સંબંધોની કસોટી - 4 ક્રિષ્ના પારેખ_ક્રિયશ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધોની કસોટી - 4

'શું કહેવું છે નીલ બોલને ' નેત્રાએ નીલનો હાથ પોતાના હાથ વચ્ચે મૂકીને પૂછ્યું.

'નેત્રા....હું બહુજ નાનો હતો કદાચ 2-3 મહિનાનો જ અને મારાં પપ્પા અમને મૂકીને ચાલ્યા ગયા. મારી મમ્મીએ જ મને મા અને બાપ બન્નેનો પ્રેમ આપ્યો છે. હું સમજણો થયો અને સ્કૂલ જતો થયો તો ત્યાં મારાં ફ્રેન્ડ્સના પપ્પા બધી ઈવેન્ટ્સમાં આવે, એટલે હું મમ્મીને પૂછતો કે મમ્મી મારાં પપ્પા ક્યાં છે તો એ એમ જ કહેતી કે એ હવે આપણી વચ્ચે નથી ભગવાનના ત્યાં છે, હું હાઈસ્કૂલમાં આવ્યો ત્યારે મને એ જૂઠું લાગવા લાગ્યું. મને મારાં પપ્પા મને અને મમ્મીને છોડીને જતા રહ્યા હશે. કારણકે મને ક્યારેય મમ્મીએ ડૅડનો ફોટો પણ બતાવ્યો નથી એમની કોઈજ નિશાની રાખી નથી અને જયારે હું એના વિશે પૂછતો તો કહેતી કે આપણે પહેલા બીજા ઘરમાં રહેતા હતાં ત્યાં આગ લાગી હતી અને બધું બળી ગયું હતું, મારી મમ્મી એ જૉબ ઘર અને મને બધુ એકલીએ જ સાંભળ્યું....હું આજે તને એને મળાવા માટે લઈ જઉં એ પહેલા મારે તને આ વાત કરવી જરૂરી હતી એટલે પહેલા અહીંયા લાવ્યો. "
નેત્રાની આંખોમાં જળજળીયા આવી ગયા હતાં તે ખૂબજ પ્રેમથી બોલી, "હવે જઈએ મમ્મીને મળવાં માટે !!??"

નીલ નેત્રાને પોતાના ઘરે લઈને આવે છે. નીલ અંદર ઘરમાં આવે છે અને એની મમ્મીને બુમ પાડે છે.
'મમ્મી.... મમ્મા..... ક્યાં છે?? ' માલિનીબહેન ઉપર રૂમમાંથી નીચે આવે છે. 'શું થયું?? કેમ બૂમાબૂમ કરે છે !!'
'આ બધુ ખુલ્લું મૂકીને ઉપર શું કરતી હતી? '
'હવે તને પૂછીને મારે ઘરમાં ફરવાનું. સવારે ઉઠીને કયારેય તારો રૂમ જોયો છે,નાહીને ટુવાલ બેડ પર જ હોય, બ્લૅન્કેટ વાળ્યું ના હોય, કૉલેજ જતા પહેલા દસ જોડી કપડાં ચેન્જ કરે છે એ પણ બેડ પર જ હોય, સૉક્સ ક્યારેય ધોવા આપવાના નઈ ત્યાં જ પડ્યા હોય.. આ બધું કોન ભૂત આવીને કરે છે !!??'
માલિનીબહેને ફરિયાદ કરતા હોય એમ કહ્યું.
' ઓકે... ઓકે... મારી મા.. બસ.. મારી ફ્રૅન્ડ આવી છે ને તું મારી બધી પોલ ખોલે છે ' નીલ રીસામણા અવાજે બોલ્યો.
માલિનીબહેન નું ધ્યાન નેત્રા તરફ હતું જ નહી.. પછી એમનું ધ્યાન નેત્રા બાજુ જાય છે જયારે નીલ કહે છે.
' જય શ્રી ક્રિષ્ના.. આંટી.. '
'જય શ્રી ક્રિષ્ના બેટા ... અરે આવ આવ.. બેસ ' માલિનીબહેન નેત્રાને આવકારો આપીને સોફા પર બેસવા કહે છે, 'નીલ.... ઊભો કેમ છે જા.. જઈને પાણી લઈ આવ. '
નીલ પાણી લેવા અંદર રસોડામાં જાય છે. ત્યાં સુધી માલિનીબહેન નેત્રા સાથે વાત કરે છે...
' તું અને નીલ એક જ કૉલેજમાં છો? '
'હા.. આંટી.. '
નીલ અંદરથી બુમ પાડીને કહે છે, ' મમ્મી... આ દિવ્યાની ફ્રૅન્ડ છે '
'ઓહ... દિવ્યા અહીંયા હતી ત્યારે તું જ આવી હતીને? '
'હા.. આંટી '
માલિનીબહેન કઈ પણ પૂછે નેત્રા એનો જવાબ ફક્ત હા કે ના માં જ આપતી હતી. એટલે એ જોઈને માલિનીબહેન હસ્યા અને નીલ સામે જોઈને બોલ્યાં, 'નીલ... તારી ફ્રૅન્ડ તો ખાલી હા કે ના માં જ જવાબ આપે છે... બહુજ શાય નૅચરની લાગે છે. ' પછી નેત્રા સામે જોઈને બોલે છે, ' સારું થયું તું આવી... આપણે વાતો પણ થશે અને મારું કામ પણ થઈ જશે... મારે હમણાં એક ફંકશનમાં બહાર જવાનું છે તો તું મને સાડી સિલેક્ટ કરવામાં અને એના મેચિંગ જ્વેલરીમાં તો મદદ કરી જ શકે... તારે મોડું તો નથી થતું ને? '
'અરે.. ના ના મોડું તો બિલકુલ નથી થતું મને તો બહુજ ગમે એ બધું.. એન્ડ મારાં ફ્રેન્ડ્સને પણ મારું ડ્રેસિંગ સૅન્સ ખૂબજ ગમે છે '
નીલ પણ માલિનીબહેન અને નેત્રા જોડે આવવા જતો હતો એટલે માલિની બહેન એની સામે જોઈને બોલ્યાં. 'તું ક્યાં આવે છે ભાઈ !!! ' અને પછી નેત્રા ની સામે જોઈને કહે છે, 'તે નીલના હાથની બનેલી મેગી ટૅસ્ટ કરી છે.. મસ્ત બનાવે છે.'
નેત્રા તરત જ બોલી, 'હા આંટી.. બહુજ મસ્ત હોય છે..મે એને કહ્યું પણ હતું કે દર મહિને મારાં માટે બનાવીને લાવજે '
' હા હા.. જઉં છું બનાવા.. ' નીલ નેત્રા સામે મોઢું મચકોડી ને રસોડા તરફ જાય છે અને જતા જતા નેત્રાને માલિનીબહેન ને ઈમ્પ્રેસ કરવાનો ઈશારો કરતો જાય છે. નીલ પણ ઈચ્છતો હતો કે બન્ને થોડો સમય એકબીજા જોડે પસાર કરે.
માલિનીબહેન નેત્રાને એમના રૂમમાં લઈ જઈને કબાટ ખોલીને બતાવે છે, 'બેટા... એમાંથી કોઈ પણ બે સાડી પસંદ કર. ' નેત્રા કબાટની અંદર રહેલી સાડીઓ તરફ નજર કરે છે... અને એમાંથી ડાર્ક મર્જન્ટા કલરની ગોલ્ડન બોર્ડર વાળી સિલ્કની અને બીજી મરૂન લાલ કલરની એમાં નૅવી બ્લ્યૂ કલરની પ્રિન્ટ અને ગોલ્ડન બોર્ડર વાળી સાઉથ કૉટન સાડી પસંદ કરીને કાઢે છે. એ જોઈને તરત જ મલિની બહેનની આંખોમાં એક ચમક આવી જાય છે અને કહે છે, 'વાહ.. બેટા.. આ બન્ને મારી ફેવરિટ સાડીઓ છે હવે જ્વેલરી '
જ્વેલરી બોક્સ ખોલીને નેત્રા સિલ્કની સાડી માટે મોતીનો નૅકલેસ અને સાઉથ કૉટન સાડી માટે જડતરનો નેકલેસ કાઢીને આપે છે.
'કહેવું પડે હો... તારી ફ્રેન્ડ્સ સાચુજ કહે છે કે તારી ડ્રેસિંગ સૅન્સ ખૂબજ સરસ છે.. તને આ બન્નેમાંથી કઈ ગમે છે. '
નેત્રાએ આંગળી નો ઈશારો કરીને સાઉથ કૉટન સાડી બતાવી. માલિની બહેન તે સાડી અને એણે જ પસંદ કરેલો નૅકલેસ લઈને નેત્રાને હાથમાં આપીને પ્રેમથી એના માથે હાથ ફેરવે છે અને કહે છે, 'આજથી આ તારી... ખાલી આજ નહી આમાં જે છે એ બધીજ..'
'અરે... આંટી.. મારાથી ના લેવાય '
'કેમ ના લેવાય... મારી વહુનો મારી બધીજ વસ્તુઓ પર હક છે.. તમને શું લાગ્યું મને ખબર નથી પડતી.. જ્યારથી નીલે કૉલેજમાં જવાનું ચાલું કર્યું ત્યારથી જ એના વર્તન પરથી મને ખ્યાલ આવી ગયો હતો... સંભાળ હવે... નીલ ને નથી ખબર.. ચલ થોડો હેરાન કરીએ મજા આવશે ' માલિની બહેને નેત્રાને હસીને આંખ મારતા કહ્યું. નેત્રાએ તરતજ માલિનીબહેનને પગે લાગીને આશીર્વાદ લીધા.
નીલ ઉપર રૂમમાં ત્રણ પ્લેટસ લઈને આવે છે. ત્રણે નાસ્તો કરે છે. માલિનીબહેન બેડ પર બેઠાં હોય છે એમની સામે નીચે ઘોઠણિયાભેર બેસીને નીલ એનો હાથ પોતાના હાથમાં લે છે ને કહે છે, ' મમ્મી.. તને એક વાત કરવી હતી... પણ શું કહું... મમ્મી...હું નેત્રાને ખૂબજ ચાહું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું '
માલિનીબહેન ગુસ્સા સાથે કહે છે, ' શું બોલ્યો....મારાં કેટલા અરમાન હતાં તારા માટે વહુ શોધવાના.. હે ભગવાન !!! આજના છોકરાઓને એમના માં-બાપની કંઈજ ચિંતાજ નથી... લાગણી જ નથી રહી. ' આ સાંભળીને નીલને ધ્રાસ્કો લાગે છે અને આજીજી કરે છે, 'મમ્મી.... પ્લીઝ આવું ના કહીશ. હું એને ખૂબજ ચાહું છું. નેત્રા ખૂબજ સારી છોકરી છે. ' નીલ ખૂબજ ટૅન્શનમાં આવી જાય છે એની આવી હાલત જોઈને માલિનીબહેન અને નેત્રા ખડખડાટ હસવાનું રોકી નથી શકતા.. માલિનીબહેન નીલને ઊભો કરીને બાજુમાં બેસાડતા કહે છે, 'નીલુ...સૉરી બેટા..આ મજાક માટે.. મારી વહુને તો મે ક્યારનું પણ શગુન આપી દીધું. '
'અરે... આટલી બધી વાત થઈ પણ મને મારી વહુનું નામ તો કહે.. તું બે વાર બોલ્યો પણ મારું ધ્યાન નહતું.. આટલા બધા પ્રશ્નો પૂછ્યા પણ નામ તો પૂછ્યું જ નઈ ' માલિનીબહેને હસતા હસતા કહ્યું.
આ વાત સાંભળીને નીલ ખડખડાટ હસી પડ્યો ને બોલ્યો, 'લે.. જે પૂછવાનું હતું એતો પૂછ્યું જ નઈ '
નેત્રા નીલ સામે જોઈને બોલી, 'તે હજુ મારું નામ પણ નથી કહ્યું... સો બેડ નીલ... ' પછી માલિનીબહેન સામે જોઈને બોલી, 'નેત્રા... શાહ... '
માલિનીબહેન નામ સાંભળીને ચમક્યા અને બોલ્યાં, 'નેત્રા... યુનિક નામ છે.. ' 'હા.. મારા પપ્પાએ રાખ્યું છે. ' નેત્રનું નામ એના પપ્પાએ રાખ્યું છે એ સાંભળીને માલિની બહેને પૂછ્યું, 'નેત્રા નિશિથ શાહ?? ' નેત્રા ખુશ થતા બોલી, 'હા.. તમે ઓળખો છો મારાં પપ્પાને. ' આ વખતે માલિનીબહેને માત્ર હુંકાર માં જવાબ આપ્યો અને પૂછ્યું, 'તારી મમ્મી કેમ છે? હું અહિયાંથી કૅનેડા ગઈ પછી કોઈને પણ મળી નથી '
નેત્રાએ ધીમા અવાજે કહ્યું, 'હું આઠ વર્ષની હતી ત્યારેજ મમ્મી એની બીમારીમાં.... ' આગળ નેત્રા કશું બોલી ના શકી એની આંખોના ખૂણા ભીના થઈ ગયા. માલિનીબહેને નેત્રાને ખૂબજ પ્રેમથી ભેટી લીધી અને માથે હાથ ફેરવતા કહ્યું, 'હું છું ને હવે. '
નેત્રાની નજર સામે લટકાવેલી ઘડિયાળ પર પડી અને તરત જ ભડકી, 'ઓહ.. નો.. લૅટ થઈ ગયું.. મારે નીકળવું પડશે. ' બધા નીચે આવે છે માલિનીબહેન નેત્રાને જતી વખતે કહે છે, 'નેત્રા બેટા.. તારા પપ્પાને હમણાં મારાં વિશે ના કહેતી.. નીલ એક વાર એમને મળીલે પછી હું જાતે જ ફોને કરીને કે રૂબરૂ આવીને વાત કરીશ. ' નેત્રા એ ડોકું હલાવીને હા પાડી અને નીકળી ગઈ. નેત્રાના ગયા પછી નીલે પૂછ્યું, 'કેમ મમ્મી તે નિશિથ અંકલને હમણાં તારા વિશે કઈ કહેવાની ના પાડી? ' 'છે એક કારણ તને સમય આવશે ત્યારે કહીશ ' પછી નીલ ઉપર એના રૂમમાં જાય છે અને માલિનીબહેન નીચે સોફા પર બેસીને પોતાના ભૂતકાળમાં સરી પડે છે.

(ક્રમશઃ )