The game of destiny - 10 books and stories free download online pdf in Gujarati

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 10

" ચોખવટ "

સુનંદાના એકીસાથે પૂછેલા પ્રિયંવદા અને વીરુ ની મિત્રતા વિશે ના સવાલો માંથી એક સવાલ કે જે વીરુ ને ખુબ જ ખુચ્યો હતો. વીરુ હવે એના વિશે શું ચોખવટ કરે છે સુનંદા ને ચાલો જોઈએ.

સુનંદા ના કરેલા પ્રશ્નો ના ઘટસ્ફોટ થી પેહલા તો વીરુ થોડી વાર એની સામુ જોવા લાગે છે પણ ત્યારબાદ નિરાતે મંદ સ્મિત કરી પછી સુનંદા ને કહે છે કે મને લાગતું નહોતું કે તું આવા સવાલો કરીશ પણ હવે તે પૂછી જ લીધા તો જો સાંભળ,હું અને પ્રિયંવદા સારા મિત્રો છે અને હું એની ખૂબ સંભાળ રાખું છુ એ પણ સાચી વાત છે.

પણ, તારો એક પ્રશ્ન કે હું અને પ્રિયંવદા ખાલી મીત્રો જ છે કે......??? આ મને થોડો દિલ માં ખુચ્યો છે. તો એનો પણ જવાબ સાંભળ, પ્રિયું મારા મામા ની છોકરી છે અને હું અને બાપુ એના ઘરે જ હતા,મે મારું બાળપણ ત્યાં જ વિતાવ્યું અને પ્રિયંવદા મારી સગી બહેન થી પણ વધુ વહાલી છે મને.અમે નાનપણ થી જ જોડે રમેલા એટલે એકબીજાને ખૂબ જ સારી રીતે સમજી શકીએ છીએ."

વીરુ નો પ્રિયંવદા અને પોતાના ભાઈ બહેન નાં સબંધ નો આવો જવાબ સાંભળી સુનંદા મનોમન તો ખૂબ જ રંજિત થઇ, પણ, એને થોડો પછતાવો પણ થતો હતો કે પોતે વીરુ નો વિશ્વાસ તોડ્યો અને આમ નાં પૂછવાના સવાલો પૂછી બેઠી. પણ થોડી વાર આમ વિચારી એણે વીરુ ની માફી માગી અને બીજી વાતો માં પરોવી દીધો કે જેમાં એ ખૂબ જ પારંગત હતી.

હવે,આ બાજુ શ્યામા અને પ્રિયંવદા પણ જાગી ગયેલા એટલે હવે બધા પોતપોતાના કામમાં લાગી ગયા.

હવે તો સુનંદા એ મનોમન વિચારી લીધેલું કે હવે ગમે એ થાય હું વીરુ નો વિશ્વાસ કોઈ દિવસ નઈ તોડું અને હવે આવા શંકાસ્પદ સવાલો પણ ક્યારેય નહી કરું.આમ હવે થોડાક દિવસો માં એ બંને ની મિત્રતા ખુબ જ ગાઢ બની ગઈ હતી.

હવે, વિરું પણ પોતાની બધી જ વાતો સુનંદા ને કહેતો અને સુનંદા પણ ખૂબ જ અધીરાઈ થી પોતાની બધી જ લાગણીઓ વીરુ સાથે વ્યકત કરવા લાગી હતી. આમ બન્ને હવે રોજ એકબીજા જોડે રમતા અને હવે તો સેતુ પણ સુનંદા નો ખાસ મિત્ર બની ગયેલો.

આમ દિવસો વિતવા લાગ્યા હતા.આ બાજુ હવે અનુરાધા પણ મોટી થવા લાગી હતી. સુનંદા ને પણ બધી જ રસોઈ બનાવતા આવડી ગયેલી એટલે એ ક્યારેક ક્યારેક વીરુ માટે પોતાના હાથે બનાવેલી રસોઈ પણ લઈ જતી.

આ બાજુ સુનંદા પણ અનુરાધા ને રોજ ઘરે આવીને વીરુ અને સેતુ જોડે વિતાવેલો સમય ફરી વાગોળતી.આમ હવે અનુરાધા પણ વીરુ અને સેતુ ની વાતો સાંભળવા રોજ જમીને સુનંદા ની બાજુમાં બેસી જતી.

એક દિવસ ની વાત છે,અનુરાધા સવારે સૌથી વેહલા ઉઠી ગયેલી અને ક્યારની જીદે ચડી હતી. શ્યામા જોડે જંગલ માં જવાની જીદ અનુરાધા એ એવી રીતે પકડી કે એ એની વાત માં એક ની બે નાં જ થઇ!!!!


