Big Fish - 5 Harsh Pateliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

Big Fish - 5


આપણે જોયું કે જોન એ કોઈ રાક્ષસ નથી પરંતુ એક બહુ મોટો અને વિશાળ માણસ છે.

હવે આગળ....
આવી રીતે જોનને પોતાનું કામ અને નોકરી મળી જાય છે.અહી જેમ્સ પણ એક છોકરી ને જોવા છે. જેમ્સને છોકરીને જોઈને પહેલી નજરમાં જ પ્રેમ થઈ જાય છે પણ તે છોકરી સર્કસ જોવા માટે આવી હોય છે એટલે એ ત્યાંથી ચાલી જાય છે. આ વાતથીજેમ્સ ઉદાસ થઈ જાય છે. તે નહોતો જાણતો કે પેલી છોકરી ક્યાં રહે છે. સર્કસ નો માલિક જ્યારે જેમ્સની ઉદાસીનું કારણ પૂછે ત્યારેજેમ્સ બધું કહી દે છે. એ સરકસનો માલિક કહે છે કે હું એ છોકરીના પરિવારને ઓળખું છું પરંતુ હું તને એના વિશે કઈ પણ નહીં કહી શકું. તું એક બેગમાં તારા કપડાં લઈને ફરી રહ્યો છે. તારી પાસે નોકરી નથી. તારી પાસે તારા ભવિષ્યનું આયોજન (પ્લાનિંગ) જ નથી.જેમ્સ કહે છે કે હવે મારું પ્લાનિંગ છે કે હું એ છોકરી ને ગોતી ને તેની સાથે લગ્ન કરી લવ. તમે મને નોકરી આપો અને એ નોકરી કરી લઈશ પરંતુ તેના બદલામાં હું એક પણ રૂપિયો નહીં લવ. સર્કસ ના માલિક એની વાત માની જાય છે અને તે કહે છે કે દર મહિને હું તને પૈસાને બદલે એક વાત એ છોકરી વિશે કહીશ.

હવે જેમ્સ અને જોને આ જગ્યાએ કામ કરવાનું શરૂ કરી દે છે. સર્કસ નો માલિક દરેક મહિને જેમ્સને પેલી છોકરીને એક વાત કહે છે.

ધીમે ધીમે સમય પસાર થાય છે અને જેમ્સને અહીંયા કામ કરતા કરતા ત્રણ વર્ષ થઈ જાય છે .પરંતુ હજુ સુધી જેમ્સ અને તે છોકરી નું નામ નથી ખબર. જોકે સર્કસ નો માલિક તે છોકરી વિશે ઘણી બધી વાતો કહે છે પરંતુ જેમ્સ હવે બધી વાતો જાણવા ઈચ્છે છે અને તે સર્કસ ના માલિક ના ઘરે જાય છે .તે તેના ઘરની બહાર જઈ કહે છે કે મારે તમારી સાથે વાત કરવી છે .ત્યારે જ અંદરથી એક રીંછ નિકળે તે જેમ્સ પર હુમલો કરી દે છે. આ પછી ત્યાં એક સર્કસ નો માણસ હોય છે કે જે જેમ્સની સાથે જ કામ કરતો હોય છે.તે બંદૂકથી એને મારવા જતો હોય છે પરંતુ જેમ્સ તેને ના પાડે છે. જેમ્સ ની પાસે એક લાકડાનો ટુકડો હોય છે. તે લાકડાના ટુકડા ને દૂર ફેકે છે. એ રીંછ લાકડાના ટુકડાને પાછુઅ લઈ આવે છે અને જેમ્સ સમજી જાય છે કે તેરે જેની સાથે રમવા માગે છે. આ પછી જેમ્સ ઘણી વખત લાકડાનો ટુકડો ફેકે છે અને તે વારેવારે ટુકડા અને જેમ્સ ની પાસે લઈને આવે છે.

આવી રીતે જ સવાર થઈ જાય છે અને સવારે જે રીંછ હોય છે. એ સર્કસનો માલિક બની જાય છે. ખરેખર તો જે સર્કસ ના માલિક હોય છે તે દરેક રાતે રીંછ બની જતો હતો. તે મને કહે છે કે તું એક સાચો અને બહાદુર માણસ છે એટલે એ છોકરી વિશે તને હું બધી માહિતી આપીશ.એ કહે છે કે તેનું નામ જેસિકા છે અને સાથે સાથે તેનું સરનામું પણ કહે છે.

જેમ્સ તેના ઘરની બહાર પહોંચી જાય છે. તે જેસિકાને ને કહે છે કે મેં જ્યારે તને પહેલી વાર જોઈ હતી ત્યારથી મને તારા પર પ્રેમ થઈ ગયો હતો.પછી ત્રણ વર્ષથી હું તને મળવા ઈચ્છતો હતો.તેના માટે મેં ઘણું બધું સહન પણ કર્યું છે અને હવે હું તારી સાથે લગ્ન કરવા ઇચ્છું છું. જેસિકા કહે છે કે મને માફ કરજો અને તે પોતાની રીંગ દેખાડે છે. તે કહે છે કે મારી સગાઈ થઈ ગઈ છે. જેસિકા કહે છે કે હું તને પહેલેથી જ ઓળખું છું. કેમકે જેની સાથે મારી સગાઈ થઈ છે. તે એ જ શહેર નો છે જે શહેરનો તું છો. તેનું નામ ડોન હોય છે અને તેને જેમ્સ સારી રીતે ઓળખતો પણ હોય છે અને છોકરો છે જે બાળપણ મા જેમ્સની સાથે પેલી કાચની આખ વાળી છોકરી પાસે ગયો હતો.

તો શું જેમ્સ જેસિકા સાથે લગ્ન કરી શકશે? જાણવા માટે વાંચતા રહો big fish.....