પ્રારબ્ધ નો ખેલ - ભાગ 9 Kiran દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

  • જે ભગવાનના થયા.

      ગોવર્ધન ગીરધારી ગોવર્ધન તત્વજ્ઞાનિક અર્થ છે – જીવનમાં પ્રક...

શ્રેણી
શેયર કરો

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 9

'અદેખાઈ '

શ્યામા અને સુનંદા રાત્રે જમી પરવારી ને સુવાની તૈયારી કરતા હતા. શ્યામા તો આખા દિવસ ની થાકી ગયેલી હતી એટલે તરત જ ઊંઘી ગઈ. પણ સુનંદા હજુ જાગતી હતી અને પથારી માં પડી ઊંડા વિચારો માં ખોવાયેલી હતી.
અનુરાધા આમ સુનંદાને વિચારમગ્ન જોઈ થોડા ડર સાથે કેહવા લાગી, 'બેન તું ખોટું ના લગાડ તો એક વાત પુછુ?? '
સુનંદા તો આજે મનોમન ખૂબ ખુશ હતી એટલે એણે અનુ નો હાથ પકડી કહ્યું, 'અરે વ્હાલી!!!ખોટું શુ લગાડવાનું એમાં?? તું તારે પૂછ જે પૂછવું હોય એ !!
સુનંદાને આમ અતિશય ખુશ જોઈ અનુરાધા અચરજથી પૂછવા લાગી, 'બેન તું હમણાં બહુ ખોવાયેલી રહે છે, ઘરના કામમાં તારું ધ્યાન પણ ઓછું લાગે છે. કાંઈ થયું છે??
સુનંદા તો હસીને કહેવા લાગી, 'ના અનુ, એવું કાંઈ નઈ !!'આમ કહી થોડી શરમાય ગઈ.. સુનંદા એ વાત વાળતા કહ્યું, 'અનુ એ બધું મૂક !!હું તને આજના દિવસ ની વાત કરું તો વીરુ આજે એના મામાની છોકરી પ્રિયંવદા ને પણ જોડે રમવા લઇ આવેલો, અમે ત્રણેય જોડે જ રમતા હતા.'
અનુરાધા એ મસ્તી કરતા કહ્યું, 'ઓહો હો !!!!તો વીરુ કોઈ છોકરી ને પણ જોડે લાવેલો!!!સુનંદા એ હસતા કહ્યું, 'ના એવું કાંઈ નઈ !!એ તો એના મામાની જ છોકરી છે અને એ બન્ને નાનપણ થી જ જોડે હતા. આ તો વીરુ અને એના બાપુ થોડાક મહિનાઓ થી જ અહીં આવેલા છે અને અનુ, તને ખબર?? પ્રિયંવદા એવું પણ કેહતી હતી કે વીરુ સ્વભાવે નીડર અને સાહસી છે સાથોસાથ હેતાળ અને પશુપ્રેમી પણ ખરો !!!!'આમ કહી સુનંદા શરમાય ગઈ.
સુનંદા ને આમ વીરુ ના પ્રત્યેક આદતો અને સ્વભાવ ની અધીરાય થી વાતો કરતા જોઈ અનુરાધા થી ના રહેવાયું એણે મશ્કરી કરતા કહ્યું, 'ઓહોહોહો !!!તને તો આટલા જ દિવસમાં વીરુ ના બધા જ સ્વભાવ ની ખબર પડી ગઈ ને !!!
સુનંદા એ હસતા કહ્યું, 'ના ના... !!!આ તો પ્રિયંવદા અને હું એકલા બેઠા હતા ત્યારે એણે મને કીધેલું એટલે બાકી મને તો શુ ખબર હોય !!!!આમ કહી સુનંદા હસી પડી.
અનુરાધા ને કંઈક નવાઈ લાગતા એણે કહ્યું, 'આ પ્રિયંવદા તો વીરુ ને ખુબ સારી રીતે ઓળખતી લાગે છે... એના બધા જ સ્વભાવ થી પરિચિત છે... પ્રિયંવદા એની મામાની છોકરી તો છે જ પણ એની સાવ નજીક ની અને ખાસ મિત્ર લાગે છે'...
