શ્યામા અને સુનંદા વીરુ નામના માઁ વગર ના છોકરા માટે ખીર બનાવી જંગલ માં જાય છે અને આતુરતા થી વીરુ ની રાહ જોતા હોય છે.
'મિત્રતા ની પહેલ'
થોડીવાર લાકડા કાપી શ્યામા વળી પાછું સામેના રસ્તા બાજુ જોવે છે. પણ, હવે જાણે કે એનાથી ના રહેવાતું હોય એમ લાકડા કાપવાનુ મૂકી સુનંદા ને કહે છે, 'બેટા, ચાલ હવે આપડે આગળ જઈએ. અહીં તો ક્યાંય સૂકા ઝાડવા દેખાતા નથી.'
આમ કહી ભાતું લઇ શ્યામા સુનંદા ને લઇ સામે ના જ રસ્તા બાજુ ચાલતી થાય છે જ્યાંથી ગઈકાલે વીરુ અને એના પિતા જાતા હતા. સુનંદા મનમાં જ વિચારતી હતી માઁ નક્કી વીરુ માટે જ મને આ બાજુ લાવી છે.
આમ એ થોડું ચાલે ત્યાં એને થોડે દૂર એક માણસ ઘેટાં -બકરા ચરાવતો દેખાય છે અને એની બાજુમાં એક નાનો છોકરો ઘેટાં ના બચ્ચા સાથે રમતો દેખાય છે. શ્યામા ને તો જાણે હૃદય માં ટાઢક વળી હોય એમ થોડી વાર ઉભી ગઈ.
ત્યારબાદ સુનંદા આંગળી ચીંધી માઁ ને કહે છે, 'માઁ, જો પેલો વીરુ જ લાગે છે'. શ્યામા તો એને જોતા જ ઓળખી ગયેલી એટલે એણે કીધું, 'હા બેટા, વીરુ જ છે. ચાલ એની પાસે જઈએ.'
બન્ને માઁ -દિકરી વીરુ પાસે આવી પોહોંચી. શ્યામા તો અધીરાય થી બોલવા લાગી, 'વીરુ, કેમ આજે ના આવ્યો પેલી બાજુ?? કાલે કીધું તું ને મેં ત્યાં આવવાનું?? તારા માટે ખીર બનાવીને લાવી છું.. ક્યારની તારી રાહ જોતા'તા હું અને સુનંદા.'
જાણે કે પોતાની સ્વર્ગસ્થ માઁ જ આવીને એને મીઠો ઠપકો આપતી હોય એમ વીરુ શ્યામા સામું સ્નેહ ભરી આંખો થી જોવા લાગ્યો. પછી બોલ્યો, 'બાપુજી આમ એકલા ના આવવા દયે'.આટલું કહી વીરુ વળી સેતુ ને રમાડવા લાગ્યો.
ત્યારબાદ શ્યામા સુનંદા ને ભાતું અને ખીર આપતા કહે છે, 'લે બેટા, બન્ને જણ ખાઈ લ્યો, હું થોડા લાકડા કાપીને પછી ખાઈ લઈશ. 'આટલું કહી શ્યામા થોડેક દૂર ઉભેલા વીરુ ના પિતા પાસે જાય છે અને કહે છે, 'ભાઈ, મને ખબર છે આમ અજાણ્યા વ્યક્તિ પાસે પોતાના દીકરાને જમવા મોકલતા કોઈ માઁ -બાપ નો જીવ નઈ ચાલે. પણ ભાઈ, તમે જરાય ચિંતા ના કરો. એવું હશે તો હું અને સુનંદા જ અહીં આવી જશુ અને જોડે જ જમસુ.'
એ માણસે ગળગળા અવાજે કહ્યું, 'બેન તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. 'શ્યામા કહ્યું, 'ભાઈ આભાર માનવાની જરૂર નઈ, આ તો માનવતા ની નૈતિક ફરજ છે.' આમ કહી શ્યામા એક સુકાય ગયેલ લાકડાને કાપવા લાગે છે.
