sambandhoni kasoti - 2 books and stories free download online pdf in Gujarati

સંબંધોની કસોટી - 2

સવારે છ વાગે નીલનાં મોબાઇલમાં એલાર્મ વાગ્યું. નીલ સફાળો પલંગમાં બેઠો થઈ ગયો અને વિચારવા લાગ્યો કે ફાઈનલી આજે એ નેત્રાને મળશે અને કૉલેજ જવામાં થોડું પણ મોડુંનાં થાય એના માટે એ આજે વહેલો ઉઠ્યો.
'ઓકે.. નીલ મહેતા.. ચલો હવે ફટાફટ રેડી થઈ જાઓ ', નીલ મનમાં બબડ્યો અને બાથરૂમ માં ગયો.
બ્રશ કરતા કરતા તે અરીસામાં જોઈને બોલ્યો, "નીલ... કૉલેજ ખાલી નેત્રાને જોવા માટે નઈ ભણવા માટે પણ જાય છે, સો ફર્સ્ટ પ્રીયોરીટી ઇઝ યોર સ્ટડી ઓકે..હમમ ગુડ બૉય. "
નાહ્યાં પછી નીલએ સાત વાર કપડાં બદલ્યા અને છેવટે ડાર્ક બ્લ્યૂ કલરનું એમાં વ્હાઇટ સ્ટ્રીપ્સ વાળું ટી-શર્ટ અને લાઈટ બ્લ્યૂ કલરનું જિન્સ પહેર્યું. પછી પરફયુમ સ્પ્રે કર્યું. એને ઘડિયાળમાં જોયું તો સાત વાગી ગયા હતાં અને ઘરથી કૉલેજનો રસ્તો પંદર મિનિટનો.
નીલ ઉપર એના રૂમમાંથી નીચે આવ્યો એને જોયું તો એની મમ્મી ન્હાવા ગઈ હતી. એટલે નીલે કિચનમાં જઈને જાતે જ બે કપ ચા બનાવી દીધી ત્યાં સુધીમાં એની મમ્મી પણ આવી ગઈ.
" હે.. ભગવાન હું કોઈ સપનું તો નથી જોઈ રહીને..નીલ મહેતા જે સવારે દસ વાગે પણ બિસ્તર માંથી ઉભા થવાનું નામ નથી દેતા એ આજે સાત વાગે ઉઠીને રેડી પણ થઈ ગયા અને ચા પણ જાતે બનાવી દીધી..સારુ તું ચા ટેબલ પર લઈજા હું તારા માટે નાસ્તો બનાવી દઉં "
"ના ના.. મમ્મી મારે લૅટ થઈ જશે.. હું કૅન્ટીનમાં નાસ્તો કરી લઈશ "
"અરે બેટા બધું રેડી જ છે નઈ વાર લાગે તું હજુ તો તારું બાઈક પણ ચમકાવીશ "
માલિનીબહેને ફટાફટ બટાકા પૌંવા બનાવીને ડબ્બો પેક કરી દીધો . નીલ ઘરેથી નીકળ્યો ત્યારે સાડા સાત થઈ ગયા હતાં.

ઘરેથી નીકળીને હજુ થોડો આગળ જ ગયો ત્યાં એના બાઈકમાં પંક્ચર પડ્યું.
"ઓહહ.. શીટ.. આ પંક્ચરને પણ અત્યારે જ પડવાનું હતું "
આજુબાજુમાં નજર કરી ત્યાં એક નાનું ગૅરેજ દેખાયું. નીલ ત્યાં બાઈક લઈને ગયો. અને પંક્ચર કરવા માટે કહ્યું, "ભૈયા.. જલ્દી પંક્ચર બનાવીદો કૉલેજ પહોંચવાનું છે "
"હા.. સાહબજી પંક્ચર તો હમ બના દેંગે પર તનિક દેરી હોગી " પંક્ચર વાળાએ મોઢામાં માવો દબાવતા કહ્યું.
"ઓ ભાઈ.. દેરી-બેરી નઈ જલ્દી કર "
ગૅરેજ વાળો ભૈયો એકદમ ઠંડા અવાજે બોલ્યો, "સાહબજી.. જીતની જલ્દી હોગા હમ દેખતે હે.. આપ તનિક બૈઠીએ તો સહી "
નીલ એ ફરી ઘડિયાળમાં જોયું પોણા આઠ થઈ ગયા હતાં. એટલામાં નેત્રનો ફોન આવ્યો, "હેલો.. નીલ ક્યાં છે?? હું રાહ જોવું છું.. "
"સૉરી.. સૉરી.. નેત્રા તું ક્લાસમાં જતી'રે મારે વાર થશે થોડી બાઈક માં પંક્ચર પડ્યું છે "
"હા ઓકે.. નો પ્રોબ્લેમ ક્લાસ તો જોયો છેને તે? "
"હા જોયો છે હું આવી જઈશ "

નેત્રા ક્લાસમાં જાય છે અને જગ્યા શોધીને બેસી જાય છે એટલામાં એની બહેનપણી ધ્રુવી આવે છે અને એની બાજુમાં બેસવા જાય છે..
"ધ્રુવી.. ધ્રુવી..અહીંયા નહિ આ બાજુમાં આવીજા એક ફ્રૅન્ડ આવે છે " એને ધ્રુવીને અંદરની બાજુ બેસાડી.
"કોણ ફ્રૅન્ડ?? પેલો સીડી જોડે ઊભો હતો અને હેલ્પ માંગી હતી એ!!??"
"હા એજ " આટલું બોલી નેત્રાએ ઝડપથી બેગ માંથી બુક કાઢી અને વાંચવા લાગી.
ધ્રુવી પણ નેત્રાને ચિડાવતી હોય એમ નેણ ચઢાવીને બોલી, "સહી હે બેટા.. એક લડકે કે લીયે અપની દોસ્તકો ભૂલ ગઈ.. ક્યાં ઝમાના હે..!!!"
"એવુ કંઈ નથી ઓકે.. " આટલું બોલીને એની નજર દરવાજા બાજુ ગઈ.

નીલ આવી ગયો હતો એને જોઈને બે ઘડી તો નેત્રા એમજ એને જોઈ રહી.. પછી બૂમ પાડી, "નીલ.. અહીંયા "
નીલએ નેત્રા બેઠી હતી એ બાજુ જોયું અને બીજી ચાર-પાંચ બૅન્ચ વાળાનું પણ ધ્યાન ગયું. નીલ આવીને નેત્રાની બાજુમાં બેસી ગયો. નીલને નેત્રાની બાજુમાં બેઠેલો જોઈ ક્લાસના આઠ-દસ છોકરાઓના દિલના ટુકડે-ટુકડા થઈ ગયા.
"હાશ.. ટાઈમથી પહોંચીતો ગયો ", નીલ એ નેત્રા સામે જોઈને હાથરૂમાલથી પરસેવો લૂછતાં કહ્યું.
"બાય ધ વે.. ટૂડૅ યૂ આર લૂકિંગ ગૉર્જિયસ ઈન ધ પિન્ક " નીલે નેત્રાનો લાઈટ પિન્ક ડ્રેસ જોઈને એના વખાણ કરતા કહ્યું. નેત્રા પિન્ક અને વ્હાઇટ પટિયાલા ડ્રેસમાં ખુબજ સુંદર લાગી રહી હતી. એના વાળ પણ હજુ સુકાયા નહતા ભીના ભીના વાળમાંથી મોંઘા શેમ્પૂની સુગંધ આવી રહી હતી.

"થૅન્ક યૂ સો મચ નીલ.. હેય.. શી ઇઝ માય ફ્રૅન્ડ ધ્રુવી એન્ડ ધ્રુવી હી ઇઝ નીલ "
"હાઈ.. ધ્રુવી "નીલે આંખ મિચકારીને સહેજ ડોક નમાવીને કહ્યું સામે ધ્રુવી એ પણ હાથ હલાવીને હાઈ કહ્યું.
હજુ આ બધી વાત ચાલતી જ હતી ત્યાં મીરાં મૅડમ અને પ્રિન્સિપાલ ડૉ. દેસાઈ ક્લાસમાં આવ્યા બધા વિદ્યાર્થીઓ એ ઉભા થઈને માન આપ્યુ.
"સીટ ડાઉન ઓલ ઓફ યૂ, આઈ એમ હિઅર ફોર વન સ્પેશ્યિલ રિઝન.. "આટલું કહીને ડૉ. દેસાઈ ક્લાસમાં નજર ફેરવે છે અને નીલ ને પોતાની જોડે બોલાવે છે ને કહે છે, "હી ઇઝ યોર ન્યૂ ક્લાસમેટ નીલ મહેતા.. ફ્રોમ કૅનેડા.. અહીંયા એના માટે બધું નવું છે તો એને સ્ટડીમાં અને કૉલેજમાં તમે બધા તેને મદદરૂપ થશો એવી આશા રાખું છું. "
નીલે ડૉ. દેસાઈ નો આભાર માન્યો અને પોતાની જગ્યાએ જઈને બેસી ગયો.

બધા લેકચર પતાવીને ધ્રુવી, નેત્રા અને નીલ કૉલેજના ગાર્ડનમાં આવીને બેઠાં. ધ્રુવીને ઘરે જલ્દી પહોંચવાનું હોઈ તે નીકળી ગઈ.
"હેય.. હું નાસ્તો લઈને આવ્યો છું. " નીલે ડબ્બો કાઢતાં કહ્યું. નેત્રાએ એમાંથી જેવી એક ચમચી બટાકાપૌંવા ખાધા અને તરત જ બોલી, "યમમ........... યાર બહુજ મસ્ત છે "
"હોય જ ને માલિનીબહેન ના હાથના પૌંવા કૅનેડામાં અમારી આખી કોલોનીને ખૂબજ ભાવતા.. ઔર હમતો જબરે ફેન હૈ.. " નીલે ફિલ્મી અંદાઝમાં કહ્યું.
"નૌટંકી.... તારે ને ફિલ્મી લાઈનમાં હોવું જોઈએ "
નેત્રા આટલું બોલી અને બન્ને જણ હસી પડ્યા.
નેત્રાએ નીલને પૂછ્યું કે કેટલા વાગ્યાં નીલે જવાબ આપ્યો કે એક વાગ્યો છે.
"હજુ એક જ વાગે છે ચાલ તને એક જગ્યાએ લઈ જવ " નેત્રાએ ઉભા થતા નીલને કહ્યું.
"ઓહ.. ક્યાં લઈ જાય છે..!!!!?? " નીલે આશ્ચર્ય સાથે પૂછ્યું.
નેત્રા પણ ફિલ્મી અંદાઝમાં બોલી કે, "ભરોસા કર સકતે હો.. તુમ સેફ હો મેરે સાથ.. ડૉન્ટ વૉરી " અને પછી નેત્રા હસી પડી.
નેત્રા નીલને રિવરફ્રન્ટ લઈ ગઈ ત્યાં સાબરમતીને કિનારે પાળી પર બેસીને બન્ને એ લગભગ એક કલાક વાતો કરી પછી નેત્રાની નજર હાથમાં પહેરેલી ઘડિયાળ પર ગઈ અને તરત જ ઉભા થતા બોલી, " બે વાગી ગયા અને ખબર પણ ના પડી મારે ફટાફટ ઘરે પહોંચવું પડશે... "
એને જોઈને નીલ બોલ્યો, " હું એજ વિચારતો હતો કે તારી મમ્મીનો ફોન કેમ ના આવ્યો, બિકોઝ ટીપીકલ ઇન્ડિયન મધર્સ.... ઓલ આર સેમ..." (અને એટલામાં જ નીલના ફોનની રિંગ વાગી.. ) "જો મે કીધુંને બધી મમ્મીઓ સરખી જ હોય છે હા.. હા.. "
નેત્રાએ ફક્ત હમમ માં જવાબ આપ્યો અને નીલને હવે કાલે કૉલેજમાં સવારે મળશે અને પછી બાય કહીને નીકળી ગઈ.

બીજે દિવસે પણ નીલ અને નેત્રા રિવરફ્રન્ટ ગયા. નેત્રા આજે થોડી અપસેટ હતી અને જાણે એને કઈ મૂડ જ ના હોય નીલે એ વાતની નોંધ લીધી અને પૂછ્યું, " શું થયું?? કાલે લૅટ થયું હતું તો આંટી ગુસ્સે થઈ ગયા હતાં કે શું?? હું આવ્યો છું ત્યારનો જોવું છું અપસેટ લાગે છે.. શું વાત છે?? "
નેત્રા એકદમ ધીમા અવાજમાં બોલી, "નીલ.. હું આઠ વર્ષની જ હતી સમજણી પણ નહતી અને મમ્મી... " આનાથી આગળ નેત્રથી બીજું કંઈજ ના બોલી શકાયું પછી એની આંખોએ જ બધું કહી દીધું. નેત્રાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી.
" આઈ એમ સો સૉરી.. નેત્રા મને... મને.. મને નહતી ખબર કે.. સૉરી "
"ઇટ્સ ઑકે.. તને તો ના જ ખબર હોયને હજુતો બે જ દિવસ થયા છે તારી અને મારી ફ્રેન્ડશીપને "
"નેત્રા.. તો તો મારાં ડૅડ સ્યોર તારી મમ્મીને મળ્યા હશે.. એ પણ ત્યાં જ છે જ્યાં તારા મમ્મી છે " એમ બોલીને નીલ હસવા લાગ્યો.
નેત્રા આશ્ચર્ય સાથે નીલ સામે જોવા લાગી અને પછી વિલાયેલા ચ્હેરા પર એક હલકી મુસ્કાન આવી.

હવે તો આ નીલ અને નેત્રાનો રોજનો કાર્યક્રમ થઈ ગયો હતો. કોલૅજ પતાવીને તેઓ સીધા રિવરફ્રન્ટ પહોંચી જતા અને ત્યાં ઘરેથી પેક કરીને લાવેલો ડબ્બો ત્યાંજ ખૂલતો. હવે તો નીલનું ગ્રુપ પણ મોટુ થઈ ગયું હતું પણ નીલ અને નેત્રાની દોસ્તીની વાત જ અલગ હતી. કોઈ પણ સ્પર્ધા હોય કે કોઈ સ્ટડી ટૂર બન્ને જોડેને જોડે જ હોય. જો નીલ કે નેત્રા માંથી કોઈ એક ના આવ્યું તો બધા અચૂક પૂછે કે શું થયું.. પરીક્ષાની તૈયારી પણ બન્ને જોડે જ કરતા. નેત્રાને શોપિંગ જવું હોય તો પણ એ નીલને જ જોડે લઈ જાય. અને ગ્રુપમાં કે કૉલેજમાં જો કોઈ નીલ વિશે કઈ આડુંઅવળું બોલી ગયું અને નેત્રા હાજર હોય તો આવી જ બને અને સામે નીલ પણ એવોજ હતો જો નેત્રા વિશે કઈ બોલે તો આવીજ બને. બન્ને એકબીજાની સહેજ પણ નીચું ના પડવાદે. આમને આમ એક વર્ષ નીકળી ગયું. ચોથા સેમેસ્ટરની એક્સામ સ્ટાર્ટ થવાની હતી. અને નીલએ પોતાના પ્રેમનો પ્રસ્તાવ નેત્રા સામે મુકવાનો નિર્ણય કર્યો. નીલ ને સાધારણ રીતે નેત્રાને પ્રપોઝ નહતું કરવું એ કંઈક ખાસ કરવા માંગતો હતો. અને એને વિચારી લીધું કે એને શું કરવાનું છે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED