પ્રારબ્ધ નો ખેલ - ભાગ 1 Kiran દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 1

આનંદવન ની રમણીયતા

ઘણા વર્ષો પેહલાની આ વાત છે. આનંદવન નામે એક જંગલ હતું. ત્યાંજાણે કે આ વસુંધરા લીલાછમ વૃક્ષોરૂપી લીલી ચાદર ઓઢીને પ્રકૃતિની ગોદમાં સૂતી હોય અને ત્યાંના પક્ષીઓ એને કલરવ કરી જગાડવા મથ્યા હોય એવું ઉલ્લાસ ભર્યું વાતાવરણ છવાયેલું રહેતું. એમાં પણ મોર એની કળા કરી આ રમણીય માહોલ ને વધુ આકર્ષક બનાવતો હોય એવો જંગલનો નૈસર્ગીક માહોલ રહેતો.

આ જંગલ થી થોડી જ દૂર વિસનગર નામે એક અત્યંત પછાત ગામડું
હતું. આ ગામના લોકો નાનપણ થી જ આ આનંદવન ના પશુ-પક્ષીઓ સાથે રહેવા ટેવાયેલા હતા.એમ કહી શકાય કે તે ગામના નાના અમથા ભૂલકાઓ પણ સાવજ ના બચ્ચા જોડે રમતા અને જંગલ ની રખેવાળી કરતા.ત્યાંના લોકો પોતાના બાળકોને નાનપણ થી જ જંગલ ની સફર કરાવવાનું શરૂ કરી દેતા. ત્યાં મનુષ્ય, પશુ, પક્ષીઓ બધા જાણે કે એક પરિવાર હોય એમ રહેતા હતા. આ ગામનો એક નિયમ હતો કે ત્યાં કોઈએ આ જંગલ ના કોઈ પણ જીવનો શિકાર કરવો નહી.એથી આનંદવન માં ખૂબ જ હલચલ રહેતી હતી.ત્યાં જાત જાત ના જીવજંતુ રહેતા હતા.
સૌથી સારી વસ્તુ ત્યાં એ હતી કે કોઈનામાં લડાઈ ઝઘડાની ઈચ્છા ઉત્પન્ન થતી નહોતી.હંમેશા ત્યાં આનંદ જ છવાયેલો રહેતો. કદાચ એટલે જ આ વનનું નામ આનંદવન પાડ્યું હશે એવું ત્યાંના લોકોનું માનવું હતું

વિસનગર માં એક દેવદાસ નામે ગરીબ ખેડૂત રહેતો હતો. એની પેહલી
પત્ની એક દીકરાને જન્મ આપી ઈશ્વરને પ્યારી થઈ ગઈ હતી.દીકરાનું નામ વૈભવ રાખ્યું.ત્યારબાદ
વૈભવ ની સારસંભાળ લેવા ગામજનો એ એને બીજા લગ્ન કરવા કહ્યું. દીકરાની સારી માવજત
થાય અને દીકરા ને માઁ નો હેત અને સ્નેહ મળી રહે એ ખાતર દેવદાસ એના જ ગામની એક
માઁ-બાપ વગરની યુવતી સાથે બીજા લગ્ન કરવા માટે રાજી થયો.બીજી પત્નીનું નામ શ્યામા હતું.
શ્યામા ખૂબ જ ગુણવાન અને સુશીલ હતી.સાથોસાથ મૂળ વિસનગરની જ હોવાથી નાનપણથી જ નીડર અને સાહસી હતી.એ દીકરા વૈભવ ને સગી માઁ કરતા પણ વિશેષ રાખી અને લાડકોડ થી ઉછેરવા લાગી. એને ક્યારેય વૈભવ ને એની સગી માની ખોટ ના વર્તવા દીધી.