આ બાજુ સુનંદા એ વીરુ ને ખીર આપી એટલે વીરુ થોડીવાર તો એની સામે જોઈ નિખાલસતા થી હસ્યો, પછી એણે કહ્યું, 'આટલી ખીર મારાં એકલા થી ના ખુટે, અને મારો આ સેતુ ખીર નથી ખાતો, તો એક કામ કર તું પણ મને આ ખીર ખાવા લાગ. બન્ને જોડે જ ખાઈએ.'વીરુ જાણે કે ગઈકાલે સુનંદા ની સામે કરેલી જીણી આંખો ની માફી માગતો હોય એમ વ્હાલ થી એની સામું જોવા લાગ્યો.
પણ, સુનંદા મનમાં વિચારવા લાગી કે, 'માઁ એ તો વીરુ પૂરતી જ ખીર બનાવી છે. તો હું કેમ એમાં ભાગ ભેળવી શકું?? આમ વિચારતી હતી ત્યાં એની નજર સેતુ ઉપર પડે છે એટલે એણે વાત વાળતા કહ્યું, 'તું ખાવાનું શરુ કર હું થોડીવાર સેતુ ને રમાડી લવ પછી ખાઈ લઈશ. '. વીરુ એ કીધું, 'ચાલ તો એમ કર'. આમ સુનંદા સેતુ ની બાજુમાં બેસી ગઈ અને એને રમાડવા લાગી.
આ બાજુ શ્યામા ને એકલા ક્યારનીય લાકડા કાપતા જોઈ વીરુ ના પિતા એની પાસે ગયા અને કેહવા લાગ્યા, 'લાવો બેન હું તમને મદદ કરું. તમે હવે જમી લ્યો. આમ પણ મેં જમી લીધું હવે કાંઈ કામ પણ નથી, આ ઘેટાં એની રીતે ચરે છે.'આમ કહી શ્યામા ના હાથ માંથી કુહાડી લઇ એ માણસ લાકડા કાપવા લાગ્યો.
શ્યામા ત્યાં બાજુમાં જ જમવા બેસી ગઈ.પેલા માણસે લાકડા કાપતા કાપતા પૂછ્યું, 'બેન તમે ક્યાં ગામથી આવો અને તમારે શુ બાળકો અને મારાં ભાઈ ક્યાં છે? શ્યામા એ પોતાની બધી પરિસ્થિતિ એ માણસ ને કીધી.
શ્યામા ની આવી પરિસ્થિતિ સાંભળી માણસે કહ્યું, 'બેન આમ કટકા ખેતર માં તમારે બન્ને એ ત્રણ સંતાનો નું કેમ પૂરું કરવું.?'અને હવે તો મોટા પણ થતા જાય છે.
શ્યામા એ કીધું, 'ભાઈ એટલે જ મારે મારાં ધણી ને મદદરૂપ થવા અહીં છેક જંગલ સુધી આવવું પડે છે.'પણ હવે તો આ બધાની આદત થઈ ગઈ. 'આમ કહી શ્યામા જમવા લાગી.
વીરુ ના પિતા પણ શ્યામા ની પરિસ્થિતિ ને સાંભળી પોતાની પરિસ્થિતિ જણાવતા કહેવા લાગ્યા, 'સાચી વાત છે બેન, હવે તો મારે પણ આ બધાની આદત થઈ ગઈ છે. તો પણ હજુ વીરુ માટે તો મારે ઘણું કરવાનું છે. માઁ વગર ના દીકરાને માટે કોઈ સારી છોકરી મળી જાય તો મારાં માથે થી બોજો ઉતરી જાય.હજુ તો નાનો છે પણ હું જીવું ત્યાં સુધીમાં કંઈક સારુ ઠેકાણું મળી જાય તો સારું બાકી.... 'આટલું કહી એ માણસ શ્યામા સામું નજર કરે છે ત્યાં તો શ્યામા કંઈક વિચારો માં ખોવાયેલી હોય એવું જણાયું.
આથી એ માણસે શ્યામા ને પૂછ્યું, 'બેન, શુ થયું?? શેના વિચારમાં ખોવાઈ ગયા '. શ્યામા ને તો જાણે કાંઈ સંભળાતું જ ના હોય એમ એ સાવ સ્તબ્ધ થઈ ને બેઠી હતી. રોટલો શાક ના ભાણા માં બોળવા ને બદલે છાસ ના વાસણ માં બોળી રહી હતી.
શ્યામા નો આવો અચાનક બદલેલો વ્યવહાર શેના કારણે હતો અને એ શું વિચારી રહી હતી એ આવતા.......... ભાગ -5........ "ઝંખના "...... માં