મારો જુજુ ભાગ 2 Prachi Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો જુજુ ભાગ 2

મારો જુજુ... ભાગ 2...




         એક મહીના જેટલો સમય  પસાર થઈ ગયો. આખરે મેં વિચારી લીધું કે આજ હું મારા દિલ ની વાત એના સમક્ષ કહી ને જ રહીશ.બસ પછી તો શુ હતું મારુ મન તો જાણે આસમાન માં વિહરવા લાગ્યું. એ વીચાર થી જ હું એટલી ખુશ હતી કે ક્યારે સ્કૂલ પહોંચું ને ક્યારે  મારા દિલ ની વાત એને કહું.....
          
          પછી તો મન માં થયું કે આટલી મોટી વાત એને કહેવા જઇ રહી છું. ક્યાંથી વાત કહેવાનું ચાલુ કરું? કેવી રીતે કહું? સુ કહું??
મનમાં તો જાણે પ્રશ્નો ની ભરમાર લાગી ગઇ.એક વાર તો થયું જ જાણે હું પાગલ થઈ જઈશ. સ્કૂલ માં હતી એટલે પ્રેમ વિસે ઊંડી સમજ તો નહોતી.  કેવી રીતે પ્રેમ નો એકરાર કરવો એ વિસે પણ કાઈ ખાસ ખબર નહોતી.....
 
         એ દિવસે રાત્રે મેં બહુ તરકીબો વિચારી જોઈ એને કેવી રીતે કહું એ વિસે..... પણ મને કાઈ જ સૂઝતું નહોતું.... પછી લાંબી મથામણ બાદ વિચાર્યું કે એને એક કાગળ માં લખી ને મારી વાત જણાવીશ. પછી એક કાગળ લીધો અને એમાં બસ i love u એટલું જ લખ્યું..ને વિચાર્યું કે બાકી નું તો મારી જાતે જ કાગળ આપતી વખતે  કહીશ...ને પછી હું સુઈ ગઈ....
 
         બીજે દિવસ સવારે  હું સ્કૂલ જવા તૈયાર થઈ આજ મેં કાજલ પણ લગાવી ને થોડી સારી રીતે તૈયાર થઈ પ્રેમ ની અસર જ તો......... ત્યારબાદ તૈયાર થઈ ને મારી ફ્રેંડસ સાથે નીકળી ગઈ.સ્કૂલ પહોંચી ને એને મેં બધે શોધ્યો પણ ખબર નહીં એ દેખાયો જ નહી. સ્કૂલ ની કેન્ટીનમાં, મેદાન માં, ક્લાસ માં, તળાવ આગળ એ ક્યાંય નહોતો આંખી સ્કૂલ માં જોઈ લીધું તો પણ નહીં. મન માં બસ એક જ વિચાર ઘુમરાતો હતો કે ક્યાં હશે એ..... પછી તો હું પિરિયડ ભરવા જતી રહી. વિચાર્યું કે બપોર લંચ બ્રેક માં એને હું જણાવીશ....

        પિરિયડ માં પણ ભણવા માં તો બિલકુલ ધ્યાન નહોતું...... મન માં તો બસ એના જ વિચારો ચાલતા હતા. શરીર થી તો ત્યાં હતી પણ મન તો એના જ વિચારો માં વિહરતું હતું. બસ હવે લંચ બ્રેકની રાહ હતી. મન પણ ઉતાવડું બનતું જતું હતું કે ક્યારે કહું .....

         12 વાગતા લંચ બ્રેક પડ્યો. સાયન્સ સ્ટ્રીમ વાળા નો ક્લાસ ઉપર હતો ને કોમર્સ વાળાનો ક્લાસ નીચે. બ્રેક પડતા ની સાથે જ હું રીતસર ની દોડી અને ફટાફટ દાદરા ઉતરી ગઈ.
એના ક્લાસ આગળ પહોંચતા ની સાથે જ ઉભી રહી ગઈ. 

       એને મેં જોયો. મારા પગ જાણે ત્યાં જ ખોડાઈ ગયા. એ કોઈ છોકરી નો હાથ પકડી ને ઉભો હતો એના કલાસમાં. ત્યાં બીજું કોઈ જ નહોતું.. ને એ છોકરી ને કૅન્ટિનમાં જવાની વાત કરતો હતો.... પહેલા તો લાગ્યું કોઈ એની ફ્રેન્ડ હશે પણ...એ બન્ને ને જ્યારે ક્લાસમાંથી  બહાર નીકળવાના સમયે ભેટતા જોયા.. ત્યારે મારુ મગજ જ જાણે સુન્ન થઈ ગયું.. મને જાણે કોઈએ 440 વોલ્ટ નો કરંટ આપ્યો હોય એવું લાગ્યું... જે ફીલિંગ થઈ એ ના ગમી. ગળે ડૂમો ભરાઈ ગયો.... લગભગ રડવા ની તૈયારી જ હતી... ને ખબર નઈ જાણે સુ થયું એકદમ દાદરા ચડી ગઈ.. ક્લાસ માં જઇ ને ફટાફટ બેગ લીધું .. પેલું કાગળ તો ડૂચો વાળી કચરાપેટી માં નાખ્યું ને ક્લાસ ની બહાર નીકળી ગઈ. મારી ફ્રેંડસ એ મને કેટલીય બુમો પાડી. પણ જાણે સાંભળવા સમજવાની શક્તિ જ હણાઈ ગઈ હતી. લેડીઝ રૂમ માં આવી ને ચૂપચાપ એક ખૂણાં માં જઇ બેસી ગઈ... મગજ માતો જાણે વિચારો નું યુદ્ધ ચાલતું હતું..સુ કરું સુ ના કરું કાઈ જ સમજણ નહોતી પડતી.. એવું ફિલ થતું હતું કે જાણે કોઈએ મારા હૃદય પર કેટલોય ભાર મૂકી દીધો હોય.........
      
       જ્યારે લંચ બ્રેક પત્યો પછી પણ હું પિરિયડ ભરવા ના ગઈ. બેગ લઇ ને સ્કૂલ ની બહાર નીકળી ગઈ .. દોડતી દોડતી તળાવ આગળ આવી ગઈને બાંકડે બેસી ગઈ...... રડવું હતું પણ જાણે એટલી શક્તિ જ નહોતી રહી. કેટલાય સમય સુધી બસ એ રીતે બેસી રહી..તળાવમાં થતા વમળ જોતી રહી.પણ ખરા વમળ તો મારા વિચારો માં પેદા થયા હતા. ને મારા અસ્તિત્વ ને હલાવી ગયા હતા...  

       પછી એકદમ ઉભી થઇ ને ત્યારબાદ સીધી ઘરે આવતી રહી. મારા મમ્મી એ પૂછ્યું કે કેમ વહેલી આવતી રહી .. કાઈ થયું.... પણ સવાલો ના જવાબ આપ્યા વિના સીધી રૂમ માં જતી રહી... એ દિવસ મેં કાઈ જ ખાધું નહિ. તબિયત સારી નથી એમ કહી ને આંખો દિવસ રૂમ માં જ ભરાઈ રહી..... એ દિવસ રાત્રે હું એટલું રડી છું.. જેટલું પહેલા ક્યારેય નહીં.. એટલું દુઃખ થતુ હતું.. આમ પણ તમે જેને પ્રેમ કરો છો તેને કોઈ બીજા ની સાથે જોઈ ના શકો.... 
        એ છોકરી બીજી કોઈ જ નહીં પણ એના જ ક્લાસ ની ટોપર નિત્યા હતી... જેને હુ પ્રેમ કરવા લાગી હતી તે પર્લ હતો.....

       મેં જે એની સાથે જીવન જીવવા ના સપના જોયા હતા.. એને હૃદય ના કોક ખૂણે ધરબી દીધા.....એના પ્રત્યે નો પ્રેમ પણ હૃદય ના કોક ખૂણે સમાવી દિધો... એની ખુશી માટે થઈને  આગળ વધી ગઈ.

      એને ભૂલી તો ના જ શકી. એનું સ્થાન જે હૃદય માં હતું... એને તો ક્યારેય કોઈને ના આપી શકી.......જ્યારે કોઈને સાચો પ્રેમ થાય છે ને તો બસ આવું જ થાય છે. એ વ્યક્તિ હૃદય માં એવી જગ્યા લઇ લે છે જે આપણે બીજા કોઈને ના આપી શકીએ. બસ એની ખુશી માટે મારા પ્રેમ ને દફનાવી દીધો.......
        
       પણ આ ઝીંદગી છે બોસ.. કેવા કેવા ચમત્કાર કરે છે........


 






    મારા કહેવા નો મતલબ સમજી જ ગયા હશો... હા..... એ આવ્યો મારી ઝીંદગી માં પાછો... બસ થોડા જ સમય માટે. પણ ઝીંદગી બની ગયો ... મારા જીવવા નું કારણ બની ગયો.......





     આગળ સુ થાય છે... ઍતો આવનારો સમય જ કહેશે.....
     આગળ ની સ્ટોરી.... ભાગ 3 માં....
 હહજ




           




                      (ક્રમશઃ)