વૈભવ જયારે પાંચ વર્ષ નો થયો ત્યારે શ્યામા એ એક ફૂલ જેવી દીકરી ને
જન્મ આપ્યો. એનું નામ સુનંદા રાખ્યું. સુનંદા જયારે ચાર વર્ષની થઈ ત્યારે શ્યામા એે બીજી
ભગવાનની પરિ જેવી દીકરી ને જન્મ આપ્યો.એનું નામ અનુરાધા પાડ્યું. દેવદાસ પણ પત્ની શ્યામા ને આવી ગુણવાન અને હેતાળ પારખી મનમાં ખૂબ ખુશ હતો. અનુરાધા હજુ નાની હોવાથી ખેતરનું
બધું જ કામ એકલા દેવદાસ ઉપર જ આવી ગયેલું. છતાં શ્યામા અનુરાધા ને થોડીવાર સુનંદા ને
સોંપી દેવદાસ ની મદદ માટે જતી. આમ હવે ધીમે ધીમે ત્રણેય સંતાનો મોટા થવા લાગ્યા.

હવે કટકા ખેતરમાં બધાનું ગુજરાન ચલાવવું દેવદાસ માટે કઠિન બની રહ્યું હતું. આથી શ્યામા ને ધણી ની ચિંતા સતાવવા લાગી.શ્યામા રાત્રે સુતા સુતા ધણી ને કેવી રીતે આ મુશ્કેલી માં મદદરૂપ થવું એ વિચારતી હતી ત્યાં અચાનક એને એની માઁ જોડે આનંદવન જંગલ માં લાકડા કાપવા જતી એ યાદ આવ્યું તો એને પણ લાકડા વેચી ને પતિ ને મદદરૂપ થવાનું વિચાર્યું. એને આ વાત તરત બહાર ઓસરી માં બેઠા દેવદાસ ને કહી. દેવદાસે પેહલા એને એકલીને જંગલ માં જવાની ના પાડી તો શ્યામા એ પોતાની હોશિયારી થી એને સમજાવતા કહ્યું કે, 'હું એકલી જવાની ક્યાં વાત કરું, પણ જેમ હું નાની હતી ત્યારે મારી માઁ ભેગી જતી એમ હું પણ આપડી સુનંદા ને મારી સાથે લઇ જાવ તો એને પણ જંગલથી પરિચિત કરાવી દવ અને આમ પણ હવે તો આ આપડા સંતાનોને આપણે આનંદવન ના પશુ-પક્ષીઓની વચ્ચે જીવતા શીખવવું જ પડશે અને આપડી સુનંદા ને તો મારે નીડર અને સાહસી બનાવવી છે. તો એનો પણ હાથ જલ્દી કામમાં વળી જાય અને વૈભવ તમને ખેતર માં મદદરૂપ થાશે.

પત્ની શ્યામા ની આવી સમજદારી ભરી વાતો સાંભળી દેવદાસ મનમાં ને મનમાં જ પોતાને નસીબવાળો માની ખુશ થઈ થોડી વાર શ્યામા ની સામે નિખાલસ સ્મિત કરીને બોલ્યો, 'હા વાલી, તું કે એમ બસ!પણ જોજે ધ્યાનથી સાચવીને જાજો માઁ-દીકરી બન્ને અને હા, આપણી સુનંદા નું ધ્યાન રાખજે એકલી ના મૂકી દેતી'.પતિ ની આવી ભલામણ સાંભળી શ્યામાએ એના ખભા ઉપર વિશ્વાસ નો હાથ મૂકી કહ્યું, 'હું કાંઈ પેલી વાર નઈ જતી આનંદવન માં, મેં મારી અડધી જીંદગી કાઢી છે આ જંગલ માં!એટલે તમારે ચિંતા કરવાની કાંઈ જ જરૂર નઈ, અને વાત રઈ સુનંદા ના ખ્યાલ ની તો ઈ મને પણ જીવથી વધુ વાલી છે. એટલે હવે તમે જરાય ચિંતા કર્યા વગર આરામ થી સુઈ જાવ રાત બવ થઈ ગઈ છે અને વળી કાલે વેળાસર ઉઠવું પડશે તો હવે જટ સુઈ જાવ'. એમ કહી શ્યામા ઘરમાં સુતેલા સંતાનો પાસે સુવા જતી રઈ.
બીજા દિવસે સવારે માઁ દીકરી બંને જંગલ માં જવા નીકળે છે. હવે કેવી રહે છે સુનંદા ની માઁ સાથેની આનંદવન ની સફર ....... ભાગ 2....... ' *આનંદવન ની સફર* '........માં