પ્રારબ્ધ નો ખેલ - ભાગ 12 Kiran દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 12

" અનસૂયા બની અસૂયા "

હવે આગળ નાં ભાગ નાં અંત માં આપણે જોયું કે વૈભવ ના લગ્ન નાં થોડાક મહિના માં દેવદાસ ભગવાન ને પ્યારો થઈ જાય છે અને એના મર્યા ના થોડાક દિવસો માં જ વૈભવ અને એની પત્ની અનસૂયા નાં સ્વભાવ માં પણ ધીમે ધીમે બદલાવ આવતો જોવા મળે છે. હવે આવા અચાનક બદલાવ નું કારણ શું હશે??? ચાલો જોઈએ.....

દેવદાસ નાં મૃત્યુ પછી થોડાક મહિના તો બન્ને બહેનો અને ભાઈ ભાભી હળીમળી ને રહેવા લાગ્યા હતા. પણ હવે અચાનક અનસૂયા ને સુનંદા અને અનુરાધા ખટકવા લાગ્યા. આથી હવે અનસૂયા એ પોતાનું અસલી રૂપ દેખાડવા નું નક્કી કર્યું અને અનસૂયા હવે અસૂયા બનવા લાગી.

કેહવાય છે ને કે " નવી વહુ નવ દિવસ ". એમ જ અહી પણ અનસૂયા થોડોક સમય બન્ને બહેનો ને માં ની જેમ રાખી હવે એના અસલી રૂપ માં આવી ગઇ.

વળી અનસૂયા એ તો ઘરમાં પગ મૂકતાં ની સાથે જ વૈભવ ને પોતાના વશ માં કરી લીધો હતો. એટલે વૈભવ તો પત્ની ની વાત ઉપર વધુ ધ્યાન આપવા લાગ્યો.

વળી અનસૂયા વૈભવ ને અનુરાધા વિરૂદ્ધ ભડકાવવા કાનભંભેણી કરવા લાગી કે,' સાંભળો , મે ગામનાં લોકો પાસે થી એવું સાંભળેલું કે આ અનુરાધા ની જીદ ને કારણે જ તમારી માં નો જીવ ગયો. આ અનુરાધા જ તમારી માં ને ભરખી ગઈ.'

વૈભવ તો પત્ની ની વાત ઉપર પૂરી રીતે સહમત હોય એમ કહેવા લાગ્યો,' આમ તો તું સાચું જ કહે છે આ અનુ જ ત્યારે જીદ કરીને માં જોડે જંગલ માં ગઈ હતી. જો સુનંદા ગઈ હોત તો કદાચ માં ને વેળાસર ઘરે લાવી એની સારવાર કરાવી શકાત. પણ, અનુ તો પોતે જ ત્યાં બેહોશ થઇ ગઇ હતી તો માં ને શું લાવે..!!!'

આમ વૈભવ પણ અનુરાધા ને શ્યામા નાં મૃત્યુ નું કારણ બતાવવા લાગ્યો. હવે વૈભવ ને પણ બન્ને બહેનો જોડે એટલું બનતું નાં હતું.

વૈભવ હવે પુરી રીતે અનસૂયા ની વાત માં આવી જતો અને ધીમે ધીમે સુનંદા અને અનુરાધા ને બોલાવવાનું બંધ થઈ ગયું હતું.

અનસૂયા તો ઘણી વાર અનુરાધા ને મેણા મારતી રેતી કે,' પોતાની જ માં ની ના થઇ તો બીજાની શું થવાની.!!!'

આમ હવે ધીમે ધીમે અનસૂયા બન્ને બહેનો ને ખૂબ જ સંભળાવવા અને ત્રાસ આપવા લાગી.

હવે, ભાઈ ભાભી જોડે રેહવું અનુરાધા અને સુનંદા માટે નર્ક જેવું બની ગયું હતું. હવે શું આમ જ પસાર થાશે સુનંદા અને અનુરાધા નાં દિવસો..???? શું આવી જ જીંદગી જીવવી પડશે બન્ને બહેનો ને???? શું અનસૂયા હંમેશા અસૂયા જ બની ને રેહશે???



મિત્રો અહી હું મારી આ "પ્રારબ્ધ નો ખેલ"નવલકથા ને પૂર્ણ વિરામ..... અરે નાં નાં હજુ આ કથા પૂરી નથી થઇ દોસ્તો...... હજુ તો આપણે ઘણું બધું મનોરંજન કરવાનું છે.... પણ પૂર્ણ વિરામ ની જગ્યા એ અલ્પ વિરામ સારું રહશે ....

મિત્રો તો હવે હું ખૂબ જ જલ્દી આ " પ્રારબ્ધ નો ખેલ" નું એક નવું જ સ્વરૂપ... અને એક નવો જ વળાંક..... કે જેમાં તમને અનુરાધા અને સુનંદા નાં આગળ નાં જીવન માં શું શું થવાનું છે???? એનો જવાબ મળી જશે...


મિત્રો આ બધા જ સવાલો નો જવાબ તમને હવે મારી બીજી નવલકથા ' નસીબ નાં વળાંક ' માં મળશે.

એક નવા જ સ્વરૂપ માં તમારી સમક્ષ એક નવો જ વળાંક લઈને ખૂબ જ જલ્દી આવીશ અને મને ખાતરી છે કે આ નવો વળાંક ચોક્કસ તમને રંજિત કરી દે એવો હશે.

તો મિત્રો મેહરબાની કરી ને મારી નવી આવનારી અથવા કહી શકું કે આ " પ્રારબ્ધ ની ખેલ " નાં નવા સ્વરૂપ"નસીબ નાં વળાંક" ને પણ તમારો સાથ આપજો.


ધન્યવાદ 🙏🙏