પરાગિની - 5 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરાગિની - 5

પરાગિની

પરાગ માનવને ફોન કરે છે અને કહે છે જો તું બિઝી ના હોય તો ક્યાંક ફરવા જઈએ?

માનવ હા કહે છે અને થોડીવારમાં ગાડી લઈને આવી જાય છે.

માનવ- ક્યાં જઈશું?

પરાગ- એકદમ શાંત જગ્યા જ્યાં કોઈ જ ના હોય..!

માનવ- ઓકે.. પહેલા ગાડીની ટાંકી ફૂલ કરાવી દઈએ.

માનવ પેટ્રોલ પંપ પર ગાડી જવા દે છે.

આ બાજુ ત્રણેય બહેનપણીઓ મૂવી જોવા જવાનો પ્લાન કરે છે. એશા તેની ગાડી પેટ્રોલપંપ પર લઈ જાય છે અને પેટ્રોલ ભરાવે છે.

માનવ પેટ્રોલ ભરાવી ગાડી સાઈડ પર કરી બિલ લેવા જાય છે. એશા પણ બિલ લેવા જાય છે.

માનવને થોડી વાર લાગતા એશા બોલે છે, મિસ્ટર જો તમે બિલ લઈ લીધું હોય તો સાઈડ પર થઈ જાઓ અમારે પણ બિલ લેવાનું છે.

માનવ પાછળ ફરીને જોઈ છે તો એશા ઊભી હોય છે, માનવ તો એશાને જોયા જ કરે છે અને એશા બોલ્યા જ કરતી હોય છે.

એશા ચપટી વગાડે છે અને બોલે છે, ઓહ.. હેલો તમને કહું છું આમ શું જોયા કરો છે? સાઈડ પર થાઓ. માનવ ત્યાંથી જતો રહે છે પણ એક જ નજરમાં એશા ગમી જાય છે તેના મનમાં વસી જાય છે.

ફરીને પરાગ સાંજે દાદીને મળવા જાય છે, ત્યાં દાદી, પરાગ અને સમર સાથે ડિનર કરે છે અને ખૂબ વાતો અને મસ્તી કરે છે. પરાગ ઘરે જતાં પહેલા સમરને આવતીકાલની મીટિંગનું કહેતો જાય છે.

*********

પરાગ રેડી થઈને સમરને લેવા જાય છે. તેને ખબર હતી કે સમર વહેલો ઊઠે નઈ અને મીટિંગમાં પણ નહીં આવે તેથી તેને લઈને નીકળે છે. તેમને પહેલા નવા કેટલોગના શુટીંગના લોકેશન પર જવાનું હોય છે અને ત્યાંથી મીટિંગમાં..

રસ્તામાં જતા જતા પરાગ સિયાને કોલ કરીને કહે છે, સિયા તું રિનીને કોલ કરીને કહી દેજે કે તે સીધી શુટીંગની જગ્યા એ આવી જાય છે ત્યાંથી અમે મીટિંગમાં જઈશું. એને મારી સાથે મીટિંગમાં આવાનું છે ટ્રાન્સલેટર બનીને.. પહેલા કોલ કર તેને.

સિયા- ઓકે સર.

રિની તેના ઘરથી ઓફીસ જવા નીકળી ગઈ હોય છે અને સિયાનો કોલ આવે છે, રિની ફોન લે છે.

સિયા- હેલો, રિની તારે અત્યારે ડાયરેક્ટ શુટીંગની જગ્યા પર જવાનું છે તને લોકેશન મેસેજ કરી દઉં છું અને ત્યાંથી પરાગ સર સાથે મીટિંગમાં જવાનું છે તને ફ્રેન્ચ આવડે છે તેથી તારે ટ્રાન્સલેટરનું કામ કરવાનું છે.

રિની- (ગભરાતાં) વોટ..? મારે આમ અચાનક મીટિંગમાં? ટ્રાન્સલેટર તરીકે??

સિયા- કેમ કંઈ પ્રોબ્લમ છે?

રિની- ના, ના. હું જઈશ.

