Sambandhoni kasoti - 6 books and stories free download online pdf in Gujarati

સંબંધોની કસોટી - 6

નીલ તૈયાર થઈને નીચે આવે છે, કોઈ ખાસ પ્રસંગમાં જ નીલ જે બ્લ્યુ શર્ટ પહેરતો હતો એ પહેરેલો જોઈને માલિની બહેને પૂછ્યું, 'ક્યાં ઉપડી સવારી?? કોઈ સ્પેશ્યિલ ઓકેશન?? ' નીલે મલકાતાં મલકાતાં જવાબ આપ્યો, 'નેત્રાનો ફોન આવ્યો હતો હમણાં એના પપ્પાને મળવાં જાઉ છું એમણે જ નેત્રાને ફોન કરીને મને મળવાં માટે બોલાવા કહ્યું.' 'સારું.. સારું.. જઈ આવ.. ' નીલ માલિની બહેનને પગે લાગીને આશીર્વાદ લીધાં અને જતો હતો ત્યારે માલિની બહેન નીલને એની મશ્કરી કરતા કહ્યું, 'નીલ.... બૅસ્ટ ઑફ લક.. સસરાજી ને પણ પગે લાગજો..' 'હા.. હા.. બહુ સારું હવે તું પણ મારી મજાક ઉડાવ.'

નીલ નેત્રાના ઘરે પહોંચી બહાર ગૅટ પાસે જ ઉભા રહીને તે નેત્રાને ફોન કર્યો, 'હેલો.. હા હું આવી ગયો છું પ્લીઝ તું બહાર આવ મને ખબર નઈ કેમ આજે અંકલથી ખૂબ જ ડર લાગે છે યાર.. સાચે મારાં હાથ-પગ કંપે છે.' નેત્રા જોડે વાત કરીને એ ત્યાં એના બાઈક પર જ બેઠો હોય હતો એના મગજમાં પ્રશ્નોનું ઘોડાપુર આવ્યું હોય એમ લાગતું હતું આજથી પેહલા પણ પોતે ઘણી વાર નેત્રાનાં ઘરે આવ્યો હતો ત્યારે એને કોઈ ડર નહતો લાગતો પણ આજે તો નીલને ગૅટની અંદર જતા પણ ડર લાગતો હતો. થોડી જ વારમાં નેત્રા આવી પહોંચી, 'ઓ.. હીરો... શું થયું??. કેમ મને બોલાવી અને પપ્પાથી તું આજે ડરે છે કેમ?? નીલ... હું છું ને તારી જોડે ચાલ અંદર.' નેત્રા નીલનો હાથ પકડીને અંદર ઘરમાં લઈ ગઈ. નીલ અંદર તો આવી ગયો પણ એને ખબર નહતી પડતી કે પોતે શું બોલે, શું વાત કરે, કેવી રીતે જવાબ આપે. નિશિથ ભાઈ બેઠક રૂમમાં સોફા પર બેઠાં હતાં અને મૅગેઝિન વાંચી રહ્યા હતાં નીલને માલિની બહેનની વાત યાદ આવી અને તે જઈને પહેલાજ નિશિથ ભાઈને પગે લાગીને આશીર્વાદ લીધાં. નિશિથ ભાઈ એના બરડા પર જોરથી ધબ્બો માર્યો અને કહ્યું, 'ખુશ રહો બેટા... અને આ ફોર્માલિટી ના કરી હોત તો પણ હું કઈ તને ના નહતો કહી દેવાનો. અરે !!બેટા તું ઊભો કેમ છે બેસને.. '
નીલ સોફા પર બેઠો અને નિશિથ ભાઈ અને નીલ વચ્ચે વાતોનો સિલસિલો ચાલું થાય થયો....
'બોલો બેટા તો હવે ફ્યુચર નું શું પ્લાનિંગ છે. '
'મારો પ્લાનિંગ મારો પોતાનો બિઝનેસ ચાલું કરવાનો છે, ઇન્ટેરિયર ડિઝાઇનનો..જેથી હું અને નેત્રા બન્ને કરી શકીએ.. નેત્રા કોસ્ટીંગમાં બૅસ્ટ છે એનું ડિઝઈનીંગ પણ માઈન્ડબ્લૉઇંગ છે.. કૉલેજમાં ઇન્ટર્નશિપમાં એનું પર્ફોર્મન્સ બધા કરતા બૅસ્ટ હતું. '

