મારો જુજુ - 9 Prachi Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 28

    “સૂસની વાત કેટલી પણ સીરીયસ કેમ ન હોય..!અંતે ખાવાની વાત તો આવ...

  • મમતા - ભાગ 113 - 114

    ️️️️️️️️મમતા :૨ ભાગ :૧૧૩( અચાનક મોક્ષાને શું થયું ? મંથન, મં...

  • ભાગવત રહસ્ય - 60

    ભાગવત રહસ્ય-૬૦   કુંતા એ મર્યાદા ભક્તિ છે.-સાધન ભક્તિ છે.યશો...

  • એક ષડયંત્ર.... - ભાગ 86

    (માનવ સિયાને ખૂબ માર્યા પછી પણ તે એકની એક વાત રટે જતાં રૂમની...

  • સંઘર્ષ - પ્રકરણ 1

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

મારો જુજુ - 9















મારો જુજુ ભાગ 9


ને હું ખુશ થઈને પર્લને ભેટી પડી.

થોડી વાર પછી અમે ટેબલ આગળ જઈને બેઠા. પછી પર્લએ લંચનો ઓર્ડર કર્યો. લંચ લીધા પછી અમે બહાર નીકળ્યા તો પર્લ કહે, " હજી પણ સરપ્રાઈઝ બાકી છે." તો મેં કહ્યું હવે શું?" તો કહે, " આપણે તારી ફેવરિટ મુવી જોવા જઈએ છે." હું ખુશીથી એકદમ ઉછળી પડી. ત્યાર બાદ અમે મુવી જોયું. પર્લ એ શોપિંગ કરાવી અને સાંજે લેક આગળ ફર્યા. આખો દિવસ અમે ખૂબ ફર્યા તો ત્યાં અમે લેક આગળ સારી જગ્યા જોઈને બેઠા હતા. વાતોમાં ને વાતોમાં 8 વાગી ગયા એ પણ ખબર ના પડી..




" એ. ટાઈમ તો જો. ચાલ નીકળીએ હવે. બહુ મોડું થશે." હું મારી ઘડિયાળમાં સમય જોતા બોલી.. આમ કહી હું ઉભી થવા જતી જ હતી ને પર્લ એ મને હાથ પકડીને ખેંચી. આમ અચાનક થવાથી હું સીધી પર્લના એકદમ નજીક બેસી પડી. " એઇ.. શું કરે છે તું.. "હું બોલી.

" શેની ઉતાવળ છે તારે? હજી તો 8 જ વાગ્યા છે. શાંતિથી થોડી વાર બેસ ને.. " એમ કહી તેણે મારા ખભે માથું ઢાળી દીધું... " બસ 5 જ મિનિટ હો.. 5 મિનિટ.."એ બોલ્યો. "ના રે. મોડું થશે તો પાપા બોલશે. " આટલું કહી ફરીથી ઉભી થઇ તો તેણે પાછી ખેંચી.. " તને કહ્યું ને એકવાર. બસ 5 મિનિટ યાર.." એ બોલ્યો...

" સારું... " મેં ટુંકાક્ષરીમાં જવાબ આપ્યો. હું પણ ત્યાં બેસી પડી.. થોડીવાર એમજ બેસી રહ્યા.

રાત થઈ ગઈ હતી. અંધારું જામ્યું હતું. લેક પાસેની સ્ટ્રીટ લાઈટો ચાલુ થઈ ગઈ હતી. એકદમ શાંત વાતાવરણ હતું. લેક પાસેથી બધા પોતપોતાના ઘરે જઈ રહ્યા હતા.

થોડીવાર પછી અમારી આસપાસની જગ્યાએ જે ઝાડ હતા તેના પર એક પછી એક લાઈટ ચાલુ થવા લાગી. હું ચોંકી ગઈ.




હું ઉભી થઇ ને એ આસપાસનો ઝગમગાટ જોવા લાગી. એ બધા વૃક્ષો પર લગાવેલ લાઈટો વાતાવરણને સુંદર બનાવતી હતી. રંગબેરંગી લાઈટોનો પ્રકાશ લેકમાંના પાણીમાં પડી સુંદર દ્રશ્ય રચતો હતો. ઉપર ગાઢ અંધારું ને નીચે લાઈટો ઝગમગી રહી હતી... હું એકીટશે આ દ્રશ્યને માણી રહી હતી...
ત્યાં જ પાછળથી બે હાથ મારા ગળે વીંટળાયા. પર્લ મને પાછળથી ભેટ્યો.

મારા કાન માં ધીરેથી કહે,"કેવી લાગી સરપ્રાઈઝ."
હું બોલી," તો આ તમારો પ્લાન છે.." હું એના કાન ખેંચી બોલી.
" અરે ઓ. દુખે છે છોડ મારો કાન." એ બોલ્યો.. મેં એનો કાન છોડ્યો. તો એના કાન અમળાવતા કહે," ખબર નઇ શું ખાય છે. કેટલું જોર આપ્યું છે ભગવાને. જો તો મારો કાન મચેડી નાખ્યો.. દુખે છે."



" સોરી સોરી. મને નહોતી ખબર કે તું આટલો બધો કોમળ છે.."હું એની મજાક ઉડાવતાં બોલી.. એતો ગુસ્સે થઈ જાવા લાગ્યો.. " ઓ ઓ.. ક્યાં ઊપડ્યો મને એકલી મૂકીને?" હું એની પાછળ દોડી ને એને રોકી બોલી. " અરે સોરી જુજુ. હું તો મઝાક કરતી હતી."

" હું જાઉં છું. હવે ઘરે તારી રીતે જજે." એ હજી પણ ગુસ્સામાં હતો..

" સોરી સોરી. હું મજાક કરતી હતી પણ." હું બોલી. એ મારી સામે ઉભો હતો. નીચું જોતો જમીનમાં શૂઝ વડે ખોતરી રહ્યો હતો. તેની આવી વર્તણુક જોઈ હું બોલી," લગભગ કાલ સુધીમાં 4 ફૂટ જેટલું ખોદાઈ જશે. નહીં....." પર્લ એ ઊંચું જોયું ને એની સામું જોઈ હું હસવા લાગી. મને હસતી જોઈ ને એ પણ હસી પડ્યો. " પાગલ હું પણ મઝાક જ કરતો હતો." એ હસતા હસતા બોલ્યો.

" ok. ok. ચાલ હવે આંખ બંધ કર. આજ ની લાસ્ટ સરપ્રાઇઝ.. "એ બોલ્યો.. એ પાછો ગુસ્સો ના કરે એ માટે તેનું માની મેં આંખો બંધ કરી. થોડી સેંકડો પછી કહે, " હવે પાછી ખોલી નાખ.".. મેં ધીરે રહીને આંખો ખોલી..




પર્લ તેના હાથમાં એક બોક્સ લઈ ઉભો હતો. એ બોક્સ મેં તેના હાથમાંથી લઇ ને ખોલ્યું ને જોયું તો એમાં એક પેનડન્ટ હતું.. જે ખૂબ સુંદર હતું. હું જોઈ ને એકદમ ખુશ થઈ ગઈ.. મારા ચહેરા પર ની ખુશી જોઈ ને એ બોલ્યો, "તને ગમ્યું ને.." મેં હા કહ્યું અને તેને ભેટી પડી.

થોડી વાર પછી અમે ઘરે જવા નીકળ્યા.

આજ હું બહુ ખુશ હતી... આ મારી ઝીંદગી નો યાદગાર દિવસ રહેશે.. ઘરે પહોંચી ને ફ્રેશ થઈ પર્લ ને ગુડ નાઈટ નો મેસેજ કરી સુઈ ગઈ....






**************************




બીજે દિવસે જ્યારે કૉલેજમાં લેબ ચાલુ હતી ત્યારે લેબમાં સોડિયમ મેટલ પ્રયોગ કરતી હતી. પ્રયોગ તો જ હતો પણ ધ્યાન તો ગઈ કાલ પર્લ સાથે દિવસ વિતાવેલો તેમાં જ હતું.. મારા બેધ્યાનપણા ને લીધે સોડિયમ લેવાનું હતું તેના કરતાં વધારે માત્રામાં લેવાઇ ગયું.. તે કેમિકલના સંપર્કમાં આવતા જ ધમાકા જેવો અવાજ આવ્યો. લેબમાંના બધા જ મારી સામું જોવા લાગ્યા.. લેબ ટેક્નિશ્યિન પણ દોડતી દોડતી મારી પાસે આવી ઉભી રહી.. હું આ અચાનક જ થવાથી ગભરાઇ ગઈ હતી. મારી લેબ પાર્ટનરએ મને ઢંઢોળી અને પૂછ્યું "તું ઠીક છે ને." મેં હામી ભરી. લેબ ટેકનીશ્યિનના કહેવાથી તે મને ગર્લ રૂમમાં લઈ ગઈ. ત્યાં બેસાડી ને પૂછવા લાગી," તને ક્યાંય વાગ્યું નથી ને." મેં ના પાડી ને તેને પાછી લેબ માં જાવા કહ્યું. એ થોડી વાર બેસી ને ત્યારબાદ જતી રહી..

હું થોડી વાર તો એમ જ બેસી રહી. પછી પર્લ ને કોલ કર્યો ને આ બન્યું એ બધું કહેવા લાગી. એતો આ સાંભળી ને જ હસી પડ્યો ને કહે," તું કેટલી ડરપોક છે." એમ કહી મારી મઝાક ઉડાવવા લાગ્યો. પછી ધીરે રહી ને કહે," મારા માં થોડું ધ્યાન ઓછું આપ ને ભણવામાં થોડું આપો. " ને હસવા લાગ્યો ને મને જ્યારે વાત નો મર્મ સમજાયો ત્યારે હું પણ હસી પડી.


થોડી વાર વાતો કર્યા પછી હું લેબ ભરવા જતી રહી..

લંચ બ્રેકમાં કેન્ટીનમાં અમારું આખું ગ્રુપ બેઠું હતું. ત્યાંના બુલેટીન બોર્ડ આગળ વિદ્યાર્થીઓ નું ટોળું ભેગું થયું હતું. કુતૂહલવશ અમે પણ ત્યાં જોવા ગયા. જાહેરાત જોઈ અમારું આખું ગ્રુપ ખુશીથી ઉછળી પડ્યું. એ જાહેરાત અમારી કોલેજમાં થનાર નવરાત્રી મહોત્સવની હતી. આ વખતે સ્પર્ધા પણ યોજાવાની હતી. મારા ગ્રુપના બધા એ ભાગ લેવાં નક્કી કર્યું. આ વખતે બહારના વ્યક્તિને નવરાત્રી મહોત્સવમાં લાવી શકાય તેમ જાહેરાતમાં જણાવેલ હતું.

પર્લ ને રિટર્ન સરપ્રાઈઝ આપવાનો આના થી સારો મોકો શુ હોઈ શકે. પર્લ ને આ ખુશખબરી આપવા કોલ કરવા જતી જ હતી. પછી વિચાર્યું કે સરપ્રાઈઝ ને સરપ્રાઈઝ જ રાખવી જોઈએ. એને કહેવાનું માંડી વાળ્યું......






(ક્રમશ:)