આપણે જોયું કે જેમ્સ ને ખબર પડે છે કે જેસિકા ની સગાઈ થઈ ગઈ છે.
હવે આગળ....
જેમ્સને જેસિકા ની સગાઈ નું દુઃખ થાય છે અને ત્યાંથી નીકળી જાય છે.એ વિચારતો હતો કે તે જેસિકા સાથે લગ્ન કેવી રીતે કરી શકે? જેમ્સ એવું નક્કી કરે છે કે તે જેસિકાને પોતાના જીવનમાં કોઈપણ રીતે લાવીને જ રહેશે.
ત્યાર બાદ જેમ્સ જેસીકા ને મનાવવા ના(impress કરવાના) ઘણા પ્રયત્ન પણ કરે છે. એક દિવસ તે જેસિકાને ઘરની બહાર બધા મોગરાના ફૂલ લગાડી દે છે. કેમકે સર્કસના માલિકે જેમ્સ ને કહ્યું હતું કે તેને મોગરાના ફૂલ બહુ ગમે છે. જેસિકા બહાર આવે છે અને ત્યારે જ ત્યાં ડોન આવી જાય છે કે જેની સાથે જેસિકા ની સગાઈ થઈ ગઈ છે .જેસિકા સમજી જાય છે કે આ બંને નો ઝગડો થઈ શકે છે એટલે જેસિકા જેમ્સ ને કહે છે કે તું મને વચન આપ કે તું ડોન પર હાથ નહી ઉપાડે અને જેમ્સ કહે છે કે ઠીક છે. હું એમ જ કરીશ. ડોન આવીને જેમ્સ ને ખૂબ ખરાબ રીતે મારે છે .પરંતુ જેમ્સ તેના પર હાથ નથી ઉપડતો. જોકે જેસીકા ડોન ને રોકવાના પણ ઘણા પ્રયત્નો કરે છે છતાં પણ તે નથી માનતો. એ જોઈને જેસિકા તેની સગાઈ ની વીટી પાછા આપી દે છે. એટલે કે તેમની સગાઈ તૂટી ગઈ છે.
હવે જેસિકા અને જેમ્સ બંને એકસાથે છે. આ વાતને ડોન સહન નથી કરી શકતો અને તેને હાર્ટએટેક આવી જાય છે. એટલે બાથરૂમમાં જ તેનું મૃત્યુ થઈ જાય છે. ખરેખર તો તેણે પોતાનું મૃત્યુ કાચની આંખ વાળી છોકરીની આંખમાં જોયું હતું અને આજે તે સાચું પડી રહ્યું હતું.
અહીં બીજી બાજુ જેમ્સ હોસ્પિટલમાં હોય છે .કેમકે તેને ખૂબ લાગ્યું હોય છે. ત્યારે તેને સરકાર તરફથી એક પત્ર મળે છે. જેમાં તેને એવું કહેલું હોય છે કે તારે યુદ્ધમાં સૈનિક બનવું પડશે .હવે જેમ્સ યુદ્ધ માટે નીકળી જાય છે. અહીં તેને ત્રણ વર્ષ રહેવું પડશે. પરંતુ જો તેને મુશ્કેલ કાર્ય મળે તો તેને એક વર્ષ પહેલા રજા મળી શકે અને જેમ્સ જેસિકા સાથે જેટલું જલ્દી બની શકે એટલું જલ્દી મળવા માંગે છે. એટલે તે મુશ્કેલ કામ લે છે અને તેને બીજા દેશમાં ઉતારે છે. અહીંથી તેને અમુક દસ્તાવેજો લાવવાના છે. તે એ જગ્યાએ પહોંચી જાય છે જા ઘણા બધા સૈનિકો હોય છે અને ત્યાં જ દસ્તાવેજ હોય છે. આ દસ્તાવેજો આર્મી ઓફિસર પાસે હોય છે અને જેમ્સ તેમની પાસે પહોંચી જાય છે. આ બંને ઓફીસર જેમ્સને પોતાની કરાટે ની કળાથી બીવડાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે જેમ્સ તેમને ઇશારા થી કહે છે કે એક મિનિટ અને તે પોતાની આંખો ઉપર નાઇટ વિઝન ગ્લાસેસ( કે જેનાથી અંધારામાં પણ દેખાય) પહેરી લે છે. ત્યારબાદ તે રૂમની લાઇટ બંધ કરીને બંનેને ખૂબ મારે છે અને તેની પાસેથી તેના દસ્તાવેજોને લઈ લે છે.
તે હવે સંતાઈ રહ્યો હોય છે કેમકે તેને બધા સૈનિકો ગોતી રહ્યા હોય છે. ત્યારે તે એક રૂમ માં સંતાઈ જાય છે. આ રૂમમાં એક નાટક ચાલુ હતું. જ્યાં બે બહેનો પીની અને લીની નાટક કરી રહી હતી. આ બંને જેમ્સ ને જોઈ જાય છે .ત્યારે જેમ્સ તે બંનેને જેસિકા નો ફોટો દેખાડે છે અને કહે છે કે આ છોકરી સાથે મારા લગ્ન થવાના છે. મારે જલ્દી જવું પડશે. સાથે સાથે તે એમ પણ કહે છે કે તમે પણ મારી સાથે ચાલો ત્યાં હું તમને બહુ મોટા સેલિબ્રિટી બનાવી દઈશ.
તો શું જેમ્સ પોતાના દેશ પાછો જઈ શકશે? જાણવા માટે વાંચતા રહો Big Fish....