'વેરીગુડ બેટા... વૅરી નાઇસ. બોલ શું લઈશ ચા, કોફી કે ઠંડુ '
'નેત્રાને ખબર જ છે અંકલ ' નીલ નેત્રાની સામે જોઈને સહેજ હસીને બોલ્યો.
નેત્રા તરત જ બોલી, 'કૉફી.. વિથ લેસ શુગર. રાઇટ?!'
'વાહ નીલ, નેત્રાને તો તારી બધીજ નાની નાની વાતો ખબર છે એ હું બરોબર જાણું છું કારણકે મારી દીકરી આખો દિવસ નીલનાં નામની જ માળા જપ્યા કરતી હોય છે.. તારા વગર એ કોઈજ કામ નથી કરી શકતી. પેલા મને હેરાન કરતી હતી પણ જેવું એણે મને નાની નાની વાતોમાં મારી હેલ્પ લેવાની બંધ કરી એટલે મને ત્યારે જ ખબર પડી ગઈ કે મારી પ્રિન્સસે કોઈ પ્રિન્સ શોધી લીધો છે. '

નિશિથ ભાઈ નીલને મળીને તેનાથી ખૂબજ પ્રભાવિત થઈ ગયા હતાં. એમને એમની નેત્રા માટે જેવો મુરતિયો જોઈતો હતો નીલ એના કરતા પણ વધારે હતો. નેત્રા પણ ખૂબજ ખુશ હતી કે એના પપ્પાને એની પસંદ..પસંદ પડી હતી.

'ઓકે માય સન.. નાઇસ ટુ મિટિંગ યૂ.. તો હું અને નેત્રા કાલે સવારે જ આવીએ છે તારી ફેમિલીને મળવાં.. બી રેડી.. ' નિશિથ ભાઈએ વાત આગળ વધારતા કહ્યું. નેત્રાએ નીલ સામે એક આંખના નેણ ઊંચા કરીને ઈશારો કર્યો અને નીલનાં ગાલ રાતાં થઈ ગયા.
નીલ ખૂબજ ખુશ હતો કે કાલે નેત્રા એના પપ્પા સાથે એના ઘરે આવવાની હતી. નીલે નિશિથ ભાઈને કહ્યું, 'અંકલ, તમે શ્યૉર ઘરે આવો પણ અમારે તમારી જેમ કોઈ મોટો બિઝનેસ નથી. હું નાનો હતો ત્યારથી જ મારે પપ્પા નથી મને મારી મમ્મીએ જ મોટો કર્યો છે. અમદાવાદમાં એક બંગલો અને થોડી મૂડી છે. પણ જો તમે નેત્રાને મને સોંપશો તો આઈ પ્રોમિસ એણે ક્યારેય કોઈ તકલીફ નહી પડવા દઉં.'

'અરે.. બેટા.,મને તારી પ્રોપર્ટીમાં કોઈ જ રસ નથી. તું હોનહાર છે પથ્થર માંથી પણ પૈસો કમાવાની આવડત છે તારામાં એ મે જાણી લીધું છે '

'ઓકે અંકલ.. જય શ્રી ક્રિષ્ના.. કાલે મળીએ '

નીલ ઘરે જવાના રસ્તામાં જલેબી જોઈને ઊભો રહ્યો અને માલિની બહેનને માટે લઈને ઘરે આવ્યો. 'મામ્મા.. ક્યાં છે?? ' 'શું થયું કેમ બૂમાબૂમ કરે છે?'
માલિની બહેન જેવું બોલવા માટે મોઢું ખોલ્યું કે તરત જ નીલે એક આખી જલેબી એમના મોઢામાં નાખી દીધી. 'ઓહોહો... શું કરે છે.. પાક્કું નેત્રના ઘરેથી કંઈક સારા સમાચાર લઈને આવ્યો લાગે છે.' માલિની બહેને માંડ માંડ જલેબી ઉતારતા કહ્યું. 'કાલે સવારે નેત્રા અને નિશિથ અંકલ આપણા ઘરે આવે છે. ' નીલે ખુશ થતા કહ્યું.
'ઓહો... સરસ તો તો આજે મારે બહુ કામ છે તારે પણ મદદ કરવી પડશે. આજે તારે ક્યાય બહાર જવાનું નથી. ' માલિની બહેને નીલને આદેશ કરી દીધો કે આજે એણે ફક્ત કામમાં મદદ જ કરવાની છે ને ક્યાય બહાર જવાનું નથી. 'નીલ... જા તું ઉપરના રૂમમાં બધું વ્યવસ્થિત કર ત્યાં સુધી હું આપણા માટે રસોઈ બનાવી દઉં. ' નીલ ઉપર રૂમમાં ગયો અને માલિની બહેન રસોડામાં.
માલિની બહેન રસોઈની તૈયારીમાં લાગી ગયા. તેમણે કૂકરમાં દાળ મૂકી અને એક તપેલીમાં થોડા ભાત. ઉભા ઉભા શાક સમારતા હતાં અને ક્યારે ફરી પોતાના ભૂતકાળમાં સરી પડ્યા એમને ખબર પણ ના પડી.

'માલિની આટલી ડરે છે કેમ તારા પરિવારે તો મને સ્વીકારી પણ લીધો છે અને મારાં મમ્મી પપ્પા કઈ તને ખાઈ નહીં જાય રિલેક્સ.. ' નિશિથ માલિનીને શાંત કરતા બોલ્યો.
'શું રિલેક્સ નિશિથ.. એકતો તે એમને કીધું પણ નથી કે હું આવવાની છું અને એતો ઠીક તે મને પણ નહોતું કીધું કે આજે તું મને ઘરે લઈ જઈશ એટલીસ્ટ હું કોઈ ઢંગનો ડ્રેસ તો પહેરીને આવતી.'
'એવું ના હોય માય ડીઅર માલુ.. તું જેમ છે જેવી છે એવીજ એમને સ્વીકારવી પડશે. મારે એમને તારી નેચરલ બ્યુટી બતાવવી છે. તારી આંતરિક સુંદરતા જ તારું સૌથી મોટુ ઘરેણું છે. જેનાથી હું પ્રભાવિત થયો છું.'
'હા નિશિથ... પણ આમ આવી રીતે અચાનક... મને થોડું વિચિત્ર લાગે છે. '
'કંઈજ વિચિત્ર નથી તારા વિચાર વિચિત્ર છે, હવે કંઈજ બોલીશ નહિ અને અંદર ચાલ, ડરવાની જરૂર નથી હું છુ ને તારી જોડે.'
નિશિથ માલિનીનો હાથ પકડીને અંદર લઈ ગયો. નિશિથનો ખુબ મોટો બંગલો હતો. એને સાચવવા માટે બે સિક્યુરિટી ગાર્ડ મુખ્ય જાપા પાસે હતાં. જેવા બંગલામાં ઘૂસો એટલે જાપાથી ઘર સુધી એક રોડ બનાવેલો હતો ઘરની બરાબર સામે જ લીલા ઘાસની લોન હતી એમાં નેતરના ખુરશી અને ટેબલ ગોઠવેલા હતાં લોનની બાજુમાં જ વાડી બનાવી હતી એમાં ફળોના ઝાડ હતાં અને ત્યાં ઉગેલા ફળો જ લોન માં જે નેતરનું ટેબલ હતું એના પર મુકેલી ટોકરીમાં મુક્યા હતાં. બે માળનો આલીશાન બંગલો એના મકાનના શરૂઆતમાં આગળ જ બે મોટા પિલ્લર હતાં અને પછી ચાર પગથિયાં. મુખ્ય દરવાજો બે ભાગમાં ખૂલતો હતો. લાકડાનાં એ દરવાજા પર સુંદર નક્શીકામ કરેલું હતું. દરવાજાની બન્ને બાજુ રંગીન કાચની બારીઓ હતી જે બંગલાની શોભમાં વધારો કરતી હતી. માલિનીએ હજુ સુધી આ બધું ફક્ત ફિલ્મોમાં જ જોયું હતું. તે આ બધી ચક્કાચોન જોઈને ડરી ગઈ હતી. કેવી રીતે વર્તવું કેવો વ્યવહાર નિશિથના મમ્મી પપ્પાને ગમશે એ બધી કશમકશમાં માલિની વધારે પરેશાન થતી હતી અને નિશિથ તે બરોબર જાણતો હતો.