સુનંદા એ ઘણી સમજાવી કે આપડા બન્ને માંથી એક ને તો ઘરે રહેવું પડે ને!!!!એના જવાબ માં અનુ કેહવા લાગી કે,હા,તો તું બહેન આજે ઘરે રે અને મને માં ભેગી જવાદે!!!!

અનુરાધા નાનપણ થી જ ખૂબ હઠીલી અને ચંચળ સ્વભાવ ની હતી.... એણે એકવાર કોઈ જીદ પકડી લીધી પછી એને પુરી કર્યા વગર જંપતી નહી...આજે પણ કંઇક આવું જ થયું. છેવટે સુનંદા 'માત્ર આજના દિવસ પૂરતી જ તને જવા દવ!!!' આવી શરત સાથે અનુરાધા ની જીદ થી હારી ને અંતે એને શ્યામા જોડે જવા દેવા રાજી થઈ.

આમ હવે આજે અનુરાધા અને શ્યામા જંગલ માં જવા નીકળી ગયા.આ બાજુ સુનંદા ઘરે રહી ઘરના બધા કામ પતાવી વીરુ ની યાદ માં ખોવાયેલી હતી. સુનંદા ને આજે અનુરાધા ઉપર ખૂબ જ ગુસ્સો આવતો હતો.પણ , પછી વિચાર્યું કે નાની છે જવા દે ને....!!! આમ પણ રોજ થોડી જવાની છે..??એક દિવસ ની તો વાત છે..!!! આમ વિચારી એ પોતાના કામ માં પરોવાય ગઇ..

આ બાજુ જોગાનું જોગ વીરુ પણ જંગલ માં નહોતો આવેલો કારણ કે એ એના પિતા સાથે એના મામા નાં ઘરે કંઇક પારિવારિક પ્રસંગ હોવાથી ત્યાં ગયેલો. એટલે જંગલ માં માત્ર અનુરાધા અને શ્યામા જ હતા.

વીરુ અને સેતુ આજે નથી આવેલા એવું દેખી અનુરાધા મનોમન પછતાવો કરવા લાગી કે મારે પણ આજે જ આવવું હતું... મારે ખાલી એકવાર જોવા હતા એ બન્ને (વીરુ અને સેતુ)ને હવે કાલે તો સુનંદા મને કોઈ કાળે નાં આવવા દયે માં જોડે...હવે શું કરું બીજું.... મારા નસીબ..!! આમ મનમાં ને મનમાં આવું વિચારી પોતાની જીદ નો અફસોસ કરવા લાગી...!!!

આ બાજુ સુનંદા ક્યારનીય શ્યામા અને અનુરાધા ની રાહ જોઈ રહી હતી. એણે તો અનુરાધા ને વીરુ વિશે પૂછવાના સવાલો ની હારમાળા પોતાના મનમાં તૈયાર કરી ને રાખી હતી.

સાંજે સુનંદા બધી રસોઈ બનાવી ઘરના કામ પતાવી ડેલી સામુ તાકવા બેસી ગઈ અને બન્ને માં- દિકરી ની રાહ જોવા લાગી. વળી આજે તો અંધારું થવા આવી ગયેલું તો પણ હજુ બન્ને આવી નહતી.આજે તો દેવદાસ અને વૈભવ પણ વેલા આવી ગયેલા.

હવે તો દેવદાસ ને પણ બન્ને ની ચિંતા સતાવવા લાગી. એને થયું આટલું મોડું તો એને કોઈ દિવસ નહોતું થયું.તો આજે શું થયું હશે... વળી અનુ પણ એની જોડે છે.... બન્ને ને કઈ થયું તો નઈ હોય ને..???આવા પોતાના મનમાં ઉદભવતા ઘણા પ્રશ્નો થી ચિંતાતુર થઇ છેવટે દેવદાસ સુનંદા અને વૈભવ ને ઘરમાં જ રેહવા ની સલાહ આપી બારણે આગળથી તાળું મારી જંગલ તરફ જવા નીકળી ગયો.


આખરે એવું તો શું થયું હશે જંગલ માં???? શું અનુરાધા ની જીદ પડશે પોતાના ઉપર જ ભારી??? શું હવે આવશે કોઈ નવો વળાંક???


જાણો આવતા ભાગ-૧૧ " મહાસંકટ "......માં

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED