અનોખું લગ્ન - 9 Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખું લગ્ન - 9

અદ્ભુત અહેસાસ

નિલય એના લગ્ન ની વાત કરે છે, એ એની નેહા સાથે ની પહેલી મુલાકાત ની વાત વિસ્તાર થી કહી સંભળાવે છે.... હવે એ એના જીવન માં નેહા કેવી રીતે પોતાની જગ્યા બનાવી જાય છે એની વાત કરે છે.
એકવાર હું મિત્રો સાથે ફરવા ગયો હતો, ઘરે આવી ને જોયું તો મોટરસાઈકલ ઘર ની બહાર હતી. એટલે અનુમાન લગાવી દીધું કે નક્કી કોઈ મહેમાન આવ્યું હશે. હું ઘર ની અંદર ગયો તો ભાાભી ના પિયર થી એમના ભાઈ આવ્યા હતા. મેં એમની ખબરઅંતર પૂછી ને ત્યાં જ ભાઈ ની બાજુ માં બેેેઠો. એટલે વાત એમ હતી કે એમના કાકા ના છોકરા ના લગ્ન લેેેવાના હોવાથી એ અમને કંંકોત્રી લઈ ને આમંત્રણ આપવા આવ્યા હતા. જતાં જતાં એ કહેેતા ગયાં કે બધા ને આવા નું છે લગ્ન માં. ત્યારે મમ્મી એ કહ્યુ અમારે અહી એ જ દિવસે એક ઓળખીતા ને ત્યાં લગ્ન છે એટલે બધા થી તો નહીં અવાય પરંતુ આ બધાં જરૂર આવશે. એટલેે એમના ભાઈ એ કહ્યુું, ભલે ત્યારે ! તો તમે આવજો, એમ કહી એમને વિદાય લીધી.
લગ્ન માં જવા નું હતું એના આગલા દિવસે મમ્મીએ યાદ કરાવ્યું, ભાભી તો બે દિવસ અગાઉ જ જતા રહ્યા હતા. મારે જવાની જરાય ઈચ્છા નહોતી, એટલે મેં તો મમ્મીને ના જ કહી દીધું. પરંતુ ભાઈ એ કહ્યું ચાલ ને ભાઈ હું ય એકલો પડી જઈશ ત્યાં તું હશે તો સથવારો રહેશે. પહેલા તો ભાઈ ને ય ના જ કહી પણ પછી હું માની ગયો, ને લગ્નની આગલી સાંજે અમે ત્યાં પહોંચી ગયા.
આજે ત્યાં ગરબા નો કાર્યક્રમ હતો. એટલે અમે પહોંચ્યા ત્યારે એની તૈયારી ઓ ચાલુ હતી. ત્યાં બધા બહાર માંડવા નીચે જ બેઠા હતાં, હું અને ભાઈ પણ ત્યાં જઈ ને એમની સાથે બેઠા. હું તો કોઈ ને ઓળખતો નહોતો, એટલે શાંતિ થી બેઠો - બેઠો બધા ની વાતો સાંભળતો હતો ને આજુબાજુ ની તૈયારી ઓ પર નજર કરતો હતો. થોડી વાર બાદ બધા ને જમવા બોલાવ્યા આવ્યા, હું પણ ભાઈ સાથે બેસી ને જ્મ્યો. પછી અમે પાછા બહાર આવી ને બેઠા.
થોડીવાર થઈ ને કોઈ એ બૂમ પાડી, ચાલો ગરબા શરૂ થવાનાં છે. એ બૂમ સાથે જ ઘર ની અંદર થી કંઈક રણકાર નો અવાજ આવવા લાગ્યો. બધી સ્ત્રીઓ પોતાના ઘરો માં સાજ શણગાર કરી રહી હોય એવું જણાતું હતું.
ગરબા નું નામ સાંભળી ને મને ય આનંદ થયો, કારણ કે મને ય ગરબા રમવાનો ઘણો શોખ છે. પરંતુ હું મારા ગામ માં ને મિત્રો સાથે જ ગરબા રમું, આમ બીજા ગામ માં મને ના ફાવે. એટલે આજે અહીં અજાણ્યા ગામ માં તો બધા ને ગરબા રમતા જોઈ ને જ આનંદ લૂંટવા નો હતો. એટલે હું ને ભાઈ ત્યાં ગરબા રમવાના મેદાન ની બહાર થોડે દૂર ખાટલામાં બેઠાં. ગરબા શરૂ થયા, એ સાથે જ ચારે કોર ગીતો ની રમજટ ય જામી. બે - ત્રણ નાની છોકરીઓ આવી ને ગરબા રમવાના શરૂ કર્યા.પછી થોડી સ્ત્રીઓ આવી ને આમ ધીરે ધીરે મેદાન ભરાવા લાગ્યું. આમ ને આમ અડધો કલાક વિતી ગયો. મને હવે કંટાળો આવતો હતો આમ બેસી રહી ને, એટલે મને થયું ભાઈ ને કહેવા દે થોડીવાર આમ આંટો મારી આવીએ.
હું એવું કેહવા માટે ભાઈ ની તરફ વળ્યો ને છોકરીઓ નું એક ટોળું આવતું દેખાયું, અંધારાં ને કારણે કંઈ સ્પષ્ટ ના દેખાયું . થોડી વાર પછી જ્યારે એ લોકો નજીક આવ્યા ત્યારે એ ઓળખાયા.
એ એની બહેનપણીઓ સાથે આવી રહી હતી, હા એ નેહા હતી. હું તો જાણે કોઈ પરી આવી રહી હોય એમ એનું જિણવટભયુઁ નિરિક્ષણ કરવા લાગ્યો.
આસમાની રંગ ની ચણિયાચોલી માં એ ખૂબ જ સુંદર લાગતી હતી. એના ખુલ્લાં કાળા કેશ વાયરા ની સાથે લહેરાઈ રહ્યાં હતાં. એના કાન માંની બુટ્ટી તેના લાંબા ચહેરા ને મેળ ખાઈ એવી જ હતી. એની આંખો માં કંઈક અલગ પ્રકારનું તેજ હતું. એ બોલતી હતી ને ત્યારે એના હોઠો માં ઉઠતા વળાંકો થી બનતા ધ્વનિ ને સાંભળવા આ ગીતો ના ઘોંઘાટ માં ય જાણે હું મથતો હતો.
એ આવી ને મેદાન તરફ ગઈ, ને હું પાગલ ની જેમ એને તાકી રહ્યો. અચાનક ખબર નહીં મને શું થઈ ગયું હતું. આ પ્રકાર ના વિચારો મન માં ક્યારેય આવ્યા ન‌હતા. આ અનુભવ જ કંઈ અલગ પ્રકારનો હતો. મેં એને આની પહેલા ય ઘણી વાર જોઈ હતી, પરંતુ આટલું જિણવટભર્યુ અવલોકન ક્યારેય નહોતું કયુઁ. ખબર નહીં કેમ મને આજે એને વારે - વારે જોવાનું મન થતું હતું. જ્યારે ગરબા રમતી - રમતી હું જ્યાં બેઠો હતો ત્યાં આવતી ત્યારે એકીટશે એની તરફ જોયા કરતો, જાણે ખોવાઈ જ જતો. જેમ - જેમ એ આગળ જતી ને દેખાતી બંધ થઈ જતી એમ હું પાછો હકીકત માં આવી જતો.
આમ ને આમ મધરાત થઈ ગઈ. ગરબા રમતી સ્ત્રીઓ ની સંખ્યા પણ હવે ઓછી થતી ગઈ. એટલે હવે નેહા વારે વારે દેખાતી હતી. ગરબા રમવાના શરૂ કર્યા ત્યારબાદ એ એકેય વાર બહાર આવી નહોતી એ દર્શાવતું હતું કે એને પણ ગરબા રમવાનો ઘણો શોખ હશે. ખબર નહીં કેમ પણ એને પણ મારી જેમ ગરબા રમવા ગમે છે એવું વિચારીને ય મને બહુ ખુશી થતી હતી. હું મન માં ને મન માં હરખાતો હતો.
મોડી રાત્રે ગરબા બંધ થયા ને બધા સૂવા ગયાં. હું પણ ભાઈ સાથે ગયો, પરંતુ નેહા ની આ ઝલક મને સૂવા દેતી નહોતી. અને એના વિચારો ને વિચારો માં જ ક્યારે આંખ મીંચાઈ ગઈ એ ખબર જ ના રહી......


નિલય ના મન માં જન્મેલા આ ભાવો શું એ નેહા સામે વ્યક્ત કરી શકશે???.... એ કેવી રીતે એના મન ની વાતો સાથે ના સંઘર્ષ માં આગળ વધી શકશે???.......જાણો આવતા ભાગ...... મન નો સંઘર્ષ...... માં...