Mari maikro fikshan books and stories free download online pdf in Gujarati

મારી માઈક્રોફિક્શન

*મારી માઈક્રો ફિક્શન*. ૪-૫-૨૦૨૦

૧) *એ ઉંચી ઉડાન*. લઘુકથા..
માઈક્રો ફિક્શન.. ૪-૫-૨૦૨૦

મીરાં એ નાનપણથી જ એક ઉંચી ઉડાન ભરવાનું સપનું જોયું હતું અને એણે મહેનતથી એ સપનું સાકાર કર્યું...
ભણીગણીને એ ડોક્ટર બની ગઈ અને પ્રેક્ટિસ કરી ને પોતાના મધુર સ્વભાવ થી બધાની માનીતી થઈ ગઈ અને બીજા ડોક્ટરને હંફાવી ને પોતાની મોટી હોસ્પિટલ શરૂ કરી પણ એનું મન તો હજુ એ એક ઉંચી ઉડાન ભરવા દોડતું હતું..
એવામાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ ની મહામારી ફેલાઈ ગઈ અને સરકારી હોસ્પિટલમાં જે ડોક્ટરોને માનવ સેવા કરવી હોય એ સ્વેચ્છાએ હાજર થાય...
મીરાં એ ઘરમાં વાત કરી કે એ પણ માનવ સેવા કરવા જવા માંગે છે જેથી આ જિંદગી મળી છે માનવરૂપે તો એ કોઈનાં કામ આવી શકે...
ઘરનાં એ ઘણું સમજાવ્યું પણ એ અટલ રહી અને માનવ સેવા કરવા એ સરકારી હોસ્પિટલમાં ગઈ અને સંક્રમિત લોકોની સેવા કરતાં એ સંક્રમિત થઈ ગઈ અને એક ઉંચી ઉડાન ભરી ગઈ....
અને દુનિયામાં અમર બની ગઈ....
ભાવના ભટ્ટ અમદાવાદ....

૨). *લોકડાઉન*. માઈક્રો ફિક્શન..
૪-૫-૨૦૨૦

મનસુખલાલ અને કાન્તાબેને એકનાં એક દિકરા પરાગ નાં નામ બધીજ મિલ્કત લખી દીધી હતી અને પરાગ પણ એ મિલ્કત ઉપર જ તાગડધિન્ના કરતો હતો એનો દિકરો દિપ પણ ભણ્યો નહીં અને રૂપિયા ને પાણી ની જેમ વહાવી રહ્યો..લોકડાઉન ચાલુ થયું અને દૂરદર્શન પર રામાયણ અને મહાભારત ચાલુ થયું એટલે મનસુખલાલ અને કાન્તાબેન એ જોતાં હતાં ત્યાં પરાગ ની પત્ની આવી અને બોલી કે કામધંધો તો કંઈ છે નહીં અને આખો દિવસ ટીવી સામે બેસી રહો છો...
મનસુખલાલ કંઈ જવાબ આપે એ પહેલાં પરાગ આવ્યો અને જોરથી ઘાંટા પાડ્યા કે એને બીજાને તો કામો હોય ને એમ કહીને ટીવી બંધ કરી ને રીમોટ સોફામાં પછાડ્યું...
મનસુખલાલ અને કાન્તાબેન આંખમાં આંસું સાથે ખાધાં પીધાં વગર પોતાના રૂમમાં લોકડાઉન થઈ ગયાં....
ભાવના ભટ્ટ અમદાવાદ....

૩). *આ સમયમાં*. માઈક્રો ફિક્શન... ૪-૫-૨૦૨૦

અમદાવાદ નાં એક છેડે અરુણા રેહતી હતી અને એક છેડે એની દિકરી નિરાલી રેહતી હતી...
અરુણા વિધવા હતી...
અને એકની એક દિકરી નિરાલી પરણીને સાસરે હતી..
નિરાલી એની દિકરી આરુષી ને લઈને પંદર દિવસમાં શનિવારે આવે અને રવિવારે સાંજે પાછી જતી જેથી અરુણા ને એકલું ના લાગે પણ આ કોરોના વાઈરસ ની મહામારી ને લીધે લોકડાઉન હતું એટલે હવે એ અરૂણા જોડે વિડિયો કોલ કરીને વાત કરતી અને એક જ સવાલ પૂછતી ..
" હે મમ્મી આપણે હવે ફરી કયારે મળીશું.. "
આ મહામારી ખતમ થશે???
આપણે ફરી મળી શકીશું કે નહીં??? "
અરુણા પણ એકલી રહીને ટૂટી ગઈ હતી એટલે એ પણ એવું જ કેહતી કે નશીબમાં હશે તો ફરી મળીશું આપણે નહીં તો નવાં અવતારમાં નવાં સ્વરૂપ માં ફરી મળીશું આપણે....
ભાવના ભટ્ટ અમદાવાદ....

૪). *અજબ નાતો* માઈક્રો ફિક્શન...
૪-૫-૨૦૨૦

અશોકભાઈ ની તબિયત બગડતાં ઘરનાં નોકરોએ એમને હોસ્પિટલમાં દાખલ કર્યા...
અશોકભાઈ ની દશ વર્ષની પૌત્રી વાણી દવાખાનામાં ગણપતિ ની મૂર્તિ પાસે દાદાજી જલ્દી સાજા થાય એ માટે કંઈ પણ ખાધાં પીધી વગર પ્રાર્થના કરી રહી અને ત્રીજા દિવસે અશોક ભાઈને ભાન આવ્યું એવો પહેલો જ શબ્દ હતો બેટા વાણી....
ભાવના ભટ્ટ અમદાવાદ....

૫). અનેરો પ્રેમ... માઈક્રો ફિક્શન... ૪-૫-૨૦૨૦

મેઘલે પોતાના પિતા ને લાગણીઓ થી ખખડાવી નાખ્યા...
રાજુભાઈ અને મેઘલ બન્ને વચ્ચે અનેરો પ્રેમ હતો...
મેઘલે પિતાને લાગણીઓ થી જમવા માટે ખખડાવ્યા કે સરખું ધ્યાન રાખી જમતાં નથી..
મા વગર ની મેઘલ..
સમજણી થઈ ત્યારથી જ રાજુભાઈ ની મા બની ગઈ હતી..
મેઘલના બોલવાથી રાજુભાઈ ને લાગણી એટલે શુ તે સમજાયું...
એક દિવસ એક પ્રસંગ માં રાજુભાઈ ને એમના નાના ભાઈ પરેશે નજીવી વાતમાં ખખડાવ્યા
ઘરમાં બાપને ખખડાવતી દીકરી બીજા દ્વારા બાપને ખખડાવાત જોઈ ને..
પરેશે ને કહ્યું કે કાકા મારા પપ્પા ને ખખડાવવાનો તમને અધિકાર નથી...
ભાવના ભટ્ટ અમદાવાદ....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED