maro juju - 5 books and stories free download online pdf in Gujarati

મારો જુજુ - ભાગ 5

     






                          સાંજ નો સમય થવા આવેલો.એકદમ ઢીલું ટી શર્ટ ને  કેપ્રી, એક હાથમાં ચા નો કપ ને બીજા હાથમાં ડાયરી. રોજ ની જેમ સાંજ ના ટાણે  લઇ પોતાના રૂમની બારી આગળ બેઠેલી. સાંજની સુંદરતાને માણતી કવિતા લખતી હતી. સૂરજ ડૂબવા ની તૈયારીમાં હતો. આંખું આકાશ કેસરી રંગે રંગાઈ ગયેલું. પક્ષીઓ પણ પોતાના ઘર પોતાના માળા માં પાછા જતા હતા.. ઘર ની નજીક જ  અંબે મા નું મંદિર છે.ત્યાંથી સાંજ ની આરતી નો ઘંટારાવ સંભળાતો હતો. અને મારુ ઘર ગામના ભાગોળ ની નજીક જ આવેલું હોવાથી વિવિધ અવાજો સંભળાતા હતા.વાહનોનો, લોકોની ચહલપહલ નો, સબ્જી મંડી માંથી આવતા વિવિધ અવાજો.
     



                          હું તો પોતાની જ દુનિયામાં હતી. આજુબાજુ ના આવાજ થી કંઈજ ફરક નહોતો પડતો.વિચારે ચડેલી કે પર્લ ને શુ જવાબ આપું. મન ને હૃદય વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલુ હતું. મન કહેતું કે હવે નથી જરૂર એની ના પાડી દઉં.પણ હૃદય માનવા તૈયાર જ નહોતું....



                           ત્યાંજ પાછળ થી એક ચિર પરિચિત હાથ વડે આંખો દબાઈ.  " બસ હવે દીક્ષા બહુ થયું. મને ખબર છે કે તું જ છે."હું બોલી.
       


                            હા.. દીક્ષા મારી બાળપણ ની બહેનપણી. મારી બીજી અંગત ડાયરી. જેને મારા વિશે બધી જ ખબર હોય. હું ના બોલું તો પણ એ સમજી જતી. મારી પસંદ નાપસંદ મારાથી વધારે એ જાણતી. મારે સુ જોઈએ એ પણ એને ખબર હોય.. બસ એમ જ કહું કે મારા જીવનની બીજી મહત્વની વ્યક્તિ. 


                            
               (દીક્ષા આગળ ના અભ્યાસ માટે અમદાવાદ જતી રહેલી 12 પછી. હવે જન્માષ્ટમી ની રજાઓ આવતી હોવાથી કદાચ એ આવી હશે.)




                      મેં એને હાથ પકડી આગળ ખેંચી. એક જોરદાર હગ આપ્યું. પછી છુટા પડતા હાથમાં ડાયરી જોઈ  એ તરત જ બોલી "તે હજી આને છોડ્યો નથી. હજી કેટલો ટાઈમ  યારર.. સુ કામ આની પાછળ તારી જિંદગી બરબાદ કરે છે. મને ખબર છે કે તું એને બહુ પ્રેમ કરે છે. પણ એ પ્રેમ જ શા કામનો જે એકતરફી હોય. પ્રેમ તો બે વ્યક્તિઓ થી પૂરો થાય." (કારણકે એને ખબર હતી કે જ્યારે પણ પર્લ ને યાદ કરતી હોઉં તો ત્યારે હું કવિતા લખવા બેસી જતી.)



                      તો પછી મેં એને અત્યાર સુધી જ બન્યું એ વિસે માંડીને વાત કરી.એનુ મેસેજ કરવું ત્યારબાદ એની સાથે રોજ ની વાતો અને ગઈ કાલે કરેલું પ્રપોઝ. 




                       તો એ તરત જ બોલી," તે સુ જવાબ આપ્યો એને?" તો મેં કીધું કે મેં એની પાસે હજી સમય માંગ્યો છે. 
    