નિશીથે માલિનીનો હાથ પકડેલો હતો અને તે માલિનીને લઈને અંદર પ્રવેશ્યો. એટલામાં તરતજ એક નોકર પાણી લઈને આવી ગયો. બહાર જે કઈ માલિનીએ જોયું ઘરમાં અંદર બધું એના કરતા પણ ભવ્ય અને અજોડ હતું. ઘરમાં બધોજ સમાન ખૂબ કીમતી હતો. નિશીથે માલિનીને સોફા પર બેસાડી અને ઉપરના કમરામાં એના મમ્મી પપ્પાને બોલવા ગયો.
'મમ્મી... પપ્પા... હું કોઈકને તમને મળવવા માંગુ છું. એ નીચે લિવિંગ એરિયામાં તમારો વેઇટ કરે છે.. પ્લીઝ કમ સૂન. આઈ વિલ બી ધેર. ' નિશિથ આટલું બોલીને ફટાફટ નીચે આવીને માલિનીની જોડે આવીને બેસે છે. 'માલુ... ખબર નઈ કેમ મારાં પણ ધબકારા હવે તો વધવા લાગ્યા છે. પ્લીઝ આ બન્નેને સાચવી લેજે '
નિશિથના મમ્મી પપ્પા જયારે પગથિયાં ઉતારતા હતાં ત્યારેજ એમણે માલિનીને જોઈ લીધી અને બધી વાતનો ખ્યાલ આવી ગયો. નિશિથના પપ્પા ખૂબજ સરળ સ્વભાવના હતાં. એની મમ્મીનો સ્વભાવ થોડો જુનવાણી હતો પણ એમને પણ માલિની પહેલી નજરમાં તો ગમી જ ગઈ હતી. બન્ને જણ નીચે આવીને બેસ્યા અને નિશિથના પપ્પા નિશિથ કઈ બોલે તે પહેલા જ બોલ્યાં, 'આ તારી મિત્ર છે.. કદાચ મિત્ર કરતા પણ વધારે અને તું એને અહીં અમને મળવવા માટે લાવ્યો છું જેથી અમે એને મળીએ અને તારા માટે અને આ ઘર માટે એને અમારી પુત્રવધુ તરીકે પસંદ કરીએ..... એમ આઈ રાઈટ માય ઇન્ટેલિજેન્ટ સન... ' આટલું બોલીને કાંતિ ભાઈ એટલે નિશિથના પપ્પા ખાડખડાટ હસી પડે છે.

' હા.. પણ તમને આવી બધી કેવી રીતે ખબર?? !!' નિશિથને કંઈજ સમજાતું નહતું એને જે કહેવાનું હતું એતો કાંતિ ભાઈએ કહી દીધું. પણ એમને ખબર પડી કેવી રીતે પોતે તો હજુ સુધી કોઈને કઈ કહ્યું નહતું.
'બેટા.... તારો બાપ છું.. દીકરો પ્રેમમાં હોયને બાપને ખબર ના પડે એવું બને જ નઈ ' કાંતિ ભાઈએ નિશિથના બરડા પર ધબ્બો મારતા કહ્યું. માલિનીએ તરત જ ઉભા થઈને બન્નેને પગે લાગીને આશીર્વાદ લીધાં.

