મારો જુજુ ભાગ 3 Prachi Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો જુજુ ભાગ 3

મારો જુજુ ભાગ 3.....





      સમય સમય નું કામ કરે છે.સમય ક્યારેય કોઈ માટે રોકાતો નથી.એ મારા માટે પણ ના રોકાયો.


     આ વાત ને લગભગ 2 વર્ષ થયી ગયા.  આ 2 વર્ષ કેમના નીકળ્યા આતો ફક્ત હું જ જાણું છું. રોજ દિવસ તો નીકળી જતો,પણ રાત કેમેય કરી ને જાય નહિ. રોજ રાત એનો ચહેરો મારી સામે આવી જતો. એની યાદો ભૂતાવળ બની મારો પીછો જ છોડતી નહોતી. કોઈક વાર છાને ખૂણે રડી પણ લેતી.  એને ભૂલવું મારા માટે અસહ્ય થયી ગયુ હતું... આટલું બધું કોઈ સાથે નું જોડાણ મેં ક્યારેય નહોતું અનુભવ્યું. બસ જીવન જીવ્યે જતી હતી એક જ આશા એ કે પર્લ પાછો આવશે....


     2 વર્ષ પછી તો હું પણ હવે કોલેજમાં  આવી ગઈ હતી.કૉલેજમાં મારા સારા મિત્રો પણ બની ગયા હતા.અમારું 6 જણ નું ગ્રુપ હતું...
 

     બાળપણ થીજ હું કૂદરતપ્રેમી રહી છું.આમ પણ કુદરત ના સાનિધ્યમાં જે શાતા મળે છે એ ક્યાંય નથી મળતી. જ્યારે પણ પર્લ ની બહુ યાદ આવતી તો હું કુદરત ના ખોળે જતી રહેતી..


       જેમ સ્કૂલમાં ચિંતામાં તળાવ આગળ જતી રહેતી. એમ જ કોલેજમાં પણ એક સુંદર જગ્યા હતી...અમારી કોલેજ ની કેંટિન. કૅન્ટિંન ને 
અડી ને જ એક નાનું ઝીલ જેવું હતું.. આસપાસ નો નઝારો એટલો સુંદર હતો. ઝીલ ને અડી ને જ વૃક્ષોની હારમાળા શરૂ થતી હતી. ચારે તરફ લીલોતરી જ લીલોતરી. ચોમાસામાં તો જાણે સાક્ષાત વન ની દેવી આશીર્વાદ આપવા ઉતરી હોય એમ..... ચારે બાજુ લીલી ચાદર પથરાઈ જતી...  ભર ઉનાળા માં બપોરમાં પણ ત્યાં એટલી ઠંડક રહેતી કે ત્યાંથી ઉઠવાનુ જ મન ન થાય..... મારો ફુરસદ નો સમય હું ત્યાં જ ગાળતી.. મારા મિત્રો મને શોધે તો હું હંમેશા ત્યાં જ મળતી .


       એક દિવસ હું ત્યાં જ બેઠી હતી. ને બેઠી બેઠી પુસ્તક વાંચતી હતી. ત્યાં જ મારા મોબાઈલમાં  વ્હોટસએપ પર મેસેજ આવ્યા ની નોટિફિકેશન પડી..... કોઈ અજાણ્યો નંબર હતો.
અવાર નવાર હું અજાણ્યો નંબર હોય તો હંમેશા વાત કરવાનું ટાળું છું. એ સમયે પણ મેં ખાસ ધ્યાન ન આપ્યું અને લેક્ચર માં જવાનું મોડું થતું હોવાથી ત્યાંથી નીકળી ગઈ.....

                રાતે ઘરે આવી જમ્યા પછી ફ્રેશ થઈ  ને રૂમમાં જઈ બેડ પર લંબાવ્યું.થાકેલી હોવાં છતાં ઊંઘ નહોતી આવતી તો મોબાઈલ લીધો ને મેસેજ જોવા લાગી.પેલો અજાણ્યો નંબર પણ હતો.કોઈ અજાણ્યા નંબર પરથી hii એમ આવ્યુ હતું.. અજાણ્યા નંબર સાથે વાત કરવાનું ટાળતી હોવા છતાં પણ ના જાણે સુ થયું કુતૂહલવશ થઈ મેં પણ સામે hii એમ કહ્યું ને "તમે કોણ?'' એમ લખ્યું.

                  થોડી વાર પછી રીપ્લાય આવ્યો.ચેક કરું તો નામ જોઈ ને પહેલા તો આશ્ચર્યજનક થઈ ગઈ પણ પછી એક મોટી મુસ્કાન ચહેરા પર આવી ગઈ. 


                   હા...... એ બીજા કોઈ નહિ પર્લ   નો જ મેસેજ હતો. પહેલા તો લાગ્યું કે આ એક સપનું જ છે. ખાતરી કરવા માટે  ચીમટી ભરી જોઈ. દર્દ સાથે મોઢા માંથી સિસકારી નીકળી ગઈ.આ સપનું નહિ હકીકત હતી.સાચે માં જ પર્લ નો મેસેજ આવેલો.હું એકદમ ખુશ ખુશ થઈ ગઈ. ઉભી થઇ ને નાચવા લાગી . પણ એ દિવસ યાદ આવી ગયો જયારે મેં એને નિત્યા સાથે જોયેલો.મારુ મન ઉદાસ થઈ ગયું....

                     પણ પોતાને સંભાળી ને એના મેસેજ નો જવાબ આપવા બેઠી. પહેલા તો થયું કે વાતજ ન કરું. પણ પછી થયું કે મેસેજ આવ્યો છે તો વાત કરી જ લઉ.થોડીવાર સુધી ઔપચારિક  વાતો કર્યા પછી એણે byy કહ્યું. મેં પણ સામે good night કહી ફોન મુકયો.થાકેલી તો ઘણી હતી પણ ના જાણે ઊંઘ આજ કોશો દૂર હતી.એની યાદો સાપ ની જેમ ભરડો લેવા લાગી હતી મન પર. એને યાદ કરતા આંખ ક્યારે મીંચાઈ ગઈ એ ખબર જ ન રહી..

                      બીજા દિવસ ની સવારે પણ આંખ વહેલી ખુલી ગઈ તો રોજ ની આદત મુજબ ચાલવા નીકળી પડી.રોજ સવારે હું અમારા ગામથી નજીક એક નહેર આવેલી  છે ત્યાં ચાલી ને પહોંચી જતી. આજ વહેલી હોવાથી લગભગ અંધારા જેવું હતું.ઠંડીની શરૂઆત હતી.ગામ ની ભાગોળ માં માણસો ની અવરજવર પણ ઓછી હતી. છાપા વાળા ને દૂધવાળા ની અવરજવર હતી.
મંદિર માં આરતી થયાનો ઘંટ સંભળાતો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.


                    ચાલતા ચાલતા લગભગ અડધો કલાક જેટલા સમયમાં હું નહેર આગળ પહોંચી ગઈ. ત્યાં પહોંચી પાળી એ પગ ટેકવીને ઉભી રહી. સાથે લાવેલી બોટલમાંથી પાણી પીધું.

               હવે તો સૂરજ પણ ઉગવાની તૈયારી માં હતો.આકાશ માંથી તારા અદ્રશ્ય થવા માંડ્યા હતા.આકાશ ધીરેધીરે સોનેરી રંગે રંગાવા માંડ્યું હતું.સૂરજ ના એ સૉનેરી કિરણો નહેર ના પાણી પણ પડી એને સોનેરી બનાવતા હતા.નહેર માં પાણી ખળખળ વહી રહ્યું હતું. આકાશ માં પક્ષીઓ ના ટોળા આમથી તેમ ઉડતા દેખાતા હતા.હું નહેર માં વહી જતા પાણી ને એકીટશે જોઈ રહી.
 
             ધીરે ધીરે પર્લ સાથે ની નાની નાની યાદો યાદ આવવા લાગી .એને પહેલી વાર જોયલો ત્યાંથી લઈને એનું આટલા વર્ષો પછી  મેસેજ કરવા સુધી નું બધુ એક પછી એક યાદ આવવા લાગ્યું. ને  એ યાદો માં ખોવાઈ ગઈ...થોડીવાર પછી એક્દમ ઝબકીને વર્તમાન માં આવી.મોબાઈલ માં સમય જોયો તો 7 વાગેલા.મતલબ લગભગ હું 1 કલાક થી ત્યાં એવી ને એવી ઉભી રહેલી. સમય ક્યાં વીતી ગયો એ ખબર  જ ન પડી.મોડું થયુ હોવાથી હું ફટાફટ ઘરે આવી રેડી થઈ.ચા નાસ્તો કરી ને કોલેજ જાવા નીકળી ગઈ.

                          કોલેજ જાવા બસ માં બેઠી. મોબાઈલ માં મેસેજ ચેક કરું તો એનું good morning આવેલું. મેં પણ સામે good morning  લખ્યું.

       
                      આ કિસ્મત પણ કેવા કેવા ખેલ કરે છે નઈ. .......જેને ના યાદ કરવા નો નિશ્ચય કરેલો આજ એ જ સામે આવી ને ઉભો રહેલો.એને ભૂલવા મથતી હું હજી પણ ત્યાં જ હતી.ત્યાંથી રતીભાર જેટલું પણ ખસી નહોતી..








સુ એને મારો પ્રેમ સમજશે??

શુ એ મારી જિંદગીમાં પાછો પ્રેમ બની ને આવશે ???

એતો હવે આગળ ના ભાગમાં...... 





To be continued...



              (ક્રમશઃ)