                     "  તને ખબર તો છે ને એના અને નિત્યા ના સંબંધ વિશે.. ના... હવે હું તને એ રસ્તે પાછી નઈ જાવા દઉં. એના માટે થઈ ને તું કેટલું રડેલી છે આતો ફક્ત હું જ જાણું છું.ના હવે નઈ. ઉપર થી તું મને કાઈ કહેતી પણ નથી આતો સારું છે કે હું સમજી જાઉં છું....." એમ બોલી ને સીધો એણે મારો ફોન લીધો ને એને ના એમ નો મેસેજ કરવા જતી હતી...




                    પણ મેં એને રોકી અને કહ્યું કે હું એને એક  તક આપવા માંગુ છું....તો એ મારી સામું જોઈ રહી. જાણે મારી આંખોમાં કૈક શોધવા માંગતી હોય....



                    છેવટે એ માની ગયી..... બસ એ જ શરતે કે જો એ મને સહેજ પણ દુઃખી કરશે તો એની ખેર નહિ. અને મારે એને છોડી દેવાનો એ જ સમયે..... 





                   ********************




                      બીજા દિવસે  રજાઓ હોવાથી કોલેજમાં તો જવાનું નહોતુ એટલે મોડે  ઉઠી. દીક્ષા ને ફોન કર્યો કે ચાલ ગામ માં ફરવા જઈએ. તો એ તરત માની ગયી.




                       અમારું ગામ ખાસ મોટું તો નહોતું. પણ આજુબાજુ ના નાના ગામો કરતા સહેજ મોટું ખરું.  ગામની પાદર થઈ બહાર નીકળીએ તો એક રસ્તો 15 કિમી પછી નેશનલ હાઇવે ને જોડતો. ને બીજો રસ્તો જ્યાં હું પહેલા સ્કૂલ જતી એ રસ્તાને જોડાતો.




                        બપોર 1 વાગે હું ને દીક્ષા એકટીવા લઇ નીકળી ગયા. પહેલા અમે અમારી વાડી એ ગયા.....ત્યાં ફાર્મ હાઉસે જઇ બેઠા. બહુ જ દિવસો પછી અમે વાડી એ આવેલા . પહેલા તો  આખી વાડીમાં ફર્યા. બહુ મઝા આવી.જીવુદાદા ની ચૂલા પર બનાવેલી ચા પીધી. પછી લીમડા નીચે જ્યાં ખાટલા ઢાળેલા ત્યાં જઈ બેઠા.લીમડા નીચે હીંચકો પણ પપ્પાએ મુકાવેલો. હું ત્યાં બેઠી. મસ્ત ઠંડો પવન આવતો હોવાથી ખબર નઇ ક્યારે આંખ લાગી ગઈ. હું તો સુઈ ગઈ. 4 વાગ્યા ની આસપાસ દીક્ષા એ મને ઉઠાડી. પછી અમે ફટાફટ ત્યાંથી નીકળ્યા ને ગામના તળાવએ ગયા. ત્યાં હોડીમાં બેસી  તળાવ માં ફર્યા . પછી 6 વાગે મારી રોજ ની સ્પેશ્યલ જગ્યા જ્યાં હું રોજ દોડવા જતી ત્યાં નહેર આગળ ગયા. ત્યા પાળી એ બેઠા. ને વાતો કર્યા કરી. વાતોમાં ને વાતોમાં સમય નો ખ્યાલ પણ ના રહ્યો. 7 વાગી ગયા હોવાથી અમે પાછા આવ્યા. 





                         દિક્ષાને એના ઘરે ઉતારી હું પણ ઘરે આવી.આજ આખો દિવસ દીક્ષા સાથે વિતાવ્યો હોવાથી પર્લ સાથે વાત જ નહોતી થયી. ઘરે આવી જોયું તો એનો મેસેજ આવેલો. તો જમ્યા પછી એની સાથે થોડી વાતો કરી. પછી સુઈ ગઈ......






