મારો જુજુ ભાગ 9

સવાર નો કુણો સોનેરી તડકો એના ચહેરા પર પડતો હતો. ધીમા ધીમા પવન થી એના વાંકડિયા વાળ હવા માં ફરફર ઉડતા હતા.. બાઈક પર પાછળ બેસેલી હું એને એકીટશે જોઈ રહેલી...
"તારી આ આદત કોઈક વાર મને બહુ જ અજીબ લાગે છે." સાઈડ મિરરમાં જોઈ પર્લ બોલ્યો... " કેમ દર વખતે મને આમ જ જોઈ રહે છે તું.."
"બસ એમ જ.." ટૂંકાક્ષરી જવાબ આપતા હું બોલી. એ મારી સામું અરીસામાંથી જોઈ ને હસ્યો.. ને બોલ્યો "પાગલ છે તું.. જુજી...." મારા મોં પર પણ હાસ્ય રેલાયું..
હસતાને વાતો કરતા અમે આગળ વધતા હતા.. ના જાણે મને એકદમ શુ શૂઝયું હું એને પાછળ થી ભેટી પડી.. " સુ કરે છે તું..? કોઈ જોઈ જશે." પર્લ બોલ્યો. "ઓહો, જનાબ ને બીક પણ લાગે છે." મેં મસ્તીમાં કહ્યું...
પર્લ ના ભવા ખેંચાયા. એકદમ મારો હાથ પકડી વધારે જોરથી મને એની બાજુ ખેંચી અને બોલ્યો.. " આ તારો જુજુ કોઈના થી બીતો નથી. યાદ રાખજે. આતો બસ મને તારી ચિંતા રહે એટલે જ."

હું ફરીથી એને ભેટી પડી. એના શરીરની ગરમીને હું અનુભવી સકતી હતી.. એના કપડાંમાંથી આવતી જાસમીન અને લિલીના પરફ્યુમની મહેકને જાણે મારા શરીરમાં ઉતારવા માંગતી હોય તેમ એને હું જોરથી વળગી રહી.
"મને મારી નાખીશ કે શું?" પર્લ એકદમ બોલ્યો.
"કેમ એવું કહે છે.?" હું બોલી.
" તો કેમ આટલા જોર થી પકડ્યો છે.?" તેને કહ્યું.
" ના રે બસ હું તો એમ જ.." એકદમ મારી પકડ ઢીલી થઈ ને શરમ ના મારી હું બીજી બાજુ જોવા માંડી. મનમાં ને મનમાં મને હસવું આવી ગયું.
******************
લગભગ 10 વાગે અમે અમારી ડેટ પરની જગ્યા એ પહોંચ્યા..એ એક કેફે હતું. કેફેનું નામ જોઇ હું ખુશીથી ઉછળી પડી.. એ મારું ફેવરિટ કેફે The coffee club હતું.
બાઇક પરથી ઉતરી જ્યારે અમે અંદર જતા હોય છે. ત્યારે પર્લ મારી પાછળ આવી કાળો રૂમાલ મારી આંખો એ બાંધે છે.
" આજ મારી બર્થડે નથી જનાબ...." હું બોલી.
" તો એમાં સુ છે? શુ હું તારી માટે એક નાની સરપ્રાઈઝ પણ ના પ્લાન કરી શકું.?"એ બોલ્યો.
" ના ના કરો મને તો ગમશે." હું બોલી ને હસી પડી.

પર્લ મને અંદર કેફેમાં લઇ જાય છે. ને બાંધેલો રૂમાલ ખોલે છે. અંદર જઈને જોઉં છું તો.. આખું કેફે ડેઝી ને ઓર્કીડ ના ફૂલોથી શણગારેલું હોય છે. વચ્ચે એક ટેબલ ગોઠવેલ હોય છે ને એની આસપાસ બધે ઉપર નીચે સફેદ અને ભૂરા રંગના બલૂન હોય છે. ટેબલ પર ગુલાબનો ફ્લાવર વાસ હોય છે. અને એની આજુબાજુ વાઈન ની બોટલ અને 2 ગ્લાસ ગોઠવેલ હોય છે અને એની વચ્ચોવચ્ચ કેન્ડલ મુકેલી હોય છે જેમાંથી આવતી ફ્રેશ મોગરાની સુગંધ વાતાવરણને રોમેન્ટિક બનાવતી હતી. ધીમું ધીમું સંગીત વાગી રહ્યું હોય છે..

હું તો બસ હજી આ બધું જોઈ રહી હોય છે.ત્યાં જ પર્લ પૂછે છે. "કેવી લાગી મારી સરપ્રાઈઝ.?" ને મારી સામું આતુરતાથી જોઈ રહ્યો હોય છે. " તારી સરપ્રાઈઝમાં કાઈ કહેવાનું હોય.મને બહુ જ ગમ્યું.. પણ..... તને નથી લાગતું આ બધું બહુ વધારે થઈ ગયું....?" હું બોલી. "અરે કેમ એવું કહે છે. આતો કાઈ જ નથી. હજી તો બીજી સરપ્રાઈઝ બાકી છે. જોતી જા તું આગળ આગળ સુ થાય છે.. " એ બોલ્યો.
ને હું ખુશ થઈ ને એને ભેટી પડી.
(ક્રમશ:)