સિયા લોકેશન મોકલે છે. રિની કેબ બૂક કરવી તે લોકેશન પર જવા નીકળે છે અને એશાને ફોન કરે છે..એશા ફોન ઉપાડે છે..

રિની- હેલો એશા, પ્લીઝ આજે હેલ્પ કરજે મારી.. આજે મારી મીટિંગ છે ફોરેન ડેલીગેટ્સ સાથે અને મારે ટ્રાન્સલેટર બનવાનું છે મને તો ફ્રેન્ચ પાક્કું આવડતું પણ નથી.

એશા- ઓકે બેબી, કોલ કરજે પણ બ્લુટૂથ સાથે રાખજે અને હા જોજે કોઈને ખબરનાં પડે.

રિની હા કહી ફોન મૂકે છે.

********

સમર પરાગને પૂછે છે, રિનીને કેમ બોલાવો છો તમને તો આવડે જ છેને બધી લેંગ્વેજ..!

પરાગ- જોઈએ તો ખરા કે તેને સાચેમાં જ ફ્રેન્ચ આવડે છે કે નહીં..?

સમર- વાહ.. ભાઈ શું આઈડીયા લગાવ્યો છે...!

બંને લોકેશન પર પહોંચે છે. શુટીંગની જગ્યા ગાર્ડન હોય છે પણ ગાર્ડનને આખો અલગ લુક આપવામાં આવ્યો હોય છે.

ટિયા અને જૈનિકા વેનિટી વેનમાં હોય છે. ટિયાનું ફાઈનલ ટચ અપ થતું હોય છે.

ટીયા- મને લાગે છે પરાગ અને તેની સેક્રેટરી વચ્ચે કંઈક તો રંધાઈ રહ્યું છે.

જૈનિકા- હા તો હશે.

ટીયા- તું મારી માટે તપાસ કરને કે સાચેમાં જ કંઈ છે કે નહીં તે..!

જૈનિકા- હું કંઈ તારી જાસૂસ નથી હું ફેશન ડિઝાઈનર છું. એ બધું મૂક બહાર આવ ફોટોશૂટ ચાલુ કરીએ.

જૈનિકા બહાર જઈને સમર અને પરાગને મળે છે.

જૈનિકા- પરાગ તું આખો સેટ જોઈલે બરાબર છે કે નહીં તે.

પરાગ હા કહી બધું બરાબર છે કે નહીં તે જોવા જાય છે.

સમર- કેવું ચાલે છે જૈનિકા?

જૈનિકા- બસ જો કામ ચાલ્યા કરે.. પણ જ્યાં સુધી આ ટીયા છે ને મને એને મારવાનું મન થાય છે. કોણે આને મોડેલ બનાવી??

સમર હસે છે અને પૂછે છે કેમ શું થયું?

જૈનિકા- મને કહે છે પરાગ અને તેની નવી સેક્રેટરી વચ્ચે કંઈક ચાલે છે..!🙄

આ સાંભળીને સમરના તોફાની મગજમાં આઈડીયા આવે છે.

ટીયા વેનમાંથી બહાર આવે છે અને દૂર ઊભા પરાગને જોઈ છે પરંતુ પરાગ ફોટોગ્રાફર સાથે ડિસ્કસ કરતો હોય છે. પરાગ સમર અને જૈનિકા સાથે જઈને ઊભો રહે છે.

પરાગ- કેમ કામ હજી સ્ટાર્ટ નથી થયું?

જૈનિકા- ટીયા આવે એટલે કામ ચાલુ થાય ને..!

ટીયા આવે છે તે પરાગને ચોંટવા જતી હોય છે પરંતુ પરાગ ખસી જાય છે અને કહે છે, બધા કામ ચાલુ કરી દે.

સમર- શું થયું ટીયા?

ટીયા- નવી સેક્રેટરીનાં લીધે પરાગ મને લડ્યો..!

સમર- ઓહ...! ટીયા તું હવે એનાથી દૂર જ રહેજે કેમ કે ભાઈ અને રિની બંને નાનપણના મિત્રો છે.

ટીયા- શું વાત કરે છે?

સમર- કદાચ બંને એકબીજાને નાનપણથી પસંદ પણ કરે છે.

ટીયા મોં બગાડી જતી રહે છે અને સમર મોં દબાવીને હસે છે કેમ કે તે ટીયાને ઉલ્લું બનાવે છે.

પરાગ દૂર જઈને ઊભો રહે છે.

રિની શુટીંગની જગ્યાએ આવી જાય છે. દૂરથી જોઈ છે કે ટીયા જે હીંચકા પર બેઠી છે તે એક બાજુથી નમી ગયો છે.

ટીયા હીંચકા પર બેસીને પોઝ આપતી હોય છે. તે હીંચકો દોરડાંનો હોય છે.

રિની દૂરથી જોઈ છે કે દોરડું તુટવાનું હોય છે તેથી તે ટીયા જ્યાં બેઠી હોય છે તે દિશામાં દોડવા લાગે છે. પરાગ રિનીને દોડતા જોઈ છે પરંતુ તેને ખબર નથી કે રિની શું કરવાં માંગે છે?

રિની પહોંચે એ પહેલા દોરડું તુટી જાય છે અને ટીયા નીચે પડે છે. આ બાજુ રિનીનો પગ પથ્થર પર આવી જવાથી તે સીધી બાજુમાં પાણીના નાના પુલમાં પડે છે. આ જોઈને પરાગ હસી પડે છે.

ટીયાને ઊભી કરવાં બધા પહોંચી જાય છે.

રિની ઊભી થાય છે અને જોઈ છે તો પરાગ હાથ આગળ કરીને ઊભો હોય છે અને કહે છે, ભગવાન હંમેશા મને જ તમારી મદદ કરવાનો મોકો આપે છે.

રિની- થેન્ક યુ પણ હું મારી જાતે બહાર આવી જઈશ.

રિની બહાર નીકળવા જતી હોય અને તેનું બેલેન્સ ખોરવાય જાય છે પરંતુ પરાગ તેને પકડી લે છે. બંને એકબીજાને જોયા જ કરે છે.

ટીયા ઊભી થઈને જોઈ છે કે પરાગને એક હાથ રિનીના કમર પર અને બીજા હાથથી રિનીનો હાથ પકડી રાખ્યો હોય છે અને જે રીતે બંને એકબીજાને જોતા હોય છે એ જોઈને તે બળીને ખાખ થઈ જાય છે. આ વાત જૈનિકા નોટીસ કરે છે.

પરાગ જોઈ છે કે બધા તેને અને રિનીને જોઈ રહ્યાં છે તેથી તે રિનીને ઊભી કરી સાઈડ પર ખસી જાય છે. રિની જતી રહે છે. બધાં કામ પર લાગી જાય છે.

***********

શાલિનીને ખબર હોય છે કે આજે કેટલોગનું શુટીંગ હોવાથી પરાગ કે સમર કોઈ ઓફીસ પર નહીં હોય તેથી તે ઓફીસ પર આવે છે. સિયાને ફોન કરી તેની કેબિનમાં બોલાવે છે. શાલિનીને ખબર હોય છે કે પરાગની દરેક મીટિંગની ખબર સિયા પાસે હોય છે તેથી તે સિયાને પરાગની નવી ડિલનું પૂછવા માટે બોલાવે છે.

સિયા- મેમ તમે મને બોલાવી?

શાલિની- તારી માટે ઓફર છે..!

શાલિની તેને પ્રમોશનની લાલચ આપે છે અને કહે છે સિયા તારે મને જણાવવાનું છે કે પરાગની નવી ડિલ શું છે?

સિયા- સોરી મેમ મારાથી નહીં કહેવાય.

શાલિની- (ધમકી આપતાં) જો તું નહીં કહે તો તારુ ઓફીસમાં રહેવું હરામ કરી દઈશ. એના કરતા કહી દે તો વધારે સારું રહેશે.

સિયા બીકને મારે બધું શાલિનીને કહી દે છે.

*********

આ બાજુ રિની અને જૈનિકા વેનિટી વેનમાં બેઠા હોય છે. જૈનિકાને રિની સારી છોકરી લાગે છે. રિનીને પણ જૈનિકા સાથે ફાવે છે.

રિનીનાં કપડાં ભીના થઈ ગયા હોવાથી જૈનિકા તેને ડ્રેસ પહેરવાં આપે છે.

રિની ડ્રેસ જોતા જ બોલે છે, આ કંઈક નાનો ડ્રેસ નથી લાગતો તમને?

જૈનિકા- તારી ફોરેન ડેલીગેટ્સ સાથે મીટિંગ છે અને તારે બ્લોસમ ડિઝાઈન્સને રિપ્રેઝન્ટ કરવાનું છે તો લાગવું તો જોઈએને કે તું અહીંની એમ્પલોય છું. ચૂપચાપ પહેરી લે થોડીવારમાં નીકળવાનું છે તમારે..!

રિની ડ્રેસ પહેરી તૈયાર થઈ બહાર આવે છે. રિની જૈનિકાના ડિઝાઈન કરેલા રેડ ડ્રેસમાં જોરદાર લાગી રહી હોય છે. પાતળી પટ્ટી વાળું, ઘૂંટણ સુધીનો ડ્રેસ હોય છે. ઉપરના સાઈડ મોતીવર્ક હોય છે. હાઈબનની હેરસ્ટાઈલ, કાનમાં રેડ કલરની ઈયરરીંગ્સ અને પગમાં રેડ સેન્ડલ હીલ્સ પહેર્યા હોય છે. બધાં રિનીને જોતા જ રહી જાય છે. પરાગનું ધ્યાન તેની તરફ આવતી રિની પર પડે છે અને તે જોતો જ રહી જાય છે.

ટીયાની બળી જાય છે કેમ કે રિની તેનાથી પણ વધારે સુંદર દેખાતી હોય છે.

રિની પરાગ પાસે આવીને કહે છે, સર મીટિંગ માટે નીકળીએ?

પરાગ હા કહી માનવને ગાડી કાઢવાનું કહે છે.

પરાગ સમરને બૂમ પાડીને મીટિંગ માટે બોલાવે છે પણ તે ના કહી દે છે.

પરાગ અને રિની ગાડીમાં બેસી મીટિંગ માટે નીકળે છે.

ટીયા તરત સમર પાસે જાય છે. તેને આવતા જોઈ સમર નાટક ચાલુ કરી દે છે.

સમર- વાહ.. ભાઈ.. શું વાત છે તમારી..! તમારા નાનપણના લવને શોધીને તમે એને સેક્રેટરી બનાવી દીધી. સમર બાજુમાં ફરે છે અને ટીયાને ના જોઈ હોય એમ નાટક કરી કહે છે, ઓહ ટીયા તું ક્યારે આવી?

ટીયા- આ લોકો ક્યાં જાય છે? અને તું કેમ સાથે ના ગયો?

સમર- કબાબમાં હડ્ડી બનવા જઉં?

ટીયા- વોટ ડુ યુ મીન?

સમર- બંને જણા બહુ લાંબા ટાઈમ બાદ મળ્યા છે તો તેમને એકબીજા સાથે ટાઈમ વિતાવવો હતો તેથી તેઓ હોટલમાં ગયા છે લંચ માટે..!

ટીયા પગ પછાડીને જતી રહે છે અને સમર ઊંધો ફરી ખૂબ જ હસે છે.

રિની એશાને મેસેજ કરી દે છે કે તે ગાડીમાં છે મીટિંગની જગ્યાએ પહોંચવાના છે તને કોલ કરું એટલે રેડી રહેજે. એશા તેના મેસેજનો જવાબ નથી આપતી તેથી રીયાને ટેન્શન થવા લાગે છે.

શું એશા રિનીને મદદ કરી શકશે? કે પછી પરાગને ખબર પડી જશે કે રિનીને ફ્રેન્ચ નથી આવડતી??

વાંચતા રહો આગળનો ભાગ- ૬