         *****************************



                 બીજા દિવસે જન્માષ્ટમી હતી. ભગવાન કૃષ્ણ નો જન્મદિવસ. એ જ રાત્રે અમે મંદિર ગયા. ત્યાં 12 વાગ્યા સુધી ભજન થયા બાદ ભગવાન કૃષ્ણનો જન્મદિવસ મનાવ્યો....  




                 12 30 ની આસપાસ ઘરે જતી વખતે દીક્ષા એકદમ કહે કે "ચાલ, આજની રાત્રે મારા ઘરે. મસ્તી કરીશુ ને મૂવી જોઈસુ.." પહેલા તો હું ના માની પણ આ વ્યક્તિ આગળ મારુ ક્યાં કોઈ દિવસ ચાલ્યું જ છે. મને લઇ જઈને જ રહી..... 



                    એના ઘરે પહોંચ્યા. તો કહે તારા માટે એક સરપ્રાઈઝ છે. એમ કહી તરત એને મારી આંખ પર પટ્ટી બાંધી દિધી. પછી મને ઉપર એના રૂમ માં લઇ ગઈ. ના જાણે સુ પ્લાન હશે.. 




                   થોડી વાર રહી કહે કે હવે પટ્ટી ખોલી નાખ. પટ્ટી ખોલ્યા પછી આજુ બાજુ જોઈને હું તો આશ્ચર્ય પામી...... .આખો રૂમ ફૂલો ને ફુગ્ગાથી સજાવેલો. વચ્ચે એ મેડમ  કેક સાથે ટેબલ આગળ બેઠેલા...






                   "હેપી બર્થડે મારી ચીકુડી..........."
                        
(  એ મને પ્રેમ થી ચીકુ કહી ને બોલાવતી.........)

 


                    હું તો એકદમ ચકિત થઈ ગઈ. ધીરે રહીને યાદ  આવ્યું કે હા આજ મારો જન્મદિવસ છે.. પર્લ માં જ હું એતો ભૂલી જ ગઈ હતી....... 




                     દીક્ષા એ બર્થડે સોન્ગ ગાવાનું ચાલુ કર્યું. ત્યારબાદ અમે કેક કાપી......ને મારો બર્થડે ઉજવ્યો..... 



પછી એ કહે કે ," આતો ખાલી ટ્રેલર છે. પિકચર તો હજી બાકી છે મારી દોસ્ત...."





                   પછી અંદર ગઈ ને એના ફોન માં ના જાણે કોઈ ને કોલ કર્યો.  ને પાછી આવી.....  મને   ફોન બતાવ્યો.  તો એને પર્લ ને વીડિયો કોલ કરેલો..... મેં એને એક હગ આપ્યું ને થેન્ક યુ કહ્યું. આ બર્થડે ગિફ્ટ માટે...............



                    વિડિઓ કોલ પર. 

      "હેપી બર્થડે ડિયર..."
      "વિશ યુ મેની મેની હેપી રિટર્નસ  ઓફ ધ ડે." 



       મેં પણ પર્લ ને સામે થેન્કસ કહ્યું.


ધીરે રહીને એ મેડમ તો ક્યારના રૂમ માંથી બહાર જતા રહેલા...



               મેં પણ એની સાથે વાતો કરવા નું ચાલુ કર્યું... થોડી વાર પછી એ મને મારા જવાબ વિસે પૂછવા લાગ્યો....



              હું પણ વિચાર માં પડી કે સુ કહું એને.." હા... કે ના..."

              મેં એની પાસે આજ રાત સુધી નો સમય માંગ્યો...
અને કહ્યું કે હું તને આજ રાત સુધીમાં કહી દઈશ...



                                                      


                                                                   (ક્રમશ:)
             





   





સુ જવાબ હશે ???         હા કે ના..... ..

સુ આ લવ સ્ટોરી આગળ વધશે... .   ????



આતો હવે આગળ ભાગ માં ..........


            

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED