ્યું.

એક દિવસ મેં એક લેખ વાંચ્યો એમાં મારા સવાલોના જવાબ મને મળી ગયા હતા કે કેમ મારું શરીર આટલું જલ્દી વધી રહ્યું હતું.એ લેખમાં લખ્યું હતું કે જો એક માછલીને બાઉલમાં રાખવામાં આવે તો એનું શરીર એક મર્યાદિત રીતે વધશે અને જો એ જ માછલીને તમે સમુદ્ર માં નાખશો તો એ માછલી નું શરીર ત્રણથી ચાર ગણું વધારે મોટું થશે અને કદાચ મારું શરીર પણ એટલે જ વધતું હતું કેમ કે હું મોટી વસ્તુઓ માટે બન્યો હતો.

જ્યારે હું પૂરી રીતે સારો થઇ ગયો હતો,મોટો થઈ ગયો હતો.ત્યારે હું રગ્બી માં, બેસબોલ માં, બાસ્કેટ બોલમાં દરેક રમત માં ચેમ્પિયન હતો, સાથે સાથે આખા શહેરમાં સૌથી મોટો અને સૌથી મજબૂત માણસ હું જ હતો. તે દિવસ સુધી જે દિવસે એ મોટો રાક્ષસ એનાબેલા શહેરમાં ન આવ્યો.
તે બધા ખેતરોનો પાક ખાઈ ગયો.લોકોની બકરીઓ પણ ખાઈ ગયો. કુતરા પણ ખાઈ ગયો અને પછી આખું શહેર હેરાન થઈને બેર(મુખ્યમંત્રી) પાસે ગયું. બધા માણસો તે રાક્ષસથી લડવા માગતા હતા.પરંતુ બેર પોતાના શહેરમાં કોઇપણ લડાઈ-ઝઘડો નહોતો ઈચ્છતો. તેમણે કહ્યું કે આપણે વાત કરીને આ મુશ્કેલીનો હલ લાવી શકીએ.

.....વધુ આવતા અંકે.....