અનુરાધા ના આવા અનુમાન થી સુનંદા જાણે થોડી નિરાશ થઈ ગઈ હોય એવું લાગતું હતું,, આથી અનુરાધા એ પુછ્યું, 'કેમ શુ થયું??? હું કાંઈ ખોટું બોલી?? '
સુનંદા એ આગળ કાંઈ વધુ વાત ના કરતા કહ્યું, 'અનુ, ચાલ અત્યારે હવે સુઈ જઈએ, બહુ મોડું થઈ ગયું. વળી, સવારે વેહલું ઉઠવાનું પણ છે'. આમ કહી સુનંદા એ અનુ ને તો સુવડાવી દીધી, પણ સુનંદા ને ઊંઘ જ નહતી આવતી.
એના(સુનંદા)મનમાં તો પ્રિયંવદા અને વીરુ ની ખાસ મિત્રતા ની વાત ખુંચી રહી હતી. સુનંદા ને મનોમન ઘણા સવાલો સતાવતા હતા કે,.. શુ અનુરાધા નું અનુમાન સાચું હશે???..... શુ પ્રિયંવદા વીરુ ની ખાસ અને સાવ નજીક ની મિત્ર હશે????...... શુ વીરુ પ્રિયંવદા ને મારાથી વધુ સારી માનતો હશે???... આમ મનોમન આ બધું વિચારતા જ સુનંદા સુઈ ગઈ.
બીજા દિવસે જયારે સુનંદા જંગલ માં શ્યામા જોડે ગઈ પછી રોજ ની માફક વીરુ ને ત્યાં રમવા ગઈ. પ્રિયંવદા પણ ત્યાં આવી હતી. પ્રિયંવદા ને જોતા જ સુનંદા ને ગઈ રાતે અનુરાધા નું અનુમાન યાદ આવી ગયું. પણ એ પછી બહુ ના વિચારતા વીરુ અને પ્રિયંવદા જોડે રમવા લાગી.
રમતા રમતા અચાનક સુનંદા થી અજાણતા પ્રિયંવદા ને ધક્કો લાગી ગયો અને પ્રિયંવદા નીચે જમીન ઉપર પડી ગઈ. વીરુ તરત જ દોડી ને આવ્યો અને પ્રિયંવદા ને ઉભી કરી એનો ધૂળ વાળો થઈ ગયેલો હાથ લૂંછી પૂછવા લાગ્યો, 'પ્રીયુ, કાંઈ વાગ્યું તો નઈ ને??અહીં થોડીવાર બેસી જા.... 'આમ કહી એણે એનો હાથ પકડી થોડીવાર નીચે બેસાડી.
વીરુ ની આમ પ્રિયંવદા પ્રત્યે ની ચિંતા જોઈ સુનંદા ઉપર તો જાણે કાળું વાદળ છવાઈ ગયું હોય એમ સાવ મૌન અને હતાશ થઈ ગઈ. વીરુ ને પ્રિયંવદા ની નજીક બેસી એની સંભાળ લેતા જોઈ સુનંદા ની આસપાસ તો જાણે ગમગીન વાતાવરણ છવાય ગયું. એને પ્રિયંવદા ની અતિશય અદેખાઈ થવા લાગી.એની હાથ ની આંગળી ઓ માં પણ ધ્રુજારી ચડવા લાગી હતી. પોતે જાણે એક સુકાય ગયેલ વૃક્ષ બની ગઈ હોય એમ લાગતું હતું.
આમ સુનંદા ને એકલી ચુપચાપ ઉભી જોઈ વીરુને થયું એને પ્રિયંવદાને ભૂલથી ધક્કો મારવાનો અફસોસ થતો લાગે. એટલે વીરુ નિખાલસ ભાવે બોલ્યો, 'સુનંદા, એમાં શુ ડરી ગઈ???? રમત માં આવુ તો ચાલ્યા કરે !!!!આમ પણ પ્રિયુ રમવામાં થોડી ઉતાવળી છે '. આમ કહી વીરુ પ્રિયંવદા ની સામે જોઈ હસ્યો અને કહ્યું, 'ખરું ને પ્રીયુ!!!!'... આમ પ્રિયંવદા પણ વીરુ ની સામે હસતા હસતા બોલી, 'હાસ્તો વીરુ !!!તને તો મારી ખબર જ છે. નાનપણ થી જ જોડે રમ્યા એટલે !!!આમ કહી બન્ને મજાક કરવા લાગ્યા.
આમ બન્ને ને એકબીજા સામું મજાક કરતા જોઈ સુનંદા નો જીવ તો જાણે બળી ને રાખ થઈ ગયો હતો. હવે તો સુનંદા થી જરાય એમને જોડે જોઈ શકાય એમ નહતું. એટલે એ કટાક્ષ માં કહેવા લાગી,'પ્રિયંવદા, હજુ કાંઈ નાનપણ ની વાતો કરવાની બાકી છે??? નહીંતર એક કામ કરો તમે વાતો કરો હું અને સેતુ બન્ને પેલી બાજુ જઈને રમીયે.. 'આમ કહી સુનંદા ચિડાય ને સેતુ પાસે જઈ બેસી ગઈ.
વીરુ જાણે સુનંદા નો ગુસ્સો ઓળખી ગયો હોય એમ કહેવા લાગ્યો, 'ચાલ પ્રીયુ હવે રમીયે??? હવે નઈ દુખતું ને???? આમ કહી ફરી એણે સેતુ ની બાજુમાં બેઠેલી સુનંદા ને કીધું, 'સુનંદા ચાલ હવે બધા ભેગા જ રમીયે. આમ પણ હવે જમવાનું ટાણું થઈ ગયું એટલે વધુ વાર રમાશે નહીં.'
આમ વીરુની થોડી જ વાર રમવાની વાત સાંભળી સુનંદા તો પોતાની અદેખાઈ નો ગુસ્સો વીરુ ઉપર ઉતારતી હોય એમ કેહવા લાગી, 'હા હવે જમવાનું ટાણું થઈ ગયું નઈ???? ચાલો તો હવે શુ રમવું??? જમવા જ જતા રઇયે.'આમ કહી બધા જમવા ગયા. શ્યામા વીરુ માટે અડદ ની દાળ ને રોટલો લાવેલી એ પણ ખાધું પછી બધા થોડી વાર આરામ કરવા બેઠા.
આરામ કરવા બેઠા હતા ત્યાં પ્રિયંવદા ને અચાનક ઊંઘ ચડી ગઈ. શ્યામા પણ સૂતી હતી. આ બાજુ વીરુ સેતુ ને ખોળામાં બેસાડી રમાડતો હતો. સુનંદા ટગર ટગર વીરુ સામે જોઈ રહી હતી. પ્રિયંવદા ને સૂતી જોઈ સુનંદા વીરુ ની પાસે ગઈ અને કહેવા લાગી, 'ચાલને વીરુ પેલા સામેના ઝાડ નીચે બેસીયે મારે થોડી વાતો કરવી છે તારી જોડે '.
વીરુ અધીરાય થી કહેવા લાગ્યો, 'તે તો મારાં મન ની વાત કહી દીધી, હું હમણાં તને એ જ કહેવાનો હતો. ચાલ જઈએ !!!!.આમ કહી બન્ને સામેના ઝાડ નીચે બેસવા જતા રહ્યા.
ત્યાં જઈ થોડી વાર બેસી અહીં તહીં ની વાતો કરી પછી સુનંદા એ પૂછી લીધું, 'વીરુ તું આ પ્રિયંવદા ની કંઈક વધુ જ ચિંતા કરે છે કે???? તું એને બહુ ખાસ માને છે કે???પ્રિયંવદા પણ તને ખૂબ સારી રીતે ઓળખે છે... તમે બન્ને સાવ નજીક ના મિત્ર જ છો કે......???'આમ પોતાના મનમાં ઉદભવતા દરેક સવાલો નો સુનંદા એ વીરુ ની સામે ઘટસ્ફોટ કરી નાખ્યો.
વીરુ જાણે કે સુનંદા ની પ્રિયંવદા પ્રત્યે ની અદેખાઈ બારીકાય થી સમજી ગયો હોય એમ થોડી વાર તો મૌન રહી સુનંદા ની સામું નિખાલસતા થી જોયું અને થોડુંક અમથું હસ્યો પછી કેહવા લાગ્યો, 'સુનંદા તારા બધા સવાલો બરોબર જ છે.... પણ... એક સવાલ મને થોડોક ખુંચે છે..
હવે આ સવાલ કયો હશે???... અને વીરુ ને કેમ ખુંચયો???.... વીરુ બાકી ના સવાલો નો જવાબ શું આપશે??? એ આવતા..... ભાગ 10...."ચોખવટ "......માં