'ખુશ રહે બેટા...પણ હું તમારા લગ્ન માટે મંજૂરી નહીં આપી શકું. કારણકે સમાજમાં મારો રૂતબો ખૂબજ છે અને જો મારો દીકરો જ બીજા સમાજની છોકરી લાવશે તો સમાજમાં હું કોઈની સામે મારું મોઢું પણ નહીં બતાવી શકું. માફ કરજે બેટા તું ખુબ જ સારી અને સંસ્કારી છોકરી છે જે પણ ઘરમાં જઈશ તે ઘરને પવિત્ર બનાવી દઈશ. પણ કદાચ હું એ બાબતમાં અભાગી બન્યો કે હું તને સ્વીકારી નહિ શકું.'
'પપ્પા... પ્લીઝ આવું ના કહેશો.. હું માલિનીને ખૂબ પ્રેમ કરું છું.' નિશિથ આટલું બોલ્યો એટલામાં તો એની આંખમાંથી પાણી નીકળતું અટકાવી ના શક્યો અને આગળ કઈ બોલી પણ ના શક્યો. માલિનીની આંખમાં પણ અશ્રુધારા વહેવા મંડી.
કાંતિ ભાઈ ની આંખો પણ નરમ થઈ ગઈ અને હ્યદય પીગળવા લાગ્યું. નિશિથ તેમનો એકનો એક દીકરો હતો અને કોઈ પણ મા-બાપ પોતાના સંતાનની આંખોમાં તો આંસુ ના જ જોઈ શકે.
માલિની સ્વસ્થ થઈ અને એક નોકરને જોઈને બોલી, 'પ્લીઝ કાકા.. બધા માટે પાણી લાવી આપો..' બધાએ પાણી પીધું અને માલિનીએ જવા માટે રજા લીધી. નિશિથ માલિનીને ઘરે મુકવા જોડે જ બહાર આવ્યો. 'માલુ... આઈ એમ સો સૉરી. પણ હું તને ખુબ જ પ્રેમ કરું છું તારા વગર હું રહી નહિ શકું. હું પપ્પાને મનાવી જ લઈશ તું ચિંતા ના કર. આપણા લગ્ન થશે અને જરૂર થશે. ' જવાબમાં માલિનીએ માત્ર સ્મિત જ કર્યું. ઘરે આવીને નિશિથ સીધો કાંતિ ભાઈના રૂમમાં ગયો.
'પપ્પા હું માલિનીને સાચા દિલથી ચાહું છું. નહી રહી શકું એના વગર. શું તમારો સમાજ તમારા દીકરા કરતા વધારે છે? શું માલિની આપણા ઘર માટે યોગ્ય નથી? શું એના સંસ્કાર સારા નથી? શું તમારા દીકરાની પસંદ તમને પસંદ નથી? તમારા દીકરાના ખુશી વધારે મહત્વની છે કે તમારા સમાજનો રિવાજ??? પપ્પા તમે માલિનીને નથી ઓળખતા હજુ એના જેવી છોકરી તમને આપણા આખા સમાજમાં ક્યાય નહિ મળે. પ્લીઝ માની જાઓ. ' નિશિથ આંખમાં આંસુ સાથે ધડાધડ કાંતિ ભાઈ પર પ્રશ્નોના બાણ છોડ્યા હતાં તે અવાક થઈને તિજોરીમાંથી કંઈક શોધવાનો ડોળ કરી રહ્યા હતાં.
'પપ્પા હું તમને કંઈક પૂછી રહ્યો છું..' નિશીથે ગુસ્સાથી ત્રાડ પાડીને કહ્યું. 'બેટા.. હું પહેલા જ કહી ચુક્યો છું કે જો માલિની આપણા સમાજની જ હોત તો હું ખરેખર ભાગ્યશાળી હોત. પણ તેમ બની શકે એવું નથી. '
નિશીથે એ દિવસે ખાધું પણ નહિ અને સુઈ ગયો. આમ માનવાનો સિલસિલો સતત બી દિવસ સુધી ચાલ્યો ત્યાં સુધી નિશીથે કંઈજ ખાધું નહતું એની હાલત ખરાબ થઈ રહી હતી અને આખરે કાંતિ ભાઈને દીકરા સામે હાર માનવી પડી.
'સારું..હું માલિનીને આ ઘરમાં મારી પુત્રવધુ તરીકે સ્વીકારવા તૈયાર છું પણ લગ્ન ધામધૂમથી નહિ થાય તમે બન્ને કોર્ટ મેરેજ કરી લેજો અને પછી કુળદેવીના મંદિરમાં વિધિ કરીને લગ્ન પતશે. આ શરત મંજુર હોય તો નીચે ટેબલ પર જમવા આવીજજે. ' આટલું કહીને કાંતિ ભાઈ ચાલ્યા ગયા. નિશીથે તરતજ માલિનીને ફોન કર્યો રિસીવર માલિનીએ જ ઉપાડ્યું અને સામે છેડેથી નિશિથ એકદમ ખુશ હતો એટલે એ પોતાની ખુશી કાબુ નહતો કરી શકતો, 'હેલો.. માલુ.. માલુ.. માલુ.. શું કહું તને.. આજે હું જેટલો ખુશ છું કદાચ પહેલા ક્યારેય આટલી ખુશી મને નહીં થઈ હોય... માલુ પપ્પા માની ગયા... ઓહહ ગોડ... મને વિશ્વાસ નથી થતો માલુ કે હું કોઈ સપનું તો નથી જોતોને... '
'ઓહહ ગોડ... થૅન્ક યૂ સો મચ... સાચે નિશુ આ ખૂબજ ખુશીના સમાચાર છે.. તું સપનું નથી જોતો આ હકીકત છે.. હું શું કરું મને કઈ ખબર નથી પડતી.' માલિની ઝુમી ઉઠી હતી. ગોળ ગોળ ફુદરડી ફરવા લાગી. બન્ને પ્રેમી પંખીડાઓને જાણે આઝાદી મળી ગઈ હતી. એટલામાં જ કૂકરની સીટી વાગી અને સાથે આંખમાંથી વહેતા આંસુ પણ ગાલ ના છેડે આવીને અટકી ગયા. માલિની બહેને દુપટ્ટાથી આંસુ લુછ્યા.
માલિની બહેન રાતે પલંગ પર સુતા હતાં પણ એમને આજે ઊંઘ નહતી આવતી. છેલ્લા અઠ્ઠાવીસ વર્ષ પછી કાલે એ નિશિથ ભાઈને જોવાની હતી. નિશિથ એને જોઈને કેવો પ્રતિભાવ આપશે એની એમને ખબર નહતી. કદાચ સારો હોય અને કદાચ ખૂબજ ખરાબ. પોતે કેવી રીતે નિશિથનો સામનો કરશે એની પણ એમને ચિંતા હતી. સૌથી મોટી ચિંતા એ હતી કે એમના બન્નેના લીધે એમના છોકરાઓના સંબંધોમાં કોઈ તકલીફ ઉભી ના થાય.

સવાર પડી ગઈ હતી. માલિની બહેને મહેમાનના સ્વાગતની બધીજ તૈયારીઓ કરી દીધી હતી. નીલ તૈયાર થઈ ગયો હતો. માલિની બહેનના મનમાં હજુ પ્રશ્નોનું યુદ્ધ ચાલતું હતું. એટલામાં એક કારનો અવાજ આવ્યો જે એમના ઘરે આવીને ઉભી રહી. જેમાંથી પહેલા નેત્રા ઉતરી. નેત્રા આજે ખૂબજ સુંદર લાગી રહી હતી.એણે એની મા ની આછા ગુલાબી રંગની સાડી પહેરી હતી અને એના ખુલ્લા વાંકડીયા વાળ એમાં સોને પે સુહાગા. પછી ઉતર્યા નિશિથ ભાઈ. એમણે ગ્રે શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યા હતાં. નીલ બહાર જઈને બન્નેને આવકારતા કહ્યું, 'વેલકમ અંકલ.. જય શ્રી ક્રિષ્ના. આવો.. '
'જય શ્રી ક્રિષ્ના બેટા.. કેમ છે મજામાં !!'

નેત્રા અંદર આવીને માલિની બહેનને પગે લાગે છે નીલ અને નિશિથ ભાઈ બન્ને પોતાની જ કંઈક વાતમાં મશગુલ હતાં. 'બેસો અંકલ. ' કહીને નીલ નિશિથ ભાઈને બેસવા કહે છે અને નેત્રા ને હાથ લાંબો કરીને બેસવા માટે ફક્ત ઈશારો કર્યો.

માલિની બહેન ટ્રેમાં પાણી ના ગ્લાસ લઈને આવે આવ્યાં. માલિની બહેન ટ્રે લઈને નિશિથ ભાઈ સામે ગયા અને પાણી માટે ટ્રે આગળ ધરી. નિશિથ ભાઈએ ગ્લાસ ઉઠાવવા માટે હાથ લંબાવ્યો અને એમની નજર માલિની બહેન પર પડી. ગ્લાસ લેવા માટે ઉઠેલો હાથ એમજ રહી ગયો. ખૂબજ આશ્ચર્ય સાથે એ માલિની બહેનના સામે જ જોઈ રહ્યા. માલિની બહેન તરતજ સામેની બાજુ નેત્રા જોડે ગયા. નીલે પરિચય આપતા કહ્યું, 'અંકલ.. આ મારી મમ્મી.. માલિની મહેતા.. '
આ સાંભળીને નિશિથને લાગ્યું કે કદાચ ગુસ્સાથી એનું માથું ફાટી જશે. માલિનીને જોઈને એને પારાવાર ગુસ્સો આવ્યો હતો પરંતુ અત્યારે એ એકદમ ચૂપ હતો. એના મગજમાં જે દાવાનળ ફાટ્યો હતો એની આગ માલિની મહેસૂસ કરી શકતી હતી. નિશિથભાઈ અચાનક ઉભા થઈ ગયા અને બોલ્યાં, 'ઓહ.. આઈ એમ સો સૉરી... મને ધ્યાન જ ના રહયું કે આજે મે એક મોટા બિઝનેસમેનને એપોઇન્ટમેન્ટ આપી હતી.. સૉરી પ્રિંસેસ વી મસ્ટ લીવ.. સૉરી નીલ બેટા...' 'ઓહહ... ઇટ્સ ઓકે અંકલ. ' એટલામાં તરતજ નેત્રા બોલી, 'ડેડ... એક દિવસ મિટિંગ કેન્સલ પણ કરી શકાય. '
માલિની બહેન સમજી ગયા કે નિશિથ અહિયાંથી જવા માંગે છે,'અરે બેટા.. ઇટ્સ ઓકે... એમને અત્યારે અગત્યનું કામ છે સાંજે આવી જજો કઈ વાંધો નહીં '
નિશિથ ભાઈ નેત્રાને લઈને નીકળી ગયા નેત્રાને ઘરે મૂકીને તે સીધા ઓફિસ આવી ગયા. પ્યુનને સૂચના આપી દીધી કે બે કલાક સુધી કોઈને અંદરના આવવા દેતો. પોતાની કૅબિનમાં જઈને એમને દરવાજો અંદરથી વાખી દીધો.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED